________________
jain
167
કથાસાર શિથિલાચારીને આગમોમાં અપેક્ષાએ ૧૦ વિભાગોમાં વિભક્ત કરવામાં આવેલ છે. યથા – ૧. અહાછંદા ૨. પાસત્થા ૩. ઉસણા ૪. કુશીલા ૫. સંસત્તા ૬. નિતિયા ૭. કાલિયા ૮. પાસણિયા ૯. મામળા ૧૦. સંપસારિયા. તેનો સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે. (૧) અહાછંદાઆગમ નિરપેક્ષ સ્વમતિથી પ્રરૂપણા કરનારા. (૨) પાસસ્થા– સંયમનો ઉત્સાહ માત્ર ઘટી જવો, પૂર્ણ લક્ષ્યહીન થઈ જવું, આળસુ થઈ જવું. અન્ય લક્ષ્યની પ્રધાનતા થઈ જવી. (૩) ઉસણા–પ્રતિલેખન, પ્રતિક્રમણ વગેરે અનેક દૈનિક સમાચારીમાં શિથિલતાવાળા. (૪) કુશીલા- વિદ્યા, મંત્ર, નિમિત્ત, કૌતુક કર્મ વગેરે અભિયોગિક પ્રવૃત્તિવાળા. (૫) સંસત્તા–બહુરૂપી જેવી વૃત્તિવાળા, ઈચ્છાનુસાર હીનાધિક આચારવાળા બની જાય. સંગ તેવો રંગ જેવા. (૬) નિતિયા– કલ્પકાલની મર્યાદાનો ભંગ કરવાવાળા યા સદા એક સ્થાનમાં રહેવાવાળા. (૭) કાઠિયા- વિકથાઓની પ્રવૃત્તિ કરવાવાળા. કથામાં સમયનું ભાન ન રાખવા વાળા. (૮) પાસણિયા – દર્શનીય સ્થળ જોવા જવાવાળા. (૯) મામગા– આહાર, ઉપધિ, શિષ્ય, ગામ, ઘરોમાં કે શ્રાવકોમાં મમત્વ, મારું મારું એવા ભાવ રાખનારા. (૧૦) સંપારિયા- ગૃહસ્થના કાર્યોમાં સલાહ દેવા કે મુહૂર્ત આપવાની પ્રવૃત્તિ કરવાવાળા.
શુદ્ધાચારીના નિર્ણયને માટે પણ મુખ્ય બે વાતો પર ધ્યાન દેવું જોઈએ. જેમ કે – ૧. જે વિના કારણ–પરિસ્થિતિ આગમ વિપરીત કોઈ પણ આચરણ કરવાનું ઈચ્છતો નથી. ૨. પોતાની પરિસ્થિતિ અમુક આગમ પાઠથી વિપરીત છે એવું ધ્યાનમાં આવતાં જ જો કોઈ વિશેષ પરિસ્થિતિ ન હોય તો યથાસંભવ તત્કાલ તેને છોડી દેવા તત્પર રહે છે. માત્ર પરંપરાના નામથી ધકેલાતો નથી . તેને શુદ્ધાચારી સમજવો જોઈએ, ઉક્ત વિચારણાઓ પરથી નીચે દર્શાવેલ પરિભાષા બને છે. નિર્મિત થતી પરિભાષા - (૧) શુદ્ધાચારી : – જે આગમોક્ત સર્વે આચારોનું પૂર્ણપણે પાલન કરે છે કારણ વિના કોઈ અપવાદનું સેવન નથી કરતો. કોઈ કારણથી અપવાદરૂપ દોષનું સેવન કરવા પર તેનું પ્રાયશ્ચિત સ્વીકાર કરે છે. કારણ સમાપ્ત થવા પર તે પ્રવૃત્તિને છોડી દે છે અને આગમોક્ત આચારોની શુદ્ધ પ્રરૂપણા કરે છે, તે “શુદ્ધાચારી' છે. (૨) શિથિલાચારી:- જે આગમોક્ત એક અથવા અનેક આચારોથી સદા વિપરીત આચરણ કરે છે, ઉત્સર્ગ અપવાદની સ્થિતિનો વિવેક નથી રાખતો, વિપરીત આચરણનું પ્રાયશ્ચિત્ત પણ લેતો નથી અથવા આગમોક્ત આચારોથી વિપરીત પ્રરૂપણા કરે છે, તે "શિથિલાચારી" છે.
આગમોક્ત વિધિ નિષેધો સિવાય ક્ષેત્ર કાલના દષ્ટિકોણથી જે કોઈ સમુદાયની સમાચારીનું ગઠન-ગુંથણી કરવામાં આવે છે તેના પાળવાથી કે નહિ પાળવાથી કોઈ અન્ય સમુદાયવાળાઓને શુદ્ધાચારી કે શિથિલાચારી સમજવાનું ઉચિત નથી. જે સમુદાયમાં જે રહે છે, તેણે તે સંઘની આજ્ઞાથી તે નિયમોનું પાલન કરવું આવશ્યક હોય છે. એવા વ્યક્તિગત સમાચારના કેટલાક નિયમોની સૂચિ આગળ આપવામાં આવશે. તે પહેલાં આગમ વિધાનોની સૂચિ આપવામાં આવે છે. સાધ્વાચારના કેટલાક આવશ્યક આગમ નિર્દેશ :
અઢાર પાપનો ત્યાગ, પાંચ મહાવ્રતનું પાલન, પાંચ સમિતિનું પાલન, બાવન (પર) અનાચારનો ત્યાગ વગેરે અનેક આચાર નિર્દેશ પ્રસિદ્ધ છે. છતાં પણ એનાથી નિકટના સંબંધવાળા કેટલાક જાણવા-ચિંતવવા યોગ્ય આગમ વિષયોનો સંગ્રહ આ પ્રમાણે છે (૧) બીજાની નિંદા કરવી, પરાભવ (અવહેલના વગેરે) કરવું પાપ છે. એવું કરવાવાળા મહાન સંસારમાં પરિભ્રમણ કરે છે.
-સૂયગડાંગ ધ્રુ. , અ.ર, ઉ.૨, ગા. ૨. | (૨) આ કુશીલિયો છે,એવું નહિ બોલવું અને જેનાથી અન્યને ગુસ્સો આવે તેવા નિંદાજનક શબ્દ નહિ બોલવા. દશર્વ.અ૧૦,ગા.૧૮. (૩) પરસ્પર વાતો કરવામાં આનંદ નહિ લેવો, સ્વાધ્યાયમાં સદા લીન રહેવું, નિદ્રાને વધુ આદર નહિ દેવો તથા હાંસી ઠઠ્ઠા-મશ્કરીનો ત્યાગ કરવો. – દશવૈ. અ. ૮, ગા. ૪૮. (૪) મોઢું ફાડીને ખડખડાટ હસવાથી પ્રાયશ્ચિત આવે છે. – નિશીથ – ૪ (૫) પ્રતિલેખન કરતાં-કરતાં પરસ્પરમાં વાતો કરવી નહિ, –ઉત્તરા. – અ. ૨૬, ગા. ૨૯ (૬) સવાર સાંજ બને વખત ઉપધિન પ્રતિલેખન કરવ. - આવા – ૪ પાત્ર, પસ્તક વગેરે કોઈપણ ઉપકરણને એક જ વાર પ્રતિલેખન કરવાનું કોઈ પણ આગમ પ્રમાણ નથી. માત્ર પરંપરાને આગમ પાઠની સામે મહત્વહીન સમજવી જોઈએ. (૭) ચારે કાલમાં સ્વાધ્યાય ન કરે તો ચોમાસી પ્રાયશ્ચિત્ત.-નિશીથ. ૧૯
સેવા કાર્યના અભાવમાં આગમનો સ્વાધ્યાય આવશ્યક સમજવો જોઈએ. | (૮) પોરસી આવ્યા પછી કાલિક સૂત્રની સ્વાધ્યાય કરે તો ચૌમાસી પ્રાયશ્ચિત્ત
જેમ કે દીપાવલીના દિવસે ઉત્તરાધ્યયન સૂત્રનો સ્વાધ્યાય.નિશીથ ૧૯ (૯) આગમ નિર્દિષ્ટ ક્રમથી વિપરીત વાચના આપે તો પ્રાયશ્ચિત. -નિશીથ ૧૯ (૧૦) પ્રથમ આચારાંગ સૂત્રની વાચના આપ્યા વિના કોઈપણ આગમ નિર્દિષ્ટ સૂત્રની વાચના દે તો પ્રાયશ્ચિત્ત – નિશીથ ૧૯ (૧૧) આચાર્ય ઉપાધ્યાય દ્વારા વાચના આપ્યા વિના કે આજ્ઞા આપ્યા વિના, કોઈ પણ સૂત્ર વાંચે તો પ્રાયશ્ચિત્ત – નિશીથ ૧૯ (૧૨) દશ બોલ યુક્ત ભૂમિ હોય ત્યાં પરઠવું જોઈએ. -ઉત્તરા.અ.૨૪, ગા. ૧–૧૮. (૧૩) રસ્તે ચાલતાં વાતો ન કરવી. – આચારાંગ ર-૩–૨. (૧૪) (ચરે મંદ મણુવિજ્ઞો, અવષ્મિત્તેણ ચેયસા.)- દશવૈ. ૫,૧,૨ ઉતાવળે ચાલવું અસમાધિ સ્થાન છે. દશા, દ.-૧ તે સમાજમાં ઉતાવળથી અર્થાત્ તેજ ચાલવાવાળા પ્રશંસા પ્રાપ્ત કરીને ખુશ થાય છે, એ અજ્ઞાન દશાનું પરિણામ છે. ઉત્ત. ૧૭ ગા. ૮.