________________
21
jain
કથાસાર ગયા. જુદી જુદી જગ્યાએ તે વસ્તુઓ વિખેરી નાખી. જે અશ્લો ઇન્દ્રિયોને વશમાં ન રાખી શકયા તેઓ સામગ્રીમાં ફસાઈ બંધનમાં પડયા. પકડાયેલા અન્વોને હસ્તિશીર્ષ નગરમાં લઈ જવામાં આવ્યા. તેઓને પ્રશિક્ષિત થવામાં ચાબૂકનો માર ખાવો પડ્યો. વધ–બંધનના અનેક કષ્ટો સહન કરવા પડ્યા. તેમની સ્વાધિનતા નષ્ટ થવા લાગી. પરાધીનતામાં જીંદગી પસાર કરવી પડી. કેટલાક અશ્વો એવા હતા કે જેઓ સામગ્રીમાં ન ફસાયા અને દૂર ચાલ્યા ગયા. તેઓની સ્વતંત્રતા કાયમ રહી. વધ–બંધન આદિ કષ્ટોથી બચી ગયા. તેઓ સ્વેચ્છાપૂર્વક કાલિક દ્વીપમાં જ સુખે રહ્યા. પ્રેરણા – શિક્ષા :-પ્રસ્તુત અધ્યયનનું નામ આકીર્ણજાત છે. આકીર્ણ એટલે ઉત્તમ જાતિના અશ્વ. અશ્વોના ઉદાહરણ દ્વારા અહીં પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે જે સાધક ઇન્દ્રિયોના વશવર્તી બની, અનુકૂળ વિષયો પ્રાપ્ત કરવામાં લુબ્ધ બને છે તે રાગ વૃત્તિની ઉત્કટતાને કારણે દીર્ઘકાળ સુધી પરિભ્રમણ કરે છે. અને જે ઇન્દ્રિયોના વિષયોમાં આસકત નથી બનતા તે પરમાનંદને પ્રાપ્ત કરે છે. કથાનક સમાપ્ત થતાં વીસ ગાથાઓમાં શિક્ષા આપવામાં આવી છે તેનો સારાંશ -(૧) કાનને સુખકારી, હૃદયને હરનારી મધુર વીણા, વાંસળી, શ્રેષ્ઠ મનોહર વાધ, તાળી આદિના શબ્દોમાં ઇન્દ્રિયોના વશવર્તી જીવ આનંદ માને છે. આત્માર્થી સાધકે તેમાં આનંદ ન માનવો જોઈએ. મનોજ્ઞ કે અમનોજ્ઞ શબ્દોમાં તુષ્ટ કે રુષ્ટ ન થતાં સમભાવ અને ઉપેક્ષા ભાવ ધારણ કરવો જોઈએ. (૨) સ્ત્રીઓના સ્તન, પેટ, મુખ, હાથ, પગ, નેત્ર આદિને જોતાં ઇન્દ્રિયાસકત જીવ આનંદ માને છે. મુનિ તેનાથી નિર્લેપ રહે છે.
અન્ય પણ મનોજ્ઞ – અમનોજ્ઞ રૂપોમાં તુષ્ટ-રુષ્ટ ન થતાં સમભાવ રાખવો જોઈએ. (૩) સુગંધિત પર્દાથની ગંધમાં એટલે કે ફૂલ, માળા, અત્તરાદિની સુગંધ સુંઘવામાં ઇન્દ્રિયાસકત જીવ આનંદ માને છે. આત્માર્થી
મુનિ આ સહુથી વિરકત રહે સુગંધ કે દુર્ગધ મળતાં ઉપેક્ષા ભાવ રાખે. (૪) કડવા – કસાયેલા – ખાટા-મીઠા ખાદ્ય પદાર્થ, ફળ-મેવા-મીઠાઈમાં અજ્ઞાની જીવ આનંદ માને છે. જ્ઞાની – આત્માર્થી
મનિ આ શુભાશુભ પદાર્થોનું આવશ્યક સેવન કરતા થકાં સુખ કે દુઃખનો અનુભવ ન કરે પરંતુ યુગલ સ્વભાવ અને ઉદરપૂર્તિના લક્ષ્યથી આવશ્યક ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરે. સ્પર્શેન્દ્રિયમાં આસકત બનેલા જીવ અનેક ઋતુઓમાં મનોહર સુખકર સ્પર્શોમાં તનને સુખ દેવાવાળા આસન-શયન-ફૂલ–માળા આદિના સ્પર્શમાં, મનને ગમતા સ્ત્રી આદિના સ્પર્શમાં આનંદ માને છે જ્યારે વિરકત આત્માઓ તો આ ઇન્દ્રિયના વિષયોને મહાન દુ:ખનું કારણ સમજી તેનાથી વિમુખ રહે છે. પ્રતિકૂળ કે અપ્રતિકૂળ સ્પર્શ પ્રાપ્ત થતાં સહન કરે. સંસારનું મૂળ ઇન્દ્રિયના વિષયો છે. (જે ગુણે સે મૂલ ઠાણે, જે મૂલ ઠાણે સે ગુણે – આચારાંગ) આ પાંચ ઇન્દ્રિયના વિષયના વિકારોની આસકિત જ સંસાર ભ્રમણનું કારણ છે. એક ઇન્દ્રિયમાં આસકત થઈ દુ:ખ
પામવાવાળા પ્રાણીઓનાં દાંત પણ આ ગાથાઓમાં આપવામાં આવ્યા છે. (૧) શ્રોતેજિની આસકિતથી - તેતર (૨) ચક્ષુઇન્દ્રિયની આસકિતથી – પતંગીયા (૩) ઘ્રાણેન્દ્રિયની આસકિતથી – સર્પ (૪) રસેન્દ્રિયની આસકિતથી માછલી (૫) સ્પર્શેન્દ્રિયની આસકિતથી - હાથી મૃત્યુને પ્રાપ્ત કરે છે.
ના
છે.
અધ્યયન – ૧૮ સુષમાદારિકા (રૂપક કથા) સુષમા સોનાના પારણામાં પોઢી, સુખમાં ઉછરી, રાજગૃહીના ધન્ય સાર્થવાહની લાડલી, તેનો કેવો કરૂણ અંત આવ્યો તે આ અધ્યાયમાં બતાવવામાં આવ્યું છે. ધન્ય સાર્થવાહના પાંચ પુત્રો પછી તેનો જન્મ થયો હતો. જ્યારે તે નાની હતી ત્યારે ચિલાત નામનો દાસ તેને આડોશી-પડોશીના બાળકો સાથે રમવા લઈ જતો. તે બહુ જ નટખટ, ઉદંડ અને દુષ્ટ હતો. રમતા બાળકોને તે બહુ જ સતાવતો. ઘણી વખત તેમની કોડીઓ, લાખની ગોળીઓ છુપાવી દેતો, તો કયારેક વસ્ત્રાહરણ કરતો. કયારેક મારપીટ પણ કરતો જેથી બાળકોને નાકે દમ આવી જતો. ઘરે જઈ મા–બાપ પાસે ફરિયાદ કરતાં. ધન્યશેઠ દાસને વઢવા છતાં આદતથી મજબૂર દિનપ્રતિદિન તેનો ત્રાસ વધવા લાગ્યો. આખરે વારંવાર ફરિયાદ આવતાં ચિલોતને ઘરમાંથી કાઢી મૂકયો. હવે તે સ્વચ્છંદ અને નિરંકુશ બન્યો. તેને રોકટોક કરવાવાળું કોઈ ન રહ્યું. તેથી તે જુગારના અડ્ડા, દારૂના અડ્ડા તથા વેશ્યાગૃહમાં ભટકવા લાગ્યો. બધા જ વ્યસનોથી વીંટળાઈ ગયો. રાજગૃહથી થોડે દૂર સિંહગુફા નામની ચોર પલ્લી હતી. ત્યાં ૫૦૦ જેટલા ચોરો સાથે વિજય નામનો ચોરોનો સરદાર રહેતો હતો. ચિલાત ત્યાં પહોંચ્યો. તે બળવાન, સાહસિક અને નિર્ભીક તો હતો જ! વિજયે તેને ચૌર્યકળા, ચૌર્યમંત્ર શીખવાડી ચૌર્યકળામાં નિષ્ણાત બનાવ્યો. વિજયના મૃત્યુ બાદ ચિલાત ચોરનો સરદાર બન્યો. ધન્ય સાર્થવાહે તેનો તિરસ્કાર કર્યો હતો તેથી તેનો બદલો લેવાની ભાવના થઈ. સુષમા પ્રત્યે પ્રીતિ હતી. એક વખત ધન્યનું ઘર લૂંટી સુષમાને પોતાની બનાવવાનો વિચાર ઉદ્ભવ્યો અને પોતાના સાથીઓને જણાવ્યું કે લૂંટમાં ધન મળે તે તમારું અને ફકત સુષમા મારી. નિર્ધારિત સમયે ધન્ય સાર્થવાહના ઘરને ઘેર્યું, પ્રચુર સંપત્તિ તથા સુષમાને લઈ ચોર ભાગ્યો. ધન્યશેઠ જીવ બચાવવા છુપાઈ ગયા હતા. તે નગર રક્ષક પાસે ગયા. નગર રક્ષકોએ તેનો પીછો પકડયો. ધન્ય અને પાંચ દીકરા પણ સાથે જ ગયા. નગર રક્ષકોએ સતત પીછો કરી ચિલાતને હંફાવ્યો. ૫૦૦ ચોર ચોરીનો માલ છોડી ભાગ્યા. નગર રક્ષકો માલ–સંપત્તિ લઈ પાછા વળ્યા. ચિલાત સષમાને લઈ ભાગ્યો. ધન્યશેઠ તથા તેમના પત્રો તલવાર લઈ એકલા પડી ગયેલા ચિલાતનો સતત પીછો કરતા જ રહ્યા. બચવાનો ઉપાય ન મળતાં ચિલાતે સુષમાનું ગળું કાપી નાખ્યું. ધડને છોડી મસ્તક લઈ ચિલાત ભાગી છૂટયો. છતાં ભૂખ્યો-તરસ્યો પીડા પામતો અટવીમાં જ મૃત્યુ પામ્યો. સિંહગુફા સુધી પહોંચી ન શકયો. આ તરફ ધન્ય સાર્થવાહે પોતાની પુત્રીનું મસ્તક રહિત નિર્જીવ શરીર જોયું તો તેમના સંતાપનો પાર ન રહ્યો. તેમણે ખૂબ વિલાપ કર્યો. નગરીથી ખૂબ દૂર નીકળી ગયા હતા. જોશમાં કેટલું અંતર કપાયું તેનો ખ્યાલ નહોતો રહ્યો. જોશ નિઃશેષ થઈ ગયો હતો. ભુખ-તરસ સખત લાગેલી. આસપાસ પાણી માટે તપાસ કરી પણ એક ટીપુંય ન મળ્યું. રાજગૃહી નગરી સુધી પહોંચવાની શકિત ન રહી. વિકટ સમસ્યા ઉભી થઈ.