________________
કથાસાર
jain
229 કોઈ પ્રકારનો વ્યાઘાત ન હોય તો તે તે સ્થિતિ પર્યત તેટલા વિભાગ જીવ યુક્ત અર્થાત્ સચિત્ત રહે છે તથા કોઈ વ્યાઘાત થવા પર, તેના પહેલા પણ તે અચિત થઈ શકે છે. તેની ઉત્કૃષ્ટ સ્થિતિ હોતી નથી. મધ્યમ સ્થિતિ હોય છે. વ્યાઘાત બે પ્રકારના છે જેમ કે– (૧) સ્વાભાવિક આયુષ્ય પુરું થવા પર (૨) શસ્ત્રથી છેદન-ભેદન થવા પર. બીજ અને ફળોની અવસ્થા – વૃક્ષના મૂળથી લઈને પુષ્પ પર્વતના આઠ વિભાગોનું સચિત અચિત્ત હોવાનો નિર્ણય પ્રાયઃ નિર્વિવાદ છે, અર્થાત્ તે વિભાગ સુકાઈ જતાં કે શસ્ત્ર પ્રયોગ થતાં અચિત્ત થાય છે અને જ્યાં સુધી ભીના હોય કે અગ્નિ આદિથી પૂર્ણ શસ્ત્ર પરિણત ન થાય ત્યાં સુધી સચિત્ત રહે છે. ફળ:- વનસ્પતિનો નવમો વિભાગ ફળ છે, તે પણ સુકાઈ જવાથી કે અગ્નિ આદિથી શસ્ત્ર પરિણત થવાથી અચિત્ત થઈ જાય છે અને પુરું પાકુ ફળ તો બીજ અને ડીટીયાથી અલગ થવાથી સ્વાભાવિક જ અચિત્ત છે, સુકાઈ જવાથી કે અગ્નિ પર શસ્ત્ર પરિણત થવાનો પ્રશ્ન જ નથી રહેતો. તો પણ આ ફળ વિભાગ બીજ કે બીજોથી સંબંધિત હોય છે તે કારણે પૂર્વના આઠ વિભાગોની સમાન તેની નિર્વિવાદ અચિત્તતા સ્વતંત્ર નથી. એક બીજવાળા ફળઃ- કોઈ ફળમાં એક બીજ(ગોટલી) હોય છે. તે ફળની સાથે જ પૂર્ણ પાકી જાય છે અને સરલતાથી ફળથી અલગ પણ થઈ જાય છે. એવા પાકા ફળોની શેષ અંશની અચિત્તતા નિર્વિવાદ છે, તો પણ ફળનું ડીટીયું સ્વસ્થ છે અર્થાત્ સડી નથી ગયું તો તે સચિત્ત છે, સાથે પાકા ફળોની છાલ પણ સચિત્ત અચિત્ત બંને અવસ્થામાં રહે છે. ૧. તાજા ચમકદાર અને સખત સ્પર્શવાળા સચિત્ત છે. ૨. ગળી જવાથી નરમ થઈ ગયું હોય, ચમક ઓછી થઈ ગઈ હોય અથવા મૂળ રંગમાં કંઈક કાળા ડાઘ કે પરિવર્તન આવ્યું હોય
તો તે અચિત્ત. બહુ બીજવાળા ફળ – કોઈ ફળમાં ૪-૫, કોઈમાં ૮-૧૦ કોઈમાં ૫૦-૧૦૦ અથવા સેકંડો બીજ હોય છે.
કોઈમાં ખસખસથી પણ નાના બીજ હોય છે અને કોઈમાં, ઘણા મોટા હોય છે. કોઈમાં કાળા, કોઈમાં કત્થાઈ અને કોઈમાં પીળા રંગના બીજ હોય છે અને કોઈ સફેદ રંગના પણ દેખાય છે. કોઈ સુક્ષ્મ તો કોઈ અતિસુક્ષ્મ કદનાં પણ હોય છે.
એમાં જે બીજ કઠોરતા યુક્ત થઈ જાય છે, તેઓ પરિપક્વ અને એક જીવી હોય છે અને સહજ ફળના ગરથી અલગ થઈ જાય છે. જે કઠોર હોતા નથી અને જે સફેદ કોમળ નાના કે થોડા મોટા બીજ હોય છે, તે અપરિપક્વ અને સંખ્યાત તથા અસંખ્યાત જીવી કે અનંત જીવી પણ હોય છે અને ફળના(માવા) ગરમાંથી સહજ નીકળતા નથી. કોઈ ફળોમાં બધા પરિપક્વ બીજ રહે છે અને કોઈ ફળોમાં પરિપક્વ અને અપરિપક્વ(સફેદ કે નરમ) બંને પ્રકારના બીજ રહે છે
એટલા માટે બીજ, છાલ ને ડીંટીયાના કારણે ફળની અચિત્તતા નિર્વિવાદ રહેતી નથી. બધી અપેક્ષાએ વિચારણા કરવાથી જ તેની અચિત્તતાનો નિર્ણય થાય છે. વનસ્પતિનો ઉત્પાદક જીવ - વૃક્ષની ઉત્પત્તિનું મૂળ કારણ હોવાથી અંતિમ દસમા વિભાગને બીજ કહેવાય છે. કોઈ–કોઈ વનસ્પતિની ઉત્પત્તિમાં બીજ સિવાય અન્ય વિભાગ પણ કારણ બને છે. તેથી તેઓને પણ આગમમાં માત્ર બીજ ન કહીને બીજ શબ્દની સાથે સૂચિત કર્યુ છે. જેમ કે-( અગ્નબીયા, મૂલબીયા, પોરબીયા, બંદબીયા વનસ્પતિઓ).
વનસ્પતિના આ સ્થાન બીજ રૂપ નહિ હોવા છતાં પણ અર્થાત્ સ્કંદ, મૂળ ,પર્વ હોવા છતાં બીજનું કાર્ય(વૃક્ષ ઉત્પત્તિરૂપ કાય) કરનારા છે. આ ચાર પ્રકારની વનસ્પતિઓના ફળ અને બીજ સ્વતંત્ર પણ હોઈ શકે છે. તથાપિ તેઓના આ વિભાગ બીજનું કાર્ય કરનારા હોવાથી બીજ રૂપ કહેવાય છે. એટલે કોઈ વૃક્ષ કલમ કરવાથી લાગે છે. તથાપિ બધી વનસ્પતિઓ પોતાના બીજથી તો ઊગે જ છે, એમાં કોઈ સંદેહ નથી.
સાધારણપણે ઉગવાવાળો વિભાગ બીજ છે અને કોઈ-કોઈ વનસ્પતિ સ્કંધ પર્વ આદિથી ઉગે છે. સ્કંધ પર્વ આદિ તો સુકાઈ ગયા પછી ન ઉગે. તેથી તે સચિત્ત લીલી અવસ્થામાં જ ઉગે છે, પરંતુ બીજ વિભાગ પાકી ગયા પછી કે સુકાઈ ગયા પછી જ ઉગે છે, લીલા હોય ત્યારે ઉગતાં નથી. બીજોનો સચિત્ત રહેવાનો કાળ(ઉમર) :- ઠાણાંગ સૂત્ર અને ભગવતી સૂત્રમાં ધાન્યોની ઉમર ૩ વર્ષ, દ્વિદલોની ૫ વર્ષ અને શેષ અન્ય બીજોની ૭ વર્ષની ઉત્કૃષ્ટ સ્થિતિ બતાવી છે. ત્રણ પ્રકારની સ્થિતિઓમાં સમસ્ત વનસ્પતિના બીજોનો સમાવેશ થઈ જાય છે અર્થાત્ ૭ વર્ષથી અધિક કોઈપણ બીજ સજીવ રહેતા નથી. તેઓની આ સ્થિતિ વૃક્ષ પર તો બહુ અલ્પ વીતે છે. પરંતુ વૃક્ષથી અલગ થયા પછી અને સુકાયા પછી વધુ વીતે છે. આવી રીતે દસ વિભાગમાંથી આ બીજ વિભાગ જ એવો છે જે સુકાઈ જવા છતાં વર્ષો સધી સચિત્ત રહે છે અને ઉગવાની શક્તિ ધારણ કરી રાખે છે. વિકસિત અને પરિપકવ અવસ્થા ફળ અને બીજનો પહેલા પૂર્ણ વિકાસ થાય છે. પૂર્ણ વિકાસ પછી તેમાં પરિપક્વ અવસ્થા આવે છે
જ્યારે ફળની પૂર્ણ વિકસિત અવસ્થા થઈ જાય છે ત્યારે બીજની પણ પૂર્ણ વિકસિત અવસ્થા થઈ જાય છે અને ફળના પરિપક્વ થવાની સાથે કોઈ બીજ પણ પરિપક્વ થવા લાગે છે. કેટલાક ફળો વૃક્ષ પર જ પરિપક્વ થયા પછી તોડવામાં આવે છે અને કોઈ ફળ પૂર્ણ પરિપક્વ થયા પહેલાં જ તોડીને બીજા પ્રયોગથી પૂર્ણ પરિપકવ બનાવાય છે. વૃક્ષ પર પૂર્ણ પરિપક્વ બનનારા ફળોના બીજમાં તો ઉગવાની યોગ્યતા બની જ જાય છે. પરંતુ અન્ય પ્રયોગથી પરિપકવ બનાવાએલા કેટલાક ફળોના બીજ પરિપક્વ બને છે અને કોઈ ફળોના બીજ પરિપક્વ બનતા નથી તથા અનેક બીજવાળા એક ફળમાં પણ કોઈ બીજ પરિપક્વ થાય છે, કોઈ બીજ પરિપક્વ થતા નથી. ઉત્પાદક(ઉગવાની) શક્તિ - વૃક્ષ પર કે પછી જે બીજ પૂર્ણ પરિપક્વ બનતું નથી, તેમાં પૂર્ણ વિકસિત અવસ્થા હોવા છતાં પણ | ઉગવાની યોગ્યતા આવતી નથી. જે પૂર્ણ પરિપક્વ થઈ જાય છે તે જ ઉગી શકે છે.
- ફળની પૂર્ણ વિકસિત અવસ્થા થવા પર બીજની પણ પૂર્ણ વિકસિત અવસ્થા થઈ જાય છે. તે લાંબી સ્થિતિ સુધી સચિત્ત રહી શકે છે, પરંતુ ઉગવાની યોગ્યતા તો પૂર્ણ પરિપકવ થવા પર જ થાય છે.