________________
આગમ-કથાઓ
20
પાર કરી કિનારે પહોંચ્યા અને તે નાવને ત્યાં જ રોકી લીધી અને વિચાર્યું કે શ્રી કૃષ્ણ આટલી મોટી નદીને તરીને પાર કરી શકે છે કે નહિ તે જોઈએ.
શ્રીકૃષ્ણ નદી કિનારે આવ્યા. કોઈ સાધન ન દેખાતાં ભુજાએ તરીને કિનારે જવા વિચાર્યું. મધ્ય ભાગમાં આવતાં થાકી જવાથી દેવીએ વિશ્રાન્તિ માટે પાણીમાં બેટ બનાવ્યો. થોડો સમય આરામ કરી બાકી રહેલ જલપ્રવાહને તરી કિનારે પહોંચ્યા. પાંડવોને પૂછ્યું તમે નદી કેવી રીતે પાર કરી? સાથે આશ્ચર્ય પણ વ્યકત કર્યું. ત્યારે પાંડવોએ સત્ય વાત જણાવી, 'અમે તમારી શકિતને જોવા માંગતા
હતા.'
આ સાંભળી કૃષ્ણનો ક્રોધ આસમાને પહોંચ્યો. પાંચેના રથના ચૂરે ચૂરા કરી નાખ્યા અને દેશનિકાલની સજા ફટકારી. પાંડવો હસ્તિનાપુર માતા–પિતાને મળવા આવ્યા. પાંડુ રાજાએ ખૂબ ઉપાલંભ આપ્યો. કુંતીજી કૃષ્ણ પાસે ગયા. ત્રણ ખંડના અધિપતિ! પાંડવો આપના રાજ્યથી બહાર કયાં જાય? દરેક ઠેકાણે તમારું આધિપત્ય છે. અંતે સમાધાન કરાયું કે દક્ષિણ સમુદ્રના કિનારે જઈ નવી 'પાંડુ મથુરા' નગરી વસાવી રહેવું.
દ્રૌપદી સહિત પાંચે પાંડવો પોતાના દલ–બલ સહિત સમુદ્ર કિનારે ચાલ્યા ગયા અને સુખ રૂપ રહેવા લાગ્યા. કાલાંતરે દ્રૌપદીએ પુત્રરત્નને જન્મ આપ્યો તેનું નામ પાંડુસેન રાખવામાં આવ્યું. ધર્મઘોષ આચાર્યનું નગરીમાં પદાર્પણ થયું. પાંચ પાંડવો અને દ્રૌપદીએ પુત્રને રાજગાદી સોંપી સંયમ અંગીકાર કર્યો.
દ્રૌપદીએ અગિયાર અંગોનું અધ્યયન કર્યું. તપ સંયમની આરાધના કરી પાંચમા દેવલોકમાં ઉત્પન્ન થયા. પાંચ પાંડવોએ ચૌદ પૂર્વનું અધ્યયન કર્યું. અનેક વર્ષો સુધી તપ—સંયમની આરાધના કરી. એક વખત અરિહંત અરિષ્ટનેમિના દર્શનના હેતુએ માસ–માસખમણ તપનો અભિગ્રહ કરી ગુરુ આજ્ઞા મેળવી પાંચે મુનિઓએ વિહાર કર્યો. કોઈ નગરમાં પારણાના દિવસે આહાર લેવા જતાં સાંભળવા મળ્યું કે અરિષ્ટનેમિ ભગવાન મોક્ષે પધાર્યા. ત્યારે તેઓએ આહારને વોસિરાવી સંથારાના પચ્ચક્ખાણ લીધા. કુલ્લે ૬૦ દિવસનું અનશન કરી સંપૂર્ણ કર્મનો ક્ષય કરી સિદ્ધ—બુદ્ધ–મુકત થયા.
પ્રેરણા – શિક્ષા :–
(૧) ધર્મ અને ધર્માત્માઓ સાથે કરેલો અલ્પતમ દુર્વ્યવહાર વ્યકિતને ભવોભવ દુઃખદાઈ નીવડે છે. દા.ત. નાગેશ્રી. (૨) 'પાપ છિપાયા ના છિપે'. આ ઉકિતને સદાય યાદ રાખવી. પાપ અનેક ગણું વધીને પ્રગટ થયા વિના રહેતું નથી. કર્મોનો વિપાક ભયંકર હોય છે. નાગશ્રી બ્રાહ્મણી તે ભવમાં ભિખારી બની અને અંતે સોળ મહારોગ ભોગવતાં નરકમાં ગઈ.
(૪) જિનશાસનમાં સાધનાના વિવિધ પ્રકાર બતાવ્યા છે. ગચ્છ અને ગુરુની સાથે રહેતા થકા પણ મુનિ ઉગ્ર તપશ્ચર્યાના પારણે પરઠવા જાતે જ જાય. પરઠવાની ગુરુ આજ્ઞા થતાં ધર્મરુચિએ તે ઝેર જાતે પી લીધું, તે વિવેક સમજવો. વિવેકનું મહત્વ વિનય અને આજ્ઞાથી પણ અધિક છે.
L
(૫) સાધુએ કોઈના ગુપ્ત અવગુણો પ્રગટ કરવા નહિ. સાધુની બદનામી ન થાય તેથી નાગશ્રીનું નામ પ્રગટ કરવું અનિવાર્ય બન્યું. (કારણ કે તેમના શરીરમાં ઝેર હતું તો કોઈ એમ કહે કે સાધુએ જ ઝેર આપ્યું.) ધર્મઘોષ આચાર્યે વિવેક પૂર્વક વ્યવહાર કર્યો હતો. તેઓ ચૌદ પૂર્વધારી આગમ વિહારી હતા.
(૬) પરસ્ત્રીગમનનો ત્યાગ ધાર્મિક તેમજ વ્યાવહારિક જીવનને માટે પણ અત્યંત આવશ્યક સમજવો. પરસ્ત્રી લંપટ પુરૂષ આ ભવમાં નિંદનીય બને છે. (દા.ત. પદ્મરથ) અને પરભવને પણ બગાડે છે.(કામેય પન્થેમાણા અકામા જંતિ દુર્ગાઈ) અર્થાત્ ઇચ્છિત ભોગો ન મળવા છતાં વિચારોની મલિનતાને કારણે તેઓ દુર્ગતિના ભાગીદાર બને છે. તેથી મર્યાદિત વ્રતધારી જીવન બનાવવું.
(૭) કથાનકના બધા જ પ્રસંગો ઉપાદેય નથી હોતા. કેટલાક જાણવા યોગ્ય હોય છે તો કેટલાક ધારણ કરવા યોગ્ય હોય છે; જ્યારે કેટલાક હેય—ત્યાગવા યોગ્ય પણ હોય છે તેથી આવી કથાઓમાંથી ક્ષીર – નીર બુદ્ધિએ આદર્શ ગ્રહણ કરવા જોઈએ.
(૮) આદરણીય પુરુષોની ઠઠ્ઠા મશ્કરી ન કરવી. અન્યથા અતિ પ્રેમ પણ તૂટી જાય છે.
(૯) ઉત્તમ પુરુષો પાછલી જીંદગી પણ સુધારી લે છે. અને તીર્થંકરની હાજરીમાં પણ સ્થવિરોની પાસે દીક્ષા લઈ શકાય છે.
અધ્યયન – ૧૭ આકીર્ણજ્ઞાત (રુપક)
હસ્તિશીર્ષ નગરના કેટલાક વેપારીઓ જળમાર્ગે વ્યાપાર કરવા નીકળ્યા. તેઓ લવણ સમુદ્રમાં જતા હતા ત્યાં અચાનક તોફાન આવ્યું. નૌકા ડગમગવા લાગી. ચાલકની બુદ્ધિ પણ કુંઠિત થઈ ગઈ. તેને દિશાનું ભાન ન રહ્યું. વણિકોના હોશ કોશ ઉડી ગયા. બધા દેવ – દેવીઓની માન્યતા કરવા લાગ્યા.
થોડીવારે તોફાન શાંત થયું. ચાલકને દિશાનું ભાન થયું. નૌકા કાલિક દ્વીપના કિનારે જવા લાગી. કાલિક દ્વીપમાં પહોંચતા જ વણિકોએ જોયું કે અહીં ચાંદી, સોનું, હીરા–રત્નોની પ્રચુર ખાણો છે; તેમજ તેઓએ ત્યાં ઉત્તમ જાતિના વિવિધ વર્ણોવાળા અશ્વો પણ જોયા. વણિકોને અશ્વોનું કોઈ પ્રયોજન ન હતું તેથી ચાંદી–સોનું–રત્ન આદિથી વહાણ ભરી પુનઃ પોતાની નગરીમાં પાછા
વળ્યા.
બહુમૂલ્ય ઉપહાર લઈ રાજા સમક્ષ વણિકો આવ્યા. રાજાએ પૂછયું – 'દેવાનુપ્રિયો! તમે વેપાર અર્થે અનેક નગરમાં પરિભ્રમણ કરો છો તો કોઈ અદ્ભુત આશ્ચર્યકારી વસ્તુ જોઈ છે? વણિકોએ કાલિકીપના અશ્વોનો ઉલ્લેખ કર્યો. તે સાંભળી રાજાએ વણિકોને અશ્વો લઈ આવવાનો આદેશ કર્યો.
વણિકો રાજાના સેવકોની સાથે કાલિક દ્વીપ ગયા. અશ્વોને પકડવા પાંચે ઇન્દ્રિયોને લલચાવતી લોભામણી વસ્તુઓ સાથે લઈને