________________
આગમ-કથાઓ
(૧૫) થોડીક પણ કઠોર ભાષા બોલવાનું માસિક પ્રાયશ્ચિત્ત; નિશીથ—૨. ગૃહસ્થ કે સાધુને કઠોર વચન બોલવા અથવા તેની કોઈ પણ પ્રકારની આશાતના કરવી એ લઘુ ચૌમાસિક પ્રાયશ્ચિત્તનું કાર્ય છે– નિ. ૧૫ અને ૧૩. રત્નાધિકોને કઠોર વચન કહે અથવા કોઈપણ પ્રકારની આશાતના કરે તો ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત –નિ. ૧૦.
(૧૬) દર્શનીય દૃશ્યોને જોવા અને વાજિંત્ર વગેરેના સ્થાનોમાં સાંભળવાને માટે જાય કે મકાનની બહાર આવીને જુએ તો લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત. – નિશી. ૧૨ તથા ૧૭.
(૧૭) રોગના આતંક સમયે આહારનો ત્યાગ કરવો જોઈએ. —ઉત્તરા – અ. ૨૬, ગા.-૩૪, ૩૫
(૧૮) ઝડપથી ખાવું, અતિ ધીરે ખાવું, બચકારા બોલાવતાં ખાવું-પીવું, નીચે ઢોળતાં ખાવું, સ્વાદ માટે સંયોગ મેળવવો, વગેરે પરિભોગેષણાના દોષ છે. – પ્રશ્ન. અ..
168
(૧૯) સાધુ સાધ્વીએ ત્રણ જાતના પાત્ર રાખવા કલ્પે છે. –ઠાણાંગ-૩.
એના સિવાય ધાતુ હોય કે કાચ, દાંત, વસ્ત્ર, પત્થર વગેરે કોઈપણ પ્રકારના પાત્ર કલ્પતા નથી. – નિશીથ ઉ. ૧ ૧ (૨૦) આચાર્ય ઉપાધ્યાયની વિશિષ્ટ આજ્ઞા વિના વિગય ખાવાનું પણ પ્રાયશ્ચિત્ત આવે છે. – નિશીથ ઉ.૪
(૨૧) અન્ય સાધુ કાર્ય કરવાવાળા હોય તો કોઈપણ સેવા કાર્ય, શીવણ વગેરે સાધ્વી પાસે કરાવવાનું કલ્પતું નથી. અન્ય સાધ્વી કાર્ય કરનાર હોય તો સાધ્વી, સાધુ દ્વારા પોતાનું કોઈપણ કાર્ય નથી કરાવી શકતી. તે કાર્યમાં કપડા શીવવા હોય કે લાવવા અથવા આહાર ઔષધ વગરે લાવવું દેવું, – વ્યવહાર ઉ.પ.
(૨૨) સ્વલિંગવાળાના અભાવની સ્થિતિ વિના સાધુ સાધ્વીએ આપસમાં આલોચના,પ્રાયશ્ચિત્ત કરવાનું પણ નથી કલ્પતું. વ્યય. ઉ.પ. (૨૩) સાધુ સાધ્વી બન્નેને એક બીજાના ઉપાશ્રયે જવું, બેસવું વગેરે કોઈ કાર્ય કરવાનું કલ્પતું નથી. વાચના લેવા દેવાનું હોય તેમજ સ્થાનાંગ કથિત પાંચ કારણ હોય તો જઈ શકે છે, એ સિવાય કેવળ દર્શન કરવા, સેવા(પર્યાપાસના) કરવા, અહીં તહીંની વાતો કરવા વગેરે માટે જવાનું કલ્પતું નથી. –બૃહત્કલ્પ ઉદ્દે.૩ સૂ. ૧,૨ અને વ્યવ. ઉ.૭. ઠાણાંગ. અ.પ
=
(૨૪) જે સાધુ મુખ વગેરેને વીણા જેવું બનાવે અને તેનાથી વીણા જેવો અવાજ કાઢે તો પ્રાયશ્ચિત્ત આવે છે. – નિશી. પ (૨૬) ગૃહસ્થનો ઔષધ ઉપચાર કરે કે તેને ઉપચાર બતાવે તો પ્રાયશ્ચિત્ત.
–નિશિથ ૧૨ –નિશીથ ૧૨
(૨૭) વિહાર વગેરેમાં ગૃહસ્થ પાસે ભંડોપકરણ ઉપડાવે તો પ્રાયશ્ચિત્ત.
(૨૮) ચાલીશ વર્ષથી ઓછી ઉંમર વાળા તરુણ, નવદીક્ષિત અને બાળમુનિ – એ દરેક સાધુએ આચાર્ય, ઉપાધ્યાય વિના રહેવું કલ્પતું નથી. કારણકે એ શ્રમણ તેમનાથી અનુશાસિત રહે તો જ તે દીર્ઘકાલ સુધી સમાધિવંત રહી શકે છે અર્થાત્ આચાર્ય અને ઉપાધ્યાય બેની એના પર સંભાળ રહેવી આવશ્યક છે. – વ્ય.ઉ.૩
=
એ ત્રણેને આચાર્ય ઉપાધ્યાયની નિશ્રામાંજ રહેવાનું સૂત્રમાં કહ્યું છે. માત્ર સ્થવિરની નિશ્રામાં કે કેવલ એક પદવીધરની નિશ્રામાં એમનું સદાને માટે રહેવાનું આગમ વિપરીત છે. અર્થાત્ કોઈ પણ વિશાળ ગચ્છને આચાર્ય ઉપાધ્યાય અને પ્રવર્તિનીની પદ વ્યવસ્થા વિના લાંબા સમય સુધી રહેવું કલ્પતું નથી. – વ્ય. ૩
(૨૯) સંઘાડાના મુખી બનીને વિચરનારમાં ૬ ગુણ હોવા જોઈએ. ઠાણા. ૬, તેમાં એક આ પણ છે કે બહુશ્રુત હોવા જોઈએ. જઘન્ય માં જઘન્ય સંપૂર્ણ આચારાંગ નિશીથ અર્થ સહિત કંઠસ્થ કરનાર બહુશ્રુત કહેવાય છે. —બૃહત્કલ્પસૂત્ર ઉદ્દે.રૂ સૂત્ર-૧,૨ અને ભાષ્યગાથા-૬૯૩, નિ.ફૂ.ગા. ૪૦૪
(૩૦) પોતાના પારિવારિક કુળોમાં ‘બહુશ્રુત’ જ ગોચરીએ જઈ શકે છે બીજા નહિ.
- ઉત્તરા.અ. ૩૫–૧૦,૧૧,૧૨.
અબહુશ્રુત । જઈ શકે નહિ. સાથે અથવા સ્વયં બહુશ્રુત હોવા જોઈએ.
(૩૧) યોગ્ય અયોગ્ય સર્વને એક સાથે વાચના દેવી પ્રાયશ્ચિત્તનું કારણ છે.
(૩૨) પ્રતિક્રમણ–( તચ્ચિત્તે, તમ્ભણે, તલ્લેસે, તદજઝવસિએ, તત્તિવ્વજઝવસાણે, તદદોવઉત્તે, તદપ્પિયકરણે, તબ્જાવણા ભાવિએ, અણદ્ઘ કત્થઇ મણું અકરેમાણે,) આ પ્રમાણે એકાગ્રચિત્ત થઈને કરવાથી ભાવ પ્રતિક્રમણ થાય છે અન્યથા નિદ્રા અને વાતોમાં કે અસ્થિર ચિત્તમાં દ્રવ્ય પ્રતિક્રમણ થાય છે. – અનુયોગ દ્વાર સૂત્ર ૨૭ મું . કહ્યું પણ છે. – દ્રવ્ય આવશ્યક બહુ કર્યા,ગયા વ્યર્થ સહ, અનુયોગ દ્વાર જોઈ લેવો રે. આથી પ્રતિક્રમણમાં નિદ્રા અને વાતો કરવાનું ક્ષમ્ય નથી થઈ શકતું. (૩૩) આહારની કોઈ વસ્તુ ભૂમિ પર અથવા આસન પર રાખે તો પ્રાયશ્ચિત્ત. -નિ.૧૬ (૩૪) મકાન નિર્માણના કાર્યમાં સાધુએ ભાગ લેવો જોઈએ નહિ. –ઉત્તરા.અ.૩૫ ગા. ૩થી૯ (૩૫) સાધુ કોઈપણ વસ્તુના ખરીદ વેચાણની પ્રવૃત્તિ કરે તો તે વાસ્તવિક સાધુ નથી હોતો. ક્રય વિક્રય મહાદોષકારી છે. – ઉત્તરા. અ. ૩૫ ગાથા ૧૩, ૧૪,૧૫ આચા. બ્રુ. ૧-અ. ૨-ઉદ્દે.૫
(૩૬) આહાર બનવા બનાવવામાં સાધુએ ભાગ ન લેવાય. અગ્નિનો આરંભ બહુ જીવ હિંસા જનક છે.
-
– વ્ય. ૬. મોટા આજ્ઞા આપે તો પણ એકલા
(૩૭) (વિભૂસાવત્તિયં ભિક્યૂ કમ્મ બંધઈ ચિક્ક . સંસાર સાયરે ધોરે, જેણં, પડઈ દુરુત્તરે ) –દશવૈ. અ. ગા.૬૬
સ્વાસ્થ્યની દ્દષ્ટિએ અત્યંત આવશ્યક તેમજ અસહનશીલતાની સ્થિતિમાં કરવામાં આવતી પ્રક્ષાલનપ્રવૃત્તિને વિભૂષા કહેવામાં આવતી નથી. સારા દેખાવાની ભાવના અને ટાપટીપની વૃતિને વિભૂષાનું પ્રતીક સમજવું જાઈએ. (ગાહાવઇણામેગે સૂઇ સમાયારા ભવતિ ભિમ્મૂ ય અસિણાણએ, મોયસમાયારે સે તગંધે દુગંધે, પડિકૂલે પડિલોમે યાવિ ભવઈ ). આચા. ૨,૨,૨ એવા આગમ પાઠ, સારા દેખાવાની વૃત્તિના પક્ષકાર નથી. ઉત્તરાધ્યયન અ.૨. ગા. ૩૭ માં
(જાવ સરીર ભેઓ ત્તિ, જલં કાએણ ધારએ ). કથનમાં મેલ પરીષહ સહન કરવાની વિશિષ્ટ પ્રેરણા છે.