________________
jain
249
કથાસાર ચૌદ રત્ન:- (૧) ચક્રરત્ન (૨) દંડરત્ન (૩) અસિરત્ન (૪) છત્રરત્ન આ ચારે ય એકેન્દ્રિય રત્ન શસ્ત્રાગાર શાળામાં ઉત્પન્ન થાય છે. અર્થાત્ દેવ સંહરણ કરીને ત્યાં પ્રતિષ્ઠિત કરે છે. (૫) ચર્મરત્ન (૬) મણિરત્ન (૭) કાંગણિરત્ન આ ત્રણે શ્રીઘર–લક્ષ્મી ભંડારમાં ઉત્પન્ન થાય છે. આ કુલ સાત એકેન્દ્રિય રત્નોના સ્થાન છે. ચર્મરત્ન ચર્મની સમાન હોય છે પરંતુ પૃથ્વીકાયમય હોય છે. (૮) સેનાપતિ રત્ન (૯) ગાથાપતિરત્ન (૧૦) વાર્ધિકરત્ન (૧૧) પુરોહિતરત્ન એ ચાર મનુષ્ય રત્ન રાજધાનીમાં ઉત્પન્ન થાય છે અર્થાત્ વિનીતામાં ઉત્પન્ન થયા. (૧૨) અશ્વરત્ન (૧૩) હસ્તિરત્ન આ બે તિર્યંચ પંચેન્દ્રિય રત્ન વૈતાઢય પર્વતની તળેટીમાં ઉત્પન્ન થાય છે. (૧૪) સ્ત્રીરત્ન વિધાધરોની ઉત્તરી શ્રેણીમાં ઉત્પન્ન થાય છે. આ ૧૪ રત્નોના એક–એક હજાર દેવ સેવક હોય છે. અર્થાત આ ૧૪ રત્નો દેવાધિષ્ઠિત હોય છે. આ ૧૪ રત્નોનું થોડું વર્ણન પ્રજ્ઞાપના સૂત્રના ૨૦મા પદમાં પણ છે નવ નિધિઓ – નવ નિધિઓ શ્રી ઘરમાં લક્ષ્મી ભંડારમાં ઉત્પન્ન થાય છે. છ ખંડ સાધ્યા પછી નિધિઓના મુખ લક્ષ્મી ભંડારમાં થઈ જાય છે. તે મુખ સુરંગની સમાન હોય છે. જે નિધિઓ અને લક્ષ્મી ભંડારનું જોડાણ કરે છે. આ નિધિઓ શાશ્વત છે. પેટીના આકારની છે. તેમની લંબાઈ ૧૨ યોજન, પહોળાઈ ૯ યોજન અને ઊંચાઈ ૮ યોજનની છે. આ માપ પ્રત્યેક નિધિનું છે. આ નવ નિધિઓ ચક્રવર્તી દ્વારા અટ્ટમની આરાધના કરવાથી પોતાના અધિષ્ઠાતા દેવોની સાથે તે ચક્રવર્તીની સેવામાં ઉપસ્થિત થઈ જાય છે. આ શાશ્વત નિધિઓના મૂળ સ્થાન ગંગાસુખ સમુદ્રી કિનારા પર છે. નિધિઓના નામ અનુસાર એમના માલિક દેવોના નામ હોય છે. તે દેવ એક પલ્યોપમની સ્થિતિવાળા હોય છે. આ નિધિઓની બાહ્ય ભીંતો પણ વિવિધ વર્ણના રત્નોથી જડાયેલી હોય છે. (૧) નૈસર્પ નિધિઃ- ગ્રામ નગર આદિને વસાવવાની વિધિ એવં સામગ્રીથી યુક્ત હોય છે. (૨) પાંડુક નિધિ – નારિયેળ આદિ, ધાન્ય આદિ, સાકર ગોળ આદિ, ઉત્તમ શાલિ આદિ સંબંધી ઉત્પાદનની વિધિઓ, સામગ્રીઓ અને બીજોથી યુક્ત હોય છે. તેમજ આ પદાર્થોનો આમાં સંગ્રહ એવં સંરક્ષણ પણ થઈ શકે છે. (૩) પિંગલક નિધિ :- પુરુષો, સ્ત્રીઓ, હાથી, ઘોડા આદિના વિવિધ આભૂષણોના ભંડાર યુક્ત એવં એમને બનાવવામાં, ઉપયોગમાં લેવાની વિધિઓથી યુક્ત હોય છે. (૪) સર્વ રત્નનિધિઃ- બધા પ્રકારના રત્નોના ભંડાર રૂપ આ નિધિ છે. (૫) મહાપાનિધિઃ- બધા પ્રકારના વસ્ત્રોના ભંડારરૂપ તથા વસ્ત્ર ઉત્પાદન કરવાની, રંગવાની, ધોવાની અને ઉપયોગમાં લેવાની વિધિઓથી યુક્ત હોય છે. તેમજ તત્સંબંધી અનેક પ્રકારની સાધન-સામગ્રીથી યુક્ત હોય છે. (૬) કાલ નિધિ - જ્યોતિષ શાસ્ત્ર જ્ઞાન, વંશોની ઉત્પતિ વગેરે ઐતિહાસિક જ્ઞાન, એકસો પ્રકારના શિલ્પનું તથા વિવિધ કર્મોનું જ્ઞાન દેનારી હોય છે. તેમજ તે સંબંધી વિવિધ સાધનો અને ચિત્રો આદિથી યુક્ત હોય છે. (૭) મહાકાલ નિધિ - લોખંડ, સોનું, ચાંદી, મણિ, મુક્તા આદિની ખાણોની જાણકારીથી યુક્ત હોય છે. તેમજ તેવા પદાર્થોના ભંડારરૂપ હોય છે. (૮) માણવક નિધિઃ યુદ્ધનીતિઓ અને રાજનીતિઓનું જ્ઞાન દેનારી તેમજ વિવિધ શસ્ત્રાસ્ત્ર કવચ આદિના ભંડારરૂપ આ નિધિ છે. | (૯) સંખ નિધિ :- નાટક, નૃત્ય આદિ કલાઓના ભંડાર રૂપ તેમજ તેને ઉપયોગી સામગ્રીથી યુક્ત આ નિધિ હોય છે. તે ઉપરાંત ધર્મ, અર્થ, કામ, મોક્ષ પ્રતિપાદક કાવ્યો એવં અન્ય અનેક કાવ્યો, સંગીતો, વાદ્યોને દેનારી અને આ કલાઓનું જ્ઞાન કરાવનારી અને વિવિધ ભાષાઓ, શૃંગારોનું જ્ઞાન કરાવનારી આ નિધિ છે.
આ બધી નિધિઓ સુવર્ણમય ભીંતોવાળી રત્ન જડિત હોય છે તથા તે ભીંતો અનેક ચિત્રો, આકારોથી પરિમંડિત હોય છે. આ નિધિઓ આઠ ચક્રો પર (પૈડા પર) અવસ્થિત રહે છે. ભરત ચક્રવર્તીને કેવલ જ્ઞાન - કથાઓમાં ભરત બાહુબલીના યુદ્ધનું વર્ણન, બાહુબલીની દીક્ષા, ૯૯ ભાઈઓ તથા બે બહેનો(બ્રાહ્મી સુંદરી)ની દીક્ષા, ભરતની ધાર્મિકતા, રાજ્યમાં અનાશક્તિ આદિનું વિવિધ વર્ણન પ્રાપ્ત થાય છે. તે વર્ણન તે ગ્રંથોમાં જોવું. અહીં શાસ્ત્રમાં ઉક્ત વર્ણન કોઈપણ કારણે ઉપલબ્ધ થતું નથી. કેવલજ્ઞાન પ્રાપ્તિનું વર્ણન શાસ્ત્રમાં આ પ્રમાણે છે
એકવાર ભરત ચક્રવર્તી સ્નાન કરીને, વિવિધ શૃંગાર કરીને, સુસજ્જિત, અલંકૃત, વિભૂષિત થઈને પોતાના અરીસા મહેલમાં પહોંચ્યા અને સિંહાસન પર બેસીને પોતાના શરીરને જોતાં વિચારોમાં લીન બની ગયા. અરીસા મહેલ હોય કે કલા મંદિર હોય, વ્યક્તિના વિચારોનો પ્રવાહ સદા સ્વતંત્ર છે; તે ગમે ત્યાં વળાંક લઈ શકે છે. ભરત ચક્રવર્તી પોતાના વિભૂષિત શરીરને જોતાં ચિંતન ક્રમમાં વધતાં–વધતાં વૈરાગ્ય ભાવોમાં પહોંચ્યા, શુભ અને પ્રશસ્ત અધ્યવસાયોની અભિવૃદ્ધિ થતાં, લેગ્યાઓ વિશુદ્ધ વિશુદ્ધતર થવાથી, તેના મોહ કર્મ યુક્ત સર્વ ઘાતિકર્મોનો ક્ષય થયો અને ત્યાં જ તેમને કેવલજ્ઞાન કેવલદ
આ રીતે ભરત ચક્રવર્તી અરીસા મહેલમાં જ ભરત કેવલી બની ગયા. જિનમતાનુસાર એક બાજુ વિચારોનો વેગ ધ્યાનમાં ઊભેલા મુનિ(પ્રસન્નચંદ્ર રાજસ્કૃષિ)ને સાતમી નરકમાં જવા યોગ્ય બનાવી દે છે. જ્યારે બીજી બાજુ આ જ વિચાર પ્રવાહ વ્યક્તિને રાજભવન અને અરીસા મહેલમાં સર્વજ્ઞ સર્વદર્શી બનાવી શકે છે. એવું પણ વર્ણન મળી આવે છે કે ભરત ચક્રવર્તીના દાદી એટલે ભગવાન ઋષભદેવની માતાને તો હાથી પર બેઠા જ કેવલજ્ઞાન થઈ ગયું હતું.
- ત્યાર પછી ભરત કેવલીએ પોતાના આભૂષણ આદિ ઉતારી પંચ મુષ્ઠિલોચ કર્યો અને અરીસા મહેલથી નીકળ્યા. અંતઃપુરમાં થઈ વિનીતા નગરીથી બહાર નીકળ્યા અને ૧૦ હજાર રાજાઓને પોતાની સાથે દીક્ષિત કરી મધ્યખંડમાં વિચરણ કરવા લાગ્યા. અંતમાં અષ્ટાપદ પર્વત પર સંલેખના (પાદપોપગમન) સંથારો કરી પંડિત મરણનો સ્વીકાર કર્યો.
આ પ્રકારે ભરત ચક્રવર્તી ૭૭ લાખ પૂર્વ કુમારાવસ્થામાં રહી એક હજાર વર્ષ માંડલિક રાજારૂપમાં, ૬ લાખ પૂર્વમાં હજાર વર્ષ ઓછા ચક્રવર્તીરૂપમાં રહ્યા. કુલ ૮૩ લાખ પૂર્વ ગૃહસ્થ જીવનમાં રહ્યા. એક લાખ પૂર્વ દેશોન કેવલી પર્યાયમાં રહ્યા. એક મહિનાના સંથારાથી કુલ ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ થતાં સંપૂર્ણ કર્મોને ક્ષય કરી મુકત થયા; બધા દુઃખોનો અંત કર્યો.
આ ભરત ક્ષેત્રના પ્રથમ ચક્રવર્તી રાજા ભરત થયા. એ ક્ષેત્રના માલિક દેવનું નામ પણ ભરત છે. જેમની એક પલ્યોપમની સ્થિતિ છે. આ પ્રકારે આ ભરતક્ષેત્રનું આ નામ શાશ્વત છે, અનાદિ કાલીન છે.