________________
jain
231
કથાસાર ૧. અવિનીત :- જે વિનય રહિત છે, આચાર્ય કે દીક્ષાજયેષ્ઠ સાધુ વગેરેના આવવા જવા પર ઊભા થવું, સત્કાર, સન્માન વગેરે યથાયોગ્ય વિનય કરતા નથી તે “અવિનીત' કહેવાય છે. ૨. વિગય પ્રતિબદ્ધ :- જે દૂધ, દહીં વગેરે રસોમાં આસક્ત છે, તે રસો નહિ મળવા પર સૂત્રાર્થ વગેરે ગ્રહણ કરવામાં મંદ ઉદ્યમી રહે છે, તે “વિકૃતિ પ્રતિબદ્ધ' કહેવામાં આવે છે. ૩. અવ્યપશમિત પ્રાભૃત(અનુપશાંત-ક્લેશ) – જે અલ્પ અપરાધ કરનાર અપરાધી પર પ્રચંડ ગુસ્સો કરે છે અને ક્ષમાયાચના કરી લેવા છતાં પણ વારંવાર તેના પર ગુસ્સો કર્યા કરે છે, તેને “અવ્યપશમિત પ્રાભૃત' કહે છે.
આ ત્રણ પ્રકારના સાધુ સૂત્ર વાચના, અર્થ વાચના અને ઉભય વાચનાને અયોગ્ય છે કારણ કે વિનયથી જ વિદ્યાની પ્રાપ્તિ થાય છે. અવિનયી શિષ્યને વિદ્યા ભણાવવી નિષ્ફળ તો જાય છે, પણ ક્યારેક- “દુષ્કળ' પણ આપે છે.
જે દૂધ, દહીં વગેરે વિકૃતિઓમાં આસક્ત છે, તેને આપેલી વાચના હૃદયમાં સ્થિર રહી શકતી નથી. માટે તેને પણ વાચના આપવી અયોગ્ય છે. જેના સ્વભાવમાં ઉગ્રતા છે, થોડો પણ અપરાધ થઈ જવા પર જે અપરાધી પર વધારે ગુસ્સો કરે છે, ક્ષમા માંગવા છતાં પણ વારંવાર ગુસ્સો કર્યા કરે છે, એવી વ્યક્તિને પણ વાચના દેવી અયોગ્ય છે. એવી વ્યક્તિને લોકો આ જન્મમાં પણ સ્નેહ કરવો છોડી દે છે અને પરભવ માટે પણ તે તીવ્ર વેરનો અનુબંધ કરે છે. એટલા માટે ઉપરોક્ત ત્રણ પ્રકારના શિષ્ય સૂત્ર-અર્થ અને સૂત્રાર્થની વાચના લેવા માટે અયોગ્ય કહેવામાં આવેલ છે.
જે વિનય યુક્ત છે, દૂધ-દહીં વગેરેના સેવનમાં જેની આસક્તિ નથી અર્થાત્ ગુરુ આજ્ઞા હોય તો વિગય સેવન કરે અન્યથા ત્યાગ કરી દે અને જે ક્ષમાશીલ તેમજ સમભાવી છે, એવા શિષ્યોને જ સૂત્રની, તેના અર્થની તથા બન્નેની વાચના આપવી જોઈએ. તેને આપવામાં આવેલ વાચનાથી શ્રુતનો વિસ્તાર થાય છે, ગ્રહણ કરનારાનો આલોક અને પરલોક સુધરે છે અને જિનશાસનની પ્રભાવના થાય છે.
શિક્ષણને અયોગ્ય (૧) દુષ્ટઃ જે શાસ્ત્રની પ્રરૂપણા કરનારા ગુરુ વગેરે પર દ્વેષ રાખે અથવા યથાર્થ પ્રતિપાદન કરવામાં આવતા તત્ત્વો ઉપર દ્વેષ રાખે તે. (૨) મૂઢ – ગુણ-અવગુણના વિવેકથી રહિત વ્યક્તિ. (૩) ધ્રાહિત – વિપરીત શ્રદ્ધાવાળા અત્યંત કદાગ્રહી પુરુષ.
આ ત્રણે પ્રકારના સાધુ “દુઃસંજ્ઞાપ્ય છે અર્થાત્ તેને સમજાવવા ઘણા મુશ્કેલ છે. સમજાવવા છતાં પણ તે સમજતા નથી. તેને શિક્ષા આપવાથી કે સમજાવવાથી કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી. માટે એ સૂત્ર વાચના માટે પૂર્ણ અયોગ્ય હોય છે.
જે દ્વેષભાવથી રહિત છે, હિત–અહિતના વિવેકથી યુક્ત છે અને વિપરીત શ્રદ્ધાવાળા કે કદાગ્રહી નથી, તે શિક્ષા દેવાને યોગ્ય હોય છે. એવી વ્યક્તિઓને જ શ્રત તેમજ અર્થની વાચના દેવી જોઈએ, કારણ કે તે પ્રતિપાદિત તત્ત્વને સરળતાથી કે સુગમતાથી ગ્રહણ કરે છે.
દરેક વ્યકતિનો ક્ષયોપક્ષમ એકસરખો હોતો નથી, તથા હંમેશા એક સરખો રહેતો પણ નથી. તેથી કોઈ યોગ્ય પછીથી અયોગ્ય પણ થાય છે.તથા કોઈ અયોગ્ય ભાગ્યનો ઉદય થતા યોગ્ય પણ થઈ જાય છે. તેથી પૂર્વગ્રહથી નિર્ણય ન કરતાં જીવની હાલની દશા જોવી જોઈએ.
અસ્વાધ્યાયનો મર્મ તેમજ વિવેક અસ્વાધ્યાયમાં સ્વાધ્યાયનો નિષેધ કરવાનું મુખ્ય કારણ એ છે કે ભગવતી સૂત્ર શતક–૫, ઉ.-૪માં દેવોની ભાષા અર્ધમાગધી કહી છે અને આ ભાષા આગમની પણ છે માટે મિથ્યાત્વી તેમજ કુતૂહલી દેવો દ્વારા ઉપદ્રવ કરવાની સંભાવના રહે છે. અસ્વાધ્યાયના આ સ્થાનોથી એ પણ સ્પષ્ટ થાય છે કે સ્પષ્ટ ઘોષની સાથે ઉચ્ચારણ કરતા થકા આગમોની પુનરાવૃત્તિ રૂપ સ્વાધ્યાય કરવાની પદ્ધતિ હોય છે, તે અપેક્ષાથી આ અસ્વાધ્યાય કહેલ છે. તેની અનુપ્રેક્ષા, આગમના ભાષાંતરનો સ્વાધ્યાય કરવાથી અસ્વાધ્યાય થતો નથી. અસ્વાધ્યાયના સંબંધમાં વિશેષ વિધાન એ છે કે આવશ્યક સૂત્રના પઠન-પાઠનમાં અસ્વાધ્યાય થતો નથી કારણ કે એ હંમેશાં બન્ને કાળ સંધ્યા સમયે જ અવશ્ય કરણીય હોય છે.
માટે “નમસ્કાર મંત્ર” “લોગસ્સ વગેરે આવશ્યક સૂત્રના પાઠ પણ હંમેશાં વાંચી કે બોલી શકાય છે.
કોઈપણ અસ્વાધ્યાયની જાણકારી થયા પછી બાકી રહેલા અધ્યયન કે ઉદ્દેશકને પૂર્ણ કરવાને માટે સ્વાધ્યાય કરવાથી પ્રાયશ્ચિત્ત આવે છે. તિર્યંચ પંચેન્દ્રિય કે મનુષ્યના રકત વગેરેની જળથી શુદ્ધિ કરવી હોય તો સ્વાધ્યાય સ્થળથી ૬૦ હાથ કે ૧૦૦ હાથ દૂર જઈને કરવી જોઈએ. તે ઇન્દ્રિય, ચઉરિદ્રિયના લોહી કે કલેવરનો અસ્વાધ્યાય ગણવામાં આવતો નથી. ઔદારિક સંબંધી અશુચિ પદાર્થોની વચમાં રાજમાર્ગ હોય તો અસ્વાધ્યાય થતો નથી. ઉપાશ્રયમાં તથા તેની બહાર ૬) હાથ બરાબર પ્રતિલેખન કરીને સ્વાધ્યાય કરવાથી પણ કોઈ ઔદારિક અસ્વાધ્યાય રહી જાય તો સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવતું નથી.
માટે સાધ દિવસમાં બધા પ્રકારના અસ્વાધ્યાયનું પ્રતિલેખન અને વિચાર કરીને સ્વાધ્યાય કરે છે અને રાત્રિમાં સ્વાધ્યાય કાળનું પ્રતિલેખન કરવા યોગ્ય ભૂમિ, અર્થાત્ જયાં ઊભા રહેવાથી બધી દિશાઓ તેમજ આકાશ સ્પષ્ટ દેખાય, એવી ત્રણ ભૂમિઓનું સૂર્યાસ્ત પહેલાં પ્રતિલેખન કરી રાખે છે, વર્ષા વગેરેના કારણે ક્યારેક મકાનમાં રહીને પણ કાળ પ્રતિલેખન કરવામાં આવે છે.
વિશાળ સાધુ સમુદાયમાં બે સાધુ આચાર્યની આજ્ઞા લઈને કાળનું પ્રતિલેખન કરે છે. પછી સૂચના દેવા પર બધા સાધુ સ્વાધ્યાય કરે છે. વચ્ચે અસ્વાધ્યાયનું કારણ જણાય તો તેનો પૂર્ણ નિર્ણય કરીને સ્વાધ્યાય બંધ કરી દેવાય છે.
સ્વાધ્યાય આવ્યેતર તપ તેમજ મહાન નિર્જરાનું સાધન હોવા છતાં પણ અસ્વાધ્યાયમાં સ્વાધ્યાય કરવાથી જિનાજ્ઞાનું ઉલ્લંઘન થાય છે. મર્યાદા ભંગ વગેરેથી કર્મબંધ થાય છે. ક્યારેક અપયશ તેમજ ઉપદ્રવ પણ થાય છે. સંયમ વિરાધનાની તેમજ પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ થાય છે. – નિશીથ ચૂર્ણિ.
સ્વાધ્યાય પ્રિય ભિક્ષુઓએ અસ્વાધ્યાય સંબંધમાં પણ હંમેશા સાવધાની રાખવાની ફરજનું આવશ્યક રૂપથી પાલન કરવું જોઈએ. યાદ રાખવાનું કે આ કર્તવ્ય ફક્ત અર્ધમાગધી ભાષાવાળા કાલિક તેમજ ઉત્કાલિક સૂત્રોનાં મૂળ પાઠની અપેક્ષાએ છે.