________________
jain
કથાસાર
નારકી કૃષ્ણલેશ્યા પલ્યો અસં૦ ભાગ અંતર્મુહૂર્ત અધિક ૩૩ સાગરો,
અધિક દસ સાગરોળ દેવતા કૃષ્ણલેશ્યા (૧) ૧૦ હજાર વર્ષ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ દેવતા નીલલેશ્યા પલ્યો. અસંવે ભાગ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ દેવતા કાપોતલેશ્યા પલ્યો. અસંવે ભાગ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ દેવતા તેજોવેશ્યા ૧૦ હજાર વર્ષ પલ્યો. અસં. ભાગ અધિક બે સાગરોપમ ભવનપતિ તેજલેશ્યા ૧૦ હજાર વર્ષ
સાધિક એક સાગરોપમ વાણવ્યંતર | તેજલેશ્યા ૧૦ હજાર વર્ષ
૧ પલ્યોપમ જ્યોતિષી તેજોલેશ્યા પલ્યો.નો આઠમો ભાગ ૧ પલ્યોપમ અને એક લાખ વર્ષ વૈમાનિક તેજોવેશ્યા ૧ પલ્યોપમ
૨ સાગરોપમ અધિક વૈમાનિક પઘલેશ્યા ૨ સાગરોપમ અધિક
૧૦ સાગરોપમ વૈમાનિક શુક્લલેશ્યા ૧૦ સાગરોપમ સાધિક ૩૩ સાગરોપમ અંતર્મુહૂર્ત અધિક તિર્યંચ દ લેશ્યા અંતર્મુહૂર્ત
અંતર્મુહૂર્ત મનુષ્ય ૫ વેશ્યા અંતર્મુહૂર્ત
અંતર્મુહૂર્ત મનુષ્ય શુક્લલેશ્યા અંતર્મુહૂર્ત
દેશોન કોડ પૂર્વ વર્ષ નોધ(૧): દેવતાઓમાં કૃષ્ણલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિથી નીલલેશ્યાની જઘન્ય સ્થિતિ સમયાધિક હોય છે. તેનાથી નીલલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ અસંખ્યાતગણી હોય છે, ત્યારપછી કાપોતલેશ્યાની જઘન્ય સ્થિતિ સમયાધિક હોય છે અને તેની ઉત્કૃષ્ટ સ્થિતિ અસંખ્યાતગણી હોય છે. તેમ છતાં બધી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ કહેવાય છે. ચાર્ટમાં આપેલી આ સર્વ સ્થિતિઓ દ્રવ્યલેશ્યાની મુખ્યતાએ સમજવી. (૯) કોઈપણ લેશ્યા પ્રારંભ થાય તેના પ્રથમ આદિ સમયમાં જીવ મરતો નથી. અસંખ્ય સમયનું અંતર્મુહૂર્ત થયા પછી અને અસંખ્ય સમયનું અંતર્મુહૂર્ત લેશ્યાનું બાકી રહે ત્યારે જીવ મરીને પરલોકમાં જાય છે. તેથી જે લેગ્યામાં મરીને જાય છે તે જ લેગ્યામાં પરભવમાં જન્મે છે. (૧૦) મુમુક્ષુ આત્માઓએ વેશ્યાઓના સ્વરૂપ(લક્ષણ)ને જાણી અપ્રશસ્ત લેશ્યાઓનું વર્જન કરી, તેવા પરિણામોથી દૂર થઈ, પ્રશસ્ત લેશ્યાના લક્ષણ રૂપ ભાવોમાં, પરિણામોમાં આત્માને સ્થાપિત કરી સ્થિત રાખવા.
પાંત્રીસમું અધ્યયન મુનિ ધર્મ (૧) ગૃહવાસનો ત્યાગ કરી સંયમનો સ્વીકાર કરનાર મુનિએ હિંસા આદિની ઇચ્છા અને લોભનો ત્યાગ કરવો જોઈએ. (૨) મનોહર ઘરમાં રહેવાની ઈચ્છા પણ ન કરવી જોઈએ. (૩) કોઈપણ પ્રકારના મકાનોના નિર્માણ કાર્યમાં અંશતઃ પણ ભાગ ન લેવો જોઈએ. કારણ કે તે કાર્ય ત્રસ–સ્થાવર અનેક જીવોના સંહારરૂપ બને છે. તેની અનુમોદના અને પ્રેરણા આપવી એ પણ મહાન પાપ કર્મોને પેદા કરનાર છે એટલે મહાન કર્મબંધ કરાવનાર થાય છે. (૪) એવી જ રીતે આહાર પાણી પકાવવાનું અને પકાવતાને અનુમોદન આપવાનું કાર્ય પણ અનેક પાપોથી યુક્ત છે અર્થાત્ ઘણાં જીવોની હિંસા કરનાર છે. તેથી અણગારોએ આવા કાર્યોમાં ભાગ ન લેવો અને તેઓને માટે કોઈ આહાર પાણી બનાવે તો તેને ગ્રહણ કરવાની મનથી પણ ઇચ્છા ન કરવી. (૫) મુનિ ધન-સંપત્તિ રાખવાની મનથી પણ ઈચ્છા ન કરે. સોના અને પત્થરને સમાનભાવથી જુએ. કંઈ પણ ખરીદે નહિ અને ખરીદનારને અનુમોદન આપે નહિ. કારણકે એવું કરનાર વણિક(વ્યાપારી) હોય છે. (૬) મુનિ સામુદાનિક (અનેક ઘરેથી ફરીને) પ્રાપ્ત થયેલ ભિક્ષાથી જીવન નિર્વાહ કરે, લાભ અલાભમાં સંતુષ્ટ રહે, સ્વાદ માટે કંઈ પણ ન ખાય, પૂજા, પ્રતિષ્ઠા, વંદન નમસ્કાર કે સન્માનની મનથી પણ ઇચ્છા ન કરે અર્થાત્ એના માટે કોઈ પણ પ્રવૃતિ ન કરે. નિર્મમત્વી અને નિરઅહંકારી બનીને સાધના કરે. મૃત્યુના સમયે આહારનો ત્યાગ કરીને, શરીર પરથી મૂછ હટાવીને દેહાતીત બનીને શુક્લ ધ્યાનમાં લીન બને. આ પ્રકારે આરાધના કરનાર, કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને પરમ નિર્વાણ પદને પ્રાપ્ત કરે છે.
છત્રીસમું અધ્યયન : જીવ-અજીવ આ અધ્યયનમાં ૨૭૪ ગાથાઓ છે અને તેનાથી ઓછી-વતી પણ મળે છે. આમાં જીવ-અજીવનું વિસ્તૃત વિવેચનાત્મક વર્ણન છે જે અધિકતમ જીવાભિગમ સૂત્ર અને પ્રજ્ઞાપના સૂત્રમાં ઉપલબ્ધ છે માટે અહીં સંપૂર્ણ સારાંશ લીધેલ નથી. માત્ર પરિચયાત્મક કથન કર્યું છે. (૧) આ અધ્યયનમાં અરૂપી અને રૂપી અજીવના ભેદ-પ્રભેદ સાથે તેમનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે અને પછી જીવના વર્ણનનો પ્રારંભ કરતાં, સિદ્ધોના ભેદ અને સ્વરૂપની સમજણ આપવામાં આવી છે, સાથે-સાથે સિદ્ધસ્થાન, સિદ્ધશિલાનું વર્ણન છે. અંતમાં, સિદ્ધોની અવગાહના અને તેમના અતુલ સુખોનું વર્ણન કરવામાં આવ્યું છે. (૨) પૃથ્વીકાયનું વર્ણન કરતાં, કઠણ પૃથ્વીના ૩૬ અને મૃદુ પૃથ્વીના સાત ભેદ કહેવામાં આવ્યા છે. અને પછી તેની સ્થિતિ, કાયસ્થિતિ અને અંતર-કાળ વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે.