SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ jain કથાસાર (૩૧) જનાકુલતાથી અને સ્ત્રી વગેરેથી રહિત એવા એકાંત સ્થાનના સેવનથી – ૧. ચારિત્રની રક્ષા થાય છે. ૨. એવો ચારિત્ર રક્ષક સાધક પૌષ્ટિક આહારનો ત્યાગ કરે છે. ૩. દઢ ચારિત્રવાળો બને છે. ૪. એકાંતમાં જ રમણ કરવાવાળો થાય છે. ૫. અંતઃકરણથી મોક્ષ પથિક બનીને કર્મોની ગ્રંથીને તોડી દે છે. (૩૨)ઈન્દ્રિયો અને મનને વિષયોથી દૂર રાખવાથી−૧. જીવ નવા-નવા પાપ કર્મ ન કરવામાં જ સંતુષ્ટ રહે છે અર્થાત્ તે પાપાચરણ કરવામાં ઉત્સાહ રહિત થઈ જાય છે. ૨. અને પૂર્વ ઉપાર્જિત કર્મોનો ક્ષય કરીને, સંસાર અટવીને પાર કરી મુક્ત થઈ જાય છે (૩૩) સામૂહિક આહાર પાણીનો ત્યાગ કરવાથી – ૧. શ્રમણ પરાવલંબનથી મુક્ત થાય છે. ૨. સ્વાવલંબી બને છે. ૩. તે પોતાના લાભથી સંતુષ્ટ રહેવાનો અભ્યાસી થઈ જાય છે. અને ૪. ૫૨લાભની આશાઓથી મુક્ત થઈ જાય છે. ૫. સંયમ ગ્રહણ કરવો જીવનની પ્રથમ સુખશય્યા છે તો તેમાં સામૂહિક આહારનો ત્યાગ કરવો જીવનની બીજી સુખશય્યા છે, અર્થાત્ સંયમની સાધનાની સાથે સામૂહિક આહારનો ત્યાગ કરીને સાધક બીજી અનુપમ સુખ સમાધી પ્રાપ્ત કરે છે. (૩૪) સંયમ જીવનમાં શરીરોપયોગી વસ્ત્ર આદિ ઉપકરણોને ઘટાડવા કે ત્યાગ કરવાથી – ૧. જીવને તે ઉપધિ સંબંધી લાવવું, રાખવું, સંભાળવું પ્રતિલેખન કરવું તથા સમયે—સમયે તેના સંબંધી અનેક સુધાર, સંસ્કાર આદિ કાર્યો કરવામાંથી મુક્તિ મળે છે. ૨. જેથી પ્રમાદ અને વિરાધના ઘટે છે. ૩. સ્વાધ્યાયની ક્ષતિનો બચાવ થાય છે. ૪. ઉપધિ સંબંધી આકાંક્ષાઓ રહેતી નથી ૫. અને એવા અભ્યાસી જીવને ઉપધિની અનુપલબ્ધિ થવા પર પણ ક્યારે ય સંક્લેશ થતો નથી. (૩૫)આહારનો ત્યાગ કરતા રહેવાથી કે આહારને ઘટાડતા રહેવાથી – ૧. જીવવાના મોહનું ધીમે-ધીમે છેદન થાય છે. ૨. તથા તે જીવ આહારની અનુપલબ્ધિ થવા પ૨ સંક્લેશ પામતો નથી પરંતુ ૩. તેવી પરિસ્થિતિમાં પણ પ્રસન્નચિત્ત રહી શકે છે. ૪. દુઃખાનુભૂતિ કરતો નથી. 93 = (૩૬) કષાયોના પ્રત્યાખ્યાન માટે પ્રયત્ન કરતા રહેવાથી – ૧. પ્રાણી વીતરાગ ભાવની સમકક્ષ ભાવોની પ્રાપ્તિ કરે છે. ૨. એવો જીવ સુખ–દુઃખ બંને સ્થિતિમાં સમપરિણામી રહે છે, અર્થાત્ હર્ષ કે શોકથી પોતાના આત્માને અલિપ્ત રાખે છે. (૩૭)યોગ પ્રવૃત્તિઓને અલ્પતમ કરવાથી કે તેનો ત્યાગ કરવાથી – ૧. જીવ યોગ રહિત, આશ્રવ રહિત થઈને કર્મબંધ રહિત સ્થિતિને પ્રાપ્ત કરે છે. ૨. અને પૂર્વ કર્મોનો ક્ષય કરી દે છે. (૩૮) શરીરનો પૂર્ણપણે ત્યાગ કરી દેવાથી ૧. પ્રાણી આત્માને સિદ્ધ અવસ્થાના ગુણોથી યુક્ત બનાવી લે છે ૨. લોકાગ્રે પહોંચીને આત્મસ્વરૂપમાં સ્થિર થઈ જાય છે. ૩. જન્મ-મરણ અને સંસાર ભ્રમણથી સદાને માટે છૂટી જાય છે. (૩૯)કોઈપણ કાર્યમાં બીજાઓનો સહયોગ લેવાનું છોડી દેવાથી અર્થાત્ સમૂહમાં રહેવા છતાં પણ પોતાનું બધું કાર્ય જાતે કરવા રૂપ એકત્વચર્ચામાં રહેવાથી – ૧. સાધક સદા એકત્વભાવમાં રમણ કરે છે. એકત્વની સાધનાથી અભ્યસ્ત થઈ જાય છે. ૩. અનેક પ્રકારની અશાંતિથી તેમજ કલહ, કષાય, કોલાહલ અને હુંસાતુંસી વગેરે પ્રવૃત્તિઓથી મુક્ત થઈ જાય છે. ૪. તથા તેમને સંયમ, સંવર અને સમાધિની વિશિષ્ટ પ્રકારની પ્રાપ્તિ થાય છે. = (૪૦) આજીવન અનશન કરવાથી અર્થાત્ મૃત્યુ સમય નજીક જાણીને સ્વતઃ સંથારો ગ્રહણ કરી લેવાથી થઈ જાય છે, અર્થાત્ તે પ્રાણી ભવ ભ્રમણ ઘટાડી અતિ અલ્પ ભવોમાં મુક્તિ પ્રાપ્ત કરી લે છે. (૪૧) સંપૂર્ણ દૈહિક પ્રવૃત્તિઓનો નિરોધ કરવાથી અર્થાત્ દેહ રહેવા છતાં પણ દેહાતીત બની જવાથી – તે કેવળજ્ઞાની યોગ નિરોધ અવસ્થાને પ્રાપ્ત કરી, ચાર અઘાતી કર્મ ક્ષય કરી મુક્ત થઈ જાય છે. – ભવ પરંપરાની અલ્પતા (૪૨) વેશ અનુસાર આચાર વિધિનું ઈમાનદારી પૂર્વક પાલન કરવાથી અથવા અચેલકતા ધારણ કરવાથી – ૧. સાધક હળવાપણું પ્રાપ્ત કરે છે. ૨. સ્પષ્ટ અને વિશ્વસ્ત લિંગવાળો બને છે. ૩. અપ્રમત્ત ભાવોની વૃદ્ધિ થાય છે. ૪. તે સાધક જિતેન્દ્રિય, સમિતિયંત તેમજ વિપુલ તપવાળો થઈ જાય છે. ૫. બધા પ્રાણીઓ માટે વિશ્વસનીય બની જાય છે. = (૪૩) સાધુઓની સેવા શુશ્રૂષા કરવાથી – તીર્થંકર નામકર્મ બંધ રૂપ પુણ્ય ઉપાર્જન થાય છે. (૪૪) વિનય આદિ સર્વ ગુણોથી સંપન્ન થઈ જવાથી – ૧. જીવ ઉત્તરોત્તર મુક્તિગમનની નજીક થઈ જાય છે અને ૨. શારીરિક માનસિક દુઃખોનો ભાગીદાર બનતો નથી. એટલે અનેક દુ:ખોથી છૂટી જાય છે. (૪૫) વીતરાગ ભાવોમાં રમણતા કરવાથી ૧. જીવ સ્નેહ અને તૃષ્ણાના અનુબંધનોથી મુક્ત થઈ જાય છે અને ૨. મનોજ્ઞ—અમનોજ્ઞ શબ્દ રૂપ આદિનો સંયોગ થવા છતાં સદા વિરક્ત ભાવો સાથે નિઃસ્પૃહ બની રહે છે. (૪૬) ક્ષમા ધારણ કરવાથી – સાધક કષ્ટ, ઉપસર્ગ કે પરીષહો ઉપસ્થિત થાય ત્યારે દુઃખી બનતો નથી. પરંતુ પરીષહ વિજેતા બનીને પ્રસન્ન રહે છે. (૪૭) નિર્લોભી બનીને રહેવાથી – ૧. પ્રાણી અકિંચન, નિષ્પરિગ્રહી અને સાચો ફકીર બની જાય છે. ૨. એવા સાચા સાધક પાસે અર્થ લોલુપી લોકો કંઈ પણ ઈચ્છા કે આશા રાખતા નથી. - (૪૮) સરળતા ધારણ કરવાથી – ૧. ભાષામાં અને કાયામાં તથા ભાવોમાં સરળતા એકરૂપ બની જાય છે. ૨. એવી વ્યક્તિનું જીવન વિવાદ રહિત બની જાય છે. ૩. અને તે ધર્મનો સાચો આરાધક બને છે. (૪૯) મૃદુતા, લઘુતા, નમ્રતા, કોમળતાના સ્વભાવને ધારણ કરવાથી ૧. જીવ ઉદ્ધૃત ભાવ અથવા ઉદંડ સ્વભાવવાળો બનતો નથી. ૨. અને તે વ્યક્તિ આઠ પ્રકારના મદ(ઘમંડ) ના સ્થાનોનો વિનાશ કરી દે છે.[આઠ મદ પ્રત્યક્ષ – ત્રણ ગર્વ અપ્રત્યક્ષ હોય છે] (૫૦) અંતરાત્મામાં સચ્ચાઈ ધારણ કરવાથી ૧. જીવ ભાવોની વિશુદ્ધિને પ્રાપ્ત કરે છે. ૨. અરિહંત ભાષિત ધર્મનો અને પરલોકનો આરાધક બને છે. (૫૧) પ્રમાણિકતા પૂર્વક કાર્ય કરવાથી ૧. જીવ અપૂર્વ કાર્ય કરવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે. ૨. તથા તેની કથની અને કરણી એક થઈ જાય છે. (૫૨) મન, વચન અને કાયાની સચ્ચાઈ ધારણ કરવાથી – જીવ પોતાની બધી પ્રવૃત્તિઓને વિશુદ્ધ કરે છે. =
SR No.009130
Book TitleKathasar
Original Sutra AuthorN/A
AuthorJain Yuth Foram
PublisherJain Yuth Foram
Publication Year2013
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy