________________
jain
મદ્રુક શ્રાવકનું ભવિષ્ય :– ગૌતમ સ્વામીના પૂછવાથી ભગવાને કહ્યું કે આ મદ્રુક શ્રાવક, શ્રાવકપર્યાયની આરાધના કરી પ્રથમ દેવલોકના અરુણાભ વિમાનમાં ઉત્પન્ન થશે. ત્યાંથી મહાવિદેહક્ષેત્રમાં એક ભવ કરી મુક્ત થશે.
સોમિલ બ્રાહ્મણ :
વાણિજ્યગ્રામ નામના નગરમાં સોમિલ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે ચાર વેદ વિગેરે બ્રાહ્મણ મતના સિદ્ધાંતોમાં નિષ્ણાત હતો. એના શિષ્યો પણ હતા. તે ધનિક હતો. સુખપૂર્વક કુટુંબનું સ્વામિત્વ નિર્વાહ કરી રહ્યો હતો.
એકવાર એણે જાણ્યું કે ભગવાન મહાવીર સ્વામી નગરની બહાર તિપલાસ બગીચામાં પધાર્યા છે. ત્યારે એને મનમાં ને મનમાં એવો વિચાર આવ્યો કે હું પણ જાંઉ અને કેટલાક પ્રશ્ન પૂછું. જો તેઓ મારા પ્રશ્નના ઉત્તર આપી શકે તો હુ એમને વંદના, નમસ્કાર કરીને પર્યુપાસના કરીશ. જો ઉત્તર નહીં આપી શકે તો હું એમને પ્રશ્નો દ્વારા નિરુત્તર કરીશ. એમ વિચારી તે બગીચામાં પહોંચ્યો અને પ્રશ્નોનો પ્રારંભ કર્યો.
સોમિલ :– હે ભંતે ! આપની યાત્રા, યાપનીય, અવ્યાબાધ (બાધારહિત) અને પ્રાસુક (કલ્પનીય) વિહાર છે ?
:
ભગવાન :– હે સોમિલ ! તપ, સંયમ, નિયમ, સ્વાધ્યાય, ધ્યાન વગેરે યોગ, યતના પ્રવૃત્તિ અમારી યાત્રા (સંયમયાત્રા) છે. પાંચ ઈન્દ્રિય અને કષાયને વિવેકપૂર્વક સ્વવશ નિયંત્રણમાં રાખવું એ અમારો યાપનીય છે. વાત, પિત, કફ જન્ય શારીરિક રોગ આતંક મારા ઉપશાંત છે. આ મારા અવ્યાબાધ(સુખ) છે. આરામ, ઉદ્યાન, સભા, પરબ, દેવસ્થાન વગેરે સ્ત્રી, પશુ, પંડક રહિત શય્યા સંસ્તારક ગ્રહણ કરી રહેવું આ અમારા પ્રાસુક વિહાર છે.
સોમિલ :– 'સરિસવ' ભક્ષ્ય છે કે અભક્ષ્ય?
ભગવાન ઃ – સોમિલ ! સરિસવ ભક્ષ્ય પણ છે, અભક્ષ્ય પણ છે. બ્રાહ્મણ મતમાં સરિસવ બે પ્રકારના કહ્યા છે– (૧) મિત્ર સરિસવ(સરખા) (૨) ધાન્ય સરિસવ (સરસવ). સાથે જન્મયા, સાથે રમ્યા અને સાથે મોટા થયા તે સરખા મિત્રરૂપ 'સરિસવ' અભક્ષ્ય હોય છે. ધાન્ય સરિસવ (સરસવ) અચિત હોય, એષણા નિયમોથી યુક્ત હોય, યાચિત હોય અને પ્રાપ્ત હોય તો શ્રમણ નિગ્રંથને ભક્ષ્ય —ખાવા યોગ્ય છે. પરંતુ જે સચિત હોય, અનેષણીય હોય, અયાચિત અથવા અપ્રાપ્ત હોય તે સરિસવ ધાન (સરસવ) અભક્ષ્ય – શ્રમણ નિર્પ્રન્થને ખાવા માટે અયોગ્ય છે.
સોમિલ :– 'માસ' ભક્ષ્ય છે યા અભક્ષ્ય ?
139
ભગવાન :– બ્રાહ્મણ મતમાં 'માસ' બે પ્રકારના કહ્યા છે. એમાથી શ્રાવણ વિગેરે અષાઢ સુધીના માસ અભક્ષ્ય છે. સોના ચાંદીના માપ કરવાનું માસ અભક્ષ્ય છે. ધાન્ય માસ(અડદ) અચિત્ત એષણીય, યાચિત, પ્રદત્ત હોય તો શ્રમણોને ભક્ષ્ય છે અને સચિત્ત, અનેષણીય, અયાચિત, અપ્રાપ્ત હોય તો અભક્ષ્ય છે.
સોમિલ :– ''કુલત્થા'' અભક્ષ્ય છે યા ભક્ષ્ય ?
ભગવાન :– બ્રાહ્મણ મતે 'કુલત્થા' બે પ્રકારના કહ્યા છે. એમાંથી કુલવાન સ્ત્રી 'કુલત્થા' છે. તે અભક્ષ્ય છે. ધાન્ય કુલત્થા અગર અચિત્ત, એષણીય, યાચિત અને પ્રદત્ત, હોય તો શ્રમણોને ભક્ષ્ય છે અન્યથા અભક્ષ્ય હોય છે.
જો આત્મકલ્યાણ કરવું હોય તો.....
વિવેક પૂર્ણ યથાર્થ ઉત્તર સાંભળી સોમિલ નમી પડ્યો. બોધ પ્રાપ્ત કરી એણે બાર શ્રાવક વ્રત સ્વીકાર કર્યા, અનેક વર્ષ વ્રતઆરાધન કરી, સદ્ગતિ પ્રાપ્ત કરી એક ભવાવતારી બન્યા. મહાવિદેહથી મોક્ષે જશે. નોંધ :– સોમિલના પ્રશ્ન જિજ્ઞાસા માટે નહીં પરંતુ પરીક્ષા મૂલક હતા.
9_9_9_9_Ø Ø છે
એ જી
છ
કથાસાર
જોશમાં હોશ અને ક્રાન્તિમાં શાન્તિ જાળવવી.
પર નિંદા, તિરસ્કારિત (તુચ્છ) ભાષા અને ભાવ–ભંગીથી મુક્તિ પામો. મારા—તારાના ભેદથી બચીને રહો.
સમભાવોથી પોતાના જીવનને સફળ બનાવો.
દ્રવ્ય ક્રિયાની ઉત્કૃષ્ટતાની સાથે-સાથે ભાવ શુદ્ધિ એટલે હૃદયની પવિત્રતા પામીને પરમ શાંત અને ગંભીર બનવું. સંકુચિત, ક્ષુદ્ર અને અધીરાઈવાળી મનોદશાથી મુક્ત બનવું
સાધુ અને સાધુઓની વાણી આ જગતમાં અમૃતસમ છે. કોઈનું સારૂં ન કરી શકો તો, કોઈનું ખરાબ તો ન જ કરો.
કોઈની નિંદા, તિરસ્કાર આત્માને માટે ઝેર સમાન છે, તે સંસાર પરિભ્રમણનો રસ્તો છે.
(જુઓ—સૂય. અ. ૨, ઉ. ૨, ગા.ર.)
કોઈને નીચે પાડવાની ચેષ્ટા કરવી દુષ્ટવૃત્તિ છે.
સમભાવ ધ૨વાથી અને પવિત્ર હૃદયી બનવાથી સંસાર તરવો શક્ય બને છે. નાની એવી જીંદગાનીમાં કોઈથી અપ્રેમ અથવા વૈરભાવ ન કરવો.