________________
કથાસાર
jain
187 નોંધ:- આ પાઠ રાત્રિ પ્રતિક્રમણના પાંચમા આવશ્યકમાં કાઉસ્સગ્નમાં ચિંતન કરવાને માટે છે. ક્ષમાભાવ ચિંતનની સાથે તપ ચિંતન આ પાઠથી કરવું જોઈએ. પ્રત્યાખ્યાન પાઠ:
(ઉગ્ગએ સૂરે નમુક્કાર સહિયં પચ્ચખ્ખામિ ચઉવિહં પિ આહાર અસણં પાણે ખાઈમ સાઈમ અણત્થણાભોગેણં, સહસાગારેણં અપ્પાણે વોસિરામિ.) અર્થ - હે ભગવાન હું હમણાંથી લઈને કાલ સૂર્યોદય સુધી તથા તે ઉપરાંત સૂર્યોદયથી લઈને નમસ્કાર મંત્ર બોલીને પારું નહિં ત્યાં સુધી ચારે આહારના પચ્ચખાણ કરું છું.
૧. ભોજનના પદાર્થ ૨. પાણી ૩. ફળ મેવા ૪. મુખવાસ – ભૂલથી ખાવામાં આવી જાય કે એકાએક મોઢામાં છાંટા આદિ. ચાલ્યા જાય તો તેનો આગાર. પ્રતિક્રમણ શુદ્ધિનો પાઠઃ
પ્રતિક્રમણના પાઠોનું ઉચ્ચારણ શુદ્ધ ન કર્યું હોય, વિધિમાં કોઈ અવિધિ થઈ હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં.
એકાગ્રચિત્ત થઈને અર્થ ચિંતનપૂર્વક, આત્મશુદ્ધિપૂર્વક, અન્યત્ર ક્યાંય પણ મનને ચલાવ્યા વિના એકાગ્ર ચિત્ત થઈને પૂર્ણ ભાવયુક્ત પ્રતિક્રમણ ન કર્યું હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં.
સમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્થા આ પાંચ વ્યવહાર સમક્તિના લક્ષણ છે. દેવ અરિહંત, ગુરુ સુસાધુ, ધર્મ-કેવળી ભાષિત; આ ત્રણ તત્ત્વ સાર ,સંસાર–અસાર, અરિહંત ભગવાન આપનો માર્ગ સત્ય છે, સત્ય છે, સત્ય છે. સ્તવ સ્તુતિ મંગલ કરું છું. અઢાર પાપ સ્થાનનો પાઠ :
૧. હિંસા ૨. જુઠ ૩. ચોરી ૪. કુશીલ ૫. પરિગ્રહ ૬. ક્રોધ ૭. માન ૮. માયા ૯. લોભ ૧૦. રાગ ૧૧. દ્વેષ ૧૨. ક્લેશ ૧૩. કલંક લગાવવું ૧૪. ચાડી કરવી ૧૫. બીજાની નિંદા, અવગુણ અપવાદ કરવો ૧૬. સુખ દુઃખમાં હર્ષ શોક કરવો ૧૭. કપટ યુક્ત જૂઠું બોલવું, છળ પ્રપંચ, ધોખાબાજી કરવી ૧૮. જિનવાણીથી વિપરીત માન્યતા રાખવી, હિંસા આદિ પાપમાં ધર્મ માનવો.
એ પાપ સ્થાનોમાંથી કોઈ પાપનું જાણતા અજાણતા અવિવેક–પ્રમાદથી સેવન થયું હોય તો તેનું હું ચિંતન અવલોકન કરું છું. તેનું સંસોધન કરી તેને હું મારું દુષ્કૃત્ય ગણું છું. તેનાથી નિવૃત થાઉં છું. જ્ઞાન અને તેના અતિચારનો પાઠઃ- (આગમે તિવિહે) બાર અંગ સૂત્ર અને બીજા અનેક સૂત્ર રૂ૫ શ્રુતજ્ઞાન હોય છે. જેમાં વર્તમાનમાં ૩ર-૪૫ આગમ ઉપલબ્ધ માનવામાં આવેલ છે. તેના અર્થરૂપમાં અનેક સૂત્રની વ્યાખ્યાઓ, નિયુક્તિઓ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા, અનુવાદ ઉપલબ્ધ છે. ૩ર આગમના નામ આ પ્રકારે છે. ૧૧ અંગ:- ૧. આચારાંગ સૂત્ર ૨. સૂયગડાંગ સૂત્ર ૩. ઠાણાંગ સૂત્ર ૪. સમવાયાંગ સૂત્ર ૫. ભગવતી સૂત્ર ૬. જ્ઞાતાધર્મકથા સૂત્ર ૭. ઉપાસકદશા સૂત્ર ૮. અંતગડદશા સૂત્ર ૯. અનુત્તરોવવાઈ સૂત્ર ૧૦. પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૧. વિપાક સૂત્ર. ૧૨ ઉપાંગ સૂત્ર– ૧. ઔપપાતિક સૂત્ર ૨. રાયપણેણીય સૂત્ર ૩. જીવાભિગમ સૂત્ર ૪. પ્રજ્ઞાપના સૂત્ર ૫. જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર ૬-૭. જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર ૮-૧૨. ઉપાંગ સૂત્ર ૪મૂલ સૂત્ર– ૧. ઉત્તરાધ્યયન ૨. દશવૈકાલિક ૩. નંદી ૪. અનુયોગ દ્વાર. ૪ છેદ સૂત્ર ૧. વ્યવહાર. ૨. બૃહત્કલ્પ ૩. નિશીથ ૪. દશાશ્રુતસ્કંધ અને ૩રમું આવશ્યક સૂત્ર. સ્થાનકવાસી સંપ્રદાયના આ ૩૨ આગમ ઉપરાંત ૧૩ બીજા આગમ મળી દેરાવાસી શ્વેતાંબરનાં ૪૫ આગમ થાય છે. ૩૩. પિંડનિર્યકતિ – ૬૭૧ શ્રલોક પ્રમાણ આ દશવૈકાલીક સૂત્રના પાંચમા અધ્યયન પિંડેષણાની નિર્યકતિ છે. ૩૪. કલ્પસૂત્ર ૧૨૦૦ શ્રલોક પ્રમાણ આ સૂત્ર બારસા સૂત્ર તરીકે પણ ઓળખાય છે. ૩૫. જીવકલ્પ. ૧૦. પ્રકીર્ણક છે. ચતુરશરણ , આતુર પ્રત્યાખ્યાન, મહા પ્રત્યાખ્યાન, ભકત પ્રત્યાખ્યાન, તન્દુલ વૈચારિક,
સંસ્મારક, ગચ્છાચાર,ગણિવિધા, દેવેન્દ્રસ્તવ, મરણ સમાધિ. ૪૬. તત્વાર્થસૂત્ર આચાર્ય ઉમાસ્વાતિ રચિત .
જ્ઞાનના વિષયમાં મુખ્ય ૧૪ અતિચાર જાણવા યોગ્ય છે પરંતુ આચરવા યોગ્ય નથી. તે આ પ્રકારે છે– ૧. સૂત્રના અક્ષર અથવા પદ આગળ પાછળ બોલાયા હોય ૨. એક સૂત્ર પાઠને બીજા સૂત્રમાં બોલાયો હોય ૩. અક્ષર ઓછો ભણાયો હોય ૪. અક્ષર અધિક ભણાયો હોય ૫. પદ(શબ્દ) ઓછા બોલાયા હોય ૬. વિનય રહિત ભણાયું હોય ૭. સંયુક્ત અક્ષર શુદ્ધ ન ભણાયા હોય ૮. ઉચ્ચાર સ્પષ્ટ ન કર્યા હોય ૯. અયોગ્ય વ્યક્તિને ભણાવ્યો હોય. રૂડું જ્ઞાન અવિનીતને દીધું હોય ૧૦. અયોગ્ય રીતથી જ્ઞાન ગ્રહણ કર્યું હોય. (અવિનયપણે લીધું હોય) ૧૧. અકાળે શાસ્ત્ર ભણ્યા હોય ૧૨. સ્વાધ્યાયકાળે શાસ્ત્ર ન ભણ્યા હોય. ૧૩. ૩૪ અસક્ઝાયમાં શાસ્ત્ર ભણ્યા હોય ૧૪. સઝાયમાં અને સ્વાધ્યાયના અવસરે શાસ્ત્ર ન ભણ્યા હોય. આ અતિચારોમાંથી મને કોઈપણ અતિચાર લાગ્યા હોય તો તે સંબંધી મારું તે દુષ્કૃત્ય નિષ્ફલ થાઓ. દર્શન સમ્યકત્વ અને અતિચાર :
કેવલજ્ઞાન કેવલ દર્શનથી યુક્ત, રાગદ્વેષથી રહિત, વિતરાગ અરિહંત તીર્થંકર પ્રભુ મારા આરાધ્ય દેવ છે. પાંચ મહાવ્રત, પાંચ આચાર, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, નવવાડ બ્રહ્મચર્ય, પાંચ ઇન્દ્રિય વિજય, ચાર કષાયથી મુક્તિ; આ ગુણોને ધારણ કરનારા બધા સાધુ સાધ્વી મારા આરાધ્ય ગુરુ છે. સંવર નિર્જરા રૂપ ધર્મ અર્થાત્ સામાયિક, પૌષધ અને ત્યાગ, તપ, નિયમ, શ્રાવકના વ્રત, સંયમ, આદિ ધર્મ જ મારો આરાધ્ય ધર્મ છે.
જિનેશ્વર ભાષિત તેમજ ગણધર અથવા પૂર્વધર શ્રમણો દ્વારા રચિત આગમો મારા શ્રદ્ધાકેન્દ્ર શાસ્ત્ર છે. એવી સમ્યક્ત્વની પ્રતિજ્ઞા હું જીવનભર માટે કરું છું.