________________
આગમ-કથાઓ
વાડાબંધી માંડીને મારું ગામ, મારું ઘર, મારી છાપ, મારો પ્રભાવ ઈત્યાદિ મારા– મારાના ચક્કરમાં પડીને પરિગ્રહી થઈને તેમજ સમાજમાં કલેશનાં મૂળ રોપીને અશાંત, સંકુચિત માનસનું વાતાવરણ જન્માવે નહિ અને પોતાના આત્માને પણ પરિગ્રહની વૃત્તિમાં ડૂબાડે નહિ. પરંતુ (એગ એવ ચરે ) આ ઉત્તરાધ્યયન સૂત્રના વાક્યને સદા સ્મૃતિમાં રાખે.
પુનઃૠ :– સાર એ છે કે શુદ્ધાચારીઓએ પોતે ઘમંડ ન કરીને અન્ય શુદ્ધાચારી પ્રત્યે તથા શિથિલાચારી પ્રત્યે પણ ભાવોને શુદ્ધ રાખવા જોઈએ. શિથિલાચારીઓએ પણ અન્ય શિથિલાચારી પ્રત્યે ભાવોને શુદ્ધ રાખવા જોઈએ તથા શુદ્ધાચારી પ્રત્યે હૃદયમાં આદર, ભક્તિ ભાવ રાખીને તેઓનો યથોચિત વિનય વ્યવહાર અવશ્ય કરવો જોઈએ; ભલે ને તે શુદ્ધાચારીઓ તેમને વંદન ન કરતા હોય. તે સિવાય નિંદા, અપયશ તો કોઈને કોઈનો પણ નહિ કરવો જોઈએ.
હિત શિક્ષાઓ
166
સ્વહિતમાં –
બીજા પર કીચડ ઉછાળવો તે મૂર્ખતા છે અને તેનાથી પોતાની સુરક્ષા કરવાનું માનવું ર કોઈને ઉભા ન કરી શકો તો પછાડવામાં શરમનો અનુભવ કરો.
કોઈની ઉન્નતિ જોઈ ઈર્ષાથી સળગો નહિ. કોઈને પડતા જોઈ આનંદિત ન થાઓ.
મહામૂર્ખાઈ છે.
ગુણગ્રાહી અને ગુણાનુરાગી બનીને ગુણ વૃદ્ધિ કરો. યુધિષ્ઠિર બનો, દુર્યોધન ન બનો.
સમ્યક્ત્વ હિતમાં – આગમ પ્રમાણ :– સમક્તિની ચાર શ્રદ્ધામાં અને પાંચ અતિચારમાં મિથ્યાદષ્ટિનો અને સમકિતથી પતિતનો સંપર્ક-પરિચય કરવાનું વર્જિત કહ્યું છે પરંતુ સમ્યક શ્રદ્ધાવાળા, સમ્યક પ્રરૂપણાવાળા જૈન મુનિથી ઘૃણા કરવી કે તેની સંગતિ વર્જવી એવું કહ્યું નથી.
આથી કોઈપણ સમ્યગ્દષ્ટિ કે શ્રમણોપાસક હીનાધિક આચારવાળા અને સમ્યગ્ શ્રદ્ધા પ્રરૂપણા વાળા, કોઈપણ ગચ્છના સાધુ સાધ્વીની સંગત પરિચય, વિનય વ્યવહાર, વંદન, સેવા ભક્તિ કરે એમાં તેના સમકિતમાં કોઈપણ આગમિક દોષ નથી. હૃદયની વિશાળતાથી સમાજની એકતા સંભવે છે.
શિથિલાચાર અને શુદ્ધાચારનું સ્વરૂપ
શાબ્દિક સ્વરૂપ –
સંયમ આચારનું શુદ્ધ પાલન શુદ્ધાચાર છે. શિથિલતાથી અર્થાત્ આળસથી જાગૃતિની ખામીથી, શુદ્ધાશુદ્ધ રૂપથી, સંયમ આચારનું પાલન શિથિલાચાર છે.
પ્રાચીન ભાષ્યાદિ ગ્રંથોમાં તેને માટે ‘શીતલ વિહારી’ અને ‘ઉધત વિહારી' શબ્દોનો પ્રયોગ મળે છે. શીતલનો અર્થ સુસ્તીથી અને ઉદ્યતનો અર્થ જાગૃતિપૂર્વક સંયમમાં વિચરણ કરનાર. આ પ્રમાણે સમજવાથી પ્રચલિત શબ્દ અને પ્રાચીન કાલના શબ્દ પ્રાયઃ એકાર્થવાચી થાય છે.
જ્ઞાતા સૂત્ર આદિમાં આ જ અર્થ માટે ‘ઉગ્ગા, ઉગવિહારી તેમજ પાસસ્થા, પાસસ્થવિહારી, ઓસણા, ઓસણવિહારી, કુશીલા, કુશીલવિહારી, સંસત્તા, સંસત્તવિહારી, અહાછંદા, અહાછંદવિહારી' શબ્દોનો પ્રયોગ થયો છે. –જ્ઞાતા. અ. ૫
ઉગ્રવિહારી, ઉદ્યત વિહારી અને શુદ્ધાચારી એ ત્રણે લગભગ એક શ્રેણીના શબ્દ છે. પાસસ્થા, પાસસ્થવિહારી વગેરે શબ્દોના સ્વરૂપને એક શબ્દમાં કહેવા 'શીતલ વિહારી' અને શિથિલાચારી શબ્દ અલગ-અલગ સમયમાં પ્રયુક્ત થયા છે. શુદ્ધ સ્વરૂપનું વિશ્લેષણ :- પાંચ મહાવ્રત પાંચ સમિતિનું જે સ્પષ્ટ આગમ સિદ્ધ વર્ણન છે તથા આચાર શાસ્ત્રોમાં અને અન્ય શાસ્ત્રોમાં જે જે સંયમ વિધિઓનું સ્પષ્ટ વર્ણન છે; નિશીથ સૂત્ર વગેરેમાં જેનું સ્પષ્ટ પ્રાયશ્ચિત્ત વિધાન છે; તેમાંથી કોઈપણ વિધિ કે નિષેધથી વિપરીત આચરણ, વિશેષ પરિસ્થિતિ વિના, પ્રાયશ્ચિત્ત લેવાની ભાવના વિના તેમજ શુદ્ધ સંયમ પાલનના અલક્ષ્યથી કરવું, શિથિલાચાર કહી શકાય છે.
પરંતુ સમય સમય પર બનાવવામાં આવેલા વ્યક્તિગત કે સામાજિક સમાચારી સંબંધી નિયમોનું પાલન ન થઈ શકવાથી કોઈને શિથિલાચારી ન સમજાય તથા આગમ સિદ્ઘ સ્પષ્ટ નિર્દેશોનો વ્યક્તિગત લાચારીથી, અપવાદરૂપ સ્થિતિમાં તેમજ યથાસંભવ શીઘ્ર શુદ્ધિકરણની ભાવના સાથે ભંગ થાય તો તેને પણ શિથિલાચાર ન સમજાય.
નિષ્કારણ સેવન કરાતા દોષોને અને પરંપરા પ્રવૃત્તિરૂપના પોતાના આગમ વિપરીત આચરણોને પણ શિથિલાચાર ન માનવો અથવા શુદ્ધાચાર માનવાની બુદ્ધિમાની કરવી એ યોગ્ય નથી, પરંતુ બેવડો અપરાધ કહેવાય છે. સાથો સાથ બીજાઓની સકારણ અલ્પકાલીન દોષ પ્રવૃત્તિને પણ શિથિલાચાર કહેવો કે સમજવો એ અયોગ્ય સમજ છે .
જે વિષયોમાં આગમમાં કોઈ સ્પષ્ટ વિધાન કે નિષેધ અથવા પ્રાયશ્ચિત્ત નથી તે વિષયોમાં માન્યતા ભેદથી જે પણ આચાર ભેદ હોય, તેને પણ શિથિલાચારની સંજ્ઞામાં સમાવિષ્ટ ન કરવો જોઈએ.
સંક્ષેપમાં– અપવાદની સ્થિતિ વિના સંપૂર્ણ સ્પષ્ટ આગમ નિર્દેશોનું શુદ્ધ પાલન કરવું શુદ્ધાચાર છે અને શુદ્ધ પાલન ન કરવું એ શિથિલાચાર છે. અસ્પષ્ટ નિર્દેશો તથા અનિર્દિષ્ટ આચારો કે સમાચારીઓનું પાલન કે અપાલન શુદ્ધાચાર યા શિથિલાચારનો વિષય થતો નથી.
=
શિથિલાચારનો નિર્ણય કરવા માટે મુખ્ય બે વાતોનો વિચાર કરવો જોઈએ – ૧. આ પ્રવૃતિ સ્પષ્ટ આગમ પાઠથી વિપરીત છે ? ૨. વિશેષ પ્રસંગ કે પરિસ્થિતિ વિના, શુદ્ધિકરણની ભાવના વિના માત્ર સ્વછંદતાથી આ પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે ?
એ બે વાતોના નિર્ણયથી શિથિલાચારનો નિર્ણય કરી શકાય છે. બન્ને વાતોનો શુદ્ઘ નિર્ણય કર્યા વિના શિથિલાચારનો સાચો નિર્ણય નથી થઈ શકતો.