________________
245
jain
કથાસાર (૩) ત્રીજો દુઃખમ–સુખમ આરો – અવસર્પિણી કાળના ચોથા આરાની સમાન આ ત્રીજો આરો હોય છે. આના ત્રણ વર્ષ સાડા આઠ મહીના વીતવા પર પ્રથમ તીર્થકર માતાના ગર્ભમાં આવે છે, નવ મહીના સાડા સાત દિવસે જન્મ લે છે, પછી યથાસમય દીક્ષા ધારણ કરે છે અને કેવલજ્ઞાન થાય છે. ચાર તીર્થની સ્થાપના કરે છે. ધર્મ પ્રવર્તન કરે છે. ત્યારે ૬૩ હજાર વર્ષથી વિચ્છેદ થયેલ જિન ધર્મ પુનઃ પ્રારંભ થાય છે. ઉપદેશ શ્રવણ કરીને કેટલાય જીવ શ્રમણ બનશે, કેટલાય શ્રાવક ધર્મ અંગીકાર કરશે. શેષ સંપૂર્ણ વર્ણન પૂર્વ વર્ણિત ચોથા આરાની સમાન સમજવું. આ આરો એક ક્રોડા ક્રોડ સાગરમાં ૪૨000 વર્ષ ઓછો હોય છે. આમાં પુદ્ગલ સ્વભાવ, ક્ષેત્ર સ્વભાવમાં ક્રમિક ગુણ વર્ધન થાય છે. (૪) ચોથો સુખ-દુઃખમ આરો:- આ આરાના ત્રણ વર્ષ સાડા આઠ મહીના વ્યતીત થવા પર અંતિમ ૨૪મા તીર્થંકરનો જન્મ થાય છે. એમની ઉમર ૮૪ લાખ પૂર્વ હોય છે. ૮૩ લાખ પૂર્વ ગૃહસ્થ જીવનમાં રહે છે અને એક લાખ પૂર્વ સંયમ પાલન કરે છે. સંપૂર્ણ વર્ણન ઋષભ દેવ ભગવાનના સમાન સમજવું. કિંતુ વ્યાવહારિક જ્ઞાન શિખવાડવું, ૭ર કળા શિખવાડવી આદિ વર્ણન અહીં નહીં સમજવું. કારણ કે અહીં કર્મ ભૂમિ કાળ તો પહેલાથી જ છે. આના પછી યુગલ કાલ આવે છે. એ ક્રમશઃ સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા અને ધર્મનો તથા અગ્નિનો વિચ્છેદ થઈ જાય છે. ૧૦ પ્રકારના વિશિષ્ટ વૃક્ષ ઉત્પન્ન થાય છે. માનવ પોતાના કર્મ, શિલ્પ, વ્યાપાર આદિથી મુક્ત થઈ જાય છે. એમ ક્રમિક યુગલ કાળ રૂપમાં પરિવર્તન થતું જાય છે. પલ્યોપમના આઠમા ભાગ સુધી કુલકર વ્યવસ્થા અને મિશ્રણ કાલ ચાલે છે. પછી કુલકરોની આવશ્યકતા પણ રહેતી નથી. ધીરે ધીરે મિશ્રણ કાળથી પરિવર્તન થઈને શુદ્ધ યુગલ કાળ થઈ જાય છે. પૂર્ણ સુખમય શાંતિમય જીવન થઈ જાય છે. શેષ વર્ણન અવસર્પિણીના ત્રીજા બીજા અને પહેલા આરાની સમાન ઉત્સર્પિણીના ચોથા, પાંચમા અને છઠ્ઠા આરાનું છે તથા કાળમાન પણ એજ પ્રકારે છે. અર્થાત્ આ ચોથો આરો બે ક્રોડા ક્રોડ સાગરોપમનો હોય છે. પછી પાંચમો આરો ત્રણ ક્રોડા ક્રોડ સાગરોપમનો અને છઠ્ઠો આરો ચાર ક્રોડા ક્રોડ સાગરોપમનો હોય છે. પાંચમા આરાનું નામ સુખમ આરો અને છઠ્ઠા આરાનું નામ સુખમ–સુખમ છે. ટિપ્પણ:- આ ૬ આરા રૂપ ઉત્સર્પિણી અવસર્પિણી કાળ પાંચ ભરત, પાંચ એરાવત તેમ દસ ક્ષેત્રોમાં હોય છે. શેષ- પાંચ કર્મ ભૂમિ રૂપ પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં ૩૦ અકર્મ ભૂમિમાં અને ૫૬ અંતરદ્વીપોમાં આ કાલ પરિવર્તન થતું નથી. આ ૯૧ ક્ષેત્રોમાં સદા એક સરખો કાળ પ્રવર્તમાન હોય છે. યથા૫ મહાવિદેહમાં - અવસર્પિણીના ચોથા આરાનો પ્રારંભકાલ ૫ દેવકુરુ – ૫ ઉત્તરકુરુમાં – અવસર્પિણીના પ્રથમ આરાનો પ્રારંભકાલ ૫ હરિવર્ષ- ૫ રમ્યવર્ષમાં:- બીજા આરાનો પ્રારંભકાલ પ હેમવય – પ હરણ્યવયમાં:- ત્રીજા આરાનો પ્રારંભકાલ
૫ અંતર દ્વીપોમાં ત્રીજા આરાના અંતિમ વિભાગનો શુદ્ધ યુગલ કાલ, અર્થાત્ મિશ્રણ કાલનો પૂર્વવર્તી કાળ.
ત્રીજો વક્ષસ્કાર ભરત ચક્રવર્તી :- દક્ષિણ ભરતક્ષેત્રના મધ્યમાં, જગતી એવં વૈતાઢય પર્વત બન્નેથી ૧૧૪ યોજન દૂર વિનીતા નગરી હતી. જે શક્રેન્દ્રની આજ્ઞાથી વૈશ્રમણ દેવની બુદ્ધિ દ્વારા ભગવાન ઋષભ દેવને માટે નિર્માણ કરવામાં આવી હતી. તે ૧૨ યોજન લાંબી ૯ યોજન પહોળી દ્વારિકા જેવી પ્રત્યક્ષ દેવલોક ભૂત ઋદ્ધિ સમૃદ્ધિથી સંપન્ન હતી. ત્યાં ભગવાન ઋષભદેવના જયેષ્ઠ પુત્ર ભરત સ્વયં ભગવાન દ્વારા પ્રદત્ત રાજ્યના કુશલ સંચાલન એવં રાજય ઋદ્ધિના ભોગોપભોગ કરતા સુખપૂર્વક રહેતા હતા.
એક સમયે આ ભરત રાજાની આયુધશાળામાં (શસ્ત્રાગારમાં) ચક્ર રત્ન ઉત્પન્ન થયું, જે એક હજાર દેવો દ્વારા સેવિત હતું. આયુધશાળાના અધિકારીએ ભરત રાજાને ખુશખબર આપ્યા. ભરત રાજાએ સિંહાસનથી ઉતરી પાદુકા ઉતારી, હાથ જોડી આયુધશાળાની દિશામાં ૭-૮ પગલા જઈને ચક્ર રત્નને પ્રણામ કર્યા. પછી આયુધશાળાના અધિકારીને મુકુટ સિવાય આભૂષણ એવું વિપલ ધન પ્રીતિદાનમાં દીધું. એને સત્કારિત સન્માનિત કરી અર્થાત ધન્યવાદ આ
કી સિંહાસન પર પૂર્વાભિમુખ બેઠા.
રાજાએ નગરી સજાવવાનો આદેશ આપ્યો અને સભા વિસર્જિત કરી, સ્વયં પણ સ્નાનાદિ કરી, વિભૂષિત થઈને તૈયાર થઈ ગયા. પછી મંત્રીમંડળ તથા પ્રમુખજનોથી પરિવૃત થઈ ઐશ્વર્ય સાથે આયુધશાળા તરફ પ્રસ્થાન કર્યું. આયુધ– શાળામાં પ્રવેશ કરતા ભરત રાજાને જેવું ચક્ર રત્ન દષ્ટિગોચર થયું કે તરત જ એને પ્રણામ કર્યા પછી નજીક પહોંચી ચક્ર રત્નને પ્રમાર્જન, જલ સિંચન, ચંદન અનલેપન કર્યા; પુષ્પમાળા, વસ્ત્ર, આભૂષણ આદિ સમર્પિત કરી પૂજન સન્માન કર્યું. પછી સ્વચ્છ સફેદ ચોખાથી સ્વસ્તિક આદિ મંગલોનું આલેખન કર્યું. પછી એની સમક્ષ સુગન્ધિત વિવિધ પુષ્પો અર્પણ કર્યા. ધૂપ આદિ સંપૂર્ણ પૂજન વિધિ પૂર્ણ કરી; ત્યાર પછી ત્યાંથી પાછા ફરી રાજસભામાં આવ્યા અને અષ્ટ દિવસીય પ્રમોદની ઘોષણા કરી તથા મહોત્સવની વ્યવસ્થા કરાવી.
મહામહિમાનો મહોત્સવ પૂર્ણ થતાં ચક્રરત્ન આયુધશાળામાંથી સ્વતઃ નીકળી માગધ તીર્થની દિશામાં આકાશમાં ચાલવા લાગ્યું. ભરત ચક્રવર્તીએ પણ પૂર્ણ તૈયારીની સાથે દિગ્વિજય માટે સૈન્ય બલ સહિત પ્રસ્થાન કર્યું. ચક્ર દ્વારા પ્રદર્શિત માર્ગથી પોતાના હસ્તિરત્ન પર આરૂઢ થઈ ભરત રાજા માર્ગમાં યથાસ્થાને પડાવ કરતાં પૂર્વ દિશામાં આગળ વધવા લાગ્યા. અનેક નગરો, રાજ્યો આદિમાં પોતાના વિજય પતાકા ફરકાવતા ભરત રાજા ગંગા નદીના કિનારે કિનારે થઈ જ્યાં ગંગા નદી સમુદ્રમાં પ્રવેશ કરે છે એની પાસે માગધ તીર્થ છે ત્યાં પહોંચ્યા. ચક્ર રત્ન પણ યથાસ્થાને આકાશમાં સ્થિર થઈ ગયું(પછી આયુધશાળા બની જતાં એમાં પહોંચી જાય છે.).
વાર્ધિકરત્નએ પડાવમાં રહેવાની બધી વ્યવસ્થા કરી અને પૌષધશાળાની તથા આયુધશાલા આદિની રચના કરી. ભરત રાજાએ પૌષધશાળામાં જઈને યથા વિધિ અટ્ટમ કર્યા પછી અશ્વ રથ પર આરૂઢ થઈને ચતુરંગિણી સેના સહિત માગધ તીર્થ પાસે આવ્યા, રથની ધુરી પાણીને સ્પર્શે ત્યાં સુધી પાણીમાં પ્રવેશ કર્યો. પછી ધનુષ ઉઠાવી પ્રત્યંચા ખેંચી આ પ્રકારે કહ્યું કે 'હે નાગકુમાર