________________
આગમ-કથાઓ
246 સુવર્ણ કુમાર આદિ દેવો! જે મારા આ બાણની મર્યાદાથી બહાર છે એમને હું પ્રણામ કરું છું અને મારા બાણની સીમામાં છે તે મારા વિષયભૂત છે, એમ કહી બાણ છોડ્યું. જે ૧૨ યોજન જઈને માગધ તીર્થાધિપતિ દેવના ભવનમાં પડ્યું. એને દેખતા જ પહેલા તો દેવ અત્યંત કુપિત થયા. પરંતુ બાણની પાસે આવીને એને ઉઠાવીને જોયું, એમાં અંકિત શબ્દ વાંચ્યા તો એમનો ગુસ્સો શાંત થઈ ગયો અને પોતાના કર્તવ્ય જીતાચાર એમની સ્મૃતિમાં આવી ગયા. તે તરત વિવિધ ભેટણ લઈને ભરત રાજાની સેવામાં ઉપસ્થિત થયા. આકાશમાં રહી હાથ જોડી રાજાને જય વિજય શબ્દોથી વધાવ્યા, સન્માનિત કર્યા અને કહ્યું કે આપના દ્વારા જીતવામાં આવેલ દેશનો હું નિવાસી છું, આપનો આજ્ઞાવર્તી સેવક છું. પછી ભરતરાજાએ એની ભેટનો સ્વીકાર કર્યો અને એને સત્કારિત સન્માનિત કરી | વિદાય કર્યા. પછી પોતાના આવાસમાં જઈને રાજાએ પારણું કર્યું. પછી ત્યાં માગધ તીર્થ વિજયનો અષ્ટાબ્દિકા મહોત્સવ મનાવ્યો. પછી ચક્રરત્ન આયધશાળામાંથી નીકળીને દક્ષિણ દિશામાં પ્રસ્થાન કર્યું. ભરત ચક્રવર્તી પણ માર્ગમાં દિગ્વિજય કરતા ચક્ર દ્વારા નિર્દિષ્ટ માર્ગ પાર કરવા લાગ્યા. ચક્રરત્ન વરદામ તીર્થ પાસે આવીને આકાશમાં સ્થિત થઈ ગયું. આ તીર્થ દક્ષિણ દિશામાં વિનીતા નગરીની દક્ષિણે સીધાણમાં છે અને જંબૂદ્વીપની જગતના દક્ષિણી વૈજયંત દ્વારની સીધાણમાં છે. માગધ તીર્થ વિજયની સમાન અક્રમનું, બાણ ફેંકવાનું, દેવ આવવાનું આદિ વર્ણન એ જ પ્રકારે સમજવું. અષ્ટ દિવસીય મહોત્સવના અનંતર ચક્રરને ત્યાંથી પ્રસ્થાન કર્યું.
હવે ચક્રરત્ન દક્ષિણ ભારતથી પશ્ચિમ ભારતની તરફ ચાલવા માંડ્યું. માર્ગની આસપાસના ક્ષેત્રોમાં વિજય પતાકા ફરકાવતા ભરતરાજા પશ્ચિમ દિશામાં સિંધુ નદીના સમુદ્રમાં પ્રવેશ કરવાના સ્થાનની નજીક પ્રભાસ તીર્થ પાસે પહોંચી ગયા. ચક્રરત્ન આકાશમાં સ્થિર થઈ ગયા પછી ત્યાં પ્રભાસ તીર્થાધિપતિના અઠ્ઠમ આદિ વિધિ પૂર્ણ કરી ભરત રાજાએ તેને પોતાના અધિનસ્થ બનાવ્યા અને ત્યાં પણ આઠ દિવસનો મહોત્સવ મનાવ્યો. મહોત્સવ પૂર્ણ થતાં ચક્રરત્ન પૂર્વ દિશામાં સિંધુ દેવીના ભવનની તરફ રવાના થયું. સિંધુ નદીના કિનારે કિનારે ચાલતા
- વિજય પ્રાપ્ત કરતા ભરત રાજા સિંધુ નદીના વળાંકના સ્થાન પર પહોંચી ગયા. જ્યાં સિંધ દેવીન ભવન છે. સિંધુ નદી વૈતાઢય પર્વતની નીચેથી નીકળી દક્ષિણ દિશામાં વિનીતા નગરીની સીધ સુધી ચાલે છે. પછી પૂર્વની તરફ વળી જાય છે. આ વળાંક પર સિંધુ દેવીનું ભવન છે ત્યાં પડાવ નાંખ્યો; અટ્ટમ કર્યો; સિંધુ દેવીનું સ્મરણ કરી પૌષધ પૂર્ણ કર્યો; દેવીનું આસન ચલાયમાન થયું અર્થાત્ અંગ ફુરણ થયું. પોતાના જ્ઞાનનો ઉપયોગ લગાવી દેવીએ ભરત રાજાના આગમનને જાણ્યું અને વિવિધ ભટણા લઈને પહોંચ્યા અને નિવેદન કર્યું કે હું તમારી આજ્ઞાકારી સેવિકા (દાસી) છું. પછી ભરત રાજાએ આ દેવીને સત્કારિત સમ્માનિત કરી વિસર્જિત કર્યા.
ત્યાં સિંધુ નદીના એ વળાંકથી ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધ્યા. યથા– ક્રમથી માર્ગના તથા આસપાસના ક્ષેત્રોને પોતાના વિષયભૂત બનાવી ભરત મહારાજા વૈતાઢય પર્વતના મધ્ય સ્થાનની નજીક પહોંચ્યા. વૈતાઢયગિરિકુમારનું સ્મરણ કરતાં પૌષધ યુક્ત અટ્ટમ કરવાથી તે દેવ પણ ભરત રાજાની સેવામાં ઉપસ્થિત થયા અને અધીનતા સ્વીકારી, ભટણા દઈ યથાસ્થાન ચાલ્યા ગયા. ત્યાંથી રૂંધાવારે પશ્ચિમદિશામાં પ્રયાણ કર્યું અને તિમિશ્રા ગુફાની નજીક પહોંચી સ્થાયી પડાવ કર્યો. ભરત રાજાએ તિમિશ્રા ગુફાના માલિક દેવ કૃતમાલીની મનમાં અવધારણા કરી અટ્ટમ કર્યો. આસન કંપન આદિ સંપૂર્ણ વર્ણન પૂર્વવત્ સમજવું; ત્યારપછી અઠ્ઠાઈ મહોત્સવ મનાવ્યો.
ત્યાર પછી ભરત રાજાએ સુષેણ નામના સેનાપતિ રત્નને બોલાવી બે દિશામાં સિંધુ નદીથી એવં બે દિશામાં ક્રમશઃ સાગર અને વૈતાઢય પર્વતથી ઘેરાયેલ નિષ્ફટ ક્ષેત્ર(બીજા ભરતખંડ)માં જઈને બધા ક્ષેત્રોને જીતી પોતાની આજ્ઞા શિરોધાર્ય કરવાનો આદેશ દીધો. આ ભરતક્ષેત્રના છ ખંડમાંથી બીજો નાનો ખંડ છે. અત્યાર સુધી પહેલો મોટો ખંડ(મધ્યખંડ), ત્રણ તીથ, સિંધુ દેવી, વૈતાઢય ગિરિકુમાર દેવ અને કૃતમાલ દેવની વિજય યાત્રાની વચમાં આવેલા બધા ક્ષેત્ર જીતી લીધા હતા. કોઈક ક્ષેત્ર ખંડપ્રપાત ગુફાની આસપાસ અવશેષ રહ્યા, તે પહેલાં ખંડમાં પાછા ફરતી વખતે જીતી લેવાય. માટે હવે ક્રમથી બીજા, ત્રીજા, ચોથા, પાંચમાં અને પછી છઠ્ઠો ખંડ સાધવામાં(જીતવામાં આવે છે.
સુષેણ સેનાપતિએ આજ્ઞા મળતાં પૂર્ણ તૈયારી સાથે ચર્મરત્ન આદિ લઈને હસ્તિરત્ન પર આરૂઢ થઈને પ્રસ્થાન કર્યું. સિંધુ નદીની પાસે પહોંચી, ચર્મરત્ન લઈને નાવરૂપમાં તૈયાર કરી સંપૂર્ણ સ્કંધાવાર સહિત સિંધુ નદીને પાર કરી, સિંધુ નિષ્ફટ(બીજા ભરતખંડ)માં પહોંચી, દિશા વિદિશાઓમાં પડાવ કરતા વિજય પતાકા ફરકાવતાં, એ ખંડના ગ્રામ, નગર, રાજ્ય, દેશ આદિના અધિપતિઓને પોતાની આજ્ઞામાં કર્યા, અધિનસ્થ બનાવ્યા અને ભરત ચક્રવર્તીની આજ્ઞા પૂર્ણ કરીને સેનાપતિ સુષેણ પાછા ફર્યા. ચર્મ રત્ન દ્વારા સિંધુ નદીને પાર કરી ભરત રાજા પાસે પહોંચી એમને જય વિજય શબ્દથી વધાવ્યા અને કાર્ય સિદ્ધ થયાની ખુશ ખબર સાથે પ્રાપ્ત ભેટોને સમર્પિત કરી. પછી રાજા ભરતે સેનાપતિને સત્કારિત, સમ્માનિત કરી વિસર્જિત કર્યા. સેનાપતિ પણ વસ્ત્રમય પડાવવાળા આવાસ (તંબુ)માં પહોંચી અને સ્નાન ભોજન નૃત્યગાન આદિ વિવિધ માનુષિક કામ ભોગોનું સેવન કરતાં સુખપૂર્વક રહેવા લાગ્યા. અહીં સુધી બે ખંડ સાધવારૂપ કાર્ય અર્થાત્ મંજિલ પૂર્ણ થઈ જાય છે. અતઃ ચક્રવર્તી અહીં થોડા દિવસ વિશ્રાંતિ- રૂપમાં નિવાસ કરે છે.
કેટલાક સમય પછી ભરત ચક્રવર્તીએ સુષેણ સેનાપતિને બોલાવીને તમિસા ગુફાના દ્વાર ખોલવાનો આદેશ દીધો. સેનાપતિએ પૌષધયુક્ત અટ્ટમ કર્યો. સુસજ્જિત થઈને વિશાળ જનમેદની અને સેના સહિત દ્વાર પાસે પહોંચ્યા, દ્વારને દેખતા જ પ્રણામ કર્યા, મોર પીંછીથી પ્રમાર્જન કર્યું, પછી યથાવિધિ પૂજન કર્યું. પુનઃ શિરસાવર્ત પ્રણામ કર્યા. પછી દંડ રત્ન હાથમાં લીધું. સાત આઠ પગલા પાછા સરકયા પછી દંડ રત્નથી દ્વાર પર ત્રણ વાર જોરથી પ્રહાર કર્યા. જેથી મોટા અવાજ સાથે જોડાયેલા એ દરવાજાના બન્ને વિભાગ અંદર તરફ સરકતા બન્ને બાજની પાછળની ભીંત પાસે જઈને થોભ્યા. બન્ને બાજુના દ્વાર વિભાગનું અંતર એવં દ્વારનો પ્રવેશ માર્ગ સર્વત્ર સમાન ૪ યોજનનો થઈ ગયો.