________________
આગમ-કથાઓ
140
શ્રાવકના બાર વ્રત આગાર ધર્મ-શ્રાવકવ્રત:
તીર્થકર પ્રભુએ અપાર કરુણા કરીને ગૃહસ્થ ધર્મના સ્વરૂપનું વર્ણન કર્યું છે. સાધક જીવનનો સાચો રાહ તો ઘરબારનો ત્યાગ કરીને સંયમ લેવો તે જ છે, સંપૂર્ણ સાંસારિક જીવનનો ત્યાગ કરવાનો છે. તોપણ સર્વજ્ઞ, સર્વદર્શી પ્રભુએ સારી રીતે જાણ્યું છે કે ધર્મને હૃદયંગમ કરીને પણ અનેક આત્માઓ સંયમનો સ્વીકાર કરી શકતા નથી. ગૃહસ્થ જીવનની અનેક પરિસ્થિતિઓમાં રહેવા છતાં જીવોને પોતાની તે અવસ્થામાં પણ સાધનાનો અનુપમ અવસર મળવો જોઈએ. જેનાથી તે તેમાં પોતાના ધર્મ જીવનની પૂર્ણ આરાધના કરી શકે. માટે પ્રભુએ મહાવ્રતોની સાથે-સાથે અણુવ્રતોનું અર્થાત્ શ્રમણ ધર્મની સાથે જ ગૃહસ્થ ધર્મ (શ્રાવકવ્રતો) નું નિરૂપણ કર્યું છે. શ્રાવકના વ્રતોનો અધિકાર :- મનુષ્યોના ભીષણ સંગ્રામમાં જાવાવાળા રાજા હોય અથવા મોટા વ્યાપારી શેઠ હોય અથવા કુંભકાર હોય, ચાહે કોઈની માંસાહારી સ્ત્રી હોય અથવા ૧૩ સ્ત્રીઓ હોય(મહાશતક), અંબડ સન્યાસી જેવા હોય અથવા ગોશાલક પંથી નિયતિવાદી(શકડાલ) હોય, જેને હજારો બેલગાડીઓ ચાલતી હોય અથવા ૧૦–૧૦ જહાજ જેને ત્યાં ચાલતા હોય, સ્ત્રી હોય અથવા પુરૂષ હોય તે શ્રાવકના વ્રતોનો સહજ રીતે સહર્ષ સ્વીકાર કરી શકે છે. શ્રાવક વ્રતોની મૌલિક સંરચના પણ વિશાળ દષ્ટિકોણથી થયેલ છે. તેમાં કોઈને, કોઈ પણ પ્રકારની બાધા આવી શકતી નથી. માટે શ્રાવકના બારવ્રત સ્વીકાર કરવામાં કોઈપણ મમક્ષ આત્માએ આળસ કે પ્રમાદ કરવો ન જોઈએ. અપ્રતિબંધ :- શ્રાવકના વ્રત ધારણ કરવામાં કોઈને માટે કોઈપણ પ્રકારનો પ્રતિબંધ હોતો નથી. તે પોતાની સુવિધા અનુસાર હિનાધિક કોઈપણ છૂટ કોઈપણ વ્રતમાં રાખી શકે છે. ચાહે તે મૌલિકવ્રત હોય અથવા અતિચાર હોય, શ્રાવક કોઈ પણ વ્રતને સર્વથા ધારણ ન કરે અથવા કોઈપણ વ્રત ઈચ્છા પ્રમાણે છૂટ રાખીને ધારણ કરે તેમાં કોઈ જાતની રોક-ટોક કે પ્રતિબંધ નથી. શ્રાવકોના વ્રતોમાં અપવાદોનો કોઈ અંતિમ એક રૂપ નથી. એક જ અહિંસાવ્રત અનેક પ્રકારના અપવાદોની સાથે સ્વીકાર કરવામાં આવે છે. વિવિધ વ્યક્તિઓની ક્ષમતાન સામર્થ્ય પણ વિવિધ પ્રકારનું હોય છે. તેઓમાં ઉત્સાહ, આત
તું નથી, તે વ્યક્તિઓના ક્ષયોપક્ષમ અનુરૂપ અનેક પ્રકારનું થઈ શકે છે. તેથી અપવાદ સ્વીકાર કરવામાં વ્યક્તિની પોતાની સ્વતંત્રતા છે. તેના પર અપવાદ જબરદસ્તીથી આરોપિત કરવામાં આવતા નથી. માટે હીનાધિક બધી પ્રકારની શક્તિવાળી અને સાધનામાં ઉત્સુક વ્યક્તિઓને સાધના કરવાનો સહજ રીતે અવસર મળી શકે છે. પછી ધીરે ધીરે સાધક પોતાની શક્તિને વધારતો આગળ વધી જાય છે તેમજ અપવાદોને ઓછા કરે છે. આમ કરતાં કરતાં તે શ્રમણોપાસકની ભૂમિકામાં શ્રમણભૂત પડિયા સુધી પહોંચી શકે છે. આ ગહન મનોવૈજ્ઞાનિક તથ્ય છે કે આગળ વધવું (પ્રગતિ કરવી) તે જેવું અપ્રતિબદ્ધ અને નિર્દુ માનસથી સધે છે, તેવું પ્રતિબદ્ધ અને નિગૃહીત માનસથી સધી શકે નહીં. આ પદ્ધતિ નિઃસંદેહ બેજોડ છે.
પ્રેરણાની અપેક્ષા કયારેક કોઈ ત્યાગ નિયમનું શ્રાવકને માટે આવશ્યક પણ કહેવામાં આવે છે તો પણ એકાંતિક ન સમજવું. જેમ ભગવતીસૂત્રમાં પ્રેરણા પ્રસંગથી શ્રમણોપાસકને માટે કર્માદાનના ત્યાગી થવાનું આવશ્યક કર્તવ્ય બતાવવામાં આવ્યું છે તો પણ આ ઉપાસક દશાંગ સૂત્રમાં ઈગાલકર્મ રૂપ કુંભકાર કર્મ આદિનો ત્યાગ ન કરવાવાળા મકડાલ શ્રમણોપાસકનું પણ શ્રાવકરૂપમાં વર્ણન છે. આનંદ શ્રાવકના સાતમા વ્રતમાં ૨૬ બોલની મર્યાદામાંથી ૨૨ બોલોને ધારણ કરવા વાળાનું જ વર્ણન છે ચાર(પત્રી, સયણ, સચિત્ત, દ્રવ્ય) ની મર્યાદા બતાવેલ નથી. અલ્પાધિક વ્રત ધારણ - કહેવાય છે કે એક વ્રતને ધારણ કરનારા પણ શ્રાવક હોય છે અને બાર વ્રતને ધારણ કરનારા પણ શ્રાવક હોય છે. તેથી કોઈપણ ધર્મપ્રેમી શુદ્ધ જાણકારી પ્રાપ્ત કરીને શ્રાવકના બાર વ્રતને પોતાની ઇચ્છા અનુસાર ધારણ કરી શકે છે તેમાં જરા માત્ર પણ શંકા કરવી ન જોઈએ. ગૃહસ્થ જીવનમાં ધર્મ સાધના સુલભ બને તેને માટે ગૃહસ્થ જીવનની પરિસ્થિતિઓને જાણીને જ પ્રભુએ આવો સરલ માર્ગ બતાવ્યો છે. છતાં પણ કોઈની નબળાઈ હોય તો બાર વ્રતમાંથી ઓછા વ્રતોને પણ ધારણ કરી શકે છે, હીનાધિક છૂટ પણ રાખી શકે છે.
આટલો સરળ અને સ્પષ્ટ માર્ગ હોવા છતાં પણ સેંકડો હજારો શ્રદ્ધાળુજન પછી કરશ–પછી કરશ” એમ કરતાં, વર્ષો વીતી જાય છે, પણ શ્રાવકના બારવ્રત ધારણ કરતા નથી. આ એક પ્રકારની ઉપેક્ષાવૃતિ અથવા આળસવૃતિ છે અથવા તો શ્રમણવર્ગ દ્વારા સાચું જ્ઞાન અને સાચી પ્રેરણા ન મળવાનું પરિણામ પણ માનવામાં આવી શકે છે. શ્રાવકના વ્રતમાં જરા પણ ભય રાખવો યોગ્ય નથી. તેમાં પોતાની શક્તિ સુવિધા અનુસાર અને સ્વભાવને અનુકૂળ વ્રત ધારણ કરવામાં આવે છે.
શ્રાવક જે છૂટ રાખે છે તેનો પણ તેના મનમાં ખેદ રહે છે. તેમજ ક્રમિક વિકાસ કરીને તે છૂટોને જીવનમાંથી હટાવવાનું લક્ષ્ય પણ શ્રાવકને હંમેશાં રહે છે. અનૈતિક વૃત્તિઓનો ત્યાગ :- કોઈનું જીવન નૈતિકતાથી રહિત છે અથવા કોઈ દુર્વ્યસનોના શિકાર બનેલા હોય છે. તેઓને પણ ક્યારેક ધર્મ સમજમાં આવી જાય તો ધર્મી તેમજ વતી બનવાને માટે તેઓએ અનૈતિક પ્રવૃત્તિઓ અને દુર્વ્યસન છોડવા અતિ આવશ્યક છે. તેમાં થોડું મોડું થાય તો ક્ષમ્ય ગણી શકાય પરંતુ હંમેશા માટે નહિ. જેમ કે કોઈ ચોરીઓ કરે, પરસ્ત્રી ગમન કરે, વ્યાપારમાં અતિ લોભથી અનૈતિક અવ્યવહારિક કાર્ય કરે, પંચેન્દ્રિય હિંસા કરે, શિકાર કરે, મધ, માંસ, ઈડા, માછલીનું ભક્ષણ કરે, જુગાર રમે, ધુમ્રપાન કરે, ઇત્યાદિ. આ બધી પ્રવૃત્તિઓ શ્રાવક જીવનના જઘન્ય દર્જામાં પણ છોડવા યોગ્ય છે. શ્રાવકની સમજ તથા શ્રદ્ધા – શ્રાવક જીવન સ્વીકાર કરવાવાળા પણ શ્રમણ ધર્મને શ્રેષ્ઠ તેમજ સંયમ આદરણીય માને છે. તેમજ ધારણ કરવાવાળાને ધન્ય સમજે છે અને પોતાને અધન્ય અકૃત–પુણ્ય સમજે છે. તેઓ ગૃહસ્થ જીવનનો નિર્વાહ કરવા છતાં પણ ઉદાસીન પરિણામોથી(લાચારીથી) રહે છે. અર્થાત્ ગૃહસ્થની કોઈપણ પ્રવૃત્તિમાં તેમને અતિ આસકિતભાવ હોતો નથી. તેને પહેલો