________________
jain
143
કથાસાર
સાંચ બરાબર તપ નહીં, નહીં જૂઠ બરાબર પાપ જાંકે હૃદય સાંચ હૈ, તđકે હૃદય આપ.
જૂઠને લોકમાં બધા મહાત્માઓએ છોડવા યોગ્ય કહ્યું છે. અસત્યભાષી એટલે ખોટું બોલવાવાળાનો વિશ્વાસ ખત્મ થઈ જાય છે, તેનો સર્વ જગ્યાએ અવિશ્વાસ ફેલાઈ જાય છે. શાસ્ત્રમાં સત્યને ભગવાનની ઉપમા આપી છે. તેથી સત્યને પૂર્ણરૂપથી ધારણ કરવાવાળા પોતે પરમાત્મ સ્વરૂપ બની જાય છે. તેથી લઘુ સાધક શ્રાવકના જીવનમાં સ્કૂલ અસત્યનો ત્યાગ હોય તેમજ સૂક્ષ્મ જૂઠમાં વિવેક વધે તેને માટે બીજું વ્રત કહ્યું છે. ત્રીજા વ્રતનું પ્રયોજન ઃ
ચોરી કર જોલી ભરી, ભઇ છિનકમેં છાર .એસે માલ હરામ કા, જાતા લગે ન વાર .
ચોરી કરવાવાળાનું જીવન અનૈતિક હોય છે. કલંકિત હોય છે. ચોરી કરવાવાળો હંમેશાં ભયભીત હોય છે. તેની લોભવૃત્તિ વધતી જાય છે. કયારેક ચોરી કરતા પકડાઈ જાય તો તે શારીરિક અને માનસિક ઘોર કષ્ટ ને પ્રાપ્ત કરે છે. ચોરીથી પ્રાપ્ત થયેલા ધનથી જીવને કયારેય પણ શાંતિ કે સુખ મળી શક્યું નથી. કહ્યું પણ છે
રહે ન કોડી પાપ કી, જિમ આવે તિમ જાય—લાખોં કા ધન પાય કે મરે ન કફન પાય .
તેથી શ્રાવક આવા ઘૃણાસ્પદ નિંદનીય કાર્યથી દૂર રહે. તેને માટે ત્રીજું વ્રત સ્વીકારવું જરૂરી છે. આમાં મોટી ચોરીનો ત્યાગ હોય છે. ચોથા વ્રતનું પ્રયોજન – અખંભચરિયું ઘોરું, પમાયં દુરહિષ્ક્રિય . – દશવૈ. અધ્ય.-૬
મૂલમેય મહમ્મસ, મહાદોષસમુસ્સયં . —દશવૈ. અધ્ય.-૬
કુશીલ અધર્મનું મૂળ છે અને તે મહાન દોષોને ઉત્પન્ન કરવાવાળું છે અર્થાત્ અનેક દોષ, અનેક પાપ અને અનેક દુઃખોની પરંપરાને વધારવાવાળું આ કુશીલ પાપ છે. શ્રમણોએ તેનો સર્વથા ત્યાગ કરવો જોઈએ.
શ્રાવક પણ ધર્મ સાધના કરવાનો ઇચ્છુક હોય છે તેથી તેને પણ કુશીલ પર અંકુશ રાખવો જોઈએ. પરસ્ત્રી સેવનનો ત્યાગ કરવો જોઈએ. તેમજ પોતાની સ્ત્રી સંબંધી પણ કુશીલ પ્રવૃત્તિને મર્યાદિત કરવી જોઈએ, કુશીલનો ત્યાગ કરીને બ્રહ્મચર્યનું પાલન કરવાથી વ્યક્તિ બુદ્ધિ, બલ, સ્વાસ્થ્ય તેમજ જીવન વિકાસની તરફ આગળ વધે છે.
બધા તપોમાં અર્થાત્ ધર્માચરણોમાં બ્રહ્મચર્ય ઉત્તમ તપ છે, ઉત્તમ આચાર છે.(તવેસુ વા ઉત્તમ ખંભચેર )સૂત્રકૃતાંગ, અધ્ય.-૬. પાંચમા વ્રતનું પ્રયોજન :– ઈચ્છા હુ આગાસ સમા અર્ણતયા . —ઉત્ત–૯ ઇચ્છાઓ આકાશ જેવી અસીમ અનંત છે.
જહા લાહો તહા લોહો, લાહા લોહો પવઠ્ઠઇ . —ઉત્ત−૮ જયાં લાભ ત્યાં લોભ છે.લાભથી લોભ વધે છે.
‘મહારંભી મહાપરિગ્રહી ' નરકનું આયુષ્ય બાંધે છે. –ઠાણાંગ-૪
વિયાણિયા દુક્ખ વિવક્રાણું ધણું, મમત્ત બંધં ચ મહા ભયાવહૈ . —ઉત્ત. ૧૯
ધન અને તેનું મમત્વ દુઃખની વૃદ્ધિ કરવાવાળું છે અને આત્માને દુર્ગતિમાં લઈ જવાવાળું હોવાથી મહા ભયવાળું છે. જેમ જેમ લાભ વધતો જાય તેમ તેમ લોભ પણ વધતો જાય છે. મહાપરિગ્રહી નરકનું આયુષ્ય બાંધે છે. તેથી મોક્ષાર્થી સાધકે પોતાની ઇચ્છાઓ, પરિગ્રહ અને મમત્ત્વને મર્યાદિત કરવું આવશ્યક સમજવું જોઈએ. આ વ્રતમાં ગૃહસ્થ જીવનની આવશ્યક્તા અનુસાર પરિગ્રહની મર્યાદા કરવાનો જ મુખ્ય ઉદ્દેશ છે. છઠ્ઠાવ્રતનું પ્રયોજન :–
આ છઠ્ઠું દિશાવ્રત પાંચ મૂળ અણુવ્રતોને પુષ્ટ કરવાવાળું છે અર્થાત્ તેની ઉત્તરોત્તર વૃદ્ધિ કરવાવાળું છે. લોકમાં જેટલા પણ ક્ષેત્રો છે અને તેમાં જે ક્રિયાઓ ચાલી રહી છે તેનો ત્યાગ નહિ કરવાથી સૂક્ષ્મક્રિયાઓ આવતી રહે છે. દિશાઓની મર્યાદા કરવાથી તેની આગળ જવાનો અથવા પાપ સેવન કરવાનો ત્યાગ થઈ જાય છે. ત્યારે ત્યાંની આવવાવાળી ક્રિયાઓ બંધ થઈ જાય છે તેથી શ્રાવકે પોતાને આવશ્યક થતી સીમાને નક્કી કરીને તે ઉપરાંત આખા લોકમાં પ્રવૃત્તિ કરવાનો કે કરાવવાનો ત્યાગ કરવો જોઈએ. જેમ કોઈ મકાનના ઓરડાઓનો ઉપયોગ ન હોય તો બંધ કરી દેવાય છે કે જેથી તેમાં ધૂળ કચરા ભરાઈ ન જાય. ખુલ્લા રાખવાથી ધૂળ વગેરે ભરાઈ જાય છે. તેવી જ રીતે દિશાઓની સીમા નક્કી કરી દેવાથી અને તે ઉપરાંતનો ત્યાગ કરી દેવાથી તે પાપ ક્રિયાઓનો આશ્રવ બંધ થઈ જાય છે. તેથી શ્રાવકને માટે છ દિશાઓની મર્યાદારૂપ આ વ્રત કહ્યું છે; તેને ધારણ કરવું અત્યંત સરળ છે. સાતમા વ્રતનું પ્રયોજનઃ
ન
લોકમાં ખાવાના તેમજ ઉપયોગમાં લેવાના ઘણા પદાર્થ છે, તેમજ વ્યાપાર ધંધા પણ અનેક છે તેનો ત્યાગ કરવાથી જ ત્યાગી થવાય છે અને ત્યાગ નહિ કરવાથી તેની ક્રિયા હંમેશા આવતી રહે છે. છઠ્ઠા વ્રતથી ક્ષેત્રની મર્યાદા થઈ જવા પર તે ક્ષેત્રમાં રહેલા પદાર્થોની તેમજ વ્યાપારોની મર્યાદા કરવી પણ અતિ જરૂરી છે તેથી ૨૬ બોલ તેમજ વ્યાપારોની મર્યાદાને માટે આ સાતમું વ્રત ધારણ કરવું જોઈએ. તેમાં પંદર (કર્માદાન) અતિ પાપ બંધ કરવાવાળા ધંધાઓનો ત્યાગ કરવાની પ્રેરણા પણ છે. સંભવ હોય તો શ્રાવકે તેનો પૂર્ણરૂપે ત્યાગ કરવો જોઈએ.
આઠમાં વ્રતનું પ્રયોજન ઃ યોગ્ય ખર્ચ કરવો ભલો, ભલો નહીં અતિ ભાય .લેખન ભર લિખવો ભલો, નહીં રેડે લખાય. શેઠે ઉપાલંભ આપિયો, નિરર્થક ઢોળયો નીર .રોગ હરણ મોતી દિયો, ગઇ બહૂકી પીર
શાહીથી લખવાવાળા મર્યાદિત કલમ ભરીને લખે છે પરંતુ કાગળ પર શાહી ઢોળતાં નથી તેવી જ રીતે યોગ્ય અને આવશ્યક ખર્ચ કરવો જ ઉચિત હોય છે. આત્માને માટે પણ આમ સમજવું જોઈએ કે શ્રાવક ને અત્યંત આવશ્યક સાંસારિક કાર્ય સિવાય નિરર્થક પાપ કરવું, અવિવેક અને અજ્ઞાન દશાવાળા અનર્થ દંડ થાય છે.
નિરર્થક એક લોટો પાણી પણ વાપરવું અથવા ફેંકવું શ્રાવકને પસંદ હોતું નથી અને આવશ્યક હોવા પર સાચા મોતીનો પણ ખર્ચ કરી નાખે છે. બસ આ જ વિવેક જાગૃત કરવાને માટે આઠમું વ્રત છે.