SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ jain 275 કથાસાર | ૪ | ૨૭. x| ૫૩ x|| જ|| x (૪) પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા નક્ષત્રના ચાર ચાર તારા છે. એમના બે તારા બાહ્ય મંડલથી બહારની તરફ રહે છે અને બે અંદરની તરફ રહે છે. બાહ્ય મંડલવાળા બને તારા હંમેશાં દક્ષિણમાં રહીને યોગ જોડે છે. અંદરવાળા બને તારા હંમેશાં સીધથી ઉપર નીચે રહીને યોગ જોડે છે. અર્થાત્ આની સાથે ચાલતા સમયે ચંદ્ર પણ સદા અંતિમ મંડલમાં હોય છે. અન્ય મંડલમાં રહીને બન્ને નક્ષત્રનાં સાથે ચાલવાના સંયોગ થતા નથી એમ દક્ષિણ પ્રમર્દ મિશ્રિત યોગ જોડે છે. (૫) જ્યેષ્ઠા નક્ષત્રનો ચંદ્ર સાથે જ્યારે યોગ થાય અર્થાત્ તે ચંદ્ર સાથે ચાલે છે ત્યારે ચંદ્રના એ જ મંડલ સાથે ચાલવાનો સંયોગ મળે છે જેથી તે સીધમાં ઉપર નીચે રહીને જ યોગ જોડે છે, તેથી તેને માટે ફકત પ્રમર્દ યોગ કહેલ છે. ચંદ્ર અને નક્ષત્રના મંડલ:- ચંદ્રના ચાલવાના રસ્તા ૧૫ મંડલ છે અને નક્ષત્રના ચાલવાના માર્ગ ૮ છે. આ આઠ મંડલ ચંદ્રના આઠ મંડલોની સીધમાં છે અને ચંદ્રના સાત મંડલોની સીધમાં નક્ષત્રના મંડલ નથી. આ આઠ ચંદ્ર મંડલ ક્રમશઃ આ છે ૧, ૩, ૬, ૭, ૮, ૧૦, ૧૧, ૧૫ એ કમશ: પહેલાથી આઠમ સુધીના નક્ષત્ર મંડલની સીધમાં છે. અતઃ ચંદ્રનાં ૨, ૪, ૫, ૯, ૧૨, ૧૩, ૧૪ આ સાત મંડલ એવા છે જેમની સીધમાં કોઈ નક્ષત્ર મંડલ નથી. સૂર્યની સીધમાં ચંદ્ર નક્ષત્ર મંડલ – ચંદ્રના ૬, ૭, ૮, ૯, ૧૦ એમ પાંચ મંડલ સૂર્ય મંડલની સીધમાં નથી આવતા. શેષ દસ મંડલ ૧, ૨, ૩, ૪, ૫ અને ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૫ એ મંડલ સૂર્ય મંડલની સીધમાં આવે છે. ચંદ્રના ૧, ૩, ૧૧, ૧૫ એમ ચાર મંડલ એવા છે જેમની સીધાણમાં નક્ષત્રના મંડલ પણ છે અને સૂર્ય મંડલ પણ છે. નક્ષત્ર, ચંદ્ર, સૂર્ય મંડલ સીધાણ : સંયોગ | ચંદ્ર મંડલ નક્ષત્ર મંડલ | સૂર્ય મંડલ ત્રણે સાથે | ૧ | બે સાથે | ૨ | X | ૧૪ ત્રણે સાથે | ૩. બે સાથે | ૪ ૪૦ બે સાથે | ૫ | X | બે સાથે | ૬ | ૩ | x (૬૬-૬૭) બે સાથે *(૭૯-૮૦) | બે સાથે | ૮ x (૯૨-૯૩) સાથે નહીં ૯ x (૧૦૫-૧૦૬). બે સાથે ૧૦ x (૧૧૮-૧૧૯). ત્રણે સાથે | ૧૧ ૧૩ર. બે સાથે | ૧૨ | x ૧૪૫ | બે સાથે | ૧૩ | x ૧૫૮ બે સાથે | ૧૪ | x ૧૭૧ | ત્રણે સાથે | ૧૫ | ૮ | ૧૮૪ વિશેષ - ચંદ્રના છઠ્ઠાથી દસમા સુધીના મંડલ ક્રમશઃ , ૭૯, ૯૨, ૧૦૫, ૧૧૮માં સૂર્ય મંડલથી થોડા થોડા આગળ થઈ જવાથી તેનું સીધાણ છૂટી જાય છે જે ૧૩રમાં મંડલમાં જતા એક સૂર્ય મંડલ જેટલું આગળ વધી જવાથી સૂર્ય-ચંદ્ર મંડલ સાથે થઈ જાય છે. ૧૩૧ના સ્થાન પર ૧૩રના સાથે થઈ જાય છે જે ૧૧ થી ૧૫ સુધી પાંચ મંડલમાં સાથે ચાલે છે. ચંદ્ર મંડલની વચ્ચે સૂર્ય મંડલ સમવતાર – એક ચંદ્ર મંડલની વચ્ચે ૧૨ સૂર્ય મંડલ હોય છે અને ૧૩માં મંડલે સાથે થવાના હોય છે. આમ ૧૩–૧૩ મંડલ પછી સાથે થાય છે, માટે ૧૩–૧૩ ઉમેરવાથી આગલા ચંદ્રમંડલના અને સૂર્ય મંડલના સંગમ મંડલ આવે છે. આ ક્રમ પાંચ મંડલ સુધી ચાલે છે. પછી ૧૩ મું સૂર્ય મંડલ કંઈક પાછળ રહી જાય છે અને ૧૪મા સૂર્ય મંડલ સુધી છઠ્ઠ, સાતમું ચંદ્ર મંડલ પહોંચી શકતું નથી તેથી તેરમાથી આગળ અને ચૌદમાંથી પહેલા, વચમાં રહી જાય છે. આ ક્રમ ચંદ્રના દસમા મંડલ સુધી ચાલે છે. અગિયારમા મંડલમાં સૂર્યના એક મંડલનું અંતર પાર થઈ જવાથી ચૌદમા મંડલના અંતરમાં જઈને ચંદ્ર સૂર્યના મંડલ ફરી સીધમાં આવી જાય છે. અગિયારથી પંદરમાં મંડલ સુધી જતા દેશોન એક મંડલ જેટલું અંતર થઈને બન્નેના વિમાન સીધમાં આવી જાય છે. આમ ચંદ્રના ૧૫ મંડલમાં ૧૪ અંતર છે. પ્રત્યેકમાં ૧૩ સૂર્ય મંડલ અધિકનું અંતર છે. ૧૪ x ૧૩ ઊ ૧૮૨ થાય. એક મંડલ જેટલું અંતર અગિયારમાં વધી જાય છે. અતઃ ૧૮૩ સૂર્ય મંડલનું અંતર ચંદ્રના પહેલા મંડલથી ૧૫ મંડલની વચમાં પડે છે. કુલ ૧૮૪ સૂર્ય મંડલ છે તેના અંતર ૧૮૩ થાય છે. ચંદ્ર મંડલ અંતર:- પ્રત્યેક ચંદ્ર મંડલમાં ૩૫.૫, યોજનાનું અંતર હોય છે અને ૦.૯૨ યોજનનું વિમાન હોય છે. અતઃ અંતર અને | વિમાનને જોડીને ૧૪ અંતરોથી ગુણ્યા કરીને ૦.૯૨ ઉમેરતાં ૫૧૦ યોજના ક્ષેત્ર આવે છે. સૂર્ય મંડલ અંતર – પ્રત્યેક સૂર્ય મંડલનું અંતર બે યોજન છે અને ૦.૭૯ યોજનાનું વિમાન છે. આ બન્નેને જોડવાથી અને ૧૮૩ અંતરોથી ગુણા કરીને ૦.૭૯ જોડવાથી ૫૧૦ યોજન આવે છે. નક્ષત્ર મંડલ અંતર:- નક્ષત્ર મંડલોના અંતરનું એક સરખું ક્રમિક હિસાબ વાળું માપ નથી, પરંતુ સ્થિર સ્થાઈ હિસાબ વગરનું માપ x x તેના આઠ મંડલ છે જેમના સાત અંતર વિમાન સહિત આ પ્રમાણે છે– (૧) ૭૨.૮૪ (૨) ૧૦૯.૨૫ (૩) ૩૬.૦૮ (૪). ૩૬.૪૧ (૫) ૭૨.૪૧ (૬) ૩૬.૪૧ (૭) ૧૪૫.૬૭ આ સાતેયનો સરવાળો કરતાં ૫૧૦ યોજન થાય છે.
SR No.009130
Book TitleKathasar
Original Sutra AuthorN/A
AuthorJain Yuth Foram
PublisherJain Yuth Foram
Publication Year2013
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy