SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ-કથાઓ 244 ઉત્સર્પિણી કાળ - આ કાળ પણ ૧૦ ક્રોડા ક્રોડ સાગરોપમનો હોય છે. આમાં પણ ૬ આરા(વિભાગ) હોય છે. જેમના નામ અવસર્પિણીના સમાન હોય છે. પરંતુ ક્રમ એનો ઉલ્ટો હોય છે. યથા– પહેલા આરાનું નામ દુઃખમ દુઃખમ હોય છે અને છઠ્ઠા આરાનું નામ “સુખમ સુખમ” હોય છે. (૧) પહેલો દુઃખમ દુઃખમ' આરો – ઉત્સર્પિણીના પહેલા આરાનું વર્ણન અવસર્પિણીના છઠ્ઠા આરાના અંતિમ સ્વભાવના સમાન છે અર્થાત્ છઠ્ઠા આરાની શરૂઆતમાં જે પ્રલયનું વર્ણન છે તે અહીં નહીં સમજવું કિંતુ એ આરાના મધ્ય અને અંતમાં જે ક્ષેત્ર એવું જીવોની દશા છે, તેજ અહી સમજવી આ આરો ૨૧000 વર્ષનો હોય છે. ઉત્સર્પિણી કાળનો પ્રારંભ શ્રાવણ વદી એકમનો હોય છે. શેષ આરા કોઈ પણ દિવસ કે મહિનામાં પ્રારંભ થઈ શકે છે. આનો કોઈ નિયમ નથી કારણ કે આગમમાં એવું કથન નથી. આમ છતાં એવા નિયમ માનવાથી આગમ વિરોધ પણ થાય છે. યથા- ઋષભ દેવ ભગવાન માઘ મહિનામાં મોક્ષ પધાર્યા એના ત્રણ વર્ષ અને સાડા આઠ મહિના બાદ શ્રાવણ વદી એકમ કોઈપણ ગણિતમાં નથી આવતી. અતઃ ચોથો આરો કોઈપણ દિવસે પ્રારંભ થઈ શકે છે. એમ જ બીજા આરા પણ સમજવા. મૂળપાઠમાં કેવળ ઉત્સર્પિણીનો પ્રારંભ શ્રાવણ વદી એકમથી કહેલ છે. અન્ય આરા માટે મનકલ્પિત ન માનવું જ શ્રેયસ્કર છે. આરો:- ૨૧+૨૧ ઊ ૪ર હજાર વર્ષનો મહાન દ:ખમય સમય વ્યતીત થયા પછી ઉત્સર્પિણીના બીજા આરાની શરૂઆત થાય છે. આની શરૂઆત થતાં જ (૧) સાત દિવસ પુષ્કર સંવર્તક મહામેઘ મુસળધાર જલ વૃષ્ટિ કરશે. જેથી ભરતક્ષેત્રની દાહકતા તાપ આદિ સમાપ્ત થઈને ભૂમિ શીતલ થઈ જશે. (૨) પછી સાત દિવસ સુધી ક્ષીર મેઘ વર્ષા કરશે. જેથી અશુભ ભૂમિમાં શુભ વર્ણ, ગંધ રસ આદિ ઉત્પન્ન થશે. (૩) પછી સાત દિવસ નિરંતર ધૃત મેઘ વૃષ્ટિ કરશે. જેથી ભૂમિમાં સ્નેહ સ્નિગ્ધતા ઉત્પન્ન થશે. (૪) આના પછી અમૃત મેઘ પ્રકટ થશે. તે પણ સાત દિવસ રાત નિરંતર વર્ષા કરશે. જેથી ભૂમિમાં વનસ્પતિને ઉગાડવાની બીજ શક્તિ ઉત્પન્ન થશે. (૫) આના પછી રસ મેઘ પ્રકટ થશે તે પણ સાત દિવસ મૂસળધાર વૃષ્ટિ કરશે જેથી ભૂમિમાં વનસ્પતિને માટે તીખાં-કડવા મધુર આદિ રસ ઉત્પન્ન કરવાની શક્તિનો સંચાર થશે. આ પ્રકારે પાંચ સપ્તાહની નિરંતર વૃષ્ટિ બાદ આકાશ વાદળોથી સાફ થઈ જશે. ત્યારબાદ ભરતક્ષેત્રમાં વૃક્ષ, લતા, ગુચ્છ, તૃણ, ઔષધિ, હરિયાળી આદિ ઉગવા લાગશે અને ક્રમશઃ શીઘ વનસ્પતિનો વિકાસ થઈ જવાથી તે ક્ષેત્ર મનુષ્યોના સુખપૂર્વક વિચરણ કરવા યોગ્ય થઈ જશે. અર્થાતુ થોડા જ મહિના અને વર્ષોમાં ભરતક્ષેત્રનો ભૂમિ ભાગ વૃક્ષ, લતા, ફળ, ફૂલ આદિથી યુક્ત થઈ જશે. અહીં કેટલાક લોકો એવા ભ્રામક અર્થની કલ્પના કરે છે કે વૃષ્ટિ થતાં જ ભૂમિ વૃક્ષાદિથી યુક્ત થઈ જાય છે. એવું કથન અનુપયુક્ત છે કારણ કે વૃક્ષોથી યુક્ત થવામાં વર્ષો લાગે છે અને વનસ્પતિ ગુચ્છ ગુલ્મ લતા આદિને ફળ ફૂલ લાગવામાં પણ મહિનાઓ લાગે છે. કારણ કે તે પ્રાકૃતિક છે, કોઈ જાદુ મંતર યા કરામત તો નથી કે એક જ દિવસમાં ૪૨ હજાર વર્ષથી ઉજ્જડ બનેલી જમીનમાં વર્ષા બંધ થતા જ ફળ, ફૂલ, વૃક્ષ આદિ તૈયાર થઈ જાય. કાલાંતરે જ્યારે પૃથ્વી વૃક્ષ, લતા, ફળ, ફૂલ આદિથી યુક્ત થઈ જશે ત્યારે વૈતાઢય પર્વતના ગુફાવાસી માનવ જોશે કે હવે અમારા માટે ક્ષેત્ર સુખપૂર્વક રહેવા વિચરવા યોગ્ય છે. આ ક્ષેત્રમાં જીવન નિર્વાહ યોગ્ય અનેક વૃક્ષ, લતા, છોડ, વેલ અને અનેક ફળ, ફૂલ આદિ વિપુલ માત્રામાં ઉપલબ્ધ થવા લાગ્યા છે, ત્યારે એમનામાંથી કોઈ સભ્ય સંસ્કારના માનવ ભેગા મળીને મંત્રણા કરશે કે "હવે વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થ ઉપલબ્ધ થવા લાગ્યા છે તેથી હવે આપણામાંથી કોઈ માનવ માંસાહાર નહીં કરે અને જે કોઈ આ નિયમનો ભંગ કરશે તે અમારા સમાજથી દેશનિકાલ માનવામાં આવશે અને કોઈ વ્યક્તિ એ માંસાહારીની સંગતિ નહીં કરે. એની પાસે પણ નહીં જાય, બધા એને ધૃણા નફરત કરશે. એના પડછાયાને સ્પર્શના પણ નહીં કરે." આ ઘટના મધ્યમ ખંડના આર્યભૂમિના કોઈ એક સ્થલના મનુષ્યો માટે સમજવી. છ ખંડમાં બધેય એમ થતું નથી. તીર્થકરો વિચરે ત્યારે પણ સર્વત્ર એમ થતું નથી. આ પ્રકારની એક વ્યવસ્થાને માનવ કાયમ કરી જીવન યાપન કરશે. શેષ વર્ણન અવસર્પિણીના પાંચમા આરાના સમાન છે. ધર્મ પ્રવર્તન આ આરામાં નથી હોતું. તો પણ માનવ ચારે ગતિમાં જવાવાળા હોય છે. જ્યારે આની પહેલા ૪૨ હજાર વર્ષોમાં માનવ પ્રાયઃ નરક તિર્યંચમાં જ જાય. આ બીજા આરામાં ધર્મ પ્રવર્તન નથી હોતું તો પણ મનુષ્યોના નૈતિક ગુણોનો ક્રમિક વિકાસ થાય છે અવગુણોનો હ્રાસ થાય છે. આ પ્રકારે ૨૧ હજાર વર્ષના કાળનો બીજો આરો વ્યતીત થાય છે. ટિપ્પણ:- આ બીજા આરાની આગમિક સ્પષ્ટ વર્ણન વાળી નિરંતર પાંચ સાપ્તાહિક વૃષ્ટિને સાત સાપ્તાહિક માની એવં કાલાંતરથી માનવ દ્વારા લેવાતી માંસાહાર નિષેધની પ્રતિજ્ઞાને લઈને કેટલાક એક તરફી દષ્ટિવાળા અર્ધ ચિંતક લોકો આને સંવત્સરીનો ઉગમ કહી બેસે છે. કયાં શ્રમણ વર્ગ દ્વારા નિરાહાર મનાવવામાં આવતી ધાર્મિક પર્વરૂપ સંવત્સરી અને કયાં સચિત વનસ્પતિ કંદ મૂલાદિ ખાનારા અસંયત ધર્મ રહિત કાળવાળા માનવોનું જીવન ! સંવત્સરીનો સુમેળ જરા પણ નહીં હોવા છતાં પોતાને વિદ્વાન માનનારા શાસ્ત્રના નામથી એ અવ્રતી સચિત ભલી માનવો દ્વારા ચલાવવામાં આવતી સામાજિક સામાન્ય વ્યવસ્થાને સંવત્સરી માની એનું અનુસરણ સ્વયં કરવું સાથે તીર્થકર ભગવાન ગણધરો અને વ્રતી શ્રમણોને આનું અનુસરણ કરનારા બતાવવામાં આ વિદ્વાનો માત્ર બુદ્ધિની હાંસી ઉડાડવાનું કાર્ય કરે છે. ત્રષિ પંચમીનો ઉગમ તો ઋષિ મહિર્ષિઓ દ્વારા ધર્મ પ્રવર્તનની સાથે થાય છે. એને ભુલાવી પાંચ સપ્તાહના સાત સપ્તાહ કરીને અને વર્ષા બંધ થતા જ વૃક્ષોની, વેલોની, ફળોની, ધાન્યોની અસંગત કલ્પના કરીને; અવ્રતી, સચિત બક્ષી લોકોની નકલથી સંવત્સરીને ખેંચતાણ કરી, ધર્મ પ્રણેતા તીર્થકર સાથે જોડીને આત્મ સંતુષ્ટી કરી, જાણે આગમોથી સંવત્સરી પર્વનું બહુ મોટું પ્રમાણ ૪૯ દિવસનું શોધી કાઢયું હોય! આવા બુદ્ધિમાનોની બુદ્ધિ પર આશ્ચર્ય અને અનુકંપા ઉત્પન્ન થાય છે. પરંતુ આ પંચમ કાલના પ્રભાવથી આવી કેટલીય કલ્પનાઓ, ગાડરિયા પ્રવાહરૂપે પ્રવાહિત થતી હોય છે અને થતી રહેશે. સાચા | ચિંતન અને જ્ઞાનનો સંયોગ મહાન ભાગ્યશાળીઓને જ પ્રાપ્ત થાય છે.
SR No.009130
Book TitleKathasar
Original Sutra AuthorN/A
AuthorJain Yuth Foram
PublisherJain Yuth Foram
Publication Year2013
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy