________________
250
આગમ-કથાઓ વિશેષ:-ચક્રવર્તીના ખંડ સાધનનાં મુખ્ય કેન્દ્ર અને ૧૩ અઠ્ઠમ – ત્રણ તીર્થ, બે નદીની દેવી, બે ગુફાના દેવ, બે પર્વતના દેવ, વિદ્યાધર, નવ નિધિ, વિનીતા પ્રવેશ અને રાજ્યાભિષેક, એ કુલ ૧૩ અઠ્ઠમના સ્થાન ચક્રવર્તીના છે. પૌષધ યુક્ત આ અઠ્ઠમ સંસારિક | વિધિ વિધાનરૂપ છે. કિંતુ તેને ધર્મ આરાધના હેતુ નહીં સમજવી જોઈએ.
બે ગુફાના દ્વાર ખોલવા માટે બે અઠ્ઠમ સેનાપતિ કરે છે. ચુલ્લહિમવંત પર્વતના દેવ માટેની અટ્ટમની સાથે જ ઋષભકૂટ પર નામાંકન કરવામાં આવે છે.
બે-બે એમ ચાર નદિઓ પર સ્થાઈ પૂલ અને બન્ને ગફાઓમાં ૪૯-૪૯ માંડલા સ્થાયી પ્રકાશ કરનારા બનાવવામાં આવે છે. ત્રણ તીર્થ અને ચુલ્લહિમવંત પર્વત પર તીર ફેંકવામાં આવે છે, શેષ ક્યાંય પણ ફેંકવામાં આવતું નથી. ફક્ત મનમાં સ્મરણ યુક્ત અદમથી તે દેવ દેવીઓ અને વિદ્યાધર ઉપસ્થિત થઈ જાય છે.
ચલહિમવંત પર્વત પર ૭૨ યોજન દૂર બાણ જાય છે ત્યારે ભવનમાં પડે છે. અહીં ચક્રવર્તીને એક લાખ યોજનનું વૈક્રિયરૂપ બનાવવું પડે છે, ત્યારે બાણ ત્રાંસુ ૭ર યોજન જાય છે અને તેમનું શરીર ચલહિમવંત પર્વતની ઊંચાઈ સદશ (શાશ્વતા ૧૦૦ યોજનનું) થઈ જાય છે.
ચોથો વક્ષસ્કાર જંબુદ્વીપના વર્ણન ક્રમમાં ભરતક્ષેત્રનું વર્ણન ઉત્સર્પિણી, અવસર્પિણીના ૬-૬ આરાના વર્ણનની સાથે એવં પ્રથમ તીર્થકર, પ્રથમ ચક્રવર્તીના વર્ણનની સાથે પૂર્ણ થાય છે. જેમાં ચક્રવર્તી ભરત દ્વારા ખંડોને સાધવા(જીતવાનું) વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. આ રીતે બધા મળીને ભરત ક્ષેત્રનું સાંગોપાંગ વર્ણન ત્રણ વક્ષસ્કારમાં કરવામાં આવ્યું છે. આ ચોથા વક્ષસ્કારમાં અવશેષ જંબૂદ્વીપના વર્ષધર પર્વત અને ક્ષેત્રોનું વર્ણન એના અંતર્ગત આવેલ પર્વતો નદીઓ, ક્ષેત્રો, વિભાગો આદિની સાથે કરવામાં આવે છે. આ વક્ષસ્કારનો વિષય ક્રમ – (૧) ચુલ્લહિમવંત પર્વત-પઘદ્રહ, નદી, ફૂટ યુક્ત (૨) હેમવંત યુગલિક ક્ષેત્ર (૩) મહાહિમવંત પર્વત (૪) હરિવર્ષ યુગલિક ક્ષેત્ર (૫) નિષધ પર્વત (૬) મહાવિદેહ ક્ષેત્રના વર્ણનમાં ઉત્તરકુરુ તથા એના વૃક્ષ, પર્વત, દ્રહ, વક્ષસ્કાર ગજદંતા આદિ (૭) પહેલી વિજયથી આઠમી વિજય અને તેની વચ્ચેના પર્વત તથા અંતર નદી (૮) બન્ને સીતામુખ વન (૯) નવમી વિજયથી સોળમી વિજય, અંતર નદી અને પર્વત યુક્ત (૧૦) દેવકુરુક્ષેત્ર તથા એના વૃક્ષ, દ્રહ, પર્વત, નદી, ગજદંતા આદિ (૧૧). સત્તરમી વિજયથી ચોવીસમી વિજય (૧૨) બન્ને સાતોદામુખવન (૧૩) પચ્ચીસમી વિજયથી બત્રીસમી વિજય (૧૪) મેરુ પર્વત, ભદ્રસાલ આદિ ચાર વન, અભિષેક શિલા આદિ (૧૫) નીલ પર્વત (૧૬) રમ્ય વાસ યુગલિક ક્ષેત્ર (૧૭) રુક્ષ્મી પર્વત (૧૮) હરણ્યવત યુગલિક ક્ષેત્ર (૧૯) શિખરી પર્વત (૨૦) કર્મ ભૂમિજ એરાવત ક્ષેત્ર. આ ક્રમથી આગળ વર્ણન કરવામાં આવ્યું છે. (૧) ચુલ્લહિમવંત પર્વત :- દક્ષિણ દિશામાં ભરતક્ષેત્રની સીમા કરનારો, ઉત્તરદિશામાં હેમવંત ક્ષેત્રની સીમા કરનારો, પૂર્વ પશ્ચિમમાં લવણ સમુદ્રના સીમાંત પ્રદેશોને સ્પર્શ કરનારો સુવર્ણમય ચુલ્લ હિમવંત નામનો લઘુ પર્વત છે. તે પૂર્વ પશ્ચિમ સમુદ્ર સુધી લાંબો ઉત્તર દક્ષિણ ભરત ક્ષેત્રથી બે ગણો ૧૦પર યોજન પહોળો અને 100 યોજન ઊંચો છે. સમ ભૂમિ પર બન્ને બાજુ એક–એક પદ્રવર વેદિકા અને વનખંડથી સુશોભિત છે. મહાહિમવંત વર્ષધર પર્વતની અપેક્ષા આ પર્વત નાનો છે. તેથી એનું ચુલ્લ– નાનો હિમવંત પર્વત એ શાશ્વત નામ છે. ચોખ્ખણ લાંબો હોવાથી આ પર્વતને રુચક સંસ્થાન કહેવામાં આવેલ છે. કારણ કે રુચક નામક ગળાનું આભૂષણ આ પ્રકારનું હોય છે. (૨) હેમવંત યુગલિક ક્ષેત્ર - આ ક્ષેત્રની દક્ષિણમાં ચુલ્લહિમવંત પર્વત છે. પૂર્વ પશ્ચિમમાં લવણ સમુદ્રી સીમાંત પ્રદેશોને અડતુ આ ચોખ્ખણ લાંબુ પર્ઘક (પર્યક) સંસ્થાનવાળું ક્ષેત્ર છે. આ ક્ષેત્રની લંબાઈ, પહોળાઈ થી મધ્યમાં શબ્દાપાતી વૃત વૈતાઢય પર્વત છે. જે એક હજાર યોજન ઊંચો અને એક હજાર યોજન લાંબો પહોળો ગોળ છે. એના સમ ભૂમિ ભાગ પર ચારે બાજુ પધવર વેદિકા અને વનખંડ છે. શિખર તલ પર પણ ચારે બાજુ કિનારા પર પદ્મવર વેદિકા અને વનખંડ છે. શિખર તલની વચમાં શ્રેષ્ઠ પ્રાસાદ છે. જે દ૨ યોજન ઊંચો ૩૧ યોજન લાંબો, પહોળો છે. શબ્દાપાતિ દેવ અહીં સપરિવાર રહે છે.
રોહિતા અને રોહિતાશા બે નદીઓ અને વૃત(ગોલ) વૈતાઢય પર્વતથી આ ક્ષેત્રમાં ચાર વિભાગ(ખંડ) થાય છે.આ ક્ષેત્રની પહોળાઈ ચુલ્લહિમવંત પર્વતની પહોળાઈથી બે ગણી ૨૧૦૫ યોજનની છે. આ ક્ષેત્રમાં અકર્મભૂમિજ મનુષ્ય રહે છે. ત્યાં અવસર્પિણીના ત્રીજા આરાની શરૂઆતની સમાન ભાવ વર્તે છે. મનુષ્યની ઉમર ઉત્કૃષ્ટ એક પલ્યોપમની હોય છે. દસ પ્રકારના વિશિષ્ટ વૃક્ષો (પ્રચલનમાં કલ્પ વૃક્ષો)થી આ મનુષ્યોના જીવનનિર્વાહ થાય છે. ઇત્યાદિ વર્ણન ત્રીજા આરાના વર્ણન સમાન જાણવું.
આ ક્ષેત્રની બન્ને બાજુ સુવર્ણમય પર્વત છે. તે સુવર્ણમય પુદ્ગલ એવં સોનેરી પ્રકાશ આ ક્ષેત્રને આપતા રહે છે. આ ક્ષેત્રના અધિપતિ દેવનું નામ હિમવંત છે. એટલે કે આ ક્ષેત્રનું હેમવંત' એ અનાદિ શાશ્વત નામ છે. (૩) મહાહિમવંત પર્વત :- આ પર્વત દક્ષિણમાં હેમવંત ક્ષેત્રની અને ઉત્તરમાં હરિવર્ષ ક્ષેત્રની સીમા કરે છે. પૂર્વ પશ્ચિમ લવણ સમુદ્રી ચરમાંત પ્રદેશોને સ્પર્શ કરે છે. પૂર્વ પશ્ચિમ લાંબો અને ઉત્તર દક્ષિણ હેમવંત ક્ષેત્રથી બે ગણા ૪૨૧૦ યોજન પહોળો એવું ૨૦૦ યોજન ઊંચો રુચક સંસ્થાન મય છે. તે સંપૂર્ણ સુવર્ણમય છે. શેષ વર્ણન વેદિકા, દ્રહ, કૂટ આદિનું ચુલ્લહિમવંત પર્વતના વર્ણન જેવું છે.
આ ચુલ્લહિમવંત પર્વતથી આ પર્વત બધી અપેક્ષાએ વિશાળ છે. એવું મહાહિમવંત એના અધિપતિ દેવ અહીં રહે છે. એટલે મહાહિમવંત પર્વત એ શાશ્વત નામ છે. (૪) હરિવર્ષ ક્ષેત્ર :- હેમવંત ક્ષેત્રના જેવું જ આ ક્ષેત્ર બે નદીઓ અને વૃત વૈતાઢય પર્વતથી ચાર ભાગોમાં વિભાજિત છે. પૂર્વ પશ્ચિમ લાંબુ, ઉત્તર દક્ષિણ મહાહિમવંત પર્વતથી બેગણુ(૮૪૨૧ યોજન) પહોળુ છે. પથંક(પર્યક) સંસ્થાન સંસ્થિત છે. એના ઉત્તરમાં નિષધ મહાપર્વત છે, દક્ષિણમાં મહાહિમવંત પર્વત છે. પૂર્વ પશ્ચિમમાં લવણ સમુદ્ર છે. એમાં અકર્મભૂમિજ યુગલિક મનુષ્ય રહે છે. ૧૦ પ્રકારના વિશિષ્ટ વૃક્ષ હોય છે, ઈત્યાદિ અવસર્પિણીના બીજા આરાના શરૂઆત કાળનું વર્ણન જાણવું.