________________
19.
jain
કથાસાર ધર્મરુચિ અણગાર પારણા કાજે તેના ઘરે પહોંચ્યા. સર્પ પાસે અમૃતની અપેક્ષા રખાય જ નહિ, તેની પાસેથી તો ઝેર જ મળે. નાગશ્રી માનવીના રૂપમાં નાગણ હતી. પરમ તપસ્વી મુનિને ઝેર પ્રદાન કર્યું. વિષયુકત તુંબીનું બધું જ શાક પાત્રમાં નાખી દીધું. ધર્મરુચિ અણગાર આહાર લઈ ગુરુ સમક્ષ આવ્યા. શાકની ગંધ માત્રથી ગુરુદેવ આહારને પારખી ગયા. તેમ છતાં એક ટીપું લઈ ચાખ્યું અને મુનિવરને નિર્વદ્ય સ્થાનમાં પરઠવાનો આદેશ કર્યો. ધર્મરુચિ અણગાર પરઠવા ગયા. એક ટીપું ધરતી ઉપર મૂકતાં જ તેની ગંધથી પ્રેરાઈ સેંકડો કીડીઓ આવવા લાગી. જે પણ તેનો રસાસ્વાદ માણે તે પ્રાણ ગુમાવી દેતી. આ દશ્ય જોઈ કરૂણા અવતાર મુનિનું હૃદય હચમચી ઉઠયું. તેમણે વિચાર્યું કે એક ટીપા માત્રથી આટલી બધી કીડીઓ મૃત્યુ પામી તો બધું જ શાક પરઠવાથી કેટલા બધા જીવોની ઘાત થશે? તે કરતાં શ્રેયસ્કર એ છે કે પેટમાં પધરાવી દઉં. મુનિએ તે પ્રમાણે કર્યું. દારૂણ વેદના થઈ. મુનિ પાદપોપગમન સંથારો કરી સમાધિ પૂર્વક પંડિત મરણને વર્યા. નાગશ્રીનું પાપ છૂપું ન રહ્યું. સર્વત્ર તેની ચર્ચા થવા લાગી. સ્વજનોએ માર–પીટ કરી ઘરમાંથી કાઢી મૂકી. તે ભિખારી બની ગઈ. સોળ રોગ તેને થયા. અતિ તીવ્ર દુ:ખોને અનુભવતી હાય-વોય કરતી છઠ્ઠી નરકમાં ઉત્પન થઈ. ત્યાર પછી પ્રત્યેક નરકમાં અનેક સાગરોપમના આયુષ્યથી અનેક વખત જન્મ ધારણ કર્યા. વચ્ચે વચ્ચે માછલી આદિ તિર્યંચ યોનિમાં પણ જન્મ લીધા. તે ભવોમાં શસ્ત્રો દ્વારા વધ થાય છે. જલચર, ખેચર અને સ્થલચર, એકેન્દ્રિય, | વિકલેન્દ્રિય પર્યાયમાં જન્મ લીધા: દ:ખમય જીવન પસાર કર્યા. દીર્ઘકાળ સુધી જન્મ મરણ કરી મનુષ્ય ભવ પ્રાપ્ત કર્યો. ચંપા નગરીના સાગરદત્ત શેઠના ઘરે પુત્રી પણ જન્મ લીધો. સુકુમાલિકા નામ રાખવામાં આવ્યું. હજી પણ પાપના વિપાકનો અંત નહોતો આવ્યો. વિવાહિત થતાં જ પતિ દ્વારા તેનો પરિત્યાગ કરવામાં આવ્યો. તેના શરીરનો સ્પર્શ તલવારની ધાર જેવો તીણ અને અગ્નિ જેવો ઉષ્ણ લાગતો. તેના પતિ ઉપર દબાણ કરવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે "હું મૃત્યુને ભેટીશ પણ સુકુમાલિકાનો સ્પર્શ સુદ્ધાં નહિ
સુકુમાલિકાનો પુનર્વિવાહ એક ભિખારી સાથે કરવામાં આવ્યો. ભિખારી પણ તેને પ્રથમ રાત્રેજ છોડીને ભાગ્યો. અતિશય દીન-હીન ભિખારી, શેઠના અસીમ વૈભવ અને સ્વર્ગ જેવા સુખના પ્રલોભનનો ત્યાગ કરી, હુકરાવી જતો રહ્યો, હવે કોઈ આશાનું કિરણ ન રહ્યું. પિતાએ નિરાશ થઈને કહ્યું – "બેટી! તારા પાપ-કર્મનો ઉદય છે જેને તું સંતોષની સાથે ભોગવી લે." પિતાએ દાનશાળા ખોલી. સુકુમાલિકા દાન દેતી સમય વ્યતીત કરવા લાગી. એકદા ગોપાલિકા નામના સાધ્વીજી દાનશાળામાં ગોચરી અર્થે પધાર્યા. તેઓની પાસે સુકુમાલિકાએ વશીકરણ, મંત્ર-તંત્ર, કામણ-કૂટણ આદિની યાચના કરી. આર્યાજીએ પોતાનો ધર્મ સમજાવ્યો; અને કહ્યું કે આવું સાંભળવું પણ મને કલ્પતું નથી અમારે મંત્ર-તંત્રનું શું પ્રયોજન? આખરે સાધ્વીજીના ઉપદેશથી સુકમાલિકાએ વિરકત થઈ દીક્ષા અંગીકાર કરી. કાલાંતરે તે શિથિલાચારી બની ગઈ. સ્વચ્છેદ થઈ એકાકી રહેવા લાગી. ગામ બહાર જઈ આતાપના લેવા લાગી. એક વખત એક વેશ્યાને પાંચ પુરુષ સાથે વિલાસ કરતી જોઈ સુકમાલિકાની સુષુપ્ત સુખ ભોગની લાલસા ઉત્પન્ન થઈ. તેણે નિયાણું કર્યું– 'મારી તપશ્ચર્યાનું ફળ હોય તો બીજા ભવમાં આવા પ્રકારનું સુખ પ્રાપ્ત કરું. અંતે મૃત્યુ પામી દેવ પર્યાયમાં ઉત્પન્ન થઈ ત્યાં પણ દેવગણિકા બની. દેવભવનો અંત થતાં પાંચાલનપતિ દ્રપદની કન્યા દ્રૌપદી રૂપે ઉત્પન્ન થઈ. ઉચિત વય થતાં સ્વયંવરનું આયોજન કરવામાં આવ્યું. સ્વયંવરમાં શ્રી કૃષ્ણ વાસુદેવ, પાંડવો આદિ હજારો રાજાઓ ઉપસ્થિત હતા. દ્રૌપદીએ પાંચ પાંડવોનો સ્વીકાર કર્યો. તેના આ સ્વયં વરણનો કોઈએ વિરોધ ન કર્યો. દ્રૌપદી પાંડવોની સાથે હસ્તિનાપુરમાં ગઈ. ક્રમશઃ પાંચ પાંડવોની સાથે માનવીય સુખોનો ઉપભોગ કરવા લાગી. એક વખત અચાનક નારદજી આવી પહોંચ્યા. યથોચિત વિનય બધાએ જાળવ્યો પણ દ્રૌપદીએ સત્કાર ન કર્યો. નારદજી કોપ્યા. બદલો લેવાની ભાવનાએ લવણ સમુદ્ર પાર કરી ઘાતકી ખંડદ્વીપમાં અમરકંકાના રાજા પાનાભ પાસે ગયા. દ્રૌપદીના રૂપ–લાવણ્યની અતિશય પ્રશંસા કરી પદ્મનાભને લલચાવ્યો. તેણે મિત્રદેવની સહાયતાથી દ્રૌપદીનું અપહરણ કરાવ્યું. દ્રોપદી પતિવ્રતા હતી. પદ્મનાભે તેણી પાસે અનુચિત માંગણી કરી ત્યારે તેણે છ મહિનાની મુદત માંગી. દ્રૌપદીને શ્રદ્ધા હતી કે આ સમય દરમ્યાન શ્રી કૃષ્ણ આવી મને છોડાવશે. મારો ઉદ્ધાર કરશે. આ તરફ પાંડુરાજાએ ચારે બાજુ તપાસ આદરી. દ્રૌપદીનો કયાંય પત્તો ન લાગ્યો. આખરે પાંડવોની માતા કુંતીજી કૃષ્ણ વાસુદેવ પાસે ગઈ. સમાચાર મળતાં જ શ્રી કૃષ્ણ નગર બહાર સત્કારવા આવ્યા. ભવનમાં લઈ આવી આગમનનું કારણ પૂછ્યું. કુંતીએ દ્રૌપદીના અપહરણની વાત કરી. કૃષ્ણ તે કાર્ય પૂર્ણ કરવાનું વચન આપી કુંતીને વિદાય કરી. અત્યંત શોધ કરવા છતાં દ્રોપદીનો પત્તો ન લાગ્યો. અચાનક નારદજી શ્રી કૃષ્ણ પાસે આવ્યા. ઉચિત સત્કાર કર્યો. પરસ્પર કુશલ સમાચાર પૂછી શ્રી કૃષ્ણ દ્રૌપદી માટે પૂછ્યું. તેના પ્રત્યુત્તરમાં નારદે કહ્યું કે ધાતકીખંડદ્વીપની અમરકંકા નામની રાજધાનીમાં પદ્મનાભના અંતઃપુરમાં દ્રૌપદી જેવી એક સ્ત્રીને જોઈ હતી. શ્રી કૃષ્ણને સમજતાં વાર ન લાગી કે આ કરતૂત નારદજીનાં છે. નારદજી પલાયન થઈ ગયા. કૃષ્ણ પાંડવોને સમુદ્ર કિનારે આવવા જણાવ્યું. ત્યાં છે એ જણાએ પોત પોતાનાં રથ સહિત લવણાધિપતિ સુસ્થિત દેવની સહાયતાથી લવણસમુદ્ર પાર કરી અમરક પહોંચ્યા. દૂત દ્વારા પદ્મનાભને સૂચના અપાઈ. યુદ્ધનો પ્રારંભ થયો. પ્રથમ યુદ્ધમાં પાંડવોની હાર થઈ, ત્યાર પછી શ્રી કૃષ્ણ વાસુદેવે શંખનાદ કરી યુદ્ધ કર્યું અને વિજય મેળવ્યો. પદ્મનાભના પંજામાંથી દ્રૌપદીને છોડાવી પ્રસ્થાન કર્યું. શ્રી કૃષ્ણ વાસુદેવના શંખનો ધ્વનિ તે ધાતકીખંડના ભરતક્ષેત્રના કપિલ વાસુદેવે સાંભળ્યો. તે વખતે ત્યાંના બાવીસમાં તીર્થકરનું સમવસરણ રચાયું હતું તેમાં કપિલ વાસુદેવે દેશના સાંભળતાં શંખનો અવાજ સાંભળ્યો. પ્રશ્ન પૂછતાં ભગવાને બધોજ વૃત્તાંત કહ્યો. તે વાસુદેવ કૃષ્ણને મળવા આવ્યા; તેટલામાં કૃષ્ણ બહુજ દૂર સમુદ્રમાં પહોંચી ગયા હતા. બન્ને વાસુદેવોનું શંખથી મિલન થયું એવું વાતોલાપ થયાં. કપિલ વાસુદેવે પદ્મનાભને દેશનિકાલ કર્યો અને તેના પુત્રને રાજગાદી ઉપર બેસાડ્યાં. સમુદ્ર પાર કરી શ્રી કૃષ્ણ પાંડવોને આગળ મોકલી દીધા અને પોતે સુસ્થિત દેવને મળવા ગયા. પાંચે પાંડવો નાવ દ્વારા ગંગાનદીને