SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ jain પ્રશ્ન :– પ્રતિક્રમણ ૪૮ મીનિટમાં થવું જોઈએ ? જવાબ :– આગમોમાં એવા કોઈ નિશ્ચિત સમયનો ઉલ્લેખ નથી. છતાં પણ એકરૂપતા એવું વ્યવસ્થિતતાની દૃષ્ટિથી એવું કહેવાય છે કે ૪૮ મીનિટ અથવા એક કલાકમાં પ્રતિક્રમણ થઈ જવું જોઈએ. 189 કથાસાર વાસ્તવમાં નવી જૂની શીખેલ વ્યક્તિ અથવા અભ્યસ્ત, અનભ્યસ્ત વ્યક્તિની અપેક્ષા હીનાધિક સમય થાય તે સ્વભાવિક છે. વિશેષ પરિસ્થિતિમાં અને નવા શીખેલા સાધકને ઉક્ત સમયથી અધિક સમય પણ લાગી શકે છે અર્થાત્ કોઈને કલાક, દોઢ કલાક સુધી પણ લાગી શકે છે અને કોઈને ૨૦–૨૫ મીનિટમાં પણ પૂર્ણ થઈ શકે છે. લાલ દિશા સંબંધી (સંધિકાળ) ચૂપકકાળ અસ્વાધ્યાય કાળ પણ ક્યારેક ૩૦, ૪૦, ૫૦ મીનિટ એવં ક્યારેક કલાકથી પણ વધારે સમયનો હોઈ શકે છે. સાર તત્ત્વ એ છે કે પ્રતિક્રમણ પ્રમાદ રહિત થઈને કરવું, પરસ્પર વાતો ન કરવી . છતાં કોઈને ૩૦, ૪૦, ૫૦ મીનિટ અથવા કલાક પણ લાગી જાય, તોપણ કાંઈ આગમ વિરુદ્ધ થતું નથી. વાસ્તવમાં જે મૂળ આગમકાલીન પ્રતિક્રમણ છે, તે તો અત્યંત નાનું જ છે. તે માટે તો અડધો કલાક પણ પર્યાપ્ત છે. પરંતુ વર્તમાનમાં કેટલાક પાઠ, દોહા, સવૈયા, સ્તુતિ, પ્રતિક્રમણમાં ઉમેરાયા છે. મૂળ આવશ્યક સૂત્ર તો આજ પણ ૧૦૦–૨૦૦ શ્લોક પ્રમાણ જ માનવામાં આવે છે. છતાં પણ કરવામાં આવતું વિધિયુક્ત પ્રતિક્રમણ લગભગ એક હજારથી પાંચ હજાર શ્લોક પ્રમાણ મોટું પણ થઈ ગયું છે. આ પ્રકારે પ્રતિક્રમણના પરિમાણની સમાનતા નથી. વ્યક્તિગત ઉચ્ચારણ ગતિમાં પણ મંદતા તીવ્રતા થાય છે. એટલે સમય પણ હીનાધિક લાગે છે. જે માટે શાસ્ત્રમાં કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી. ઉત્તરાધ્યયન સૂત્રમાં કેટલાક સંકેત છે. તે અનુસાર પ્રતિક્રમણનો સમય અડધા કલાકથી લઈને સવા કલાક પણ થઈ શકે છે. સાધુ–સાધ્વીને સુર્યોદય પછીની દિનચર્યાનુ સમયપત્રક સચવાય તે હેતુથી સમયપ્રમાણ માટે સાવધાની રાખવાની હોય,પણ શ્રાવકોને માટે એવુ કોઈ કારણ દેખાતુ નથી. જુના શ્રાવકોએ નવા શિખેલા ઓને ઉતાવળ કરવાનું સમજાવતાં પહેલા ગુરુ પાસે શંકાનુ સમાધાન મેળવવુ જોઈએ. પ્રશ્ન :– શ્રાવક પ્રતિક્રમણનો પાઠ કયા આવશ્યકમાં છે ? જવાબ ઃ– આવશ્યક સૂત્રના છ આવશ્યકોમાં સાધુ પ્રતિક્રમણના પાઠોનો જ ઉલ્લેખ છે. શ્રાવક યોગ્ય પાઠ કરેમિ ભંતે, ઇચ્છામિ ઠામિ આદિ શ્રમણ પ્રતિક્રમણના પાઠથી સંશોધિત, સંપાદિત કરવામાં આવ્યાં છે અને અન્ય પાઠ અનેક આગમોમાંથી લેવામાં આવ્યા છે. એ બધા મળીને આખું શ્રાવક પ્રતિક્રમણ ઉચિતરૂપથી સંકલિત કરીને સંપાદિત કરવામાં આવ્યું છે. શ્રાવકને પ્રતિક્રમણ કરવાનું જરૂરી હોવાથી તેનું સંપાદન ઉપયોગી જ છે. ઉપલબ્ધ છ આવશ્યકમાં તો ફક્ત ૨૩ પાઠ છે અને બે આદિ, અંત– મંગલ પાઠ માનવામાં આવ્યા છે. એમ કુલ ૨૫ પાઠથી શ્રમણ પ્રતિક્રમણ પૂર્ણ કરવામાં આવ્યું છે. છઠ્ઠા આવશ્યક પછી પરિશિષ્ટ રૂપમાં શ્રાવક પ્રતિક્રમણ સંક્ષેપમાં વ્યાખ્યાકારે સ્વીકાર કર્યો છે. તેના આધારથી વિસ્તૃત રૂપમાં પૂર્ણ શ્રાવક પ્રતિક્રમણ પ્રચલિત છે. જેમાં કાલાંતરથી કેટલીય સ્તુતિઓ, દોહા પ્રવેશ્યા છે. પ્રશ્ન :– બાર અણુવ્રતોમાં કરણ–યોગ એક સમાન કેમ નથી? જવાબ :– શ્રાવકના અણુવ્રત ત્રણ કરણ અને ત્રણ યોગના ૪૯ ભાંગામાંથી કોઈપણ ભંગથી લઈ શકાય છે; એવું ભગવતી સૂત્રમાં બતાવવામાં આવ્યું છે. પ્રત્યેક વ્રતમાં શ્રાવકની પરિસ્થિતિ અલગ-અલગ હોય છે. એટલે કરણ યોગ સમાન થઈ શકતા નથી. એટલે આ વ્રતો મધ્યમ દરજ્જાના સાધક શ્રાવકોની યોગ્યતાને લક્ષ્યમાં રાખીને સંપાદિત કરાયેલ છે. જે એક પ્રકારની સામૂહિક વ્યવસ્થાની દૃષ્ટિથી બરાબર પણ છે. જેટલા અનુકૂળ હોય તેટલા વધારે કરણ યોગ કરી શકાય છે, તેમાં આગમથી કોઈ વિરોધ નથી. એટલે આ પાઠોના સાચા આશયને વિવેક બુદ્ધિથી સમજી લેવા જોઈએ. આ અણુવ્રતોના મૂળ પાઠોમાં આગાર, વ્રત સ્વરૂપ અને તેના અતિચારોની સંરચના ઘણી અનુભવ પૂર્ણ છે. આ સંરચનાથી યુક્ત આ વ્રતોને, ગરીબ–અમીર, યુવા યા વૃદ્ધ, સ્ત્રી–પુરુષ એવં રાજા–નોકર, શેઠ–મુનિમ, કોઈપણ ધારવા ઇચ્છે તો ધારી શકે છે. પ્રથમના ત્રણ વ્રત અને ૮, ૯, ૧૧મું વ્રત બે કરણ ત્રણ યોગથી હોવાનું બરાબર અને પાલનમાં સંભવ છે. પરંતુ ૫, ૬, ૭, ૧૦ મું; આ ચાર વ્રતો એક કરણ ત્રણ યોગથી જ પાલન કરવા સુગમ છે. આ પ્રકારે બધા વ્રતોમાં કરણ યોગ સમજી લેવા. ૧૨મા વ્રતમાં કરણ યોગને બોલવાની આવશ્યકતા પણ નથી રહી. તેમાં તો સુપાત્ર દાન દેવાનો નિયમ છે. જે ત્રણ કરણ ત્રણ યોગોની સંપૂર્તિની સાથે આપવો જોઈએ. ત્યારે શ્રેષ્ઠ દાન થાય છે. આઠકોટી સંપ્રદાયોમાં ૯મું સામાયિક અને ૧૧મું પૌષધવ્રત આઠ કોટીએ લેવાય છે પ્રશ્ન :– પ્રતિક્રમણમાં અતિચારના પાઠોમાં આવતાં જાણવા યોગ્ય છે પણ આચરણ કરવા યોગ્ય નથી, આ શબ્દોનો શો હેતુ છે ? શું તે અતિચારોનું આચરણ કરનારો શ્રાવક કે સાધુની કોટીમાં નહીં ગણાય ? જવાબ :– પ્રતિક્રમણમાં પ્રયુક્ત ઉપરોક્ત શબ્દ આદર્શ શિક્ષા રૂપ છે. તેને એકાંતિક આગ્રહમાં ન લેવા જોઈએ. અર્થાત્ વ્રતધારીઓના વ્રતોની શોભા અથવા પરિપુષ્ટિ માટે તે સાવધાની, શિક્ષા, પ્રેરણા છે. તેનું યથાવત્ ધ્યાન રાખવાથી વ્રત પુષ્ટ થાય છે અને વ્રતધારી આદર્શ સ્થાનને પ્રાપ્ત કરે છે. આ શિક્ષાનું પાલન ન થવાથી વ્રતોની પરિપુષ્ટિમાં ઉણપ આવે છે; સાધક આદર્શ કક્ષાથી સામાન્ય કક્ષામાં પહોંચે છે. એટલે કે તેના વ્રતોમાં કિંચિત્ અતિચરણ પણ થાય છે. આ પ્રકારે આ વાક્યોનો આશય સમજવો જોઈએ. પરંતુ તેને સાધનાથી અર્થાત્ શ્રાવકપણાથી રહિત કહી શકાતા નથી. જેમ ૧૫ કર્માદાન વ્યાપાર ધંધા છોડવા યોગ્ય છે, છતાં પણ આગમોક્ત કેટલાક શ્રમણોપાસકો તે વેપાર ધંધા છોડી શક્યા નહોતા.બંધ અને વધ પ્રથમ વ્રતમાં આચરણ કરવા યોગ્ય નથી તોપણ કેટલાક શ્રમણોપાસક રાજા આદિ યુદ્ધમાં શસ્ત્ર પ્રયોગ કરતા હતા
SR No.009130
Book TitleKathasar
Original Sutra AuthorN/A
AuthorJain Yuth Foram
PublisherJain Yuth Foram
Publication Year2013
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy