SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ-કથાઓ 98 (૩) પૃથ્વીકાયના વર્ણન અનુસાર બાકીના ચાર સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, નારકીના જીવ, તિર્યંચપંચેન્દ્રિય જલચર આદિ, મનુષ્ય અને ચારે ય જાતિના દેવોના ભેદ–પ્રભેદ; નામ, સ્થિતિ, કાયસ્થિતિ અને અંતરકાળ બતાવવામાં આવ્યા છે. (૪) આ જીવ–અજીવનું સ્વરૂપ જાણીને અને શ્રદ્ધા કરીને મુનિ સંયમમાં રમણતા કરે. ક્રમશઃ સંલેખના કરે. તે સંલેખના (સંથારો કરવા પહેલાની સાધના) જઘન્ય ૬ મહિનાની, મધ્યમ ૧ વર્ષની અને ઉત્કૃષ્ટ ૧૨ વર્ષની હોય છે. (૫) મુનિ કોઈ પણ પ્રકારનું નિયાણું ન કરે તેમજ હાસ્ય વિનોદવાળી કાંદર્ષિકવૃત્તિ; મંત્ર કે નિમિત્ત પ્રયોગરૂપ આભિયોગિક વૃત્તિ, કેવળી, ધર્માચાર્ય, સંઘ અને સાધુના અવર્ણવાદ રૂપ કિક્વિષિકવૃત્તિ; રૌદ્રભાવ રૂપ આસુરીવૃત્તિ અને આત્મઘાત રૂપ મોહી વૃત્તિ કરીને સંયમની વિરાધના ન કરે. (૬) જિનવચનમાં અનુરકત બનીને ભાવપૂર્વક આગમ આજ્ઞાનું પાલન કરવાથી જીવ કર્મમળ રહિત અને સંક્લેશ રહિત બનીને, ક્રમશઃ સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બને છે. ૫ ઉત્તરાધ્યયન સૂત્રનો સારાંશ સંપૂર્ણ ॥ ગાથા – અકકોસેજજા પ૨ે ભિકબૂ, ન તેસિં ડિસંજલે .- સરસો હોઈ બાલાણં, તમ્હા ભિકખુ ણ સંજલે . ઉતરા. – ૨૫ ભાવાર્થ : કોઈના દ્વારા કંઈ પણ દુર્વચન કે દુર્વ્યવહાર કરવા છતાં સાધુ તેની બરાબરી ન કરે. (અર્થાત્ તેના જેવો ન થાય) કારણકે દુર્વ્યવહાર કરનાર બાળ છે, અજ્ઞાની છે, મૂર્ખ છે અને સાધક (ભિક્ષુક) જો તેની બરાબરી કરે તો તે પણ મુર્ખાની કક્ષામાં ગણાશે. આથી, સાધકે કયારે ય પણ ક્રોધમાં બરાબરી ન કરવી જોઈએ. (જાએ સદ્ઘાએ અિક્બતો, તમેવ અણુપાલિજજા, વિયહિન્દુ વિસોત્તિયં .) ભાવાર્થ : જે ઉત્સાહથી, વૈરાગ્યથી અને જે ભાવનાથી સંયમ લીધેલ છે તે જ ઉત્સાહથી બધી માનસિક, વૈચારિક અને પરિસ્થિતિક બાધાઓને દૂર કરતાં થકા શુદ્ધ સંયમની આરાધના કરવી જોઈએ.........આચારાંગ (ન પર વઈજજાસિ અયં કુસિલે, જેણં ચ કુષ્પિજજ ન તં વઈજજા .) (દશ૦ અ૦ ૧૦) અર્થ :– કોઈપણ એક સાધકે અન્ય સાધક માટે, આ કે પેલો કુશીલવાન છે. અર્થાત્ સંયમભ્રષ્ટ કે શિથિલાચારી છે. એવું ભિક્ષુકે ન = બોલવું જોઈએ. જે વચનો બોલવાથી કોઈને રોષ ભરાય તેવા કંઈ પણ વચન પ્રયોગ ભિક્ષુઓએ ન કરવા. (સોહી ઉજજુય ભૂયમ્સ, ધમ્મો સુદ્ધમ્સ ચિઠ્ઠઈ ) (ઉત્તરાધ્યયન સૂત્ર અ૦ ૩) અર્થ : સરલતાથી પરિપૂર્ણ આત્માની શુદ્ધિ થાય છે માટે કપટ, હોશિયારી, (છલ) આદિ અવગુણોનો ત્યાગ કરીને સાફ અને સરળ હૃદયી બનીએ ત્યારે જ આત્મામાં ધર્મ ટકી શકે છે ઔપપાતિક પ્રસ્તાવનાઃ પ્રત્યેક ભવી પ્રાણીને સંસાર પરિભ્રમણમાંથી મુક્ત થવાની ઈચ્છા હોય છે. તેમાં દેવ, ગુરુ અને શાસ્ત્ર અનન્ય સહયોગી છે. તીર્થંકર પ્રભુના સદુપદેશથી ગણધર ભગવંતોએ ૧૨ અંગસૂત્રોની રચના કરી. તત્પશ્ચાત્ મૂર્ધન્ય આચાર્ય ભગવંતોએ તેના આધારે અનેક રચનાઓ પ્રસ્તુત કરી, જેનો અંગ બાહ્ય શાસ્ત્રોમાં સમાવેશ કરવામાં આવ્યો. નંદીસૂત્રમાં અંગપ્રવિષ્ટ અને અંગ બાહ્ય એમ બે પ્રકાર આગમના કહેલ છે તથા અંગ બાહ્યના પણ બે વિભાગ કરેલ છે– કાલિક અને ઉત્કાલિક. આ પ્રસ્તુત ઔપપાતિક સૂત્ર ઉત્કાલિક અંગ બાહ્ય સૂત્ર છે. પ્રચલિત પરંપરામાં તેને પ્રથમ ઉપાંગ સૂત્ર તરીકે માનવામાં આવે છે. ઉપાંગોની સંખ્યા પણ ૧૨ માનવામાં આવે છે ઔપપાતિકનો અર્થ છે નારક અને દેવોમાં ઉપપાત–જન્મ અને સિદ્ધિ આ ઔપપાતિક સૂત્રનો વિષય બે અધ્યાય(પ્રકરણ)ના રૂપમાં માનવામાં આવે છે. પ્રથમનું નામ સમવસરણ છે અને બીજાનું નામ ઉપપાત છે. પ્રથમ સમવસરણમાં નગરી, ઉદ્યાન, ચૈત્ય, વૃક્ષ, રાજા, ભગવાન મહાવીરનું શરીર, તેમની શિષ્ય સંપદા, પરિષદમાં દેવ, મનુષ્ય તથા નરેન્દ્રનું આગમન, મૌલિક ઉપદેશ, વ્રત ધારણ, પરિષદ વિસર્જન આદિ વર્ણન છે. બીજા વિભાગમાં અસંયત જીવોનું, પરિવ્રાજકોનું તથા કુશ્રમણોનું દેવોમાં ઉત્પન્ન થવાનું વર્ણન છે. સુશ્રમણો અને સુશ્રાવકોના આચાર, ગુણ તથા આરાધનાનું વર્ણન છે. અંતમાં આરાધક સુવ્રતી જીવોની દેવગતિ તથા સિદ્ધગતિ, કેવલી સમુદ્દાત, સિદ્ધ સ્વરૂપ એવં સુખોનું વર્ણન છે. વિશેષતાઓ :– આમાં એકબાજુ જ્યાં સામાજિક, રાજનૈતિક, નાગરિક ચર્ચાઓ છે તો બીજી બાજુ ધાર્મિક, દાર્શનિક, સાંસ્કૃતિક તથ્યોનું સુંદર પ્રતિપાદન છે. આ સૂત્રની સૌથી મોટી વિશેષતા એ છે કે ભગવતી આદિ અંગ આગમોમાં પણ આ સૂત્રને જોવાનો સંકેત કરેલ છે. તેનું કારણ એ છે કે આ સૂત્રમાં અનેક વિષયોનું વિસ્તારથી વર્ણન છે, જ્યારે અન્ય સૂત્રોમાં સંક્ષિપ્ત કથન છે. આ સૂત્રમાં શ્રમણ ભગવાન મહાવીરના સમસ્ત અંગોપાંગોનું ઉપમાયુક્ત વર્ણન છે. સમવસરણનું પણ જીવંત ચિત્રણ થયેલું છે. ભગવાનની ઉપદેશવિધિ પણ અહીં સુરક્ષિત છે. તપનું સુંદર વિશ્લેષણ ભેદ-પ્રભેદો દ્વારા કરવામાં આવેલ છે. આમાં વૈદિક અને શ્રમણ પરંપરાના પરિવ્રાજકો, તાપસો એવં શ્રમણોની આચાર સંહિતા પણ આપેલી છે. વળી તેમાં અંબડ સંન્યાસીનું રોચક વર્ણન છે. અંતમાં સિદ્ધાવસ્થાનું સાંગોપાંગ સ્વરૂપ સમજાવેલ છે. આ સૂત્રનું પરિમાણ ૧૨૦૦ શ્લોક પ્રમાણ માનવામાં આવે છે. ઔપપાતિક નો સારાંશ પ્રથમ પ્રકરણ – સમવસરણ ૧. ચંપાનગરી– અંગદેશની રાજધાની ચંપાનગરી મહાન વૈભવશાળી, સમૃદ્ધ અને સુરક્ષિત હતી, મનોહર હતી. ત્યાંની પ્રજા પણ ધન–વૈભવથી આબાદ હતી. ગાય, ભેંસ, આદિ પશુ-પક્ષીઓ પણ ત્યાં વિપુલ પ્રમાણમાં હતા. નગરીની બહારના રસ્તાઓની બંને બાજી શેરડી, જવ, ચોખાના ખેતરો હતાં. નગરી આમોદ–પ્રમોદના અનેક સાધનોથી યુક્ત હતી.
SR No.009130
Book TitleKathasar
Original Sutra AuthorN/A
AuthorJain Yuth Foram
PublisherJain Yuth Foram
Publication Year2013
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy