________________
આગમ-કથાઓ (૩) કષાયોથી રહિત અને અહિંસાનું પૂર્ણપણે પાલન થાય તેવી ભાષા બોલવી જોઈએ. ક્રોધ, માન, માયા, લોભયુક્ત ભાષા; હાસ્ય, ભય, વાચાલતા અને વિકથા પ્રેરિત ભાષા; કઠોર, કર્કશ, છેદકારી, ભેદકારી, મર્મકારી, સાવધ, નિશ્ચયકારી, અસત્ય અને મિશ્રભાષા ન બોલવી પરંતુ વારંવાર વિચારીને હિતકારી,પ્રિયકારી,સત્ય અને વ્યવહાર ભાષા બોલવી જોઈએ; આ ભાષા સમિતિ છે (૪) આહારાદિની નિષ્પત્તિમાં સાધુનું નિમિત્ત હોય એવા ઉદ્ગમ સંબંધી દોષયુક્ત આહારાદિ ન લેવા, આહારાદિની પ્રાપ્તિ માટે કોઈ સંસારીવૃત્તિ કે પ્રવૃતિ અથવા દીનવૃત્તિ ન કરવી, આહારાદિ ગ્રહણ કરતી વખતે પણ કિંચિત જીવ વિરાધના ન થાય તેવું લક્ષ્ય રાખવું,પરિભોગેષણાના પાંચ મુખ્ય અતિચાર તથા અન્ય અનેક દોષોનો પરિત્યાગ કરી આહારાદિ વાપરવા; આ એષણા સમિતિ છે (૫) આવશ્યક ઉપધિ અને પરિસ્થિતિક ઉપધિ-વસ્ત્ર, પાત્ર, રજોહરણ, પુસ્તક, દંડ આદિ ઉપરથી ન પડે તેમ ભુમિને અડાડીને પછી મૂકવા; મૂકતાં પહેલાં તે ભૂમિનું પ્રતિલેખન કરવું; આ રીતે કોઈપણ વસ્તુ ગ્રહણ કરતાં કે મૂકતાં ઉપયોગ રાખવો તે આયાણ ભંડમત્ત નિષ્ણવણા સમિતિ છે. (૬) મળમૂત્ર આદિ પરઠવાના પદાર્થોને યતના પૂર્વક પરઠવા. જીવરહિત અચેત સ્થાને પરઠવા. કોઈને પીડાકારી ન થાય તેવો વિવેક રાખવો તે પરિઠાવણિયા સમિતિ છે. (૭) સંયમ જીવનના અને શરીરના આવશ્યક કાર્યોને યત્નાથી કરવા; તેનું નામ સમિતિ છે તથા મન,વચન અને કાયાની અશુભ પ્રવૃતિઓ ઉત્તરોત્તર સીમિત કરવી; તેને ગુપ્તિ કહેવાય.
અધ્યયનમાં છેલ્લે દર્શાવ્યું છે કે સંપુર્ણ અશુભ પ્રવૃત્તિઓની નિવૃત્તિ તે ગુપ્તિ છે. આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું સમ્યફ આરાધન કરનારા પંડિત પુરુષ સંસાર સાગરને શીઘ્રતાથી તરી મોક્ષગતિને પ્રાપ્ત કરે છે.
પચીસમું અધ્યયનઃ જયઘોષ—વિજયઘોષ પ્રાસંગિક - જયઘોષ અને વિજયઘોષ બે ભાઈ હતા. જયઘોષ દીક્ષા ગ્રહણ કર્યા બાદ એક વખત ભિક્ષા અર્થે પોતાના સંસારી ભાઈ | વિજયઘોષ બ્રાહ્મણની યજ્ઞ- શાળામાં આવ્યા. ત્યાં બન્ને ભાઈઓ વચ્ચે વાર્તાલાપ થયો. છેલ્લે વિજયઘોષે પણ સંયમ ગ્રહણ કર્યો.
સંયમ અને તપ દ્વારા કર્મક્ષય કરી બન્ને ભાઈ મોક્ષગામી થયા, સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરી. (૧) યજ્ઞના નિયમ અનુસાર જે વેદજ્ઞ યજ્ઞાર્થી તથા જ્યોતિષશ અને બ્રાહ્મણધર્મના પારગામી હોય, સ્વ-પર ઉદ્ધાર કરવામાં સમર્થ હોય; તેને તે યજ્ઞનો આહાર આપી શકાય છે, અન્યને નહીં. (જવાબમાં મુનિએ યજ્ઞનો અર્થ સમજાવ્યો.) (૨) તપ અને ધ્યાનરૂપી અગ્નિમાં કર્મોની આહુતિ આપવી, એજ સાચો અગ્નિહોત્ર છે; એવો ભાવયજ્ઞ કરનાર યજ્ઞાર્થી જ વેદમાં એટલે આત્મજ્ઞાનમાં પ્રમુખ કહેવાય છે. જેમ જ્યોતિષ મંડળમાં ચન્દ્ર શ્રેષ્ઠ છે તેમ ધર્મમાં તીર્થંકર પ્રભુ શ્રેષ્ઠ છે. (૩) જે સાધક કોઈપણ વ્યક્તિમાં સ્નેહ કે આસક્તિ નથી રાખતો પરંતુ સંયમમાં (જિનાજ્ઞામાં) રમણ કરે છે; નિર્મલ હૃદયી થઈ રાગ-દ્વેષ અને ભયથી દૂર રહે છે; કષાયો અને શરીરને કૃશ કરે છે; હિંસા, જૂઠ, અદત્ત અને કુશીલનો સર્વથા ત્યાગ કરે છે; કમળની સમાન ભોગોથી અલિપ્ત રહે છે; તે બ્રાહ્મણ છે. (૪) જે અલોલુપી નિર્દોષ ભિક્ષાજીવી, અકિંચન (સંયમ ઉપકરણ સિવાય કંઈ જ રાખતા નથી) અને ગૃહસ્થોનો પરિચય તથા આસક્તિ રહિત છે; તે બ્રાહ્મણ છે. (૫) વેદ પશુવધનું વિધાન કરનારા છે; યજ્ઞ હિંસાકારી પાપ કૃત્યો યુક્ત સ્પષ્ટ દેખાય છે, તેથી તે દુર્ગતિમાં જતાં દુરશીલ પ્રાણીઓની રક્ષા કરી શકતા નથી. (૬) કેવલ માથું મૂંડાવવાથી શ્રમણ નથી થવાતું, “” નો જાપ કરવા માત્રથી બ્રાહ્મણ નથી કહેવાતા, પરંતુ સમભાવ ધારણ કરવાથી શ્રમણ અને બ્રહ્મચર્ય પાલન કરવાથી બ્રાહ્મણ કહેવાય છે. તેમજ જ્ઞાન અધ્યયન કરવાથી મુનિ અને તપશ્ચર્યા કરવાથી તપસ્વી થવાય
દિવાલ ઉપર ભીની માટીનો ગોળો ફેંકવામાં આવે તો ચીટકી જાય છે અને સુકી માટીના ગોળાને ફેંકવાથી તે દિવાલને ચોંટતો નથી. તે જ પ્રકારે વિષય લાલસાયુક્ત જીવો સંસારમાં વળગ્યા રહે છે, સંસારમાં ફસાઈ જાય છે. અને વિરકત અનાસક્ત જીવો સંસારથી મુક્ત બની જાય છે.
છવીસમું અધ્યયન સમાચારી (૧) ભિક્ષુએ ઉપાશ્રયની બહાર જતી વખતે “આવસ્સહિ’ શબ્દનું ઉચ્ચારણ કરવું જોઈએ. જેનો અર્થ થાય છે કે હું સંયમના આવશ્યક પ્રયોજનથી જ બહાર જઉ છું.(૨) ઉપાશ્રયમાં પ્રવેશ કરતી વખતે “નિસ્સહિ” શબ્દનું ઉચ્ચારણ કરવું અર્થાત્ હું મારા કાર્યથી નિવૃત્ત થઈને આવી ગયો છું.(૩-૪) પોતાનું કે અન્યનું દરેક કાર્ય ગુરુની આજ્ઞા લઈને જ કરવું જોઈએ. (૫) આહારાદિની પ્રાપ્તિ થયા બાદ અન્યને નિમંત્રણ આપવું. (૬) જ્ઞાનાદિ ગ્રહણ કરતી વખતે પણ ગુર્નાદિને એ પ્રમાણે કહેવું કે આપની ઈચ્છા હોય તો મને શાસ્ત્રજ્ઞાન આપો.(૭) ભૂલ થઈ હોય, તેનું જ્ઞાન થવા પર “
મિચ્છામિ દુક્કડ' બોલવું. (૮) ગુરુના વચનોને સાંભળ્યા બાદ “ તહત્તિ' શબ્દનું ઉચ્ચારણ કરવું અને તેનો સ્વીકાર કરવો.(૯) ગુરુની સેવાને માટે સદાય તત્પર રહેવું. (૧૦) શ્રુત અધ્યયન અર્થે કોઈપણ આચાર્ય આદિની સમીપે રહી અધ્યયન કરવું; આ દસવિધ સમાચારી કહી છે.(૧૧) ભિક્ષુએ રાત્રિના ચતુર્થ પ્રહરમાં સ્વાધ્યાય કરવો જોઈએ. જ્યારે દિશા લાલ થાય ત્યારે પ્રતિક્રમણ કરવું જોઈએ. સૂર્યોદય થયા બાદ પ્રતિલેખન કરી ગુરુની આજ્ઞા લઈ, અન્ય કોઈ સેવા કાર્ય ન હોય તો પ્રથમ પ્રહર સુધી સ્વાધ્યાય કરવો. પ્રથમ પ્રહરના અંતમાં પાત્ર પ્રતિલેખન કરવું. બીજા પ્રહરમાં ધ્યાન અર્થાત્ અનુપ્રેક્ષા કરવી. ત્રીજા પ્રહરમાં ભિક્ષાદિ શારીરિક આવશ્યક કર્તવ્યોથી નિવૃત્ત થવું. ચતુર્થ પ્રહરમાં પાત્ર પ્રતિલેખન કરી તેને બાંધી મૂકી દેવા અને અન્ય ઉપકરણોની પ્રતિલેખના કરી સ્વાધ્યાયમાં લીન થવું.