________________
jain
કથાસાર
ચાર પુત્રો થયા હતા જે સુંદર, સુડોળ અને રૂપ ગુણ યુકત હતા. એક વખત તે નગરીમાં ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. ધર્મદેશના સાંભળવા આવેલી પરિષદમાં રાજા પણ હતા, સાથે એક દીન-હીન જન્માંધ વ્યકિત પણ હતી. જેને એક માણસ નાની ગાડીમાં બેસાડી, ખેંચીને અહીં-તહીં લઈ જતો હતો. તેને જોઈ ગૌતમ ગણધરે પ્રશ્ન પૂછયો – 'ભંતે! આ કેવો દુઃખી આત્મા છે. આના જેવો બીજો કોઈ દુઃખી નહીં હોય!' ઉત્તરમાં ભગવાને ભોયરામાં રહેલા મૃગાપુત્રનું વર્ણન કર્યું. તેથી ગૌતમ સ્વામીએ તેને જોવાની ભાવના વ્યકત કરી. મૃગા પુત્રનું વિભત્સ દ્રશ્ય : ભગવાનની આજ્ઞા લઈ ગૌતમ સ્વામી મૃગારાણીના મહેલે પધાર્યા. મૃગારાણી કર્યા. આવવાનું કારણ પૂછ્યું. ગૌતમ સ્વામીએ પુત્ર જોવાની ભાવના વ્યકત કરતાં મૃગારાણીએ પોતાના ચાર સુકમારોને ઉપસ્થિત કર્યા. ગૌતમ સ્વામીએ સ્પષ્ટતા કરી કે આ પુત્રોનું મારે પ્રયોજન નથી પણ ભોયરામાં રાખેલ પ્રથમ પુત્રને જોવો છે. મૃગારાણીએ આશ્ચર્ય પૂછયું કે આ ગુપ્ત વાતનું રહસ્ય કોના દ્વારા જાણવા મળ્યું? ગૌતમ સ્વામીએ કહ્યું કે, સર્વજ્ઞ, સર્વદર્શી મારા ધર્મગુરુ ધર્માચાર્ય ભગવાન મહાવીર સ્વામી દ્વારા મને જાણવા મળ્યું છે. ત્યારપછી ભગવાનના જ્ઞાનનો તથા અતિશયનો પરિચય આપ્યો. મૃગારાણીએ ભોજનની ગાડી ભરી, ગૌતમ સ્વામીને દોરતી ભોયરા પાસે પહોંચી દરવાજો ખોલતાં જ અસહ્ય દુર્ગધ આવી. નાક ઢાંકીને બન્ને અંદર ગયા. મૃગારાણીએ તે પુત્રની પાસે આહાર રાખ્યો. ખૂબ આસકિતથી, શીવ્રતાએ તે આહાર ખાઈ ગયો. તત્કાળ તે આહાર પરિણમન થઈ, પચી જઈ રસી અને લોહીના રૂપમાં બહાર આવ્યો તેને પણ તે ચાટી ગયો. આ લોમહર્ષક બીભત્સ છતાં દયનીય દશ્ય જોઈ ગૌતમ સ્વામી પાછા આવ્યા. ભગવાનને તેની દુર્દશાનું કારણ પૂછ્યું ત્યારે ભગવાને તેનો પૂર્વભવ કહ્યો – ઈકાઈ રાઠોડ – ભારતવર્ષમાં શતકાર નરેશના પ્રતિનિધિ વિનયવર્ધમાન નામના ખેડનો શાસક ઈકાઈ' નામનો રાષ્ટ્રકૂટ (રાઠોડ) હતો. આ રાષ્ટ્રકૂટ અત્યંત, અધર્મી, અધર્માનુયાયી, અધર્મનિષ્ઠ, અધર્મદર્શી, અધર્મપ્રજ્વલન એવં અધર્માચારી હતો. આદર્શ શાસકમાં જે વિશેષતા હોવી જોઈએ તેમાંથી એક પણ નહતી. એટલું જ નહિ, તે દરેક રીતે ભ્રષ્ટ અને અધમ શાસક હતો. પ્રજાને વધુને વધુ પીડવામાં જ આનંદ માનતો હતો. તે લાંચ લેનાર હતો. નિરપરાધ લોકો ઉપર જૂઠા આરોપ મૂકી તેમને પરેશાન કરતો હતો. રાત-દિવસ પાપ કૃત્યોમાં તલ્લીન રહેતો. તીવ્રતર પાપકર્મોના આચરણથી તાત્કાલિક ફળ એ મળ્યું કે તેના શરીરમાં અસાધ્ય સોળ મહારોગ ઉત્પન્ન થયા. આ રોગોના ફળ સ્વરૂપ હાય વોય કરતો મૃત્યુ પામ્યો. પાપના ફળને ભોગવવા પહેલી નરકમાં નારકી પણે ઉત્પન્ન થયો. નરકમાં એક સાગરોપમનું લાંબું આયુષ્ય ભોગવ્યા પછી અહી મૃગા પુત્રના રૂપે જન્મ લીધો. આગામી ભવો :–મૃગાપુત્રના ભૂતકાળની આ કથા સાંભળીને ગૌતમ સ્વામીએ તેના ભવિષ્ય માટે પૂછયું. ભગવાને મૃગાપુત્રનું ભવિષ્ય બતાવતાં કહ્યું કે – (૧) અહીં ૨૬ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પ્રથમ (૮) સિંહરૂપે જન્મ લેશે. નરકમાં ઉત્પન થશે.
(૯) ચોથી નરકમાં જશે. (૨) એક સાગરોપમનું નરકનું આયુષ્ય ભોગવી
(૧૦) ઉપર જાતિમાં જન્મ લેશે. સિંહરૂપે ઉત્પન થશે.
(૧૧) પાંચમી નરકમાં જશે. ત્યાર પછી પ્રથમ નરકમાં ઉત્પન થશે.
(૧૨) સ્ત્રીરૂપે પાપાચારનું સેવન કરશે. સરીસર્પ થશે.
(૧૩) છઠ્ઠી નરકમાં જશે. ત્યારપછી બીજી નરકમાં જશે.
(૧૪) મનુષ્ય ભવમાં અધર્મનું સેવન કરી. (૬) પક્ષી યોનિમાં ઉત્પન્ન થશે.
(૧૫) સાતમી નરકમાં જશે. (૭) ત્રીજી નરકભૂમિમાં જશે. ત્યાર પછી લાખો વખત જલચર જીવોની સાડા બાર લાખ કુલકોટિમાં ચતુષ્પદોમાં, ઉરપરિસર્પોમાં, ભુજપરિસપમાં, ખેચરોમાં, ચહેરેન્દ્રિયમાં, તેઈન્દ્રિયમાં, બેઈન્દ્રિયમાં, વનસ્પતિમાં, વાયુકાય, અપકાય, તેઉકાય તથા પૃથ્વીકાયમાં લાખો-લાખો વખત જન્મ ધારણ કરશે. દીર્ઘકાળ સુધી ભવભ્રમણ કરી અપાર વેદનાઓ ભોગવ્યા પછી બળદના રૂપે જન્મશે. તત્પશ્ચાત્ તેને મનુષ્ય ભવની પ્રાપ્તિ થશે. ત્યાં સંયમની આરાધના કરી પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ સિદ્ધ થશે. પ્રેરણા – શિક્ષા:- આ અધ્યયનથી મળતો બોધ:(૧) શાસનના માધ્યમ દ્વારા પ્રાપ્ત સત્તાનો દુરુપયોગ કરવાવાળા, લાંચ લેનાર, પ્રજા ઉપર અનુચિત કર–ભાર લાદનાર, તે
સિવાય અન્ય આવાં પાપાચરણો કરનારાઓના ભવિષ્યનું આ નિર્મળ દર્પણ છે. આજના વાતાવરણમાં પ્રસ્તુત અધ્યયન અને આગળનાં અધ્યયન પણ ઉપયોગી છે. પતિની આજ્ઞાથી મૃગારાણીએ દુઃસ્સહ દુર્ગધયુકત તે પાપી પુત્રની પણ સેવા કરી હતી. આ કર્તવ્યનિષ્ઠા એવું
પતિપરાયણતાનો અનુપમ આદર્શ છે. (૩) પાપી, અધર્મિષ્ઠ આત્મા પોતે દુઃખી થાય છે અને અન્યને દુઃખી કરે છે. જેવી રીતે ખાદ્ય સામગ્રીમાં પડેલી માખી.
સત્તા અને પુણ્યના નશામાં વ્યકિત કોઈની પરવાહ નથી કરતો. ભવિષ્યના કર્મબંધનો પણ વિચાર નથી કરતો. તેમ છતાં દુઃખ દાયી કર્મો તો ભોગવવા જ પડે છે. તેથી નાના-મોટા કોઈપણ પ્રાણીને મન-વચન-કાયાથી કષ્ટ પહોંચાડતાં પ્રાણીઓ
પોતાના માટે દુઃખનો પહાડ તૈયાર કરે છે. (૫) સૌદર્ય-પૂર્ણ દશ્યને જોવાની આસકિત સાધુને માટે અકલ્પનીય છે. પણ ગંભીર જ્ઞાન, અનુપ્રેક્ષા, અન્વેષણ આદિ હેતુએ
જાણવા–જોવાની જિજ્ઞાસા થવી તે અલગ બાબત છે. તે ગીતાર્થની આજ્ઞાનુસાર કરવું જોઈએ. જેવી રીતે ગૌતમ સ્વામી આજ્ઞા લઈ મૃગા પુત્રને જોવા ભોયરામાં ગયા હતા.