________________
jain
કથાસાર
અને બીજો મનોરથ આજ વાતની હંમેશાં પ્રેરણા આપે છે. જેમ કે– (૧) હું ક્યારે ગૃહસ્થ જીવનનો ભાર કોઈને સોંપીને નિવૃત્ત થાઉ (૨) ક્યારે હું સંયમ ધારણ કરું. તે દિવસ મારો ધન્ય થશે.
શ્રાવકના વ્રતોને ધારણ કરવાની સાથે—સાથે તેની સમજ પણ સાચી હોવી અતિ જરૂરી છે. અર્થાત્ શુદ્ધ સમ્યક્ત્વને ધારણ કરવું તેમજ પાલન કરવું અત્યંત આવશ્યક બને છે.
141
દેવ, ગુરુ, ધર્મ તત્ત્વનું સામાન્ય જ્ઞાન :–
વીતરાગ સર્વજ્ઞ સર્વદર્શી સાક્ષાત્ દેહધારી અરિહંત પ્રભુ તેમજ નિરંજન નિરાકાર સિદ્ધ પ્રભુ આરાધ્ય દેવ છે. મહાવ્રત, સમિતિ, ગુપ્તિ તેમજ ભગવદ્ આજ્ઞાનું આરાધન કરવાવાળા નિગ્રંથ મુનિ આચાર્ય, ઉપાધ્યાય તેમજ સાધુ–સાધ્વી આરાધ્ય ગુરુ છે. તેમજ દયા પ્રધાન, અહિંસા પ્રધાન અથવા પાપ ત્યાગ રૂપ સંવર, નિર્જરામય ધર્મ જ અમારો આરાધ્ય ધર્મ છે. હિંસાપ્રધાન પ્રવૃત્તિઓમાં કયારેય પણ ધર્મ માનવો નહિ અને આવા ધર્મને વીતરાગ ધર્મથી અલગ સમજવો. કર્મ, પુનર્જન્મ, પરલોક, જીવ, અજીવ, પુણ્ય, પાપ, વ્રત, નિયમ, સંયમ, તપ, જ્ઞાન, શ્રદ્ધાન, મુક્તિ તેમજ નય આદિ જિનેશ્વર ભાષિત સિદ્ધાંત જાણવા યોગ્ય તેમજ શ્રદ્ધા કરવા યોગ્ય તત્ત્વ છે. આ રીતે દેવ, ગુરુ અને ધર્મ તત્ત્વનું સમ્યગ્નાન કરીને સમ્યગ્ શ્રદ્ધા કરવી તે સમ્યક્ત્વ અથવા સમ્યગ્દર્શન છે. દરેક શ્રાવક પોતાની શ્રદ્ધાને તેમજ સમજને શુદ્ધ રાખશે તો જ તે આરાધક બની શકશે.
શ્રાવકની ઉદાસીનતા :–શ્રાવક જીવનમાં ઉદાસીન રહવા માટે ધાય માતાની ઉપમા આપવામાં આવી છે. જેમ કે— અહો સમદષ્ટિ જીવડા, કરે કુટુમ્બ પ્રતિપાલ – અંતર્ગત ન્યારો રહે, જ્યાં ધાય ખિલાવે બાલ . વૃતિ–વર્તન. પ્રવૃતિ–વિશેષ કાર્ય કે ધંધો . નિવૃતિ–પ્રવૃતિનું સંક્ષિપ્તીકરણ કે અવરોધન . અશુભ જોગથી નિવૃતિ– નિવરતન . શુભજોગમાં પ્રવૃતિ ,પ્રવર્તવું– પુરુષાર્થ . વ્યવહારમાં નિવૃતિ જેવી(જીવન આવશ્યક)વૃતિ– નિસંગતા, અનાસકતિ .
જતના વૃતિ એટલે વર્તનમાં ભાવ સહિત, ભાવ પ્રધાન, ઉપયોગ સહિત, આત્મભાવથી જીવદયા પાળવી . આ વિષયમાં એક પ્રેરણાત્મક દષ્ટાંત છે જેને સ્મરણમાં રાખીને શ્રાવકે દરેક પ્રવૃત્તિ કરવી જોઈએ. ઉદાસીન વૃત્તિ માટે ચોખાની કણકીનું દૃષ્ટાંત :–
કોઈ એક નગરમાં એક શેઠ રહેતા હતા. તેમનું જીવન સુખી અને સમૃદ્ધ હતું તેમજ સાદાઈ અને ધાર્મિક વિચારોથી યુક્ત હતું.
કોઈ સમયે તેમના જીવનમાં પરિવર્તન આવ્યું. અશુભ કર્મોનો પ્રભાવ જામ્યો. તેના વ્યાપારમાં અવરોધ આવ્યો. માલ–દુકાન પણ વેંચાઈ ગયા. મહા મહેનતે એક દિવસનું ગુજરાન ચાલે એવી પરિસ્થિતિ આવી ગઈ. બેઈમાની અને ચાપલૂસી તેના જીવનમાં સર્જી જ ન હતી. સંકટની ઘડીઓમાં પણ તે સંતોષ અને મહેનતથી આજીવિકા ચલાવતા રહ્યાં.
કર્મનો ઉદય વધારે તીવ્ર બનતો ગયો. ભૂખ્યા જ સૂવાનો ટાઈમ આવ્યો. જ્યારે બાળકોને ભૂખ્યા રહેવાનો સમય આવ્યો ત્યારે શેઠ શેઠાણીનું ધૈર્ય ખૂટી ગયું. એકબીજાની સલાહ લઈને નિર્ણય લીધો કે અત્યારે સ્થિતિ એવી આવી ગઈ છે કે, કયાંયથી ચોરી કરીને કામ ચલાવવું. ઇચ્છા ન હોવા છતાં શેઠને સંમત થવું પડ્યું. કહ્યું પણ છે કે મુંઝાયેલો માણસ શું નથી કરતો !’
ચોરી કરવી, ક્યાં કરવી ?, જ્યાં ચોરી કરીશ તે જો ગરીબ હશે તો દુ:ખી થશે. કેટલાય શેઠ તો અતિ લોભી કંજુસ હોય છે. તેને ચોરીથી બહુ દુ:ખ થશે. આપણું દુ:ખ મટાડવા માટે કોઈને દુ:ખી શા માટે કરવા ! વિચાર વધતા—વધતા શેઠે રાજાના ભંડારમાં ચોરી કરવાનો નિર્ણય કર્યો. વિચાર્યું કે ત્યાં તો ભંડાર ભરપૂર છે કોઈને વધારે કષ્ટ નહી થાય.
શેઠ તૈયારી કરી અર્ધરાત્રિએ ચોરી કરવા ચાલ્યો. મનમાં સંકલ્પ કર્યો કે હું ખોટું બોલીશ નહી. સામે રસ્તામાં રાજા પોતે જ સિપાઈના વેશમાં મળ્યા, રાજાએ પૂછયું ત્યારે સરળભાવથી પોતે ચોર છે એમ બતાવી દીધું. તેવા પૂર્ણ સત્ય ઉત્તરમાં રાજ ભંડારમાં ચોરી કરવાની વાત પણ સ્પષ્ટ કરી દીધી. રાજાએ મજાક જાણીને છોડી દીધો. શેઠ રાજભંડારમાં પહોંચ્યો, સંયોગથી તેને કોઈ રોકી શક્યું નહી. અને રાજ ભંડારમાં પ્રવેશ કર્યો.
ક્રમથી અંદર-અંદર આગળ વધવા લાગ્યો. હીરા, પન્ના, માણેક, મોતી, સોના ચાંદી, ઝવેરાત, બહુમૂલ્ય કપડા, મેવા મિષ્ટાન્ન, ધાન્ય કોઠાર બધું જોઈ લીધું. કયાં ય મન લલચાયું નહીં. શેઠે વિચાર કર્યો કે ભૂખના દુઃખથી ચોરી કરવા નીકળ્યો છું તો ફક્ત પેટ ભરવાનું સાધન જ ચોરવું. બીજો કોઈ લોભ કરવાની કોઈ આવશ્યકતા નથી. જે સામાન્ય ચીજથી બે ચાર દિવસનું ગુજરાન ચાલી શકે તેટલી જ વસ્તુ લેવી. એટલા સમયમાં કોઈ પણ ધંધો હાથમાં આવી જશે. આ પ્રકારનો વિચાર કરતાં કરતાં જોતાં–જોતાં તેને ચોખાની કણકી એક વાસણમાં જોવામાં આવી. પાંચ-દસ શેર કપડામાં ભરી, બાંધી અને ચાલ્યો.
માર્ગમાં તે જ રાજા ફરી મળ્યા. રાજાએ પૂછયું. શેઠે કહ્યું– હું રાજભંડારમાં ચોરી કરીને આવ્યો છું. આમ સાચેસાચું કહી દીધું ચોખાની કણકી ભરીને લાવ્યો છું. રાજાએ ખોલીને જોઈ લીધું અને તેની પાછળ ગુપ્ત રૂપથી આવીને ઘરનું સ્થળ જોઈ લીધું.
રાજપુરુષો અને ભંડારીઓએ તાળો તૂટવાની જાણકારી થવા પર ઘણો બધો માલ પોત પોતાના ઘરોમાં પહોંચાડી દીધો. સવાર પડતાં રાજ ભંડારમાં થયેલી ચોરીની વાત જાહેર થઈ. રાજ સભામાં ચર્ચાઓ થઈ રાજાએ કર્મચારીઓ પાસેથી વાત સાંભળી. જેણે રાત્રે ચોરી કરી હતી તે શેઠને નોકર દ્વારા બોલાવવામાં આવ્યો.
બધાની સામે પૂછયું– તમે કોણ છો ? શેઠે જવાબ આપ્યો કે હું દિવસનો શાહુકાર અને રાત્રિનો ચોર છું અને પોતાની હકીકત બતાવતા કહ્યું કે આ કારણે ચોખાની કણકીની ચોરી કરી છે. રાજાને બહુ દુ:ખ થયુ કે આવા ઈમાનદાર અને સાચા લોકો મારા રાજ્યમાં દુઃખી થઈ રહ્યા છે અને કર્મચારી અથવા ભંડારી બનેલા આ લોકો પોતે ચોરીઓ કરે છે. રાજાએ શેઠને પોતાના ભંડારનો પ્રમુખ બનાવ્યો અને કર્મચારીઓને યોગ્ય દંડ અને શિક્ષા આપી.
શિક્ષા :– જે રીતે શેઠને લાચારી અને ઉદાસીનતાથી ચોરી કરવાને માટે વિવશ થવું પડયું, તે ઉદાસીનતા અને લાચારીના કારણે તેને ચોરીનો દંડ ન મળતા ઈનામ અને આદર મળ્યો. શ્રાવકને પણ ઉદાસીનતા પૂર્વક કરાયેલા સાંસારિક કાર્યોનું પરિણામ નરક તિર્યંચ