________________
આગમ-કથાઓ
286
રહે છે. અર્થાત્ મનુષ્યો અને વૈજ્ઞાનિકોને તે સર્વદા એક જ સ્થળ પર દેખાય છે. હજારો વર્ષથી પહેલાં પણ ત્યાં દેખાતો હતો અને હજારો વર્ષ પછી પણ એ જ નિશ્ચિત સ્થળ પર દેખાતો રહેશે.
=
ગોળ અને પરિભ્રમણ કરતી પૃથ્વી :– વૈજ્ઞાનિક લોકો પૃથ્વીને ગોળ દડાના આકારે માને છે. તેને એક કેન્દ્ર બિંદુ પર સદા કાલ ફરતી અને સૂર્યની આસપાસ પણ ચકર લગાવતી માને છે. સૂર્યને પણ સૌરિ ગ્રહની આસપાસ ફરતો માને છે. સાથે જે સૂર્ય માનવને ચાલતો દેખાય છે, તેને ભ્રમ પૂર્ણ માને છે. પૃથ્વીને ૧૦૦૦ માઈલ પ્રતિ કલાક ચાલવા વાળી માને છે. આ ચાલથી તે પોતાની ધરી પર ફરતી રહે છે. સાથે બીજી ગતિથી તે પોતાનું સ્થાન છોડીને પૂર્ણતઃ સૂર્યની પરિક્રમા પણ લગાવે છે. સત્ય શુ છે ? :
જીવ અને અજીવ બંને ધરતી સ્થિર હોવાની સાક્ષી પુરે છે.
૧.) કુતુબ મિનાર જે ૨૪૦ ફૂટ ઉંચો છે. ૮૨૦ વર્ષ થી પોતાની જગ્યા પર સ્થિર છે. જર્જરિત અવસ્થામાં, જયાં લોકોના આવાગમન થી પણ પડી જશે, એ ભયથી બંધ કરી દેવામાં આવેલ છે. તેને કલાકનાં ૧,૦૭,૨૨૦ કિ.મી. ની ઝડપથી ચાલતી પૃથ્વી, જેની ભ્રમણ કક્ષા ૯ કરોડ કી.મી. ની વિજ્ઞાન ધારે છે, ૮૨૦ વર્ષ માં ૯ × ૮૨૦ કરોડ કી.મી. ના પ્રવાસ દરમીયાન કયાંય પણ ગુરુત્વાકષણ નો ફેરફાર નથી નડયો. જયારે કે વિજ્ઞાનના મતે તો આખી સૂર્યમાળાને પોતાની તરફ ખેચીં લે, એટલુ ગુરુત્વાકષણ ધરાવતાં અનેક પિોં અવકાશમાં છે. વિદેશમાં કેટલાક સ્થાપત્યો ઈસા પૂર્વ ૫૦૦ વરસના છે. એટલે ૨૫૦૦ વરસ પહેલાનાં.
૨.) મનુષ્યનુ ચેતના તંત્ર સુક્ષ્મથી સુક્ષ્મ સ્પંદન જાણી શકે છે. તેને આટલી મોટી ભ્રમણા થવી શકય નથી .
૩.) મૂળ સમુદ્રથી કપાઈ ગયેલા સમુદ્રો માં ભરતી ઓટ થતાં નથી .
(ભૂમધ્ય સમુદ્ર, રાતો સમુદ્ર, કાસ્પીયન સમુદ્ર-ક્ષેત્રફળ ૪,૩૮,૬૯૫ ચોરસ કી.મી.) મેડીટેરીયન સી. ક્ષેત્રફળ ૨૫ લાખ સ્કે.કી.મી.(આટલા મોટા પાણીના જથ્થા પર પણ ગુરુત્વાકર્ષની અસર થતી નથી.)
આ સત્ય સ્પષ્ટ છે કે પૃથ્વી સ્થિર છે ભ્રમણશીલ નથી. સૂર્ય આદિ જ્યોતિષ મંડલ ભ્રમણ શીલ છે. આ સંપૂર્ણ જ્યોતિષ મંડલ સમભૂમિથી ૭૯૦ યોજન ઉપર જવા બાદ ૯૦૦ યોજન સુધી અર્થાત્ કુલ ૧૧૦ યોજન મોટા ક્ષેત્રમાં અને હજારો યોજન લાંબા પહોળા ક્ષેત્રમાં છે. ધ્રુવતારો ક્યાં છે ? :– - ભૂમિથી એટલી ઊંચાઈ પર રહેતા સૂર્ય આદિ સદા ભ્રમણ કરે છે. એક ધ્રુવ કેન્દ્રની પરિક્રમા લગાવતા રહે છે. તે ધ્રુવ કેન્દ્ર મેરુ પર્વત છે, જે ૯૯૦૦૦ યોજન ઊંચો છે. એની ચૂલિકાને આપણે ધ્રુવ તારા રૂપે જોઈએ છીએ. મેરુ પણ સ્થિર ભૂમિનો એક અંશ છે. અતઃ ધ્રુવ તારો જે દેખાય છે અને જે માનવામાં આવે છે તે તારો નહીં કિંતુ ધ્રુવ કેન્દ્ર રૂપ મેરુ પર્વતનું ચોટી સ્થલ છે. જે વૈર્ય મણિમય હોવાથી ચમકતું નજરે આવે છે. તે ભરતક્ષેત્રની મધ્યથી ૪૯૮૮૬ યોજન દૂર અને સમભૂમિથી ૯૯૦૦૦ યોજન ઊંચું છે. સપ્તર્ષિ મંડલ એની અત્યંત નજીક પરિક્રમા લગાવતું દેખાય છે. પરિક્રમા સ્થિર વસ્તુમાં લગાવાય છે. મેરુ સ્થિર કેન્દ્ર છે. સંપૂર્ણ જયોતિષ મંડલ એની જ પરિક્રમા લગાવે છે. વૈજ્ઞાનિક સૂર્ય, પૃથ્વી આદિને ગતિમાન માનીને પણ તેને જ પરિક્રમા કેન્દ્ર માને છે, જે તેમનું એક વ્યાપક ભ્રમ છે.
વૈજ્ઞાનિકોનાં જુઠાણાં : ધ્રુવ તારો ઉતરમાં ધ્રુવપ્રદેશ પર ૯૦ માથા પર દેખાય છે, એ વિજ્ઞાનનું જુઠાણું છે. કારણ કે તે વિષુવૃત પર ૬૦ નાં ખુણે ઉતરમાં દેખાય છે. તથા દક્ષિણ ગોળાર્ધમાં પણ ૪૦ અક્ષાંસ સુધી દેખાય છે. જયારે કે સૂર્ય જેવો સૂર્ય પણ વિષુવૃત ૫૨ ૯૦ માથા પર હોય છે, તયારે ધ્રુવપ્રદેશ પર ક્ષિતીજે પણ નથી દેખાતો . તો જે તારો ધ્રુવપ્રદેશ પર ૯૦ માથા પર હોય, તે વિષુવૃત પર કેમ દેખાય ? ધ્રુવપ્રદેશ પર રાત્રે કોઈએ મુસાફરી કરી હોય એવું જાણમાં નથી. અને દિવસે ગયા પછી રાત્રિ તો વિજ્ઞાનનાં મતે છ મહિને આવે છે. તો ત્યાં ત્રણ કે છ મહિનાં સુધી કોણ રોકાયું હશે ? વૈજ્ઞાનિકોના સિદ્ધાંત :– વૈજ્ઞાનિક લોકો સૂર્યને આગનો ગોળો માને છે. ચંદ્રને પૃથ્વીનો ટુકડો માને છે. ચંદ્ર પૃથ્વીને ચક્કર લગાવે છે. પૃથ્વી સૂર્યને ચક્કર લગાવે છે. સૂર્ય અન્ય સૌર મંડલને ચક્કર લગાવે છે. પૃથ્વી પોતાની ધરી પર ૧૦૦૦ માઈલ પ્રતિ કલાકની ચાલથી ફરે છે. એ પ્રકારે સૂર્યને પણ ચક્કર મારવાવાળો બતાવે છે. પૃથ્વી તથા ચંદ્રને ત્રણ-ત્રણ પ્રકારની ગતિમાં કલ્પિત કર્યા છે. યથા પૃથ્વી– (૧) પોતાની ધરી ઉપર ફરે છે. (૨) સૂર્યને ચક્કર લગાવે છે. (૩) સૂર્ય કોઈ સૌર મંડલને ચક્કર લગાવે છે, એની સાથે પૃથ્વી પણ કરે છે. ચંદ્ર પણ– ૧. પૃથ્વીને ચક્કર લગાવે છે. ૨. પૃથ્વીની સાથે સૂર્યને પણ ચક્કર લગાવે છે. ૩. અને સૂર્યની સાથે સૌરમંડલને પણ ચક્કર લગાવે છે. આ કલ્પનામાં પૃથ્વી અને ચંદ્રની ત્રણ ગણી ગતિ અર્થાત્ કરોડો માઈલ પ્રતિ ૧ કલાકની ગતિ હોય છે. આ પ્રકારની તીવ્ર ગતિ કરવાવાળા ચંદ્ર પર કોઈના જવાની કલ્પના કરવી, પ્રયત્ન કરવો અને પ્રચાર કરવો કેવલ ભ્રમ છે. તથા હાસ્યાસ્પદ પણ છે.
મૂલક
વાસ્તવિક સત્ય :– સૂર્ય, ચંદ્ર આદિ જ્યોતિષ દેવોના વિમાન છે. જે ગતિ સ્વભાવવાળા હોવાથી સદા અનાદિથી ગતિમાન રહે છે. એ વિવિધ રત્નોના અનાદિ શાશ્વત વિમાન છે. એ પોતાના નિશ્ચિત સીમિત મંડલો(માર્ગો)માં એક સીમિત ગતિથી સદા નિરંતર ભ્રમણ કરતા રહે છે અને આ રત્નમય વિમાનોના રત્ન મનુષ્ય લોકને પ્રકાશિત એવં તાપિત કરે છે.