________________
આગમ-કથાઓ
કુલ
૫૬
૧,૦૯,૮૦૦
અહીં જે ૬૩૦ આદિ છે તે મંડલના ભાગ છે. એમને જોડવાથી કુલ ૧,૦૯,૮૦૦ ભાગ થાય છે. ઉપરના સીમા ક્ષેત્ર નક્ષત્રોના આગળ પાછળ મધ્ય મળીને કુલ ક્ષેત્ર છે. આ ક્ષેત્રની સીધમાં ચંદ્ર સૂર્ય રહે ત્યાં સુધી એમનો યોગ ગણવામાં આવે છે. એમના વિમાન આ સીમા ક્ષેત્રની વચમાં હોય છે. ૬, ૧૫ આદિ નક્ષત્ર સંખ્યાના નામ આ પ્રામૃતના બીજા પ્રતિ પ્રાભૂતમાં છે.
જે નક્ષત્રને જેટલા દિવસનો ચંદ્ર સાથે યોગ હોય છે તેના સડસઠિયા ભાગના ત્રીસ ભાગ કરવાથી ઉક્ત રાશિ થઈ જાય છે. યથા—જે નક્ષત્ર ૩૦ મુહૂર્ત ઊ ૧ દિવસ યોગ જોડે છે એનો સીમા વિષ્ફભ ૧૪૬૭૪૩૦ઊ ૨૦૧૦ ભાગનો છે. એટલા માટે સૂત્રમાં '(સત્તસિદ્ધ ભાગ તીસઈ ભાગાણું)' ૬૭ મા ભાગનો ત્રીસમો ભાગ વિશેષણ લગાવ્યું છે. નક્ષત્ર અમાવસ્યા યોગ :– અભિજિત નક્ષત્ર દર ૪૪મી અમાવાસ્યાએ સવાર સાંજ ચંદ્રની સાથે યોગ જોડે છે. એના સિવાય કોઈ પણ નક્ષત્ર ચંદ્રની સાથે અમાવસ્યાના દિવસે યોગ જોડતા નથી પરંતુ પૂર્ણિમાના દિવસે રાતમાં જ ચંદ્રની સાથે યોગ જોડે છે. ચંદ્ર પૂર્ણિમા યોગ ચંદ્ર જે મંડલમાં જે સ્થાન પર યુગની અંતિમ ૬૨ મી પૂર્ણિમા પૂર્ણ કરે છે તે સ્થાનથી ૦.૨૬ મંડલ ભાગ જેટલા ક્ષેત્રમાં આગળ જઈને પ્રથમ પૂર્ણિમા(નવા યુગની) પૂર્ણ કરે છે. એ જ પ્રકારે બીજી ત્રીજી પૂર્ણિમા પણ આગળની પૂર્ણિમા કૃત મંડલ સ્થાનથી ૦.૨૬ મંડલ ભાગ આગળ જઈને પૂર્ણ કરે છે. આ રીતે કરતાં કરતાં યુગ સમાપ્તિની ૬૨ મી પૂર્ણિમા મંડલના દક્ષિણી ચતુર્થાંશ ભાગમાં (૦.૯)નવ ભાગ જવા પર અને (૦.૧)એક ભાગ એ જ ચતુર્થાંશ દક્ષિણી ભાગનો શેષ રહેવા પર ત્યાં સમાપ્ત થાય છે.
=
સૂર્ય પૂર્ણિમા યોગ :- સૂર્ય પણ યુગની ૬૨ મી પૂર્ણિમા જ્યાં સમાપ્ત કરે છે એ જ સ્થાનથી ૦.૭૬ મંડલ ભાગ જેટલા ક્ષેત્રમાં આગળ જઈને પ્રથમ પૂર્ણિમા (નવા યુગની) પૂર્ણ કરે છે. એ જ પ્રકારે બીજી ત્રીજી પૂર્ણિમા તે પહેલી પૂર્ણિમા કૃત મંડલ સ્થાનથી ૦.૭૬ મંડલ ભાગ આગળ જઈને પૂર્ણ કરે છે. આ રીતે કરતાં કરતાં યુગ સમાપ્તિની ૬૨ મી પૂર્ણિમા મંડલના પૂર્વી ચતુર્થાંશમાં ૨૭/૩૧, ૦.૯ ભાગ ગયા પછી અને ૩/૩૧, ૦.૧ ભાગ તે પૂર્વી ચતુર્થાંશનો અવશેષ રહેવા પર ત્યાં સમાપ્ત કરે છે. ચંદ્ર અમાવસ્યા યોગ :– ચંદ્ર જે મંડલમાં જે સ્થાન પર યુગની અંતિમ અમાવસ્યા પૂર્ણ કરે છે એ જ સ્થાનથી ૦.૨૬ ભાગ મંડલ જેટલું ક્ષેત્ર આગળ જઈને યુગની પ્રથમ અમાવસ્યા પૂર્ણ કરે છે. એ જ રીતે પૂર્ણિમાના વર્ણન સમાન જાણવું.
જ્યાં ચંદ્ર ૬૨ મી પૂર્ણિમા પૂર્ણ કરે છે ત્યાંથી ૦.૧૩ ભાગ મંડલ પહેલાથી ૬૨ મી અમાવસ્યા પૂર્ણ કરે છે. અર્થાત્ દક્ષિણી ચતુર્થાંશ મંડલના ૧૧.૯/૩૧ (૦.૩૮)ચાર ભાગ ગયા પછી અને ૧૯.૧/૩૧ (૦.૬૨)છ ભાગ એ દક્ષિણી ચતુર્થાંશ ભાગનો અવશેષ રહેતાં તે સ્થાન પર ચંદ્ર ૬૨ મી અમાવસ્યા સમાપ્ત કરે છે.
278
સૂર્ય અમાવસ્યા યોગ :– સૂર્ય પહેલા પહેલાની અમાવસ્યા સમાપ્તિ સ્થાનથી ૦.૭૬ મંડલ ભાગ આગળ આગલી અમાવસ્યા પૂર્ણ કરે છે. જે સ્થાને ૬૨ મી પૂર્ણિમા પૂર્ણ કરે છે તે જ સ્થાનથી ૦.૩૮ મંડલ ભાગ પહેલા જ સૂર્ય ૬૨ મી અમાવસ્યા પૂર્ણ કરે છે. ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર પૂર્ણિમા યોગ ઃ—
પૂનમ
મુહૂર્ત
૨૮+
પહેલી પૂનમ બીજી પૂનમ
૭ +
૧ +
ત્રીજી પૂનમ બારમી પૂનમ બાસઠમી પૂનમ ઉત્તરાષાઢા
ઉત્તરાષાઢા
૨૬ +
૧૬ +
ચરમ સમય | પુષ્ય
૧૯+
જે મુહૂર્ત પ્રમાણ દીધા છે, એટલા સમયનો યોગ કાલ અવશેષ રહેતાં તે નક્ષત્ર પૂર્ણિમા પૂર્ણ કરે છે. ચંદ્ર સૂર્ય નક્ષત્ર અમાસ યોગ
:
-
અમાસ
ચંદ્ર-સૂર્ય અશ્લેષા ઉત્તરા ફાલ્ગુની
હસ્ત
આર્દ્ર
મુહૂર્ત
ચંદ્રધનિષ્ઠા
૩+
ઉત્તરા ભાદ્રપદ | ૨૭+
અશ્વિની
૨૧+
મુહૂર્ત
૧ +
૪૦+
૪૦+
*+
પહેલી અમાસ
બીજી અમાસ
ત્રીજી અમાસ બારમી અમાસ બાસઠમી અમાસ પુનર્વસુ
૨૨ +
નોંધ :– ચંદ્ર અમાવસ્યાના દિવસે સૂર્યની સાથે જ રહે છે. માટે બન્નેના નક્ષત્ર યોગ એક જ સમાન હોય છે. એટલા માટે ચાર્ટમાં બંનેયને સાથે રાખવામાં આવ્યા છે.
સૂર્ય
પૂર્વા ફાલ્ગુની ઉત્તરા ફાલ્ગુની
ચિત્રા
પુનર્વસુ
ચંદ્ર નક્ષત્રનો યોગ કાળ ઃ— · એક નામના બે—બે નક્ષત્ર છે. જે નક્ષત્રની સાથે ચંદ્ર આજે જે સમયે યોગ પૂર્ણ કરે છે, એનાથી ૮૧૯+ મુહૂર્ત પછી એજ નામ– વાળા બીજા નક્ષત્રની સાથે અન્ય સ્થાનમાં યોગ પૂર્ણ કરે છે. ૧૬૩૮ + મુહૂર્ત પછી પુનઃ એ જ નક્ષત્રની સાથે અન્ય સ્થાનમાં યોગ પૂર્ણ કરે છે. ૫૪૯૦૦ મુહૂર્ત પછી એ જ નામવાળા બીજા નક્ષત્રની સાથે એ જ સ્થાનમાં યોગ પૂર્ણ કરે છે. ૧૦૯૮૦૦ મુહૂર્ત પછી એ જ નક્ષત્રની સાથે એ જ સ્થાનમાં યોગ પૂર્ણ કરે છે.
સૂર્ય નક્ષત્રનો યોગ કાળ :– ૩૬ ૬ દિવસ બાદ સૂર્ય એ જ નામવાળા બીજા નક્ષત્રની સાથે યોગ પૂર્ણ કરે છે. ૭૩૨ દિવસ પછી પુનઃ એ જ નક્ષત્રની સાથે એ જ સ્થાનમાં યોગ પૂર્ણ કરે છે. ૧૮૩૦ દિવસ પછી એ જ નામવાળા બીજા નક્ષત્રની સાથે એ જ સ્થાનમાં યોગ પૂર્ણ કરે છે. ૩૬ ૬૦ દિવસ પછી એ જ નક્ષત્રની સાથે એ જ સ્થાનમાં યોગ પૂર્ણ કરે છે.