________________
આગમ-કથાઓ
248
ગંગાદેવીના અઠ્ઠાઈ મહોત્સવના અનંતર ચક્રદર્શિત માર્ગથી ભરત ચક્રવર્તી ગંગા નદીના કિનારે કિનારે ચાલતા દક્ષિણ દિશામાં આગળ વધ્યા. ક્રમશઃ વિજિત ક્ષેત્ર પાર કરીને ખંડ પ્રપાત ગુફા પાસે પહોંચ્યા. ત્યાં લાંબા વખતના પડાવ હેતુ વાર્ષિક રત્નને આદેશ કર્યો.
તદનંતર ઉત્તર ભરત ખંડના ગંગા નિષ્કુટ સાધન(વિજય) કરવા સેનાપતિ રત્નને આદેશ દીધો. સિંધુ નિષ્ફટની જેમ આ પાંચમાં ખંડને પણ સેનાપતિએ ચર્મ રત્નથી નદી પાર કરી વિજિત કર્યો તથા સર્વત્ર વિજય પતાકા ફરકાવી ભરત ચક્રવર્તીની સેવામાં આવીને નિવેદન કર્યું, અર્થાત્ જય વિજયથી ભરત ચક્રવર્તીને વધાવ્યા અને સફળતા ખુશ ખબર તેમજ આજ્ઞા પાલન કરી લીધા ની જાણકારી આપી.
થોડા દિવસ વિશ્રાંતિ બાદ ચક્રવર્તીએ સેનાપતિ રત્નને ખંડપ્રપાત ગુફાનું દ્વાર ખોલવાનો આદેશ દીધો. સુષેણ સેનાપતિએ યથાવત્ આદેશનું પાલન કર્યું. અઠ્ઠમ આદિ બધુ વર્ણન તમિસા ગુફાના દ્વાર ખોલવા સમાન જાણવું. આ ગુફામાં પણ ઉમગજલા અને નિમગજલા બે નદિઓ પર પુલ બનાવવામાં આવ્યો. ૪૯ માંડલા બનાવવા આદિ વર્ણન જાણવું. નદિઓ પાર કરી દક્ષિણ તરફ આગળવધવા પર ખંડપ્રપાત ગુફાનો દક્ષિણી દરવાજો સ્વતઃ ખુલી જાય છે.
ચક્રવર્તીની સંપૂર્ણ સેના ગુફાના દ્વારથી બહાર નીકળી અને ગંગા નદીના પશ્ચિમી કિનારા પર સૈન્ય શિવિર સ્થાપિત કર્યો. અહીં ભરત ચક્રવર્તીએ નવ નિધિનો અઠ્ઠમ કર્યો. અટ્ટમ અને સ્મરણથી તે નિધિઓ ચક્રવર્તીને વશવર્તી થઈ જાય છે. નિધિ સાધ્યા બાદ અઠ્ઠાઈ મહોત્સવ મનાવવામાં આવ્યો. આ નિધિઓ ગંગા નદીના સમુદ્રમાં પ્રવેશ કરવાના સ્થાન ૫૨ ભૂમિમાં સ્થિત ૨હે છે. તેની સાધના ખંડપ્રપાત ગુફાની બહાર નીકળી યથા સ્થાન પર થાય છે.
તદનંતર દક્ષિણી ભરતનો ગંગા નિષ્કુટ અર્થાત્ છઠ્ઠો ખંડ સાધવા માટે સુષેણ સેનાપતિને આદેશ દીધો. સેનાપતિની વિજય યાત્રા અને ગંગાનદી પાર કરવી વગેરેનું વર્ણન પૂર્વ નિષ્કુટ વિજય યાત્રાની સમાન છે. યાવત્ તે સેનાપતિ વસ્ત્રના તંબૂ રૂપ પોતાના નિવાસમાં સુખપૂર્વક રહેવા લાગ્યા.
થોડા સમય પછી ચક્રરત્ન રાજધાની વિનીતાની તરફ પશ્ચિમ દક્ષિણ દિશામાં રવાના થયું. આસપાસના માર્ગના ક્ષેત્રોને પોતાને આધીન કરતા થકા ચક્રવર્તીનો વિજય સ્કંધવાર વિનીતા તરફ આગળ વધવા લાગ્યો. યોજન–યોજન પર પડાવ કરતા ભરત ચક્રવર્તી રાજાનો સૈન્ય સમૂહ વિનીતા નગરીની નિકટ પહોંચી ગયો. પડાવ અને પૌષધશાળા તૈયાર કરવામાં આવી. રાજાએ વિનીતા પ્રવેશ નિમિત્તે અઠ્ઠમ કર્યો; પછી વિશાલ સરઘસની સાથે નગરીમાં પ્રવેશ કર્યો. ચતુરંગિણી સેના અને નવ નિધિઓ નગરીની બહાર રહ્યા. બાકી બધી મંગલ સામગ્રી તથા ઋદ્ધિ સંપદાની સાથે રાજા ભરત ચક્રવર્તી હસ્તિરત્ન પર આરૂઢ થઈને નગરીના રાજમાર્ગો પરથી પોતાના આવાસ પ્રાસાદાવંતસક–રાજભવનની તરફ આગળ વધ્યા. જય–જયના ઘોષ સાથે અને અનેક વિજયના નારા સાથે ચક્રવર્તી રાજા ભરત પોતાના ભવનના દ્વાર પર પહોંચ્યા. હસ્તિરત્નથી ઉતરી ચક્રવર્તી રાજાએ યથાક્રમે બધાને સમ્માનિત સત્કારિત કર્યા. જેમ કે– ૧૬ હજાર દેવો, ૩૨ હજાર રાજાઓ, સેનાપતિ રત્ન, ગાથાપતિ રત્ન, વર્ધકી રત્ન, પુરોહિત રત્ન, ૩૬૦ રસોઈયા, ૧૮ શ્રેણી પ્રશ્રેણીના સામાન્ય રાજાઓ, ઈશ્વર આદિ સાર્થવાહ પર્યન્તનો; સ્ત્રીરત્ન ઇત્યાદિ પ્રમુખ જનોનો સત્કાર, સન્માન કરી વધાવ્યા. પછી પોતાના ભવનમાં પ્રવેશ કર્યો; પારિવારિક અને મિત્રજનોને કુશલક્ષેમ પૃચ્છા કરી. પછી સ્નાન અને વિશ્રાંતિ બાદ અક્રમનું પારણું કર્યું.
આ પ્રકારે ચક્રવર્તીના ૬ ખંડ સાધનની આ વિજય યાત્રા સાઠ હજાર વર્ષે પૂર્ણ થઈ. જેમાં ચાર ગુફાઓની પાસે નિષ્કંટોની વિજય યાત્રાના સમયે વધારે લાંબા સમયનો પડાવ રહ્યો. તે ઉપરાંત સંપૂર્ણ સમય ચાલવામાં અને થોડો રોકાવામાં જ પૂર્ણ થયો.
થોડા સમય બાદ ભરત રાજાએ રાજ્યાભિષેક મહોત્સવ રાખ્યો. મહોત્સવ વ્યવસ્થાનો આદેશ આભિયોગિક દેવોને દીધો અને બધા રાજા આદિને નિર્દેશ કર્યો. પછી પોતે પૌષધ શાળામાં જઈને અષ્ટમ ભક્ત પૌષધ(અટ્ટમ) અંગીકાર કર્યો.
રાજાની આજ્ઞાનુસાર રાજધાની વિનીતાની બહાર ઉત્તરપૂર્વ દિશામાં રાજ્યાભિષેક મંડલ તૈયાર કરવામાં આવ્યું. દેવની બુદ્ધિ એવં શક્તિથી નિર્મિત હજારો સ્તંભોથી યુક્ત તે મંડલ સમવસરણની જેમ અત્યંત આકર્ષણ યુક્ત એવં મનોહર હતું. પૌષધ પૂર્ણ કરી ભરત ચક્રવર્તી મંડપમાં પહોંચ્યા. ત્યાં એમની રાજ્યાભિષેક વિધિ પ્રારંભ થઈ. રાજાઓ આદિ દ્વારા યથાક્રમથી વૈક્રિયકૃત અને સ્વભાવિક કલશોમાં ભરેલા સુગંધી જળ થી ભરત રાજાનો રાજ્યાભિષેક કર્યો અને શુભ શબ્દોથી, મંગલ કામનાઓથી, જય જયકારના શબ્દોથી, મસ્તક પર અંજલી કરતાં, સ્તુતિ દ્વારા ભરત ચક્રવર્તીનું મહાન સમ્માન કર્યું. પછી ચંદનના અનુલેપથી અને પુષ્પમાલાઓથી સન્માનિત કર્યા. ત્યાર પછી બે સુંદર વસ્ત્ર યુગલ પહેરાવ્યા અને વિવિધ આભૂષણોથી અલંકૃત,વિભૂષિત કર્યા. આ પ્રકારે મહાન રાજ્યાભિષેક થઈ જવા પર ભરત રાજા, સ્ત્રી રત્નયુક્ત ૬૪ હજાર ૠતુ કલ્યાણિક અને ૬૪ હજાર જનપદ કલ્યાણિક સ્ત્રિઓની સાથે અભિષેક મંડપથી નીચે ઉતરી હસ્તિરત્ન પર આરૂઢ થયા. સંપૂર્ણ ઋદ્ધિ સંપદાની સાથે રાજાએ નગરમાં પ્રવેશ કર્યો. રાજમાર્ગોથી જતાં રાજભવનમાં પહોંચ્યા. યથાસમય ભોજન મંડપમાં સુખાસન પર બેસીને રાજાએ અક્રમનું પારણું કર્યું, તદનંતર ૧૨ વર્ષનો પ્રમોદ ઘોષિત કર્યો. આના પછી પુનઃ સ્ત્રીરત્ન અને ઉપરોકત બધાનો સત્કાર સન્માન કરી આગંતુકોને વિદાય કર્યા. વિદાય કર્યા બાદ રાજા પોતાના રાજ્ય ઐશ્વર્યનો તથા મારુષિક સુખોનો ઉપભોગ કરતા રહેવા લાગ્યા.
ભરત ચક્રવર્તીની રાજ્ય સંપદા :– પૂર્વ વર્ણિત દેવ અને રાણીઓ આદિના ઉપરાંત બત્રીસ વિધિથી યુક્ત ૩૨૦૦૦ નાટક, ૮૪ લાખ અશ્વ, ૮૪ લાખ હાથી, ૮૪ લાખ ૨થ, ૯૬ કરોડ પાયદળ સેના, ૭૨૦૦૦ નગર, ૩૨૦૦૦ દેશ, ૯૬ કરોડ ગામ, ૯૯ હજાર દ્રોણમુખ ૪૮૦૦૦ પટ્ટન(પાટણ), ૨૪૦૦૦ કસ્બા, ૨૪૦૦૦ મડંબ, ૨૦૦૦૦ ખાણો, ૧૬૦૦૦ ખેડા(ખેટક) ૧૪૦૦૦ સંબાહ, ૫૬ જલનગર, ૪૯ જંગલી પ્રદેશવાળા રાજય, છ ખંડ યુક્ત સંપૂર્ણ ભરત ક્ષેત્ર, ગંગા– સિંધુ નદી, ચુલ્લહિમવંત પર્વત, ઋષભ કૂટ, વૈતાઢય પર્વત, એની બે ગુફાઓ, બે વિધાધર શ્રેણિઓ, માગધ, વરદામ, પ્રભાસ તીર્થ, ૧૪ રત્ન, ૯ નિધિ આદિ ઋદ્ધિ મહા પુણ્ય પ્રભાવથી ભરત ચક્રવર્તીને આધીન એવં વિષય ભૂત હતી.