________________
jain
કથાસાર
હોય તો દિવસે પણ પોંજીને ચાલવું. ચાલતી વખતે શબ્દ રૂપ આદિ ભાવોમાં આસક્ત ન થવું અને સ્વાધ્યાય, અનુપ્રેક્ષા આદિ પણ કરવાં નહીં. એવી ઈર્યા સમિતિના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યા હોય તો મારું પાપ મિથ્યા થાઓ. ભાષા સમિતિ : કઠોર, કર્કશ, છેદકારી, ભેદકારી, રહસ્ય વચન, સાવધ વચન, નિશ્ચયકારી વચન, અતિશયોક્તિ યુક્ત વચન બોલવા નહીં. ગપ્પા લગાવવાં નહીં. પરસ્પર નિરર્થક, નિષ્પ્રયોજન વાતો કરવી નહીં અથવા સમય વ્યતીત કરવાને માટે પરસ્પર વિકથા કરવી નહીં. કોઈની નિંદા, હાંસી, તિરસ્કારની વાતો કરવી નહીં. બહુ બોલવું નહીં, તેમજ ઉટપટાંગ (આડુ–અવળું ઊંધુ–ચત્તું) અથવા વિકૃત ભાષા બોલવી નહીં. એવી બીજી ભાષા સમિતિના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યા હોય તો મારું પાપ મિથ્યા થાઓ.
185
એષણા સમિતિ :- ગવેષણા અને પરિભોગેષણાની વિધિનું અને નિયમોનું સંપૂર્ણ રીતે પાલન કરવું. વિવેક અને વિરક્તિ તથા સત્યનિષ્ઠાની સાથે આહાર, વસ્ત્ર, પાત્ર આદિ ગ્રહણ કરવાં તેમજ ઉપયોગ કરવો અથવા એષણાના ૪૨ દોષો અને માંડલાના પાંચ દોષોનું સેવન કરવું નહીં. પહેલા પહોરમાં લીધેલ આહાર પાણી ચોથા પહોરમાં રાખવા નહીં. પોતાના સ્થાનથી ચારે તરફ બે ગાઉ ઉપરાંત આહાર પાણી લઈ જવા નહીં. એવી એષણા સમિતિના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યા હોય તો મારું પાપ મિથ્યા થાઓ. આદાન નિક્ષેપ સમિતિ :– ભંડોપકરણ અથવા વસ્ત્ર, પાત્ર, રજોહરણ, સોય, કાગળ, પુસ્તક આદિ કોઈપણ ઉપકરણ ઉપરથી ફેંકવું(નાંખવું) નહીં, વાંકા વળીને વિવેકપૂર્વક નીચે નમીને ભૂમિ વગેરે ઉપર જોઈને રાખવું. આ પદાર્થોને ઉપાડવા હોય તો પણ શાંતિ અને વિવેકથી યતનાપૂર્વક ઉપાડવા. પોતાની પાસે રાખેલા ઉપકરણોનું સવાર સાંજ વિધિપૂર્વક પ્રતિલેખન કરવું અને તે ઉપકરણો પર મમત્વ મૂર્છાભાવ ન રાખતાં તેનો પૂરો ઉપયોગ કરવો. બિનજરૂરી ઉપકરણોનો સંગ્રહ કરવો નહીં. ખૂબ જરૂરી ઉપકરણો જ લેવા; એવી ચોથી સમિતિના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યા હોય તો મારું પાપ મિથ્યા થાઓ. પારિષ્ઠાપનિકા સમિતિ :– શરીરના અશુચિ પદાર્થોને, જીર્ણ ઉપધિને, વધેલા પાણી અથવા આહારાદિને,પરઠવા યોગ્ય અન્ય બધા પદાર્થોને તેના યોગ્ય વિવેકની સાથે યોગ્ય સ્થાનમાં પરઠવા. વડીનીત પરઠવા યોગ્ય ભૂમિ ૧૦ બોલ (ગુણ) યુક્ત હોય અથવા તેવા સ્થાન પર જ શૌચ નિવૃત્તિના માટે બેસવું. શૌચ નિવૃતિની અન્ય પણ આગમોક્ત વિધિઓનું પૂર્ણ પાલન કરવું; કફ વગેરે પરઠવામાં પણ પૂર્ણ વિવેક અને યતનાભાવ રાખવો, કોઈપણ પદાર્થને પરઠયા પછી તેને વોસિરાવવો અથવા વોસિરે–વોસિરે કહેવું. વડીનીત જઈને આવ્યા પછી ઇરિયાવહિનો કાઉસગ્ગ કરવો. પરઠવામાં ત્રસ, સ્થાવર, જીવોની વિરાધના ન થાય, તેનો પૂરો વિવેક રાખવો. એવી પારિષ્ઠાપનિકા સમિતિના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યા હોય તો મારું પાપ મિથ્યા થાઓ.
=
મન ગુપ્તિ :– મનમાં સંકલ્પ વિકલ્પ આદિ વિશેષ કરવા નહીં. શાંત પ્રસન્ન મને રહેવું. એવી મન ગુપ્તિના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યા હોય તો મારું પાપ મિથ્યા થાઓ.
--
વચન ગુપ્તિ :– વિકથા આદિ ન કરતાં, અધિકતમ મૌન વૃત્તિથી રહેવું, આવી વચન ગુપ્તિના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યા હોય તો મારું પાપ મિથ્યા થાઓ.
કાય ગુપ્તિ :– હાથ, પગ, માથું તેમજ સમસ્ત શરીરને નિષ્પ્રયોજન હલાવવા નહીં. અવિવેકથી હલાવવા નહીં. હાથ પગ આદિને પૂરા સંયમિત રાખતાં પ્રત્યેક પ્રવૃતિ કરવી. જીવ જંતુને જોઈને, પોંજીને પછી જ ખંજવાળવું, ભીંત આદિનો સહારો લેવો, હાથ પગને પસારવા, ભેગા કરવા, સૂવું, પડખું ફેરવવું આદિ પણ વિવેકપૂર્વક કરવા; ઇત્યાદિ કાય ગુપ્તિના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યા હોય તો મારું પાપ મિથ્યા થાઓ.
સમુચ્ચય પાઠ :– મૂળગુણ, સમિતિ ગુપ્તિ યુક્ત પાંચ મહાવ્રત અને ઉત્તરગુણમાં અન્ય નિયમ, પચ્ચક્ખાણ, તપ, સ્વાધ્યાય, ધ્યાન યોગ આદિ છે, એના વિષયમાં જે કોઈ અવિવેકથી પ્રવર્તન પ્રરૂપણા થઈ હોય તો મારું પાપ મિથ્યા થાઓ.
સંલેખના—સંથારો ઃ
-
હે ભગવાન હું જીવનના અંતિમ સમયમાં પોતાના ધાર્મિક જીવનની આરાધના માટે સંલેખના કરૂં છું. એવં મૃત્યુને બિલકુલ નજીક આવેલું જાણીને સંથારો ગ્રહણ કરું છું.
પૌષધશાળાનું પ્રતિલેખન પ્રમાર્જન કરીને અને તેની આસપાસ નજીકમાં મળમૂત્ર પરઠવાની ભૂમિનું પ્રતિલેખન કરીને, ઘાસ આદિનો સંથારો પાથરીને, ગમનાગમનનું પ્રતિક્રમણ(ઇરિયાવહિ) કરીને ઘાસના સંથારા પર સુખાસનથી બેસું છું.
બંને હાથ જોડી, મસ્તકની પાસે અંજલી કરીને, પહેલાં સિદ્ધ સ્તુતિથી સિદ્ધ ભગવાનને અને બીજી વાર સિદ્ધ સ્તુતિથી મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજમાન અરિહંત ભગવાન–તીર્થંકરને નમસ્કાર કરું છું.
બધા સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાની ક્ષમાયાચના કરી એવં ક્ષમાભાવ પ્રદાન કરીને, પછી બધા નાના મોટા જીવોની ક્ષમાયાચના એવં ક્ષમાભાવ પ્રદાન કરું છું. અથવા કોઈપણ પ્રાણીના પ્રતિ વૈર વિરોધભાવ રાખતો નથી.
પૂર્વે લીધેલા વ્રત પ્રત્યાખ્યાનોમાં કોઈ અતિચાર દોષ લાગ્યા હોય તો તેને યાદ કરી, આલોચના, પ્રતિક્રમણ કરીને, તેને ત્યાજ્ય સમજી હવે હું પૂર્ણ શલ્ય રહિત થાઉં છું.
પહેલાં મેં અંશતઃ હિંસા, આદિ ૧૮ પાપોનો ત્યાગ કર્યો હતો, હવે હું આપની સાક્ષી(શાસનપતિની સાક્ષી)એ સંપૂર્ણ ૧૮ પાપોનો ત્યાગ ત્રણ કરણ ત્રણ યોગથી જીવન પર્યંતને માટે કરું છું.
અસન, પાન, ખાદિમ, સ્વાદિમ ચારે પ્રકારના આહારોનો(અથવા ત્રણ આહારોનો) પણ જીવન પર્યંતને માટે ત્યાગ કરું છું. ધન, કુટુંબ, પરિવાર, સગા, સંબંધી, મિત્ર, સાથી જેને માટે ‘આ મારા છે’ ‘આ મારા છે,’ એવું માન્યું છે, તેનો પણ હું ત્યાગ કરૂં છું. કારણ કે હું તો એકલો છું અને એકલો જ પરભવ ને પ્રાપ્ત કરનારો છું.
જે આ મારું શરીર છે તેના પ્રતિ મેં જીવનભર બહુ જ મોહ રાખ્યો છે. એની ઘણી જ સાર સંભાળ કરી છે. આ શરીરની સુખ સુવિધાને માટે જ રાતદિવસ પ્રયત્નશીલ રહ્યો છું. આ શરીરનો પણ હવે હું ત્યાગ કરૂં છું. એને વોસિરાવું છું. કારણ કે આ ઔદારિક શરીર પણ અહીં રહીને બળીને ભસ્મ થવાવાળું છે.