________________
jain
111
કથાસાર
છઠું પ્રમત્ત સંયત ગુણસ્થાન :- જે મનુષ્ય ભાવપૂર્વક સંયમ સ્વીકારે છે, જિનશાસનમાં પ્રવ્રજિત થાય છે, મુનિ બને છે અને | ઉત્તરોત્તર સંયમ ગુણોનો વિકાસ કરતાં ભગવદાશાનું પાલન કરે છે, તેને વ્યવહારની અપેક્ષાએ આ છઠ્ઠ ગુણસ્થાન પ્રાપ્ત થાય છે.
નિશ્ચય દષ્ટિએ પૂર્વોક્ત ૧૧ પ્રકૃતિ અને પ્રત્યાખ્યાનાવરણ કષાય ચતુષ્ક એમ કુલ ૧૫ પ્રકૃતિનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ થવાથી આ ગુણસ્થાન પ્રાપ્ત થાય છે.
વ્યવહારની અપેક્ષાએ ચોથા ગુણસ્થાનમાં બતાવેલા બધા ગુણોથી તો તેઓ સંપન્ન હોય જ છે પરંતુ તે ગુણોના અભાવમાં આ ગુણસ્થાન કે ઉપરના કોઈ પણ ગુણસ્થાન રહેતા નથી.
આ ગુણસ્થાન અને ત્યાર પછીના બધા ગુણસ્થાન માત્ર મનુષ્યગતિમાં જ હોય છે. શેષ ત્રણ ગતિમાં હોતાં નથી. એક જીવને આ ગુણસ્થાન અધિકતમ આઠ ભવમાં આવી શકે છે. એક ભવમાં આ ગુણસ્થાન સેંકડોવાર આવી શકે છે અને આઠ ભવોમાં પણ સેંકડોવાર આવી શકે છે. આ ગુણસ્થાનમાં આયુષ્ય બાંધનારા અને મરનારા વૈમાનિક દેવનાં ૩૫ સ્થાનોમાં ઉત્પન્ન થઈ શકે છે, અન્યત્ર ક્યાંય પણ ઉત્પન્ન થતા નથી. આ ગુણસ્થાનમાં જીવ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ દેશોન કરોડ પૂર્વ વર્ષ સુધી સ્થિર રહી શકે છે.
ગુણસંપન્ન જૈન શ્રમણ અને શ્રમણીઓ આ ગુણસ્થાનના અધિકારી હોય છે. શરીર સંબંધી પ્રમાદરૂપ પ્રવૃત્તિઓથી યુક્ત હોવાના કારણે આ ગુણસ્થાનનું નામ “પ્રમત્ત સંવત” છે. તે પ્રવૃત્તિઓ આ પ્રકારે છે– ગોચરી લાવવી, આહાર કરવો, મળમૂત્ર ત્યાગવા, સૂઈ જવું, વસ્ત્ર પાત્રાદિ ઉપકરણોનું અને શરીરનું પરિકર્મ, સુશ્રુષા કરવી આદિ મુનિજીવનના પ્રમાદો છે. અન્ય મદ્ય, નિન્દ્રા, નિંદા, વિષય, કષાય અને વિકથા વગેરે મુનિજીવનને યોગ્ય જ નથી; તેને અહીં સમજવા નહીં.
જીવને આ ગુણસ્થાન જ્યારે પણ આવે છે, ત્યારે સાતમા ગુણસ્થાને થઈને જ આવે છે. કોઈ પણ ગુણસ્થાનવાળા સીધા અહીં આવતા નથી. આ ગુણસ્થાન- વાળા પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, રાત્રિભોજનનો ત્યાગ અને અન્ય અનેક ભગવદાશાઓનું પાલન કરે છે. સંપૂર્ણ ૧૮ પાપોના ત્યાગી હોય છે. કોઈ પણ પાપકાર્યની, સાવધકાર્યની, છકાય જીવોની હિંસામૂલક પ્રવૃત્તિઓની પ્રેરણા કે પ્રરૂપણા પણ કરતા નથી. ત્રણ કરણ ત્રણ યોગથી દરેક નાની મોટી સાવધ પ્રવૃત્તિઓનો ત્યાગ કરે છે. સદા સરળ, નિષ્કપટ રહે છે, યથાસમય સ્વાધ્યાય ધ્યાનમાં સદા પ્રયત્નશીલ રહે છે. સાતમું અપ્રમત્ત સંયત ગુણસ્થાન :- છઠ્ઠા ગુણસ્થાનમાં જણાવેલાં બધાં લક્ષણોથી યુક્ત જીવ જ્યારે શરીર અને ઉપકરણ સંબંધી પ્રમાદ પ્રવૃત્તિઓ કરે નહીં અથવા પ્રવૃત્તિ હોવા છતાં ભાવથી નિસ્પૃહ રહે છે, તપ, સ્વાધ્યાય, ધ્યાન અને આત્મચિંતનમાં લીન થાય છે, આહારસંજ્ઞા આદિથી રહિત થાય છે, માત્ર આત્મલક્ષી પરિણામોમાં વર્તે છે, ત્યારે તે શ્રમણમાં આ સાતમું અપ્રમત્ત સંયત ગુણસ્થાન હોય છે. નિશ્ચય દષ્ટિએ તેમાં ઉપરોક્ત ૧૫ પ્રકૃતિઓના ક્ષય આદિ છઠ્ઠા ગુણસ્થાનની જેમ જ રહે છે.
જીવને સંયમભાવમાં પ્રવેશતાં જ સર્વપ્રથમ આ ગુણસ્થાનની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી જ છઠ્ઠા કે આઠમા ગુણસ્થાને જાય છે અર્થાતુ એ સંયમનું પ્રવેશદ્વાર છે.
આ ગુણસ્થાન વ્યવહારથી શ્રમણધર્મ સ્વીકાર કરનારમાં હોવા ઉપરાંત કદાચિત્ ગૃહસ્થલિંગમાં અને અન્ય મતાવલંબીના લિંગ–વેશભૂષામાં પણ ભાવથી હોઈ શકે છે.
આ ગુણસ્થાનની સ્થિતિ પ્રારંભમાં આવે ત્યારે જઘન્ય અંતર્મુહૂર્તની હોય છે અને પુનઃ આવે ત્યારે જઘન્ય ૧ સમય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની હોય છે. એક ભવમાં આ ગુણસ્થાન સેંકડો, હજારોવાર આવી–જઈ શકે છે અર્થાત્ છઠ્ઠા ગુણસ્થાને હજારોવાર આવ-જા કરે છે. આ ગુણસ્થાનમાં આયુષ્યબંધનો પ્રારંભ કરવામાં આવતો નથી. છઠ્ઠા ગુણસ્થાનમાં પ્રારંભ કર્યો હોય તે અહીં પૂર્ણ કરી શકાય છે, એ
માં આયબંધ કરે છે. આ ગણસ્થાનમાં જીવ મરણ પામે તો ગતિ કેવળ વૈમાનિકની જ હોય છે. તે છઠ્ઠા ગણસ્થાન પ્રમાણે જ છે. આ ગુણસ્થાનવાળા મરીને પાંચ અણુત્તર વિમાનમાં પણ જઈ શકે છે, છઠ્ઠા ગુણસ્થાનમાં મરનાર ત્યાં જઈ શકતા નથી.
આ ગુણસ્થાન પણ ઉત્કૃષ્ટ આઠ ભવમાં જ આવી શકે છે. આ ગુણસ્થાન- વાળા છઠ્ઠા ગુણસ્થાનથી નીચે જતાં નથી. પરંતુ આયુષ્યપૂર્ણ થાય તો સીધા ચોથે ગુણસ્થાને જઈ શકે છે. આઠમે નિવૃત્તિ બાદર ગુણસ્થાન :- આ ગુણસ્થાન નિશ્ચય દષ્ટિએ જ આવે છે. વ્યવહાર દષ્ટિએ સાત ગુણસ્થાન જ જાણવામાં આવે છે. માટે શુક્લધ્યાન અને અપૂર્વકરણ–ગુણશ્રેણી પ્રારંભ કરવાથી આ ગુણસ્થાનની પ્રાપ્તિ થાય છે.
મોહનીયની જેટલી પણ પ્રકૃતિ સાતમા ગુણસ્થાન સુધી ક્ષયોપશમમાં હોય છે, તે અહીં પરિવર્તિત થઈ જાય છે અર્થાતુ આ ગુણસ્થાનમાં મોહનીય કર્મની પ્રકૃતિઓનો ક્ષય કે ઉપશમ જ રહે છે, ક્ષયોપશમ થતો નથી, રહેતો પણ નથી. તેથી જ આ અને ત્યાર પછીના ગુણસ્થાનોમાં ક્ષયોપશમ સમકિત હોતું નથી, ઉપશમ અને ક્ષાયિક એ બે જ સમકિત હોય છે.
તેથી અહીં ચારિત્ર મોહનીય કર્મની અપેક્ષાએ બે શ્રેણીઓ હોય છે. (૧) ઉપશમ શ્રેણી (૨) ક્ષપકશ્રેણી, ઉપશમ શ્રેણી કરનારા યથાયોગ્ય પ્રકૃતિઓનો ઉપશમ કરતાં કરતાં અગિયારમા ગુણસ્થાન સુધી જાય છે અને ક્ષપક શ્રેણી કરનારા યથાયોગ્ય પ્રકૃતિઓનો પૂર્ણ ક્ષય કરતાં ક્રમશઃ ઉપર ચડે છે પરંતુ અગિયારમાં ગુણસ્થાનને છોડી સીધા બારમા ગુણસ્થાનમાં જાય છે.
આ ગુણસ્થાનમાં ધર્મધ્યાન જ આગળ વધીને શુક્લધ્યાનમાં પરિવર્તિત થઈ જાય છે અર્થાત્ આ ગુણસ્થાનથી શુક્લધ્યાનનો પ્રારંભ થાય છે. આ ગુણસ્થાનમાં રહેલા જીવના હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક અને જુગુપ્સા; આ છ મોહનીયની પ્રકૃતિઓનો યથાક્રમે ક્ષય અથવા ઉપશમ થાય છે.
ક્ષપકશ્રેણી પ્રારંભ કરવાવાળા તે જ ભવમાં મુક્ત થાય છે અને ઉપશમ શ્રેણી કરવાવાળા તે જ ભવમાં મુક્ત થતા નથી પરંતુ શ્રેણીથી પડે છે, સાતમા વગેરે કોઈ પણ ગુણસ્થાને પહોંચી ત્યાંની ગતિ મેળવી લે છે. આ ગુણસ્થાનમાં અને આગળનાં