________________
આગમ-કથાઓ
186 આ પ્રકારે હું પૂર્ણ રૂપથી આજીવન અનશન–ભક્ત પ્રત્યાખ્યાન સંથારો ગ્રહણ કરું છું અને પંચ પરમેષ્ટી મહામંત્રને જ શરણભૂત માની, તેનું જ સ્મરણ કરું છું અને તેનું જ ચિંતન, મનન, અર્થ, પરમાર્થ અવગાહનામાં હું મારા આત્માને લીન બનાવું છું. ૧૪ સંમૂચ્છેિમનો પાઠ:
મનુષ્ય સંબંધી આ ચૌદ અશુચિ સ્થાન છે, જેમાં ઉત્કૃષ્ટ બે ઘડીની ઉમરવાળા અસંખ્ય સંમૂર્છાિમ મનુષ્ય જન્મતા મરતાં રહે છે. જેમ કે ૧. મળમાં ૨. મૂત્રમાં ૩. કફમાં ૪. શ્લેષ્મમાં ૫. વમનમાં ૬. પિત્તમાં ૭. લોહીમાં ૮. રસીમાં ૯. શુક(વીર્ય)માં ૧૦. ફરી ભીના થયેલા વીર્યમાં ૧૧. મૃત શરીરમાં ૧૨. સ્ત્રી પુરુષના સંયોગમાં અર્થાત્ કુશીલ સેવનમાં ૧૩. ગટરોમાં ૧૪. બીજા પણ ઉકરડા આદિ અશુચિ સંકલનના દુર્ગધયુક્ત સ્થાનોમાં.
આ જીવોની જાણ્યે અજાણ્યે આદત કે પ્રમાદવશ વિરાધના થઈ હોય તો તેનો હું પશ્ચાત્તાપ કરું છું અને એવી પ્રમાદ પ્રવૃત્તિથી એક દિવસ નિવૃત્ત થાઉ એવી મનોકામના કરું છું. રપ મિથ્યાત્વનો પાઠ :
ખોટી માન્યતા, અશુદ્ધ સમજ, અશુદ્ધ શ્રદ્ધાના આ ૨૫ પ્રકાર જાણવા યોગ્ય અને છોડવા યોગ્ય છે. જેમ કે ૧. જિનેશ્વર કથિત જીવને અજીવ માનવા ૨. અજીવને જીવ માનવા ૩. ધર્મ કૃત્યને અધર્મ માનવો ૪. અધર્મને ધર્મ માનવો ૫. પાંચ મહાવ્રત પાલન કરનાર સાધુને સાધુ ન માનવા ૬. પાંચ મહાવ્રત પાલન ન કરનારા અસાધુને સાધુ માનવા ૭. મોક્ષ માર્ગને સંસાર માર્ગ માનવો ૮. સંસાર માર્ગને મોક્ષ માર્ગ માનવો ૯. મુક્ત થયેલા જીવોને અમુક્ત માનવા ૧૦. મોક્ષ ન ગયેલા જીવોને મુક્ત માનવા ૧૧. આગ્રહ યુક્ત ખોટી સમજ ૧૨. સામાન્ય રૂપ ખોટી સમજ ૧૩. સંશય યુક્ત સમજ ૧૪. જાણી સમજીને ખોટાંને સાચું માનવા મનાવવાનો આગ્રહ ૧૫. અનાભોગ, ભોળપણું, અજ્ઞાનદશા, વિકાસરહિત અવસ્થા ૧૬. લોકપ્રચારની ખોટી સમજ પ્રવૃતિ ૧૭. પરલોક સંબંધી ખોટી સમજ પ્રવૃતિ ૧૮. અન્ય મત સંબંધી માન્યતા ૧૯-૨૧. જિન પ્રવચન સિદ્ધાંતથી ઓછું, અધિક અથવા વિપરીત માનવું ૨૨. ક્રિયા- આચારની ઉપેક્ષા વૃત્તિ અને વિચાર ૨૭. જ્ઞાન અધ્યયનના પ્રતિ ઉપેક્ષા વૃત્તિ અને વિચાર ૨૪. વિનય ભાવની ઉપેક્ષા વૃત્તિ અને વિચાર અથવા શુદ્ધ ધર્મ અને ધર્માત્માઓના પ્રત્યે અવિનયભાવ અને અવિનય વૃતિ ૨૫. શુદ્ધ ધર્મ અને ધર્માત્માઓના અનાદર, અવહેલના આશાતના ભાવ એવં વૃત્તિ.
આ ૨૫ મિથ્યાત્વનો હું ત્યાગ કરું છું. અજ્ઞાનતા એવં અવિવેકથી અથવા દુઃસંગતથી, આ ૨૫ મિથ્યાત્વમાંથી કોઈ મિથ્યાત્વ ભાવો અથવા મિથ્યાત્વ પ્રવૃત્તિઓનું સેવન થયું હોય તો હું તેનો પશ્ચાત્તાપ કરું છું, ત્યાગ કરું છું, તેનાથી લાગેલું મારું તે પાપ મિથ્યા થાઓ (નિષ્ફળ થાઓ). ક્ષમાપના પાઠ(સમભાવ ચિંતન કાયોત્સર્ગમાં):
(ખામેમિ સવ્વ જીવા, સર્વે જીવા, ખમંતુ મે.- મિત્તી એ સવ્ય ભૂસુ, વેર મજઝન કેણઈ.) જે જીવોએ મારી સાથે ખોટો વ્યવહાર કર્યો હોય અને તેનાથી મને નારાજી થઈ હોય તો હવે હું તેને ક્ષમા કરી, તેના પ્રત્યેની નારાજી દૂર કરી મૈત્રી ભાવ સ્થાપિત કરું છું. જગતમાં કોઈ જીવ મારો શત્રુ નથી, પોતાના કરેલા કર્મથી જ સુખ દુઃખ થાય છે. એટલે મારે કોઈની પ્રત્યે વૈરભાવ નથી, બધા જીવો સાથે મૈત્રી ભાવ છે.
મેં જાણતાં અજાણતાં કોઈ જીવની સાથે ખોટો વ્યવહાર કર્યો હોય, કોઈને કષ્ટ પહોંચાડ્યું હોય તો હું મારા અપરાધની, તેમની પાસે ભગવાનની સાક્ષીએ ક્ષમાયાચના કરું છું. તે જીવો મને ક્ષમા પ્રદાન કરે. ત્યારપછી જે જે વ્યક્તિ, જીવ, શ્રાવક, શ્રાવિકા, શિથિલાચારી, સહચારી, સાધુ સાધ્વીની સાથે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રૂપમાં વિષમ ભાવ ચિંતનમાં ચાલતું હોય તે સ્મૃતિમાં લઈને તેના પ્રત્યે સમભાવ જાગ્રત કરવો જોઈએ.
(એવમહં આલોઈયં નિંદિયંગરિહિયં દુગંછિયં.– સમ્મ તિવિહેણું પડિઝંતો, વંદામિ જીણ ચઉવસં.) અર્થ:- આ પ્રકારે હું મારા વ્રતોના અતિચાર દોષોની અને કષાય ભાવોની આલોચના, નિંદા, ગહ કરીને તેનાથી જુદો થાઉ છું. એવું તે દોષોને પૂર્ણ રૂપથી ત્યાગ કરીને ૨૪ જિનેશ્વર પ્રભુને વંદન કરું છું. કાઉસગ્ગ આજ્ઞા પાઠઃ
હે ભગવાન આપની આજ્ઞા લઈને દિવસ સંબંધી પ્રાયશ્ચિત્તની વિશુદ્ધિના માટે કાઉસગ્ન કરું છું. તપ ચિંતન વિધિ:- (પાંચમા આવશ્યકમાં–રાત્રિ પ્રતિક્રમણમાં) (કિં તવ પડિવનજામિ, એવં તત્વ વિચિંતએ.)- ઉતરા. સૂત્ર અ. ૨૬ છ માસી તપ કરવું?
શક્તિ નથી, અભ્યાસ નથી. પાંચ, ચાર, ત્રણ, બે માસી તપ કરવું? શક્તિ નથી, અભ્યાસ નથી. માસખમણ કરવું?
શક્તિ છે, અવસર નથી. ૧૫,૮,૭,૪,૫,૪,૩,૨, ઉપવાસ કરવા? શક્તિ છે, અવસર નથી. ઉપવાસ, આયંબિલ, નિવી કરવી? શક્તિ છે, અવસર નથી. એકાસન, પુરીમઢ, પોરિસી કરવી? શક્તિ છે, અવસર નથી. નવકારશી કરવી?
શક્તિ છે, અવસર છે, ભાવ છે. જ્ઞાતવ્ય:- જે તપ જીવનમાં ક્યારેય ન કર્યું હોય તેને માટે કહેવું કે શક્તિ નથી, જે તપ પહેલાં કર્યું છે પરંતુ આજે કરવું નથી તેના માટે કહેવું કે શક્તિ છે પણ અવસર નથી અને જે તપ કરવું હોય તેના ઉત્તરમાં કહેવું કે શક્તિ છે, અવસર છે, ભાવ છે. તેના પછી જ કાઉસ્સગ્ગ પૂર્ણ કરવો અર્થાત્ પછી તેના આગળના પ્રશ્ન કરવાની અને ઉત્તર ચિંતન કરવાની જરૂર હોતી નથી.