________________
142
આગમ-કથાઓ ગતિના રૂપમાં ન મળતાં દેવભવ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી મનુષ્ય ભવ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. શેઠે ચોરી કરવામાં ખુશી માની ન હતી. તેવી જ રીતે શ્રાવક સંસારમાં રહીને જે કોઈ પણ પાપકાર્ય કરે છે તેમાં તેની ઉદાસીનતા હોવી જોઈએ. માત્ર જીવન નિર્વાહનું જ લક્ષ્ય હોવું જોઈએ. કર્મબંધ અને પરભવનો હંમેશા વિચાર રાખવો જોઈએ. ધન સંગ્રહ પણ જેટલી જરૂર હોય તેટલો જ કરવો વધારે ન કરવો જોઈએ. જો પુત્ર કપૂત છે તો ધન સંચય શા માટે?,અને પુત્ર સપૂત છે તો ધન સંચય શા માટે?
આવશ્યક્તા હોય ત્યાં સુધી ગૃહસ્થ જીવનમાં કાર્ય કરવું પડે છે પરંતુ આવશ્યક્તાઓને ઓછી કરવી એ પણ ધર્મીજીવનું મુખ્ય કર્તવ્ય હોય છે.
- એક વાત ધ્યાનમાં રાખવા યોગ્ય છે કે શ્રાવક જીવનમાં કોઈની સાથે વેર વિરોધ કષાય કલુષિતને લાંબા સમય સુધી રાખવા ન જોઈએ. જલ્દીથી સમાધાન કરીને સરલ અને શાંત બની જવું જોઈએ. કષાયની તીવ્રતાથી સમક્તિ ચાલ્યું જાય છે. માયા કપટ, પ્રપંચ, ધૂર્તતા, ઠગાઈ અને બીજાના અવગુણ અપવાદ આ બધા દુર્ગુણો ધર્મી જીવનના તેમજ સમક્તિના મહાન દૂષણ છે. તેને જીવનમાં જરાય સ્થાન ન આપતા હંમેશાં તેનો ત્યાગ કરીને જીવનને સુંદર અને શાંત બનાવવું જોઈએ. વ્રતધારી શા માટે બનવું?:
જીવ અનાદિકાળથી ૮૪ લાખ જીવાયોનિમાં પરિભ્રમણ કરી રહ્યો છે. જ્યાં સુધી જીવ પ્રમાદ, કષાય, અવ્રત, વિષય અને અશુભયોગના પરિણામ સ્વરૂપ કર્મબંધ કરતો રહેશે ત્યાં સુધી જન્મ, જરા અને મરણના ચક્કરમાં તેમજ દુઃખોની પરંપરામાં પરિભ્રમણ કરતો રહેશે. આવી અવસ્થા જીવનનું અસંસ્કૃત રૂપ છે. સદ્ગુરુની કૃપા પામીને શુદ્ધ શ્રદ્ધાની સાથે સજ્ઞાનની પ્રાપ્તિ કરીને ચારિત્ર માર્ગમાં ઉત્તરોત્તર વિકાસ કરવો એજ જીવનનું સંસ્કૃત રૂપ છે. ચારિત્ર વિકાસને માટે જ વ્રતોનું આયોજન કરાયું છે, ભાગ્યશાળી જીવો જ તેનું પાલન કરે છે. શાસ્ત્રોમાં જીવોને માટે ચાર વાત દુર્લભ કહી છે. (ચત્તારિ પરમંગાણી, દુલહાણીહ જંતુણો.- માણસત્ત, સુઈ, સદ્ધા, સંજમમ્મિ ય વરિય) ઉત્તરાધ્યયન અ.-૩ ગા.-૧
આ ગાથાનો ભાવાર્થ છે કે આ સંસારમાં પ્રાણીઓને માનવદેહ મળવો દુર્લભ છે. માનવ દેહ મળ્યા પછી વીતરાગ ધર્મ મળવો દુર્લભ છે. કદાચ ધર્મ પ્રાપ્ત થઈ પણ જાય તો શાસ્ત્ર શ્રવણ અને શ્રદ્ધા થવી અત્યંત દુર્લભ છે. તેથી પણ આગળ ધર્મનું આચરણ કરવું અત્યંત કઠિન છે અર્થાત્ શ્રાવક વ્રત અથવા સંયમ ગ્રહણ કરવો તેમજ તેની આરાધના કરવી મહાન દુષ્કર છે.
ચાર ગતિમાં મનુષ્ય ગતિ જ એક એવી ગતિ છે કે જેમાં જીવ ફક્ત ધર્મનું આચરણ જ નહિ પરંતુ કર્મોના બંધનને તોડીને મુક્ત પણ થઈ શકે છે. માનવભવમાં જીવને જે આધ્યાત્મિક વિવેક શક્તિ પ્રાપ્ત થાય છે તેવી શક્તિ બીજા કોઈ ભવમાં સુલભ નથી. તેથી મનુષ્યભવ પામીને તેને સફળ કરવાનો હંમેશાં પ્રયત્ન કરવો જોઈએ.
વ્રત ધારણ કરવાથી ચારિત્રનો તો વિકાસ થાય જ છે પરંતુ સાથે સાથે નિરર્થક આશ્રવથી-કર્મબંધથી બચી જવાય છે. ફળસ્વરૂપે કર્મબંધ ઘણો ઓછો થઈ જાય છે. વ્રતી જીવનું નરકાદિ દુર્ગતિઓમાં ભ્રમણ કરવાનું બંધ થાય છે. તેમનું વર્તમાન જીવન પણ શાંત અને સુખમય બની જાય છે. આત્મા જ્યારે વિકાસની તરફ આગળ વધે છે ત્યારે તેને જ્ઞાન, દર્શન, ચારિત્ર અને આત્મ શાંતિની ઉપલબ્ધિ થાય છે તે શબ્દો દ્વારા વર્ણવી શકાતી નથી. તેથી દરેક સદગૃહસ્થ પોતા આવશ્યક છે, સાથે સાથે તે સાધનાને ઉત્તરોત્તર વધારતા રહે, તો જ માનવભવ સાર્થક બને છે.
બાર વ્રતોનું પ્રયોજન સમ્યકત્વ પ્રયોજન - સાધના જીવનમાં ધર્મના સાચા માર્ગનું તેમજ તે માર્ગના ઉપદેષ્ટાનું જ્ઞાન હોવું અને તેના પ્રત્યે શ્રદ્ધા ભક્તિ થવી, તે આત્મ કલ્યાણનું મુખ્ય અંગ છે. મોક્ષાર્થી સાધક જ્યાં સુધી જીવ અજીવને, હેય–ઉપાદેયને, પુષ્ય-પાપને, ધર્મ–અધર્મને સારી રીતે સમજે નહિ, સમ્યક્ રૂપથી શ્રદ્ધા કરી શકે નહિ, ત્યાં સુધી તેનું આચરણ ફળ આપનાર બનતું નથી. કહ્યું છે કે
એક સમકિત પાયે બિના, જપ તપ કિરિયા ફોક જૈસે મુરદો શિણગારવો, સમજ કહે ત્રિલોક. તેથી વ્રત ધારણ કરતાં પહેલાં તત્વોનું જ્ઞાન અને સાચી શ્રદ્ધા હોવી અત્યંત જરૂરી છે. શ્રદ્ધા કરવાના તત્ત્વ બે પ્રકારના કહેલ છે(૧) જીવાદિ નવતત્વ (૨) દેવ, ગુરુ, ધર્મ ત્રણ તત્વ. આ બંને પ્રકારના તત્ત્વોનું સાચું જ્ઞાન તથા સાચી શ્રદ્ધા થવી તે જ સમ્યકત્વ છે. તેના વગર સાધુપણું અથવા શ્રાવકપણું એકડા વિનાના મીંડા સમાન છે. તેથી સર્વ પ્રથમ સમ્યક્ત્વની પ્રતિજ્ઞાનું કથન કરવામાં આવ્યું છે. દેવ, ગુરુ, ધર્મ તત્ત્વનું સામાન્યજ્ઞાન - દેવઃ- સર્વજ્ઞ, સર્વદર્શી અરિહંત (તીર્થંકર) અને સિદ્ધ ભગવાન આરાધ્ય દેવ છે. ગુરુ:મહાવ્રત સમિતિ ગુપ્તિ યુક્ત તેમજ ભગવદ્ આજ્ઞાનું પાલન કરવાવાળા આરાધ્ય–ગુરુ છે. તેઓ નિગ્રંથ કહેવાય છે. વર્તમાનમાં (૧) બકુશ (૨) પ્રતિસેવના (૩) કષાય કુશીલ આ ત્રણ નિગ્રંથ હોય છે. ધર્મ-પાપ ત્યાગ રૂપ અહિંસા પ્રધાન અને સંવર-નિર્જરામય ધર્મ આરાધ્ય ધર્મ છે. કર્મ, પુનર્જન્મ, પરલોક, જીવ, અજીવ, પુણ્ય, પાપ, વ્રત, નિયમ, સંયમ, તપ, જ્ઞાન વગેરે શ્રદ્ધા કરવા યોગ્ય ધર્મ તત્ત્વ છે, તેનો સમાવેશ નવ તત્ત્વોમાં થઈ જાય છે. આ તત્વોનું જ્ઞાન કરીને, સમ્યક્ શ્રદ્ધા કરવી તેને સમ્ય દર્શન કહે છે. પહેલા વ્રતનું પ્રયોજન -(સવે જીવા વિ ઈચ્છતિ, જીવિયન મરિજિજઉ. તન્હા પાણીવહં ઘોર, અણગૂંથા વજજયંતિ ણ)
- દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન તુલસી દયા ન છોડિયે, જબ લગ ઘટ મેં પ્રાણ સંસારનો કોઈપણ જીવ મરવાનું કે દુઃખી થવાનું ઇચ્છતો નથી. તેથી પ્રાણીઓનો વધ કરવો ઘોર પાપ છે. તેનાથી જીવ નરકાદિ દુર્ગતિઓમાં ભ્રમણ કરે છે અને અનેક જીવોની સાથે વેરનો અનુબંધ કરીને સંસારની વૃદ્ધિ કરે છે.
તેથી સ્થૂલ હિંસાનો ત્યાગ તેમજ સૂક્ષ્મ હિંસાની મર્યાદા કરવા માટે શ્રાવકનું પહેલું વ્રત કહ્યું છે. બીજા વ્રતનું પ્રયોજન -(મુસાવાઓ ય લોગમ્મિ, સવ્વસાહુઈહ ગરહિઓ.અવિસ્સાસોય ભૂયાણ, તન્હા મોસંવિવજજએ)