SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ-કથાઓ ગુણસ્થાનોમાં આયુબંધ થતો નથી, મૃત્યુ થઈ શકે છે. આ ગુણસ્થાનમાં મરનારા પાંચ અનુત્તર વિમાનમાં જ જાય છે. આ ગુણસ્થાનમાં કાળ કરનારા જઘન્ય ત્રીજા ભવમાં અને ઉત્કૃષ્ટ ૧૫ મા ભવમાં મોક્ષે જાય છે. આ ગુણસ્થાનમાં કાળ ન કરે તો કોઈ જીવ નીચેના ગુણસ્થાને પડે તો ઉત્કૃષ્ટ દેશોન અદ્ભુ પુદ્ગલ પરાવર્તન જેટલો અનંતકાળ પણ સંસારમાં રહી શકે છે. આ ગુણસ્થાન એક ભવમાં ઉત્કૃષ્ટ ચાર વખત અને ત્રણ ભવોમાં ઉત્કૃષ્ટ નવ વખત આવી શકે છે. આ ગુણસ્થાનવાળા પ્રથમવાર તો ચડતી વખતે નવમા ગુણસ્થાને જ જાય છે, પાછો પડતી વખતે સાતમે પણ જઈ શકે છે, અન્ય કોઈ ગુણસ્થાને સીઘા જતાં—આવતાં નથી, ક્યારે ય પણ કાળ કરે તો તે સમયે સીધા ચોથા ગુણસ્થાને જઈ શકે છે. આઠમા ગુણસ્થાનનું સ્વરૂપ તો સ્પષ્ટ સમજાય તેવું છે, પરંતુ આ ગુણસ્થાન અને નવમા ગુણસ્થાનના નામોથી મતલબ સમજવા લાગીએ તો કેટલાક પ્રશ્નો અને સમાધાન ઊભા થાય છે. તે સૂક્ષ્મતામાં સામાન્ય પાઠકોએ જવાની જરૂર નથી. વાસ્તવમાં એ બંનેનાં નામ ખરેખર પરંપરામાં ક્યારે ય લિપિ પ્રમાદના દોષથી આડાં અવળાં થઈ ગયા હોય એવી સંભાવના છે. તેથી નામના વિવાદમાં પડવું ન જોઈએ. આ ગુણસ્થાનના પ્રારંભમાં ક્ષયોપશમ સમકિત સમાપ્ત થઈ જાય છે અને સમકિત મોહનીયનો ઉદય પણ અટકી જાય છે. ત્યાર પછી યથાક્રમે હાસ્યાદિ છ પ્રકૃતિઓનો ઉદય અટકવાથી જીવ આગળ વધે છે. નવમું અનિવૃત્તિ બાદર ગુણસ્થાન :– હાસ્યાદિ છ પ્રકૃતિઓના પૂર્ણ ક્ષય અથવા ઉપશમ થવાથી જીવ આ ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે અને અહીં રહેલો જીવ ત્રણે ય વેદ અને સંજ્વલનનાં ક્રોધ, માન, માયાના ઉદયને અનુક્રમથી રોકે છે અર્થાત્ તેનો ક્ષય અથવા ઉપશમ કરે છે. અંતે સંજ્વલન માયાનો ઉદય અટકવાથી આ ગુણસ્થાનવાળા જીવ દસમા ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે. શેષ આ ગુણસ્થાનનું વર્ણન આઠમા ગુણસ્થાન પ્રમાણે સમજી લેવું. નામ પ્રમાણે કરવામાં આવતી પરિભાષા– નિવૃત્તિ બાદર આઠમા ગુણસ્થાનમાં ઉપશમક અને ક્ષપક બંને પ્રકારના જીવો છે તેમાં જે સમસમયવર્તી હોય છે તે જીવોનાં પરિણામોમાં ભિન્નતા રહે છે. તે ભિન્નતાને સૂચવવા માટે ‘નિવૃત્તિ' શબ્દ નો પ્રયોગ કરવામાં આવ્યો છે. નવમા અનિવૃત્તિ બાદર ગુણસ્થાનમાં આવનાર સમસમયવર્તી જીવોનાં પરિણામોમાં ભિન્નતા હોતી નથી, તે સૂચવવા માટે 'અનિવૃત્તિ' શબ્દનો પ્રયોગ કરેલ છે. બન્ને ગુણસ્થાનોમાં બાદર કષાય હોય છે, માટે બાદર શબ્દ રાખવામાં આવ્યો છે. આ પ્રકારે આ બન્ને ગુણસ્થાનોનાં નામ નિવૃત્તિ બાદર અને અનિવૃત્તિ બાદર સમજી શકાય છે. દસમું સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાન ઃ સંપરાયનો અર્થ છે કષાય. અહીં માત્ર સંજ્વલન લોભ બાકી રહે છે. શેષ સંજ્વલન ક્રોધ માન માયાનો ઉદય સમાપ્ત થવાથી જીવ નવમા ગુણસ્થાનેથી દસમા ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે. દસમા ગુણસ્થાનમાં અંતિમ સમય સુધી સંજ્વલનના લોભનો ઉદય રહે છે, ત્યાર પછી ઉપશમ શ્રેણીવાળા તેનો ઉપશમ કરીને અગિયારમા ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે. આ ગુણસ્થાનની સ્થિતિ ગતિ આદિ સંપૂર્ણ વર્ણન આઠમા ગુણસ્થાન પ્રમાણે છે. વિશેષતા એ છે કે આ ગુણસ્થાનવાળા ઉપર બે ગુણસ્થાનમાં જઈ શકે છે– અગિયારમે અને બારમે. નીચે માત્ર નવમે જઈ શકે છે અને કાળ કરે તો ચોથે ગુણસ્થાને જાય છે. આ ગુણસ્થાન જીવને ઉત્કૃષ્ટ ત્રણ ભવોમાં આવી શકે છે. એક ભવમાં ઉત્કૃષ્ટ ચાર વાર અને ત્રણ ભવોમાં ઉત્કૃષ્ટ નવ વાર આવી શકે છે. જે ભવમાં મોક્ષે જાય છે તે ભવમાં તો એક જ વાર આવે છે. 112 આઠમા, નવમા અને દસમા ગુણસ્થાને પરિણામ હાયમાન અને વર્ધમાન બંને પ્રકારે હોય છે. શ્રેણીથી પડવાવાળાની અપેક્ષાએ હાયમાન અને શ્રેણી ચઢનારાની અપેક્ષાએ વર્ધમાન પરિણામ હોય છે. આ ગુણસ્થાનવાળામાં ૪ જ્ઞાન+૩ દર્શન ઊ ૭ હોઈ શકે છે પરંતુ ઉપયોગ માત્ર જ્ઞાનોપયોગ સાકારોપયોગ જ હોય છે. અગિયારમું ઉપશાંત મોહ ગણસ્થાન :– : સંજ્વલન લોભ ઉપશમ થવાથી સંપૂર્ણ મોહનીય કર્મનો ઉદય સમાપ્ત થઈ જાય છે. ત્યારે ઉપશમ શ્રેણીવાળા દસમા ગુણસ્થાનવર્તી જીવ અગિયારમા ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે. માત્ર અંતર્મુહૂર્ત જેટલા સમયને માટે જ, લોભનો ઉપશમ કરી શકાય છે. તેથી આ ગુણસ્થાનવાળા લોભનો ઉપશમ સમાપ્ત થવા પર અર્થાત્ સ્થિતિ પૂર્ણ થવા પર પુનઃ ઉદયાભિમુખી થવાથી દસમા ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે. આ ગુણસ્થાનવાળા આગળ બારમા ગુણસ્થાને જતા નથી. આ ગુણસ્થાનવાળાને મોહ, રાગ, દ્વેષ નહીં હોવાથી વીતરાગ પણ કહેવાય છે, તેનું પૂર્ણ નામ ઉપશાંત મોહ વીતરાગ કહેવામાં આવે છે. આ ગુણસ્થાન એક ભવમાં બે વાર અને ઉત્કૃષ્ટ બે ભવમાં ચાર વાર આવી શકે છે. આ ગુણસ્થાનમાં ઉપશમ સમકિત અને ક્ષાયિક સમકિત બંને હોઈ શકે છે. તેના ચારિત્રને યથાખ્યાત ચારિત્ર કહે છે. શેષ વર્ણન પૂર્વ ગુણસ્થાન પ્રમાણે છે. અહીં અગિયાર ગુણસ્થાનોમાં મોહકર્મની અપેક્ષાએ વિચાર કરવામાં આવ્યો છે, અન્ય કર્મોનો પણ યથાયોગ્ય ઉદયવિચાર અન્યત્રથી જાણી લેવા જોઈએ. અહીં અગિયારમા ગુણસ્થાને માત્ર સાતા વેદનીય કર્મ સિવાય બધાં કર્મનો બંધ અટકી જાય છે. સાતા વેદનીય કર્મ પણ માત્ર બે સમયની સ્થિતિનું બાંધે છે, જે બંધ નામ માત્રનો જ છે. આ ગુણસ્થાનમાં ફક્ત અવસ્થિત પરિણામ રહે છે. આ ગુણસ્થાનની સમયમર્યાદા પૂરી થયા બાદ હાયમાન પરિણામ થાય છે, ત્યારે દસમું ગુણસ્થાન શરૂ થઈ જાય છે. પરંતુ આ ગુણસ્થાનની સ્થિતિમાં હાયમાન પરિણામ હોતાં નથી. બારમં ક્ષીણ મોહ ગણસ્થાન :– દસમા ગુણસ્થાને રહેલા ક્ષપક શ્રેણી– વાળા જીવ, સંજ્વલનના લોભનો ક્ષય થવાથી, મોહનીય કર્મની બધી જ પ્રકૃતિ ક્ષય થઈ જવાથી આ બારમા ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે તેથી તેને ક્ષીણમોહ ગુણસ્થાન કહે છે. આ ગુણસ્થાનને અંતે જીવ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય; એ ત્રણ ઘાતી કર્મોનો ક્ષય કરે છે. આ ગુણસ્થાનની જઘન્ય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની સ્થિતિ હોય છે. એક સમયની સ્થિતિ હોતી નથી. આ ગુણસ્થાને કોઈ જીવ મરતો નથી. અહીં માત્ર વર્ધમાન પરિણામ જ હોય છે. હાયમાન અને અવસ્થિત પરિણામ હોતાં નથી.
SR No.009130
Book TitleKathasar
Original Sutra AuthorN/A
AuthorJain Yuth Foram
PublisherJain Yuth Foram
Publication Year2013
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy