________________
આગમ-કથાઓ
92
(૬) આત્મનિંદા કરવાથી૧. પશ્ચાત્તાપ થઈને વિરક્તિ ભાવોની વૃદ્ધિ થાય છે. ૨. તેનાથી ગુણસ્થાનોની ક્રમશઃ વૃદ્ધિ થઈ મોહનીય કર્મનો ક્ષય થાય છે.
(૭) બીજાની સમક્ષ પોતાની ભૂલ પ્રગટ કરવાથી જીવ પોતાના અનાદર, અસત્કાર જન્ય કર્મોની ઉદ્દીરણા કરે છે અને ક્રમશઃ ઘાતી કર્મોનો ક્ષય થાય છે. (૮) સામાયિક કરવાથી—પાપ પ્રવૃત્તિઓ છૂટી જાય છે.
(૯) ચોવીસ તીર્થંકરોની સ્તુતિ કરવાથી—સમ્યક્ત્વની વિશુદ્ધિ થાય છે.
ટિપ્પણ :– અહીં કોઈ-કોઈ ભાષાવિદ્ ‘સમ્યક્–પરાક્રમ' માટેના આ પ્રશ્નોત્તરોને સમ્યકત્વ પરાક્રમ કહી દે છે અને લખી દે છે. તેઓને એ ખાસ સમજવાનું છે કે ‘પરાક્રમ’ એ સમ્યક્ અને અસમ્યક એમ બે પ્રકારનો થઈ શકે તેમાંથી પ્રસ્તુત સમ્યક્ પરાક્રમના બોલોનું ફળ બતાવવામાં આવ્યું છે. પ્રાકૃત શાસ્ત્રમાં સમ્મત્ત શબ્દ અનેક અર્થમાં પ્રયુક્ત થાય છે. માટે પ્રસંગાનુકૂલ અને તર્કસંગત અર્થ કરવો યોગ્ય બને છે.
(૧૦) વંદના કરવાથી−૧. નીચ ગોત્રનો ક્ષય અને ઉચ્ચ ગોત્ર કર્મનું ઉપાર્જન થાય છે. ૨. તેની આજ્ઞાને લોકો શિરોધાર્ય કરે તેવું સૌભાગ્ય અને લોકચાહનાને પ્રાપ્ત કરે છે.
(૧૧) પ્રતિક્રમણ કરવાથી−૧. લીધેલા વ્રત પ્રત્યાખ્યાનોની શુદ્ધિ થાય છે. ૨. જેનાથી ચારિત્ર શુદ્ધ થાય છે. ૩. સમિતિ-ગુપ્તિ રૂપ અષ્ટ પ્રવચન માતામાં જાગૃતિ રહે છે. ૪. ભાવયુક્ત પ્રતિક્રમણ કરવાથી સંયમમાં વૃદ્ધિ થાય છે. ૫. માનસિક નિર્મળતાની ઉપલબ્ધિ
થાય છે.
(૧૨) કાયોત્સર્ગ કરવાથી અર્થાત્ મન–વચન તથા શરીરને પૂર્ણતઃ વ્યુત્સર્જન કરવાથી−૧. સાધક કર્મના બોજથી હલકો બને છે. ૨. પ્રશસ્ત ધ્યાનમાં લીન થઈ ઉતરોત્તર સુખ પૂર્વક વિચરણ કરે છે. (૧૩) પ્રત્યાખ્યાન કરવાથી—આશ્રવોનો નિરોધ થાય છે, જેથી કર્મબંધ ઓછા થાય છે.
(૧૪) સિદ્ધ સ્તુતિ કરવાથી અર્થાત્ નમોત્કૃણનો પાઠ કરવાથી−૧. જ્ઞાન, દર્શન, ચારિત્ર સંબંધી વિશિષ્ટ બોધિની પ્રાપ્તિ થાય છે. ૨. અને વિશિષ્ટ જ્ઞાન સંપન્ન જીવ આરાધના કરવા યોગ્ય બને છે.
(૧૫) પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવાથી−૧.ચારિત્ર નિરતિચાર બને છે. ૨. પાપાચરણોનું સંશોધન થાય છે. ૩. સમ્યગ્ જ્ઞાનની ઉપલબ્ધિ અને ચારિત્રની સમ્યક્ પ્રકારે આરાધના થાય છે.
(૧૬) કાળપ્રતિલેખન એટલે અસ્વાઘ્યાયના કારણોની યોગ્ય જાણકારી મેળવવાથી– જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષય થાય છે.
(૧૭) ક્ષમાયાચના કરવાથી૧. ચિત્ત પ્રસન્ન થાય ૨. બધા જીવો પ્રત્યે મૈત્રી ભાવના પ્રગટે ૩. મનની નિર્મળતા થવાથી તે સર્વત્ર નિર્ભય બની જાય છે. (૧૮) સ્વાધ્યાય કરવાથી—જ્ઞાનાવરણીય કર્મની નિર્જરા થાય છે.
(૧૯) વાચનાથી—આચાર્યાદિ પાસેથી મૂળ પાઠ અને અર્થની વાચના લેવાથી ૧. સર્વતોમુખી(ગાઢા,મોટા,ચિકણા)કર્મોનો ક્ષય થાય છે. ૨. વાચના લેવાથી શ્વેત પ્રત્યે ભક્તિ ભાવની વૃદ્ધિ થાય છે અને સમ્યક્ શાસ્ત્ર વાચના લઈ બહુશ્રુત થવાથી શ્રુતના ઉપેક્ષા દોષ અને આશાતના દોષથી બચી જાય છે. ૩. તે સદા શ્રુતાનુસાર નિર્ણય કરનાર થાય છે તથા ૪. તે જિન શાસનના અવલંબન ભૂત બને છે. ૫. જેનાથી મહાન નિર્જરાનો લાભ અને મુક્તિનો લાભ થાય છે.
(૨૦) સૂત્રાર્થના વિષયમાં પ્રશ્ન પૂછી સમાધાન પ્રાપ્ત કરવાથી−૧. સૂત્રાર્થ જ્ઞાનની વિશુદ્ધિ થાય છે. ૨. સંશયોનું નિરાકરણ થાય છે; જેથી મિથ્યાત્વ મોહનીય કર્મનો ક્ષય થાય છે.
(૨૧) સૂત્રોનું પરાવર્તન કરવાથી−૧. સ્મૃતિની પુષ્ટિ થાય છે. ૨. ભૂલાયેલું જ્ઞાન તાજું થાય છે. ૩. પદાનુસારિણી બુદ્ધિનો વિકાસ થાય છે અર્થાત્ એક પદના ઉચ્ચારણથી આગળના પદ સ્વતઃ યાદ આવી જાય છે.
(૨૨) સૂત્રોના તત્વોની મનમાં વિચારણા ચિંતવના કરવાથી−૧. કર્મ શિથિલ બને છે, તેની સ્થિતિ ઘટે છે, ઓછા થાય છે, મંદ થાય છે. ૨. કર્મબંધથી અને સંસારથી શીઘ્ર મુક્તિ થાય છે.
(૨૩) ધર્મોપદેશ દેવાથી— ૧. સાધક પોતાના કર્મોની મહા નિર્જરા કરે છે, ૨. જિન શાસનની પણ ઘણી પ્રભાવના કરે છે, અને તે ૩. આગામી ભવોમાં મહાભાગ્યશાળી થવાના કર્મોનું ઉપાર્જન કરે છે.
(૨૪) શ્રુતની સમ્યક આરાધના કરવાથી – ૧. અજ્ઞાનનો નાશ થઈ જાય છે. ૨. તે જ્ઞાની ક્યાંય પણ સંક્લેશ – ચિત્તની અસમાધિને પામતા નથી. (૨૫) મનને એકાગ્ર કરવાથી – ચિત્તની ચંચળતા સમાપ્ત થાય છે.
=
(૨૬)સંયમ લેવાથી – મુખ્ય આશ્રવ એટલે કર્મ આવવાના રસ્તા બંધ થઈ જાય છે અર્થાત્ હિંસા વગેરે મોટા–મોટા પાપોનો લગભગ પૂર્ણપણે ત્યાગ થઈ જાય છે. (૨૭)વિવિધ (૧૨ પ્રકારની) તપસ્યા કરવાથી – પૂર્વબદ્ધ કર્મ આત્માથી અલગ થઈ જાય છે. (૨૮) અલ્પકર્મી થઈ જવાથી – તે ક્રમશઃ યોગ નિરોધ અવસ્થાને પ્રાપ્ત કરે છે. પછી ઝડપથી મુક્ત થઈ જાય છે.
(૨૯) શાંતિપૂર્વક અર્થાત્ ઉતાવળ, ઉદ્વેગ વિના મન, વચન અને કાયાની પ્રવૃત્તિ કરવાથી અથવા સુખની અપેક્ષાથી રહિત થઈ જવાથી – ૧. જીવ ઉત્સુકતા રહિત અને શાંતિપ્રિય સ્વભાવ તેમજ વ્યવહાર વાળો બને છે. ૨. શાંતિ પૂર્વક પ્રવૃત્તિ કરનારા જ વાસ્તવમાં પ્રાણીઓની પૂર્ણ અનુકંપા રાખી શકે છે. એવો તે અનુકંપા પાલક સાધક, ઉત્સુકતા અને ઉતાવળી પ્રવૃત્તિઓ કરતો નથી. જેથી તે શોક મુક્ત રહે છે અને ૫. ચારિત્ર મોહનીય કર્મોનો વિશેષ રૂપે ક્ષય કરે છે.
(૩૦) મન અનાસક્ત થઈ જવાથી – ૧. પ્રાણી બાહ્ય સંસર્ગોથી અને તેનાથી ઉત્પન્ન થનારી પરિણતિઓથી મુક્ત થઈ જાય છે. ૨. એવો સાધક સદા એકત્વભાવમાં જ તલ્લીન બની તેમાં દત્તચિત્ત રહે છે. ૩. અને તે રાત દિવસ (પ્રતિક્ષણ) પ્રતિબંધોથી રહિત થઈને આત્મભાવોમાં રહે છે તેમજ અપ્રમત્ત ભાવોથી યુક્ત રહીને સદા અંતર્મુખી રહે છે.