________________
આગમ-કથાઓ
228
આ પાંચ સૂત્રોનો સંયુક્ત અર્થ એ છે કે સાધુ અને સાધ્વીઓ પકવ કે અપકવ ૧. મૂળ ૨. કંદ ૩. સ્કંધ ૪. ત્વક્ ૫. શાલ ૬. પ્રવાલ ૭. પત્ર ૮. પુષ્પ ૯. ફળ અને ૧૦. બીજ; અશસ્ત્ર પરિણત હોય તો તેને ગ્રહણ કરી શકતા નથી. પરંતુ જો તે શસ્ત્ર પરિણત હોય તો તેને સાધુ–સાધ્વી ગ્રહણ કરી શકે છે.
આ સૂત્રોમાં પ્રયુક્ત ‘આમ, પકવ, ભિન્ન અને અભિન્ન’, આ ચારે પદોની ભાષ્યમાં દ્રવ્ય અને ભાવથી ચોભંગીઓ કરીને એ બતાવ્યું છે કે ભાવથી પકવ કે ભાવથી ભિન્ન અર્થાત્ શસ્ત્રપરિણત તાલપ્રલમ્બ હોય તો સાધુએ ગ્રહણ કરવું કલ્પે છે. પ્રથમ સૂત્રમાં કાચા તાલપ્રલંબ શસ્ત્રપરિણત ન હોય તો અગ્રાહ્ય કહ્યા છે અને બીજા સૂત્રમાં તેઓને શસ્ત્ર પરિણત(ભિન્ન) થવા પર ગ્રાહ્ય કહ્યા છે.
જેવી રીતે બીજા સૂત્રમાં દ્રવ્ય અને ભાવથી ભિન્ન થવા પર કાચા તાલ પ્રલમ્બ ગ્રાહ્ય કહ્યા છે, એવી રીતે ત્રીજા સૂત્રમાં દ્રવ્ય અને ભાવથી પકવ તાલપ્રલમ્બ સાધુને માટે ગ્રાહ્ય કહ્યા છે.
જે ફળ સ્વયં પાકીને ઝાડ પરથી નીચે પડી ગયું છે અથવા પાકી જવા પર વૃક્ષ પરથી તોડી લેવામાં આવે છે, તેને દ્રવ્ય પકવ કહેવાય છે. તે દ્રવ્યપક્વ ફળ પણ સચિત્ત, સજીવ અને બીજ ગોટલી આદિથી સંયુક્ત હોય છે. તેથી જ્યારે તેને શસ્ત્રથી સુધારીને ગોટલી આદિ દૂર કરી લ્યે અથવા જેમાં અનેક બીજ હોય તો તેને અગ્નિ આદિમાં પકાવીને, ઉકાળીને કે શેકીને સર્વથા અસંદિગ્ધ રૂપથી અચિત્ત–નિર્જીવ કરી લીધુ હોય તો તે ભાવપક્વ શસ્ત્ર પરિણત કહેવાય છે અને તે ગ્રહણ કરવા યોગ્ય હોય છે.
એનાથી વિપરીત અર્થાત્ છેદન—ભેદન કરવાથી કે અગ્નિ આદિમાં પકવવાથી પણ અર્ધપક્વ હોવાની દશામાં તેમાં સચિત્ત રહેવાની સંભાવના હોય તો તે ભાવથી અપક્વ અર્થાત્ શસ્ત્ર–અપરિણત કહેવાય છે અને તે અગ્રાહ્ય હોય છે.
વનસ્પતિના વિભાગોની સજીવ અવસ્થાઓ : આગમ ચિંતન
વનસ્પતિની જાતિઓ અને વિભાગ ઃ–
આગમોમાં બાદર વનસ્પતિકાયના બે ભેદ કહ્યા છે– (૧) પ્રત્યેક વનસ્પતિકાય (૨) સાધારણ વનસ્પતિકાય. પ્રત્યેક વનસ્પતિકાયના બાર પ્રકાર છે. જેમ કે– (૧) વૃક્ષ (૨) ગુચ્છ (૩) ગુલ્મ (૪) લતા (૫) વેલ (૬) તૃણ (૭) વલય (૮) પર્વ (૯) કુહણા (૧૦) જલરૂહા (૧૧) ધાન્ય (૧૨) હરિત.- ઉત્તરા સૂત્ર અ. ૩૬ તથા પ્રજ્ઞાપના પદ–૧.
બાર પ્રકારની તે પ્રત્યેક વનસ્પતિકાયમાં પણ બધી વનસ્પતિઓના દસ વિભાગ હોય છે. જેમ કે– (૧) મૂળ (૨) કંદ (૩) સ્કંધ (૪) ત્વચા (૫) શાખા (૬) કુંપળ (૭) પત્ર (૮) પુષ્પ (૯) ફળ (૧૦) બીજ. વિભાગોમાં જીવોની સંખ્યા :– તે દશ વિભાગોમાં પણ પ્રારંભિક કાચી અવસ્થામાં અમુક—અમુક લક્ષણ મળી જાય તો તે દસે વિભાગ મૂળથી લઈને બીજ પર્યંતમાં અનંત જીવ હોઈ શકે છે અને ત્યારપછી લક્ષણ પરિવર્તન થતાં અનંત જીવ રહેતા નથી.
બટેટા આદિ જે પદાર્થો સાધારણ વનસ્પતિ છે, તેના પણ મૂળ કંદ યાવત્ બીજ પર્યંત ૧૦ વિભાગ હોય છે. તેમાં સૂચિત કરેલા નામથી જે કંદ કે મૂળ વિભાગ છે, તે તો અચિત્ત ન થાય ત્યાં સુધી અનંતકાય(અનંત જીવ) જ રહે છે, એવું સમજવું જોઈએ અને શેષ ૮ વિભાગ(બીજ પર્યંત)માં સૂત્ર કથિત લક્ષણ મળતા રહે ત્યાં સુધી તે અનંતકાય રહી શકે છે. જ્યારે લક્ષણ ન મળે તો તે વિભાગ અનંત કાય નથી રહેતા, અસંખ્યાતજીવી અથવા પ્રત્યેક કાય થઈ જાય છે.
આ પ્રકારે સાધારણ વનસ્પતિના કંદ કે મૂળ સિવાયના વિભાગ પ્રત્યેક કાય થઈ શકે છે અને પ્રત્યેક વનસ્પતિના દસ વિભાગમાં કાચી પ્રારંભિક અવસ્થામાં અનંત જીવ પણ રહી શકે છે. (અનંત કાયના લક્ષણ માટે જુઓ, અહિંજ આગળ .) વૃક્ષોમાં જીવ સંખ્યા :– અનંતકાયના લક્ષણોના અભાવમાં પ્રત્યેક વનસ્પતિકાય મૂળ કન્દ આદિ દસ વિભાગ યુક્ત સંપૂર્ણ વૃક્ષ અસંખ્યજીવવાળા કે સંખ્યાત જીવવાળા એમ બે પ્રકારના હોય છે તથા તેના મૂળ કન્દ યાવત્ બીજ પર્યંતનો વિભાગ અસંખ્યાત કે સંખ્યાત અથવા એક જીવી પણ હોય છે અને કોઈ વિભાગ નિર્જીવ પણ થઈ જાય છે.
વૃક્ષનો મુખ્ય જીવ ઃ– વૃક્ષનો મુખ્ય જીવ એક સ્વતંત્ર હોય છે. જેના આત્મ પ્રદેશ વૃક્ષના દસે વિભાગો સુધી રહે છે. આખા વૃક્ષની અવગાહના તેની અવગાહના કહેવાય છે. તે જીવનું આયુષ્ય સમાપ્ત થઈ જવા પર ‘પઉદ્મપરિહાર’ ન હોય તો આખું વૃક્ષ ધીરે—ધીરે સુકાઈને ઠૂંઠું બની જાય છે. જો મુખ્ય જીવના મરણ પછી પઉપરિહાર થઈ જાય અર્થાત્ બીજો જીવ આવીને કે તે જ જીવ પુનઃ આવીને મુખ્ય જીવ પણે ઉત્પન્ન થઈ જાય તો વૃક્ષની સ્થિતિ નવા આવેલા જીવની ઉંમર સુધી રહે છે અને તે નવા આવેલ જીવની પર્યાપ્તી પૂર્ણ થતાં જ પૂર્ણ વૃક્ષની અવગાહના જેવડી અવગાહના થઈ જાય છે.
વિભાગોના મુખ્ય જીવ ઃ– વૃક્ષના દસ વિભાગોમાં મુખ્ય જીવ અલગ–અલગ હોય છે. ‘પત્ર’ માં મુખ્ય જીવ એક જ હોય છે. શેષ ૯ વિભાગોમાં મુખ્ય જીવ એક કે અનેક કે અસંખ્ય પણ હોઈ શકે છે.
વિભાગોના મુખ્ય । જીવોના આશ્રયે રહેલા જીવો ઃ– આ બધા મુખ્ય જીવોના આશ્રયે અમુક લક્ષણ અવસ્થાઓમાં અનંત, અસંખ્ય કે સંખ્ય જીવ પણ રહી શકે છે. અર્થાત્ અનંતકાયના લક્ષણ હોય ત્યાં સુધી અનંત જીવો, પૂર્ણ કાચી અથવા લીલી અવસ્થામાં રહે ત્યાં સુધી અસંખ્યાતા જીવો અને અર્ધ પક્વ અથવા પક્વ અવસ્થામાં સંખ્યાતા જીવ તથા અનેક જીવ અને પૂર્ણ પક્વ(પાકી) તથા શુષ્ક અવસ્થામાં અનેક કે એક જીવ હોય છે અને કોઈ વિભાગ સુકાઈ જતાં નિર્જીવ પણ થઈ જાય છે.
જીવ સંખ્યા નિષ્કર્ષ :– આ પ્રકારે અનેકાન્ત દૃષ્ટિથી મૂળથી લઈને બીજ સુધીના બધા વિભાગ કોઈ સ્થિતિમાં અનન્ત જીવ, અસંખ્યાત જીવ, સંખ્યાતા જીવ, અનેક જીવ, એક જીવ અને નિર્જીવ પણ હોઈ શકે છે.
સ્થિતિઓ = બતાવી છે.
વૃક્ષના દસ વિભાગોની ભિન્ન-ભિન્ન ઉત્કૃષ્ટ સ્થિતિઓ પણ ભગવતી સૂત્ર શતક ૧૧ તથા શતક–૨૧, ૨૨, ૨૩ માં