________________
jain
કથાસાર ચોથા પ્રહરના અંતમાં રાત્રિને માટે શયનભૂમિનું અને મળ-મૂત્ર પરઠવાની ભુમિનું પ્રતિલેખન કરવું. સૂર્યાસ્તથી માંડી લાલ દિશા રહે તે સમય દરમ્યાન પ્રતિક્રમણ કરવું. પ્રતિક્રમણ સમાપ્ત થતાં દિશાવલોકન કરી સ્વાધ્યાયનો સમય થતાં પ્રથમ પ્રહર સુધી સ્વાધ્યાય કરવો. દ્વિતીય પ્રહરના પ્રારંભમાં ધ્યાન કર્યા બાદ વિધિપૂર્વક શયન કરવું. તૃતીય પ્રહરના અંતમાં નિદ્રા અને શયનથી નિવૃત્ત થઈ; ધ્યાન આદિ કરી સ્વસ્થ થઈ જવું. ફરી ચતુર્થ પ્રહરમાં સ્વાધ્યાય કરવો. આ ભિક્ષુની સંક્ષિપ્ત દિનચર્ચા કહી છે. (૧૨) પ્રતિલેખના મુહપત્તીથી પ્રારંભ કરી અંત સુધી યતનાથી એવં વિધિપૂર્વક કરવી જોઈએ. (૧૩) ૧. ભૂખને શાંત કરવા માટે ૨. વૈયાવચ્ચ કરવા માટે ૩. નેત્ર જ્યોતિ અને ગમનાગમનની શક્તિ માટે ૪. સંયમ વિધિઓનું પાલન થાય માટે ૫. જીવન નિર્વાહ માટે દ. ધર્મચિંતન, અધ્યયન કે સ્વાધ્યાય ધ્યાન આદિને માટે ભિક્ષુ આહાર કરે. (૧૦) ૧. રોગાતંક થવાથી સાધુએ આહાર છોડી દેવો જોઈએ. ૨. ઉપસર્ગ ઉપસ્થિત થવાથી ૩. બ્રહ્મચર્યની સમાધિ જાળવવા માટે ૪. ત્ર-સ્થાવર જીવોની રક્ષા માટે અર્થાત્ વર્ષા, વાવાઝોડું, ધુમ્મસના કારણે અને વિકસેન્દ્રિય પ્રાણીઓની અત્યધિક ઉત્પત્તિ થવાથી (ગોચરીએ જતાં વિરાધના થવાથી) ૫. કર્મ નિર્જરાર્થે તપશ્ચર્યા કરવા માટે અને ૬. મૃત્યુ સમય નજીક જાણી સંથારો કરવા માટે, આ છે કારણે મુનિઓએ આહારનો ત્યાગ કરવો જોઈએ.
સત્તાવીસમું અધ્યયન ગર્ગાચાર્ય પ્રાસંગિક - સ્થિવર ગર્ગાચાર્યના અશુભ કર્મોદયે બધા શિષ્ય તેમને માટે અસમાધિ ઉત્પન્ન કરાવનારા થયા. તેમની આજ્ઞા પાલન અને ચિત્ત આરાધના કરવામાં એક પણ શિષ્ય સફળ ન થયો. તેથી નિરાશ થઈ ગર્ગાચાર્ય શિષ્યોને ત્યજી એકલા રહીને સંયમની આરાધના કરવા લાગ્યા અને પરમ શાંતિનો અનુભવ કરતાં સંયમ–તપની આરાધના કરી કલ્યાણ સાધ્યું.
ગળીયો બળદ (માલિકની આજ્ઞ અનુસાર ન ચાલનાર) અને ગાડીવાન બંને પરસ્પર દુઃખી થાય છે. તે જ રીતે અવિનીત | શિષ્ય અને ગુરુ બંને દુઃખી થાય છે. તેના માયા, જૂઠ, કલહ આદિ પ્રવૃત્તિઓથી સંયમનો નાશ થાય છે. તેથી અશુભ કર્મ અથવા
અનાદેય નામકર્મનો તીવ્ર(જોરદાર) ઉદય જાણી એવા સમયમાં યોગ્ય અવસર જાણી એકાકી વિહાર કરી આત્મ કલ્યાણ કરવું જ હિતકર થાય છે.
- અવિનીત સાધુ કોઈ ઘમંડી હોય છે, કોઈ દીર્ઘ ક્રોધી હોય છે, કોઈ ભિક્ષાદિ પ્રવૃત્તિમાં આળસુ હોય છે; તો કોઈ વડીલોની શિક્ષા–પ્રેરણા સાંભળવા જ નથી ઈચ્છતા, બલ્ક કુતર્ક કરી સદા પ્રતિકૂળ વર્તન કરે છે. મોક્ષાર્થી મુનિએ આવા કુલક્ષણવાળા સાથીઓનો પણ ત્યાગ કરવો જોઈએ.
અઠ્ઠાવીસમું અધ્યયન મોક્ષમાર્ગ (૧) સભ્ય જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ રૂપ ધર્મ એ જ મોક્ષમાર્ગ છે; મોક્ષ પ્રાપ્તિનો રાજમાર્ગ છે. (૨) જીવાદિ નવપદાર્થ અને છ દ્રવ્યોને જાણી સર્વજ્ઞના કથન અનુસાર શ્રદ્ધા કરવી; એ જ સમ્યગજ્ઞાન અને સમ્યગૂ દર્શન છે. (૩) જિનવાણી દ્વારા દેશ વિરતિ કે સર્વવિરતિનું જ સ્વરૂપ પ્રરૂપિત છે, તેને સારી રીતે સમજી શુદ્ધરૂપે પાલન કરવું, તે સમ્પર્ક ચારિત્ર છે. (૪) ઉપવાસ આદિ બાહ્યતા અને સ્વાધ્યાય આદિ આવ્યંતર તપમાં યથાશક્તિ વૃદ્ધિ કરતા રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. શરીરના મમત્વને દૂર કરી કર્મક્ષય કરવામાં સંપૂર્ણ આત્મશક્તિને કાર્યાન્વિત કરવી. દેહ પાતયામિ કાર્ય સાધયામિ અથવા દેહ દુઃખ મહાફલ ના સિદ્ધાંતને આત્મસાત કરી તપ આરાધના કરવી. ધ્યાન પછી અંતિમ તપ “બુત્સર્ગ' છે એમાં મન, વચન, કાયા; કષાય, ગણ– સમૂહ, શરીર તથા આહારનું વ્યુત્સર્જન(ત્યાગ) કરવામાં આવે છે. (૫) જ્ઞાનથી તત્ત્વોને, આશ્રવ-સંવર આદિને જાણવું. દર્શનથી તેના વિષયમાં યથાવત્ શ્રદ્ધા કરવી; ચારિત્રથી નવા કર્મબંધને રોકવા અને તપથી પૂર્વકર્મોનો ક્ષય કરવો; આ પ્રકારે ચારેયના સુમેળપુર્વક મોક્ષની પરિપૂર્ણ સાધના થાય છે. કોઈપણ એકના અભાવમાં સાધનાની સફળતાનો સંભવ નથી. માટે કર્મક્ષયરૂપ મુક્તિ અર્થે મહર્ષિ ચતુર્વિધ મોક્ષમાર્ગમાં પરાક્રમ કરે છે.
ઓગણત્રીસમું અધ્યયન : સમ્યક્ પરાક્રમ (૧) વૈરાગ્ય ભાવોની વૃદ્ધિ કરીને સંસારથી ઉદાસીન બનવાથી– ૧. ઉત્તમ ધર્મ શ્રદ્ધાની પ્રાપ્તિ થાય છે. ૨. તેથી પુન વૈરાગ્ય વૃદ્ધિ થાય છે ૩. તીવ્ર કષાય ભાવોની સમાપ્તિ થાય છે ૪. નવા કર્મબંધની અલ્પતા થાય છે પ. સમ્યકત્વની ઉત્કૃષ્ટ આરાધના કરવાવાળા કોઈ જીવ તે જ ભવમાં તો કોઈ જીવ ત્રીજા ભવમાં મોક્ષ પ્રાપ્ત કરે છે. (૨) નિવૃત્તિની વૃદ્ધિ અને ત્યાગ વ્રતની વૃદ્ધિ કરવાથી–૧. પદાર્થો પ્રત્યે અનાસક્ત ભાવ પેદા થાય છે. ૨. ઇન્દ્રિયના વિષયોમાં વિરક્ત ભાવ થાય છે.૩. હિંસાદિ પ્રવૃતિઓનો ત્યાગ થાય છે. ૪. સંસારનો અંત અને મોક્ષની ઉપલબ્ધિ થાય છે. | (૩) ધર્મ ઉપર શ્રદ્ધા રાખવાથી– ૧. સુખ-સુવિધા પ્રત્યેનો લગાવ ઓછો થઈ જાય છે. ૨. સંયમનો સ્વીકાર કરવામાં આવે છે. ૩. શારીરિક-માનસિક દુઃખોનો વિચ્છેદ થઈ જાય છે અને ૪. બાધા રહિત સુખની પ્રાપ્તિ થાય છે. (૪) ગુરૂ અને સહવર્તી સાધુઓની સેવા કરવાથી–૧. કર્તવ્યનું પાલન થાય છે. ૨. આશાતનાઓથી બચાય છે. ૩. આશાતના ન થવાથી દુર્ગતિનો નિરોધ થાય છે. ૪. તેમના ગુણ, ભક્તિ–બહુમાન કરવાથી સદ્ગતિની પ્રાપ્તિ થાય છે. ૫. વિનયાદિ અનેક ગુણોની ઉપલબ્ધિ થાય છે. ૬. અન્ય જીવોને વિનય સેવાનો આદર્શ ઉપલબ્ધ થાય છે. (૫) પોતાના દોષોની આલોચના કરવાથી–મોક્ષમાર્ગમાં વિઘ્ન કરવાવાળા અને અનંત સંસારની વૃદ્ધિ કરવાવાળા માયા, નિદાન અને મિથ્યાત્વરૂપ ત્રણ શલ્યોનો નાશ થાય છે. સરલ ભાવો પ્રાપ્ત થાય છે.