________________
આગમ-કથાઓ
110
આ ગુણસ્થાનવર્તી જીવ નરક તિર્યંચનું આયુષ્ય બાંધતા નથી. દેવ અથવા મનુષ્ય એમ બે ગતિનું આયુષ્ય બાંધી શકે છે અર્થાત્ આ ગુણસ્થાનવાળા નારકી– દેવતા ફક્ત મનુષ્યનું અને તિર્યંચ તથા મનુષ્ય ફક્ત દેવતાનું જ આયુષ્ય બાંધે છે અને ચોથા ગુણસ્થાનવર્તી મનુષ્ય-તિર્યંચ વૈમાનિક જાતિના દેવોનું જ આયુષ્ય બાંધે છે, ભવનપતિ,વ્યંતર અને જ્યોતિષી એ ત્રણ જાતિના દેવોનું આયુષ્ય બાંધતા નથી. આ ગુણસ્થાનવાળા સ્ત્રીવેદ અને નપુંસકવેદનો પણ બંધ કરતા નથી, ફક્ત પુરુષવેદ જ બાંધે છે.
સ્થાનની સ્થિતિ જઘન્ય અંતર્મહર્ત ઉત્કૃષ્ટ સાધિક ૩૩ સાગરોપમની છે. (૬૦ સાગરોપમ કહેવ શ્રમયક્ત છે.) એટલા સમય પછી આ ગુણસ્થાન બદલી જાય છે અર્થાત્ તે જીવ પાંચમા વગેરે ગુણસ્થાનમાં ઉપર ચડે છે અથવા નીચેનાં ગુણસ્થાનોમાં પડે છે. એક ભવમાં આ ગુણસ્થાન હજારો વાર આવી શકે છે અને અનેક ભવોમાં અસંખ્યવાર આવી શકે છે.
ક્ષાયિક સમકિત એક જ વખત આવે છે. તે આવ્યા પછી મનુષ્ય કોઈ પણ આયુષ્ય બાંધતો નથી અને તે જ ભવમાં મોક્ષે જાય છે. જો મનુષ્યને ક્ષાયિક સમકિત આવ્યા પહેલાં ચારે ગતિમાંથી કોઈ ગતિનું આયુષ્ય બંધાઈ ગયું હોય તો તે ગતિમાં જવું જ પડે છે. નરક–દેવગતિમાં ગયેલા ક્ષાયિક સમકિતી ફરી મનુષ્યનો ભવ પ્રાપ્ત કરી મોક્ષે જાય છે. મનુષ્ય-તિર્યંચનું આયુષ્ય બાંધેલા જીવો મરીને તે ગતિઓમાં જાય છે, ત્યાર પછી દેવગતિ અને તેના પછી મનુષ્ય થઈ મોક્ષે જાય છે. પરંતુ તે ભવો દરમ્યાન તે ક્ષાયિક સમકિત બદલાતું નથી અર્થાત્ એકવાર તે પ્રાપ્ત થયા પછી મોક્ષપર્યત સદા શાશ્વત રહે છે. આ સમકિત માત્ર મનુષ્ય ગતિમાં જ આવે છે, અન્ય ત્રણ ગતિમાં આવતું નથી, આવ્યા પછી કોઈ પણ ગતિમાં રહી શકે છે.
' ઉપશમ સમ્યકત્વ જીવને એક ભવમાં ઉત્કૃષ્ટ બે વાર અને અનેક ભવોમાં કુલ પાંચ વાર જ આવી શકે છે. ક્ષયોપશમ સમકિતની અપેક્ષાએ જ આ ગુણસ્થાન એક ભવમાં હજારો વાર અને અનેક ભવોમાં અસંખ્ય વાર આવે છે.
' ઉપશમ સમકિતવાળા જ મિથ્યાત્વમાં જતી વખતે બીજા ગણસ્થાનનો સ્પર્શ કરે છે. ક્ષયોપશમ સમકિતવાળા તો છઠ્ઠા. પાંચમા, ચોથા ગુણસ્થાનેથી સીધાં મિથ્યાત્વ ગુણસ્થાને જઈ શકે છે અને ૭મા, ૮મા, ૯મા, ૧૦મા, ૧૧માં ગુણસ્થાન- વાળા સીધાં ચોથા ગુણસ્થાને જઈ શકે છે. પાંચમે દેશવિરત (શ્રાવક) ગુણસ્થાન :- કોઈ પણ સમ્યકત્વવાળો જીવ જ્યારે સભ્યશ્રદ્ધાની સાથે વ્રત પ્રત્યાખ્યાનની રુચિવાળા હોય છે અથવા વ્રત પ્રત્યાખ્યાન ધારણ કરે છે, પાપોનો દેશતઃ ત્યાગ કરે છે, તેને વ્યવહારથી પાંચમું દેશવિરત ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. આ ગુણસ્થાનવાળાને શ્રાવક કે શ્રમણોપાસક કહેવાય છે. નિશ્ચય દષ્ટિએ મોહનીય કર્મની અપ્રત્યાખ્યાન કષાય ચતુષ્ક રૂપ ચાર પ્રકૃતિનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ થવાથી આ ગુણસ્થાન પ્રાપ્ત થાય છે અર્થાત્ સાત પ્રકૃતિ ચોથા ગુણસ્થાને કહી છે, તે સહિત કુલ અગિયાર પ્રકૃતિનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ થવાથી આ ગુણસ્થાન આવે છે.
આ ગુણસ્થાનવાળામાં ચોથા ગુણસ્થાનવાળા બધાં લક્ષણ હોય છે. વિશેષમાં તેનામાં વ્રતધારણ અથવા પ્રત્યાખ્યાન રુચિનો વિકાસ હોય છે, શ્રાવકનાં ૧૨ વ્રતોમાંથી અનુકૂળતા અનુસાર એક યા અનેક અથવા બધાં વ્રતોને ધારણ કરે છે. આગળ વધીને તે શ્રાવકની ૧૧ પ્રતિમા ધારણ કરે છે. ત્રણ મનોરથનું ચિંતન કરે છે. રોજના ૧૪ નિયમ ધારણ કરીને સામાયિક કરે છે. મહીનામાં ઓછામાં ઓછા છ પૌષધ કરે છે.
જીવ અજીવ આદિ તત્ત્વોના જ્ઞાતા બને છે. ક્રમશઃ અનેક શાસ્ત્રોમાં અને જિનમતમાં વિશારદ-કોવિદ–બહુશ્રુત થઈ દેવો સાથે પણ વાદ વિવાદ કરી વિજય પ્રાપ્ત કરવા યોગ્ય થઈ શકે છે. પોતાના ધર્મમાં એવી દઢ આસ્થાવાળા બને છે કે દેવ દાનવની સંપૂર્ણ શક્તિથી યુક્ત કષ્ટ સહેવા છતાં વિચલિત થતા નથી. આ ગુણસ્થાનવર્તી જીવ પોતાના જીવનમાં દીક્ષા લેવાનો સદા મનોરથ રાખે છે. દીક્ષા લેનારના હાર્દિક સહયોગી થાય છે, દીક્ષિત શ્રમણ નિગ્રંથોના હાર્દિક સ્વાગત ભક્તિ વિનય વંદના કરે છે અને તેની પર્યપાસના સેવા કરે છે. ભક્તિ અને ઉત્સાહથી તેમને સંયમ યોગ્ય કલ્પનીય આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર, ઔષધ, ભેષજ, મકાન, પાટ આદિનું નિર્દોષ દાન દઈને પ્રતિલાભિત કરે છે. શ્રમણ નિગ્રંથોને જોઈને જ, તેના દર્શન થતાં જ તેના આત્મામાં પ્રસન્નતાની લહેર વ્યાપી જાય છે. તેથી આ ગુણસ્થાનવાળાને શ્રમણ+ઉપાસક ઊ શ્રમણોપાસક એવું સાર્થક નામ આપેલું છે.
આ ગુણસ્થાનમાં મરવાવાળા કે આયુબંધ કરવાવાળા કેવળ વૈમાનિક દેવ રૂપ દેવગતિ જ પ્રાપ્ત કરે છે, અન્ય કોઈ પણ ગતિ કે દંડકમાં જતા નથી. વૈમાનિકમાં પણ ૧૨ દેવલોક અને ૯ લોકાંતિકમાં જ જાય છે.
આ ગુણસ્થાન જીવને એક ભવમાં ઉત્કૃષ્ટ અનેક હજારવાર અને આઠ ભાવમાં પણ ઉત્કૃષ્ટ અનેક હજારવાર આવી શકે છે અર્થાત્ તેટલીવાર તે ગુણસ્થાન આવે અને જાય તેવું થઈ શકે છે. આ ગુણસ્થાન છૂટવાના અનેક રસ્તા છે– (૧) ઉપરના ગુણસ્થાનોમાં જવું (૨) મિથ્યાત્વઆદિ રૂપે નીચે જવું (૩) આયુષ્ય પૂર્ણ થવાથી સ્વતઃ આ ગુણસ્થાન છૂટી જવું અને ચોથા ગુણસ્થાનને પ્રાપ્ત કરવું. આયુષ્ય સમાપ્ત થવાથી આ ગુણસ્થાનવાળા દેવલોકમાં જાય છે અને ત્યાં પાંચમા આદિ ઉપરના ગુણસ્થાનોનો સ્વભાવ ન હોવાથી સ્વાભાવિક ચોથું ગુણસ્થાન આવી જાય છે.
આ ગુણસ્થાનની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન કરોડ પૂર્વ વર્ષોની હોય છે અર્થાત આખા ભવ સધી નિરંતર પણ આ ગુણસ્થાન રહી શકે છે. મનુષ્ય અને તિર્યંચ એમ બે ગતિમાં જ સંજ્ઞી જીવોના પર્યાપ્તમાં આ ગુણસ્થાન હોય છે. તિøલોકના અઢી દ્વીપમાં મનુષ્ય, તિર્યંચોને આ ગુણસ્થાન હોય છે અને અઢી દ્વીપની બહાર માત્ર સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયને જ હોય છે. મનુષ્યની અપેક્ષાએ આ ગુણસ્થાનવાળા લોકમાં સંખ્યાત હોય છે અને તિર્યંચની અપેક્ષાએ અસંખ્ય હોય છે. આ ગુણસ્થાનમાં આયુષ્ય બાંધનારા કે મરનારા ઓછામાં ઓછા ત્રણ ભવ(વર્તમાન ભવ સહિત) અને ઉત્કૃષ્ટ ૧૫ ભવ કરીને મોક્ષે જાય છે.