________________
આગમ-કથાઓ
138
કાર્તિક શેઠ: હસ્તિનાપુરમાં કાર્તિક નામના શેઠ રહેતા હતા. જે ઋદ્ધિ સંપન્ન હતા. તે ૧૦0૮ વેપારીઓના પ્રમુખ હતા. એમણે વીસમા તીર્થકર ભગવાન મુનિસુવ્રત સ્વામીની પાસે શ્રાવક વ્રત સ્વીકાર કર્યા હતા. તે જીવાજીવના જાણકાર તેમ જ શ્રમણોપાસકના ગુણોથી સંપન્ન હતા. તેમના અનેક વર્ષ શ્રમણોપાસક પર્યાયમાં પસાર થઈ ગયા.
એકવાર વિચરણ કરતા ભગવાન મુનિસુવ્રત સ્વામી હસ્તિનાપુરમાં પધાર્યા. નગરના લોકો તથા કાર્તિક શેઠ ભગવાનની સેવામાં હાજર થયા. પરિષદ ભેગી થઈ, ભગવાને વૈરાગ્યમય પ્રતિબોધ આપ્યો. કાર્તિક શેઠ વૈરાગી થઈ ગયા, દીક્ષા લેવાની પ્રબળ ભાવના જાગૃત થઈ. તેમણે ભગવાનની સમક્ષ પોતાના વિચાર રજૂ કર્યા. સ્વીકૃતિ મળવાથી ઘરે જઈને પોતાને આધીન વેપારીઓને બોલાવ્યા અને પોતાની ઈચ્છા એમની સામે રાખી. ૧૦૦૮ વેપારીઓએ પણ કાર્તિક શેઠ સાથે દીક્ષા લેવાનો નિર્ણય જાહેર કર્યો. બધાએ પોત પોતાના પુત્રોને કાર્યભાર સોપ્યો અને દીક્ષાની તૈયારી કરી. કાર્તિક શેઠ સાથે મહોત્સવપૂર્વક બધા(૧૦૦૯) વૈરાગી આત્માઓ એક જ સમયે ભગવાનના સમવસરણમાં પહોંચ્યા. પોતાની વૈરાગ્ય ભાવનાના બે શબ્દ કાર્તિક શેઠે સભા સહિત ભગવાનની સમક્ષ રજૂ કર્યા. પછી વેશ પરિવર્તન કરીને ફરી સભામાં આવ્યા. ભગવાન મનિસવ્રત સ્વામીએ બધાને એક સાથે દીક્ષા પાઠ ભણાવ્યો. એમને શિક્ષા દીક્ષા આપી; મહાવ્રત, સમિતિ, ગુપ્તિ સમાચારીનું જ્ઞાન આપ્યું. આ પ્રકારે તે બધા શ્રેષ્ઠી સાધુ બની ગયા.
સ્થવિરોની પાસે એમણે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. સૌએ તપ સંયમથી પોતાના આત્માને ભાવિત કર્યો. કાર્તિક મુનિએ સામાયિક વગેરે ૧૪ પૂર્વોનો અભ્યાસ કર્યો. ૧૨ વર્ષ દીક્ષાપર્યાયનું પાલન કરી એક મહિનાના સંથારાથી આયુષ્ય પૂરુ કર્યું અને પહેલા દેવલોકમાં ઈન્દ્ર રૂપે ઉત્પન્ન થયા. બાકીના સાધુઓ પણ સંયમ આરાધના કરીને એ જ થયા.
ગંગદત્ત શેઠ કાર્તિક શેઠના પૂર્વવર્તી હસ્તીનાપુરના શેઠ હતા. એમણે કાર્તિક શેઠના પ્રમુખ વેપારી બન્યા પછી મુનિસુવ્રત સ્વામીની પાસે દીક્ષા અંગીકાર કરી હતી અને આરાધના કરીને સાતમા દેવલોકમાં ઉત્પન્ન થયા હતા. વેપારી જીવનમાં ગંગદત્ત શેઠથી કાર્તિકશેઠ આગળ રહ્યા હશે. એના કારણે શક્રેન્દ્રની ગંગદર દેવથી સમક્ષ મળવાની અસહ્યતા શતક ૧૬ ના પાંચમા ઉદ્દેશકમાં બતાવી છે. અર્થાત્ ગંગદત્ત દેવ સમવસરણમાં આવી રહ્યા છે તેમ શકેન્દ્રને ખબર પડી કે તરત જ પાછા જતા રહ્યા, ભગવાનની સેવામાં રોકાયા નહીં.
આ વર્ણનમાં આશ્રિત સાથી વેપારીઓના એક સાથે દીક્ષા લેવાનો આદર્શ ઉપસ્થિત કરાવાયો છે. તેઓએ વાસ્તવમાં ખરો સાથ નિભાવ્યો હતો. તેથી તેઓ દેવલોકમાં પણ સાથે જ રહ્યા.
મદ્રક શ્રાવક:
રાજગૃહી નગરીની બહાર ગુણશીલ ઉધાનમાં ભગવાન મહાવીર સ્વામી બિરાજમાન હતા. 'મુદ્રક' શ્રાવક દર્શન કરવા માટે ઘરેથી પગે ચાલીને જ નીકળ્યા. વચ્ચે અન્ય તીર્થિકોના નિવાસ સ્થાન આશ્રમની પાસેથી જઈ રહ્યા હતા, ત્યારે કેટલાક સંન્યાસી એમની પાસે આવ્યા અને પૂછવા લાગ્યા કે તમારા ભગવાન પંચાસ્તિકાય બતાવે છે? તમે એને જાણો જુઓ છો તો અમને પણ બતાવો કે તેઓ ક્યાં છે? અમે પણ જોઈએ. પ્રત્યક્ષ જોવાનું તર્ક અને સમાધાન – મદ્દકે કહ્યું – કેટલીક વસ્તુઓના કાર્યથી જ એનું અસ્તિત્વ જાણી અને જોઈ શકાય છે. બધી વસ્તુઓ પ્રત્યક્ષ જોઈ શકાતી નથી. અન્યતીર્થિક સંન્યાસી આક્ષેપપૂર્વક કહેવા લાગ્યા કે અરે ! તમે પણ કેવા શ્રાવક છો કે જાણતા નથી, જોતા નથી તો પણ માનો છો?
મદ્રુક શ્રાવકે જવાબમાં અનેક પ્રશ્ન ઉભા કરી દીધા. પવન વાય છે અને તમે જુઓ છો? સુગંધ આવી રહી છે. એને જુઓ છો? મારા શબ્દ સાંભળી રહ્યા છો અને જુઓ છો? અરણીકાષ્ટ્રમાં અગ્નિ છે એને જુઓ છો? સમુદ્રની પેલી પાર પણ જમીન છે, એને જઓ છો? દેવલોક પણ છે. એને જઓ છો? બધા પ્રશ્નોના જવાબ નિશ્ચિત છે કે "જોઈ શક્તા નથી".
મદ્રુકે એમને સમજાવ્યું કે હે આયુષ્યમાન્ ! એવુ કરશો તો પૃથ્વીના કેટલાય પદાર્થોનો અભાવ થઈ જશે અર્થાત્ એ બધાનો નિષેધ કરવો પડશે. એટલે કેટલીક વસ્તુઓને હું, તમે અથવા છvસ્થ મનુષ્ય જોઈ શક્તા નથી. તો પણ એના ગુણધર્મ, કાર્યથી તે પદાર્થના અસ્તિત્વનો સ્વીકાર કરવો જોઈએ. એ પ્રમાણે અન્યતીર્થિકોના આક્ષેપનું સમાધાન કરી એમને નિરુત્તર કર્યા અને ભગવાનની સેવામાં પહોંચ્યા, વંદન નમસ્કાર કરી પર્યાપાસના કરવા લાગ્યા. સિદ્ધાંતનું જ્ઞાન આવશ્યક - ભગવાને પરિષદની સમક્ષ એના સાચા જવાબ આપવાની પ્રશંસા કરી આ અજ્ઞાનવશ, ખોટુ પ્રરૂપણ વગેરે કરે છે તેઓ કેવલજ્ઞાની અને ધર્મની આશાતના કરે છે. ભાવાર્થ એ છે કે શ્રમણ હોય કે શ્રમણોપાસક, એમણે યથાસમયે પોતાના ધર્મ સિદ્ધાંતોનું જ્ઞાન તેમજ એનો અર્થ, પરમાર્થ, હેતુ, પ્રશ્ન, ઉત્તર સહિત પ્રાપ્ત કરવા જોઈએ. પોતાને મળેલા સમયનો સદુપયોગ કરી શાસ્ત્રાભ્યાસમાં અવશ્ય સમય આપવો જોઈએ. - શાસ્ત્રાભ્યાસ નહીં વધારનારા પોતાના ધર્મની સ્થિરતાના પૂર્ણ રક્ષક પણ થઈ શકતા નથી અને સમય સમય પર સિદ્ધાંત વિપરીત પ્રરૂપણ ચિંતન કરનારા પણ બની શકે છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૯મા અધ્યયનના ૧૯મા પ્રશ્નના ઉત્તરમાં પણ આ જ ભાવ બતાવ્યો છે અને પ્રસ્તુત પ્રકરણમાં ભગવાને મદ્રુકની પ્રશંસા પછી આ જ ભાવ પ્રગટ કર્યો છે.