________________
jain
કથાસાર ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ તે જ ભવે મોક્ષે જશે. શિક્ષા – પ્રેરણા (૧) કોઈપણ તીવ્રતમ વેદના લાંબો સમય નથી ટકતી પરંતુ કયારેક પ્રગાઢ કર્મોનો નિકાચિત ઉદય હોય તો
અંજુશ્રી જેવું બને છે. અને તે ઉત્પન્ન વેદના મૃત્યુ સુધી ચાલે છે. | (૨) ઇન્દ્રિયના વિષય સુખોનો આનંદ જીવનને માટે મીઠા ઝેર સમાન છે.
મીઠે મીઠે કામભોગ મેં, ફસના મત દેવાનુપ્રિયા - બહુત બહુત કડવે ફલ પીછે, હોતે હૈ દેવાનુપ્રિયા. (સંસાર મોખિસ્સ વિપખભૂયા, ખાણી અણ–ાણહુ કામભોગા)
અર્થાત્ આ કામભોગ મોક્ષના વિરોધી એવં અનર્થોની ખાણ સમાન છે. (૩) તીવ્ર પાપ-કર્મોદય થતાં કોઈ શરણભૂત હોતું નથી. જીવનમાં ધર્મના સંસ્કાર ન હોય તો જીવ આવા દુઃખોથી દુઃખી થાય છે
અને આર્તધ્યાન એવં સંકલ્પ વિકલ્પોમાં મરી દુ:ખોની પરંપરા વધારે છે. (૪) પરંતુ જીવનમાં જો ધર્મ આત્મસાત્ કર્યો હોય તો આવી વિકટ પરિસ્થિતિમાં શાંતિથી કમને ભોગવી ભવિષ્યને કલ્યાણમય બનાવી શકાય છે. ધર્મ દુઃખમાં પણ સુખી બનાવે છે. સંકટ સમયે પ્રસન્ન ચિત્ત રાખવાનું ધર્મ શીખવાડે છે. કહ્યું છે કે –
સંકટો ભલેને આવે સ્વાગત કરી લે – સાધક તું હૈયે તારે સમતા ધરી લે... (૫) ધર્મ દ્વારા અનંત આત્મશકિત અને ઉત્સાહ જાગૃત થાય છે. આવી વ્યકિત ગજસુકુમાર, અર્જુન માળીની જેમ શાંતિપૂર્વક
કરજને ચૂકવી મોક્ષ પ્રાપ્ત કરે છે. (૬) આ દુઃખ વિપાક સૂત્રમાં હિંસક, દૂર, ભોગાસકત, સ્વાર્થધ, માંસાહારી અને શરાબી જીવોના જીવનનું ચિત્રણ કર્યું છે. તેમના
કૃત્યોના કટુ પરિણામો બતાવ્યા છે. શુદ્ધ, સાત્વિક, વ્યસનમુકત અને પાપમુકત જીવન જીવવાની પ્રેરણા આપવામાં આવી છે
દ્વિતીય શ્રતસ્કંધ – સુખવિપાક પ્રથમ અધ્યયન – સુબાહકુમાર હતિશીર્ષ નામના નગરમાં અદીનશત્રુ રાજાની ધારિણી પ્રમુખ ૧૦૦૦ રાણીઓ હતી. ધારિણીનો સુબાહુકુમાર નામનો પુત્ર હતો. તેણે પુરુષોની ૭૨ કળાઓનું જ્ઞાન મેળવ્યું હતું. યૌવન વય પ્રાપ્ત થતાં માતા-પિતાએ ૫૦૦ શ્રેષ્ઠ રાજકન્યાઓ સાથે એક જ દિવસમાં વિવાહ કરાવ્યો. પ્રીતિદાનમાં ૫૦૧ ભવ્ય મહેલ આપ્યા. ત્યાં સુબાહુ ઉત્તમ ભોગ ભોગવતો રહેવા લાગ્યો. કોઈ સમયે વિચરતાં વિચરતાં ભગવાન મહાવીર હતિશીર્ષ નગરમાં પધાર્યા. પરિષદ તેમજ જિત શત્રુ રાજા તથા સુબાહુકુમાર આદિ દેશના સાંભળવા ઉપસ્થિત થયા. ધર્મોપદેશ સાંભળી રાજા અને ગ્રામવાસીઓ પાછા વળ્યા. સુબાહુકુમારે ભગવાનને વંદન–નમસ્કાર કરી કહ્યું – હે ભંતે! હું નિગ્રંથ પ્રવચન – વીતરાગ ધર્મની, શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ કરું છું આપના ચરણોમાં જે રાજા, રાજકુમાર, રાજકર્મચારી, શેઠ, સેનાપતિ અણગાર બને છે તેમને ધન્ય છે. હું તેમની જેમ સંયમ ગ્રહણ નથી કરી શકતો પરંતુ ગૃહસ્થ જીવનમાં રહેતાં શ્રાવકના બાર વ્રત સ્વીકાર કરું છું. ત્યાર પછી પોતાની યોગ્યતા અનુસાર વ્રત ધારણ કર્યા. મહિનામાં આઠમ, ચૌદસ, પૂનમ અને અમાવસ્યાના દિને પૌષધ કરી આત્મ જાગરણ કરવા લાગ્યા. સુબાહુકુમારના વૈભવ એવં સૌમ્યતાથી ગૌતમ સ્વામી આકર્ષાયા. તેમણે ભગવાનને પૂછયું કે – સુબાહુકુમાર ઈષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, સૌમ્ય અને સૌભાગ્યશાળી લાગે છે, સાધુજનોને પણ પ્રિય આનંદકારી અને મનોહર લાગે છે તો પૂર્વભવમાં શું કર્યું હતું? કેવું દાન આપ્યું હતું? કયા ગુણ ઉપલબ્ધ કર્યા હતા? કોની પાસે ધર્મશ્રવણ કરી તેનું અનુપાલન કર્યું હતું? ભગવાને પૂર્વભવ કહ્યો – હસ્તિનાપુર નગરમાં સુમુખ ગાથાપતિ (શેઠ) રહેતો હતો. જે ધનાઢય હતો. ધર્મઘોષ સ્થવિર વિચરણ કરતાં ત્યાં પધાર્યા. સુદત્ત નામના અણગાર માસખમણના પારણાને માટે ગુરુની આજ્ઞા લઈ નગરમાં પધાર્યા. ભિક્ષાર્થે ભ્રમણ કરતાં સુમુખ ગાથાપતિના ઘરે આવ્યા. સુમુખ મુનિને જોતાં જ હર્ષિત થયો. આસન ઉપરથી ઉઠી, પગમાંથી પાદુકાઓ કાઢી, મુખે ઉત્તરાસન રાખી, સાત-આઠ પગ સામે જઈ, હાથ જોડી ત્રણ આવર્તન આપી વંદન-નમસ્કાર કર્યો. મુનિરાજને ભોજનગૃહમાં લાવ્યા. 'આજે હું મુનિરાજને પર્યાપ્ત આહાર દાન આપીશ.' આવો સંકલ્પ કરી દેતી વખતે પણ ખૂબ હર્ષિત થતો અને દીધા પછી પણ ખૂબ આનંદિત થતો, પોતાને કૃતકૃત્ય માનતો હર્ષવિભોર બન્યો. આ પ્રમાણે (૧) સૈકાલિક ભાવ વિશુદ્ધિ (૨) તપસ્વી ભાવિતાત્માનો સંયોગ (૩) ઘરમાંજ સહજ નિપ્પન નિર્દોષ પ્રાસુક આહારનું દાન દેવાથી સુમુખ શેઠે સંસાર ભ્રમણ મર્યાદિત કર્યું. અર્થાત્ સમ્યમ્ દર્શનની પ્રાપ્તિ થઈ. તેના ઘરમાં પાંચ દિવ્ય પ્રગટ થયા. (૧) સુવર્ણ વૃષ્ટિ (૨) પુષ્પ વૃષ્ટિ (૩) ધ્વજા (૪) દેવદુંદુભિ (૫) 'અહો દાન – મહાદાનની આકાશમાં દિવ્યવાણી. આ વાત આખા નગરમાં ફેલાઈ ગઈ. સર્વત્ર સમખ ગાથાપતિ થવા લાગ્યો. સુમુખે યથાસમયે મનુષ્ય આયુનો બંધ કર્યો અને ત્યાંથી અનેક વર્ષોનું આયુષ્ય પૂર્ણ કરી સુબાહુકુમારના રૂપે જન્મ લીધો છે. સુપાત્રદાનના સર્વાંગસુંદર સંયોગથી આ પ્રકારની ઋદ્ધિ સંપદાને પ્રાપ્ત કરી છે. જેથી જોતાં જ બધાને પ્રિયકર થઈ રહે છે. આ વર્ણન સાંભળી ગૌતમ સ્વામીએ ફરી પ્રશ્ન પૂછયો – ભંતે! સુબાહુકુમાર ગૃહ ત્યાગ કરી આપની પાસે અણગાર બનશે? ભગવાને કહ્યું ' કેટલોક સમય શ્રાવક વ્રતનું પાલન કરશે. ત્યારબાદ સંયમ ગ્રહણ કરશે. યથાસમયે ભગવાને ત્યાંથી વિહાર કર્યો. શ્રમણોપાસકના શ્રેષ્ઠ
શ્રેષ્ઠ ગણો યકત સબાહ કમાર જે સમયે પૌષધ કરી ધર્મ જાગરણ કરી રહ્યા હતા તે સમયે એવો મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે તે ક્ષેત્રને ધન્ય છે જ્યાં ભગવાન વિચારી રહ્યા છે, તે ભવ્ય જીવને ધન્ય છે જે ભગવાનની પાસે સંયમ અથવા શ્રાવક વ્રત સ્વીકાર કરી રહ્યા છે. જો ભગવાન વિહાર કરતાં અહીં પધારે તો હું પણ અવશ્ય સંયમ ગ્રહણ કરીશ. સુબાહુકુમારના મનોગત ભાવોને જાણી ભગવાન વિચરણ કરતાં આ હસ્તીશીર્ષ નગરમાં પધાર્યા. માતા-પિતાની આજ્ઞા લઈ સુબાહુ દીક્ષિત થયા. અગિયાર અંગ કંઠસ્થ કર્યા. વિવિધ તપશ્ચર્યા કરી અને અંતે એક મહિનાની સંલેખના કરી કાળધર્મ પામ્યા. સબાહ અણગાર ક્રમશઃ સાત મનુષ્યના ભવોમાં સંયમની આરાધના કરશે અને વચ્ચે પહેલા, ત્રીજા, પાંચમા, સાતમા, નવમા, અગિયારમા દેવલોક એવં સર્વાર્થસિદ્ધ વિમાન, આમ સાત દેવના ભવ કરશે. ત્યાર પછી ચૌદમા એટલે કે ૨