________________
આગમ-કથાઓ
188 હું (જિન ભાષિત) જિનેશ્વર કથિત જીવાદિ તત્ત્વોનું જ્ઞાન વધારીશ, એવી જ રીતે જ્ઞાનીજનોનો સંગ કરીશ, મિથ્યામતધારી કુદર્શનીઓની સંગતિ કરીશ નહીં અને ઉપર પ્રમાણે સમ્યકત્વને ધારણ કરીને પછીથી તેનું વમન કરીને જે મિથ્યાદષ્ટિ થઈ ગયા છે, તેનો પણ સંગ કરીશ નહીં. સમ્યકત્વના મુખ્ય પાંચ અતિચાર જાણવા યોગ્ય છે પરંતુ આચરવા યોગ્ય નથી. તે આ પ્રકારે છે.
૧. ભગવાનના વચનોમાં (સૂક્ષ્મ તત્ત્વોમાં) સંદેહ કર્યો હોય ૨. પાખંડીની પ્રભાવના, ચમત્કાર જોઈને મન આકર્ષિત થયું હોય ૩. ધર્મકરણીના ફળમાં સંદેહ આપ્યો હોય ૪. પાખંડી (પરમત)ની પ્રશંસા કરી હોય ૫. પાખંડી (પરમતિ)ઓનો, સન્યાસીનો અથવા તેના શાસ્ત્રોનો પરિચય, સંપર્ક કર્યો હોય. આ અતિચારોમાંથી મને કોઈ અતિચાર લાગ્યા હોય તો તે અંગેનું મારું પાપ મિથ્યા થાઓ. (
મિચ્છામિ દુક્કડં) સામાયિક પ્રતિક્રમણના વિશેષ પ્રશ્નોત્તર પ્રશ્નઃ- શુદ્ધ સંયમ પાલન કરનારાની સંખ્યા અધિક હોય છે કે સંયમમાં દોષ લગાડનારાની સંખ્યા અધિક હોય છે ? જવાબ:- સંપૂર્ણ લોકની અપેક્ષાએ શુદ્ધ સંયમ પાળનારાની સંખ્યા અધિક હોય છે. અર્થાત્ લોકમાં શુદ્ધ સંયમ પાલન કરનારાની સંખ્યા અનેક હજાર કરોડ હોય છે અને દોષ લગાડનારાની સંખ્યા અનેક સો કરોડ હોય છે. મૂળગુણ અને ઉત્તરગુણમાં દોષ લગાડનારા સાધુ પણ મહાવિદેહ ક્ષેત્રમાં સદા શાશ્વત અનેક સો કરોડ તો હોય જ છે. ભરતક્ષેત્રમાં તો ક્યારેક સાધુ હોય છે અને ક્યારેક હોતા નથી, ક્યારેક ૧૦-૧૦૦ પણ હોય છે, ક્યારેક લાખો પણ હોય છે, ક્યારેક દોષ લગાડનારા વધુ થઈ જાય છે તો ક્યારેક શુદ્ધ સંયમ પાલન કરનારા વધુ થઈ જાય છે. પ્રશ્ન:- આ દોષ લગાડનારા અનેક સો કરોડ સાધુ પાંચમા પદમાં રહે છે. તેને વંદન કરાય છે ? જવાબ :- આ અનેક સો કરોડની સંખ્યા પાંચમા સાધુ પદમાં ગણવામાં આવેલાની બતાવવામાં આવી છે. કારણ કે જે શ્રમણ પરિસ્થિતિથી દોષ સેવન કરીને પણ અંતઃકરણમાં તેનો ખેદ રાખે છે, જેને પોતાના દોષ સમજાય છે અને યથા અવસર તે દોષ પ્રવૃત્તિને છોડીને પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરે છે, એટલે તે પાંચમા પદમાં હોય છે અને વંદનીય પણ હોય છે. એ પોતાના દોષની પુષ્ટી કે પ્રરૂપણા કરતા નથી. પરંતુ પોતાની કાયરતા સમજે છે અને તે નબળાઈ સિવાય તપ, સંયમ અને જ્ઞાન ધ્યાનમાં લીન રહે છે. તેઓ શુદ્ધ શ્રદ્ધાપૂર્વક શુદ્ધ પ્રરૂપણા કરે છે, શુદ્ધ સંયમ પાલન કરનારા સાધુઓ પ્રત્યે હૃદયમાં આદરભાવ રાખે છે. તેના સિવાય જે શ્રમણો સંયમ, નિયમ અને ભગવંત આજ્ઞાના પ્રતિ બેદરકારી રાખનારા અથવા અશુદ્ધ શ્રદ્ધા પ્રરૂપણા કરનારા હોય છે, તે આ સંખ્યામાં સમાવેલા નથી. એટલે તેઓ પાંચમા પદમાં પણ સમાવેલા નથી, માટે તેઓ ભાવ વંદનીય પણ હોતા નથી. દ્રવ્યલિંગ અને સમાજથી ગ્રહાયેલા હોવાથી તેઓ માત્ર વ્યવહારથી વંદનીય છે.
- એક ગચ્છમાં પણ અનેક જાતના સાધક હોય છે. તેમાં પણ કેટલાય ભાવ વંદનીય હોતા નથી. તો પણ તેઓ ગચ્છમાં હોય, સાધના વ્યવહારમાં બંધાયેલા હોય, ત્યાં સુધી વ્યવહાર વંદનીય રહે છે. પ્રશ્ન – રસ્તામાં ચાલતાં મુનિરાજને વંદના કેમ કરવી? જવાબ:- દર્શન થવાથી કેટલેક દૂરથી હાથ જોડી મસ્તક નમાવી “મર્થીએણં વંદામિ' બોલતાં થકાં વંદના કરવી જોઈએ. પ્રશ્ન:- અરિહંત, તીર્થકર અથવા સાધુ સાધ્વીના સ્થાન પર પ્રત્યક્ષ દર્શન થતાં કયા પાઠથી વંદના કરવી ? જવાબ:- અરિહંત અને સાધુ સાધ્વીના સ્થાન પર પ્રત્યક્ષ દર્શન થતાં તિબ્બત્તોના પાઠથી ત્રણ વાર આવર્તન કરી, પંચાંગ નમાવીને વંદના કરવી જોઈએ. પ્રશ્ન :- ખમાસમણાના પાઠથી વંદના ક્યારે કરી શકાય છે? જવાબ:- પ્રતિક્રમણની વચ્ચમાં ત્રણ જગ્યાએ ખમાસમણાના પાઠથી વંદન કરવામાં આવે છે. બીજા કોઈપણ સમયે આ પાઠથી વંદન કરવાનું આગમ સમ્મત નથી. કારણ કે આ પાઠનો સંબંધ પ્રતિક્રમણથી છે. અન્ય સમયમાં વંદના તિબ્બતોના પાઠથી અને પરોક્ષ વંદના નમોત્થણના પાઠથી કરવામાં આવે છે. રસ્તે ચાલતાં સાધુઓને “મર્થીએણે વંદામિ' કહીને દૂરથી સંક્ષિપ્ત વંદન કરવું જોઈએ. પ્રશ્ન:- આ ઉપરોક્ત વંદન સંબંધી જ્ઞાનનો આધાર પ્રમાણ શું છે? જવાબ:- રાયપરોણીય સૂત્ર, ભગવતી સૂત્ર, ઔપપાતિક સૂત્ર, આદિના વંદન પ્રકરણોના આગમ પાઠ જ કહેવાયેલા વંદન જ્ઞાનના મુખ્ય આધાર છે. તેના હેતુ આધારથી આ સમાધાન કરવામાં આવ્યું છે. પ્રશ્ન :- રાઈ અને દેવસિય પ્રતિક્રમણનો સમય કયો છે ? જવાબ:- પ્રતિક્રમણ કરવાનો સમય ઉત્તરાધ્યયન સુત્ર અધ્યયન ૨
ને સ્પષ્ટ થાય છે. સૂર્યાસ્ત પછી દેવસિય પ્રતિક્રમણ અને સૂર્યોદય પહેલાં રાઈય પ્રતિક્રમણ કરવું જોઈએ.
ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૨૬માં સૂર્યાસ્ત સમયે થંડિલભૂમિ પડિલેહણનું કાર્ય બતાવવામાં આવ્યું છે. દશાશ્રુતસ્કંધ સૂત્રમાં સૂર્યાસ્તના પહેલા સમય સુધી ચાલવું વિહાર કરવો વગેરે બતાવવામાં આવ્યું છે. બૃહત્કલ્પ સૂત્રમાં સૂર્યાસ્ત પૂર્વ સમય સુધી ખાતાં પીતાં સાધુની પણ આરાધના બતાવવામાં આવી છે. આ રીતે સૂર્યાસ્તની નજીકના પૂર્વ સમયમાં પ્રતિલેખન, વિહાર અને આહાર વિધિનો આગમ નિર્દેશ હોવાથી તે કાળને પ્રતિક્રમણનો કાળ કહી શકાતો નથી. એટલે સૂર્યાસ્તની પૂર્વે પ્રતિક્રમણનો સમય માનવો આગમ વિપરીત થાય છે.
પ્રાતઃ સૂર્યોદયની પછીના સમયમાં આગમમાં પ્રતિલેખન, વિહાર એવું આહારનું કથન છે. એટલે સૂર્યોદયની પહેલાં જ પ્રતિક્રમણનો કાળ માનવો બરાબર છે. આવી રીતે આગમ સંમત તત્ત્વ એ છે કે સૂર્યાસ્ત પછી દેવસિક પ્રતિક્રમણ અને સૂર્યોદય પહેલાં રાત્રિક પ્રતિક્રમણ કરવું જોઈએ.
પછી આ
૩યાં
સ
ક
=
1,
2