________________
આગમ-કથાઓ
230
તેથી કોઈ બીજમાં ઉગવાની યોગ્યતા રહે છે ને કોઈ બીજમાં રહેતી નથી. જેમાં ઉગવાની યોગ્યતા છે તે ૩–૫–૭ વર્ષની સ્થિતિ સમાપ્ત થવા પર અચિત્ત થઈ જવા છતાં પણ ઉગી શકે છે. અને ઉગવાની યોગ્યતા વગરનાં સચિત હોવા છતાં પણ નથી ઉગતા.
તેથી ફળની પૂર્ણ વિકસિત અવસ્થાનું પૂર્ણ વિકસિત બીજ પોતાની સ્થિતિ પર્યત સચિત્ત રહી શકે છે અને ફળની પૂર્ણ પરિપક્વ અવસ્થાનું પૂર્ણ પરિપક્વ બીજ પોતાની સ્થિતિ પર્યત તથા તેના પછી તે અચિત્ત થઈ જવા પર પણ અખંડ રહે ત્યાં સુધી ઉગી શકે છે.
તેથી એમ સમજવું જોઈએ કે ઉગવાના લક્ષણ જુદા છે અને સચિત્ત હોવાના લક્ષણ જુદા છે. બંનેને કંઈક તો સંબંધ છે પણ અવિનાભાવ સંબંધ કરી શકાતો નથી. બીજ અને ફળનો ગર(માવા) સાથેનો સંબંધ - ફળમાં બીજ પૂર્ણ પરિપક્વ ન થયું હોય યા ફળ સ્વયં પૂર્ણ પરિપક્વ ન થયું હોય તો ફળનો માવો(ગર) પણ પૂર્ણ અચિત્ત કહી શકાતો નથી. ફળના પૂર્ણ પરિપક્વ થયા પછી તેના ડીંટીયામાં અને બીજમાં જીવ રહે છે. શેષ ગર(માવા) વિભાગ અચિત્ત થઈ જાય છે. જો ફળમાં બીજનો વિકાસ થયો ન હોય અથવા બીજ પૂરું પરિપક્વ થયું ન હોય તો તેનો ગર(માવો) સચિત્ત કે મિશ્ર હોય છે. શસ્ત્ર પરિણત થવા પર જ તે અચિત્ત થઈ શકે છે, તેની પહેલા તે અચિત્ત થતું નથી. ત્રણ યોનિ – પન્નવણા સૂત્રના યોનિપદ ૯ માં વનસ્પતિની સચિત્ત, અચિત્ત મિશ્ર ત્રણ યોનિ બતાવી છે. તેથી પૂર્ણ અચિત્ત બીજ પણ ઉગી શકે છે. આ આગમ પ્રમાણથી પણ ઉગવાની અને સચિત્ત હોવાની સાથે અવિનાભાવ સંબંધ કરી શકાતો નથી. પરંતુ એ સ્પષ્ટ થાય છે કે વનસ્પતિ સચિત્ત અચિત્ત બીજોથી પણ ઉગી શકે છે અને સંમૂર્છાિમ અર્થાત્ બીજ વિના પણ ઉગે છે.
અનંતકાય જિmશ – અનંતકાયનો શો અર્થ છે? જેમાં એક નાનકડા શરીરમાં અનંત જીવ હોય અને જેમાં પ્રતિક્ષણ તે જીવ જન્મ્યા કે મર્યા કરે છે, તે પદાર્થને અનંતકાય કહે છે. જિગ્નેશ – નાના શરીરનો આશય શું થાય? જ્ઞાનચંદ –એક સોયના અગ્રભાગ પર અસંખ્ય ગોળા હોય, પ્રત્યેક ગોળામાં અસંખ્ય પ્રતર હોય છે, પ્રત્યેક પ્રતરમાં અસંખ્ય શરીર હોય છે અને એ નાના નાનકડા) શરીરમાં અનંત જીવ હોય છે. જિગ્નેશ :- આ અનંતકાય શું કંદમૂળ જ હોય છે? જ્ઞાનચંદ – કંદમૂળ તો અનંતકાય હોય જ છે. તે સિવાય પણ અનેક અનંતકાય હોય છે. જેમ કે– (૧) જ્યાં પણ, જેમાં પણ ફુગ થાય તે અનંતકાય છે. (૨) જે વનસ્પતિના પાંદડા વગેરે કોઈપણ ભાગમાંથી દૂધ નીકળે ત્યારે તે અવસ્થામાં. દા.ત. તરીકે આકડાનું પાન, કાચી મગફળી વગેરે. (૩) જો કોઈ પણ લીલું શાક કે વનસ્પતિનો ભાગ તોડતા એક સાથે “તડ એવો અવાજ આવે અને તે ભાગ ટૂટી જાય. જેમ કે ભીંડા, કાકડી, તુરિયા વગેરે. (૪) જે વનસ્પતિને ચાકૂ વડે ગોળાકાર કાપવાથી તેની સપાટી પર રજકણ જેવા જલબિંદુ દેખાય તે. (૫) જે વનસ્પતિની છાલ અંદરથી પણ જાડી હોય તે અનંતકાય છે. (૬) જે પાંદડામાં રગો દેખાય નહીં તે. (૭) જે કંદ અને મૂળ ભૂમિની અંદર પાકીને નીકળે તે. (૮) બધી જ વનસ્પતિના કાચા મૂળિયા. (૯) બધીજ વનસ્પતિની કાચી કૂંપળો. (૧૦) કોમળ તથા રગો દેખાય નહીં તેવી પાંખડીયોવાળાં ફૂલ. (૧૧) પલાળેલા કઠોળ કે ધાન્યમાં તત્કાળ ફણગા ફૂટયા હોય તે. (૧૨) કાચા કોમળ ફળ-આમલી, મંજરી વગેરે. ઉપર જણાવેલ લક્ષણો વનસ્પતિના કોઈ પણ વિભાગમાં દેખાય તો તે બધાં વિભાગો અનંતકાય છે. વિશેષ જાણકારી તથા પ્રમાણ માટે પન્નવણા સૂત્રનું અધ્યયન કરવું જોઈએ. જુઓ સારાંશ.
કંદમૂળના કેટલાક નામો આ મુજબ છે– (૧) બટેટા (૨) રતાળુ (૩) સૂરણ (૪) વજકંદ (૫) લીલી હળદર (૬) આદુ (૭) ડુંગળી (૮) લસણ (૯) ગાજર (૧૦) મૂળા (૧૧) અડવી (૧૨) સક્કરીયા વગેરે.
પાંચ વ્યવહાર (૧) આગમ વ્યવહાર - નવ પૂર્વથી લઈ ચૌદ પૂર્વના જ્ઞાની, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની અને કેવલજ્ઞાની પોતાના જ્ઞાનના આધારે જે વ્યવહાર કરે, પ્રાયશ્ચિત્ત આપે કે કોઈ નિર્ણય આપે તે આગમ વ્યવહાર કહેવાય છે. (૨) શ્રત વ્યવહાર – ઉપરોકત જ્ઞાનીઓના અભાવમાં જઘન્ય આચારાંગ તથા નિશીથ સૂત્ર અને ઉત્કૃષ્ટ નવ પૂર્વ જ્ઞાનના આધારે જે વ્યવહાર, પ્રાયશ્ચિત્ત કે નિર્ણય કરવામાં આવે તે “શ્રત વ્યવહાર કહેવાય છે. (૩) આજ્ઞા વ્યવહાર - કોઈ આગમ વ્યવહારી કે શ્રત વ્યવહારીની આજ્ઞા કરવામાં આવે તે મળવા પર તે આજ્ઞાના આધારથી પ્રાયશ્ચિત્ત દેવામાં આવે, તે “આજ્ઞા વ્યવહાર' કહેવાય છે. (૪) ધારણા વ્યવહાર:- આગમના આધારથી, ફલિતાર્થથી બહુશ્રુતોએ પ્રાયશ્ચિત્તની કંઈક મર્યાદા કરી હોય તેમજ કોઈ વ્યવહાર કે નિર્ણય લીધા હોય તે ધારણા, પરંપરા અનુસાર કરવું તે ધારણા વ્યવહાર કહેવાય છે. (૫) જીત વ્યવહાર :- જે વિષયોમાં કોઈ સ્પષ્ટ સૂત્રનો આધાર ન હોય એ વિષયમાં બહુશ્રુત સાધુ, સૂત્રથી અવિરુદ્ધ અને સંયમ પોષક પ્રાયશ્ચિત્તની મર્યાદાઓ કરી દીધી હોય કે કોઈ અન્ય વ્યવહાર અથવા તત્ત્વ નિર્ણય કર્યા હોય તે પ્રમાણે વર્તન કરવું, તે “જીત વ્યવહાર કહેવાય છે.
વાચનાને અયોગ્ય