________________
jain
પ્રાસંગિક :– ભગવાન મહાવીર સ્વામીના પ્રથમ ગણધર ગૌતમ સ્વામી અને પાર્શ્વનાથ ભગવાનની પરંપરાના અવધિજ્ઞાની શ્રમણ કેશી સ્વામી પોતાના શિષ્ય પરિવારની સાથે શ્રાવસ્તિ નગરીમાં પધાર્યા. બન્ને અલગ–અલગ ઉદ્યાનમાં ઉતર્યા હતા. ગમનાગમન, ભિક્ષાચરી આદિ વખતે તે–તે શ્રમણોનું પરસ્પર સંમેલન અને પરિચય થાય છે. કંઈક આચાર આદિની ભિન્નતા હોવાથી શિષ્યોમાં ચર્ચા થાય છે. શિષ્યોની જિજ્ઞાસાઓના સમાધાન માટે ઉચિત અવસર જોઈ બન્ને પ્રમુખ શ્રમણ (કેશી—ગૌતમ) એકત્રિત થઈ પ્રશ્નોત્તર, વાર્તાલાપની ગોઠવણ કરે છે. ગૌતમ સ્વામી કેશી શ્રમણ પાસે શિષ્ય પરિવાર સહિત જાય છે. પરસ્પર સમ્યક વિનય– વ્યવહાર આસન આદાન-પ્રદાન કરે છે ત્યાં અન્ય અનેક દર્શક શ્રોતા તથા અનેક જાતિના દેવો પણ આવે છે. કેશી સ્વામી મહાભાગ’ સંબોધન દ્વારા ગૌતમ સ્વામીને પ્રશ્ન પૂછે છે; જ્યારે ગૌતમ સ્વામી ‘ભંતે’ સંબોધનપૂર્વક કેશી સ્વામીને અનુમતિ અને ઉત્તર આપે છે. અંતે કેશી સ્વામી ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના શાસનમાં સમર્પિત થઈ જાય છે, પુનઃદીક્ષિત થઈ જાય છે.
જ્ઞાનગોષ્ઠી સારાંશ :
89
કથાસાર
"
(૧) પાર્શ્વનાથ ભગવાનના સાધુઓનો સચેલકધર્મ(મૂલ્ય અને મર્યાદા માં ઇચ્છિત વસ્ત્રો ધારણ કરવા રૂપ) હોય છે અને ભગવાન મહાવીરના સાધુઓનો અચેલક ધર્મ (અલ્પ મૂલ્ય અને મર્યાદિત વસ્ત્ર ધારણ કરવા રૂપ)હોય છે.
(૨) આ જ પ્રમાણે બંનેમાં ચાતુર્યામ ધર્મ અને પંચમહાવ્રત ધર્મરૂપ અંતર હોય છે. તે અંતર ફક્ત વ્યવહાર રૂપ કે સંખ્યા સંબંધી જ છે, તત્વ સંબંધી નથી. આ બંને તફાવતોનું કારણ એ છે કે મધ્યમ બાવીસ તીર્થંકરના સમયે કાલ પ્રભાવે મનુષ્ય સરલ અને પ્રજ્ઞા સંપન્ન અધિક હોય છે. પ્રથમ તીર્થંકરના શાસન કાળના મનુષ્ય સરલ અને જડ અધિક હોય છે.
અંતિમ તીર્થંકરના શાસન કાળના મનુષ્ય ઉક્ત ગુણસંપન્ન અતિ અલ્પ હોય છે પરંતુ વક્ર જડની સંખ્યા અધિક હોય છે. (૩) સંયમયાત્રા અને ઓળખાણ(સ્વયંને સાધુતાની પ્રતીતિ અને અન્યને પરિચય) માટે કોઈપણ લિંગ(વેષ)નું પ્રયોજન હોય છે; જે વ્યવસ્થા અને આજ્ઞા અનુસાર તેમજ ગૂઢ હેતુ પૂર્વક હોય છે. નિશ્ચયમાં મોક્ષના મુખ્ય સાધન સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્ર છે. તેની આરાધનામાં કોઈપણ તીર્થંકરના શાસનમાં કે કોઇ પણ ભેદે મોક્ષ જનારામાં ભિન્નતા હોતી નથી. (૪) આત્મા, ચાર કષાય અને પાંચ ઇન્દ્રિય; આ દસને જીતવામાં જ પૂર્ણ વિજય છે, અર્થાત્ આત્મપરિણતિને જિનાજ્ઞામાં સમર્પિત કરી દેવી. જ્ઞાનાત્મા દ્વારા કષાયાત્માને શિક્ષિત કરી નિયંત્રિત કરવો, સમભાવથી રહેવું, વૈરાગ્ય ભાવો દ્વારા ઇન્દ્રિયોની ચંચલતાને શાંત કરવી, ઇચ્છાઓનો નિગ્રહ કરવો; આ સર્વ ઉપાયો આત્મવિજય પ્રાપ્ત કરવા માટે જરૂરી છે.
(૫) રાગ,દ્વેષ અને સ્નેહ સંસારમાં બંધનરૂપ છે, જાળ રૂપ છે; તેનું છેદન કરવું જોઈએ. અર્થાત્ મોક્ષસાધકે તે પરિણામોથી મુક્ત રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. જ્ઞાન અને વિવેક દ્વારા રાગ,દ્વેષ અને સ્નેહ પરિણામોથી મુક્ત થઈ શકાય છે.
(૬) તૃષ્ણા–ઇચ્છાઓ અને લાલસાઓ એ હૃદયમાં રહેનારી વિષ વેલડીઓ છે. તેથી મોક્ષાર્થીએ સમિતિ દ્વારા ગુપ્તિ તરફ અગ્રેસર થવું જોઈએ. આ લોક–પરલોકની સંપૂર્ણ લાલસાઓથી ક્રમશઃ મુક્ત થવું જોઈએ. પ્રશંસા, પ્રતિષ્ઠા, સન્માનની ઇચ્છા પણ મુનિએ જીવનમાંથી સમૂળ ઉખેડી ફેંકી દેવી જોઈએ તો જ વિષ ભક્ષણથી મુક્તિનો સંભવ છે.
(૭) કષાય, આત્મગુણોને બાળવામાં અગ્નિ સમાન છે, તેથી ગુસ્સો, ઘમંડ, ચાલાકી અને ઇચ્છાઓને શ્રુત, સદાચાર, તપ દ્વારા શાંત કરવામાં પ્રયત્નશીલ બનવું.
(૮) મન લગામ વિનાના ઉદંડ ઘોડા સમાન છે. તેને ધર્મ શિક્ષાથી એટલે કે જ્ઞાન, વૈરાગ્ય, વિવેક, આત્મ સ્વરૂપ ચિંતન, કર્મ સ્વરૂપ ચિંતનથી વશમાં રાખવું જોઈએ. શ્રુતરૂપ દોરીની લગામ તેનો નિગ્રહ કરવામાં સર્વશ્રેષ્ઠ સાધન છે. તેથી સાધુએ સદા શ્રુત અધ્યયન, પુનરાવર્તન, અનુપ્રેક્ષા આદિમાં લીન રહી મનની સ્વચ્છંદતા અને ઉદંડતાને નષ્ટ કરવામાં સદા પ્રયત્નશીલ રહેવું જોઈએ. (૯) વીતરાગ, સર્વજ્ઞ—દર્શિત સ્યાદ્વાદ ધર્મ જ ન્યાય યુક્ત છે. આ ઉત્તમ માર્ગની આરાધનાથી જીવ સંસાર ભ્રમણથી મુક્ત થાય છે (૧૦) સંસાર સમુદ્રમાં ડુબતા પ્રાણીઓને ધર્મજ ત્રાણભૂત–શરણભૂત છે.
(૧૧) મનુષ્યનું શરીર નૌકા છે, જીવ નાવિક છે; જેની ક્ષમતા સંયમ—તપ આરાધનાની નથી, તે શરીર છિદ્રવાળી નાવની સમાન છે. એવી અસહાયક શરીરરૂપી નૌકાથી સમુદ્ર પાર થઈ શકતો નથી. તેનાથી ઉલટું જે શરીર સંયમ− તપની વૃદ્ધિમાં સહાયક છે, તે છિદ્રરહિત નૌકા સમાન છે. તેનાથી જીવ રૂપી નાવિક સંસાર સમુદ્ર પાર કરી મુક્ત થઈ શકે છે.
(૧૨) આ જગતના ભાવ અંધકારને દૂર કરી જ્ઞાન પ્રકાશ ફેલાવનારા સૂર્ય ‘તીર્થંકર પ્રભુ’ છે. તે સમસ્ત પ્રાણીઓને જ્ઞાન પ્રકાશ આપે છે.
(૧૩) સિદ્ધ શિલાથી ઉપર લોકાગ્રમાં ક્ષેમકારી, કલ્યાણકારી ધ્રુવ સ્થાન છે. જ્યાં વ્યાધિ, વેદના અને જન્મ-મરણ નથી. શારીરિક–માનસિક દુઃખ નથી. તે સ્થાનને પ્રાપ્ત કરનારા મુનિ ભવભ્રમણના સંક્લેશથી સદાને માટે મુક્ત થઈ જાય છે.
ચોવીસમું અધ્યયન : સમિતિ–ગુપ્તિ
(૧) પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ સંયમનો પ્રાણ છે. દ્વાદશાંગીનો એટલે– સંપૂર્ણ જિન પ્રવચનનો તેમાં સમાવેશ થાય છે. અર્થાત્ પ્રવચનનું મુખ્ય લક્ષ્ય છે મોક્ષ. મોક્ષનું પ્રધાન સાધન છે સંયમ અને સંયમમાં પ્રમુખ સ્થાન છે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું. તેથી તેને ‘અષ્ટ પ્રવચન માતા' કહેવામાં આવે છે.
(૨) સાધુ દિવસ દરમ્યાન જ ગમનાગમન કરી શકે છે. સંયમ, શરીર તથા સેવાના પ્રયોજને ચાલતાં, યુગમાત્ર ભૂમિનું પ્રતિલેખન કરતાં, એકાગ્રચિત્તે, છકાયના જીવોની રક્ષા કરતાં, મૌનપૂર્વક ચાલવું. તે ઉપરાંત સૂવું, બેસવું, ઊઠવું વગેરે પ્રવૃતિઓ ઉપયોગ રાખીને યતનાપૂર્વક કરવી એ ઈર્યાસમિતિ છે. પ્રયોજન વિના ગમનાગમન ન કરવું.