________________
jain
169
કથાસાર (૩૮) (સવૅ સાવજજં જોગ પચ્ચક્ઝામિ જાવજજીવાએ તિવિહં તિવિહેણું). –આવશ્યક સૂત્ર. અઢાર પાપ કરવા, કરાવવા અને ભલા જાણવાનો જીવનપર્યત ત્યાગ હોય છે. ક્રોધ કરવો, જૂઠ-કપટ કરવું અને નિંદા કરવી તેમજ અંદરોઅંદર કલહ કરવો એ પણ સ્વતંત્ર પાપ છે.તેના સાધુને પ્રત્યાખ્યાન હોય છે. (૩૯) ગૃહસ્થને "બેસો, આવો આ કરો–તે કરો, સૂવો, ઉભા રહો, ચાલ્યા જાઓ; વગેરે બોલવું ભિક્ષુને કલ્પતું નથી – દશર્વે. અ.૭ ગા. ૪૭. (૪૦) માર્ગમાં લીલું ઘાસ, બીજ, અનાજ વગેરે કોઈપણ સચિત ચીજ હોય તો તે દોષયુક્ત માર્ગેથી નહિ જતાં અન્ય માર્ગે થઈને જવું, અન્ય માર્ગ ન હોય તો પગને આડા ત્રાંસા કે પંજાભર કરીને પગલાં સંભાળી સંભાળીને યથા શક્ય બચાવ કરીને ચાલવું અર્થાત્ આખા પગલા ધરતી પર રાખીને આરામથી ચાલવું નહીં. – આચા. ર. અ.૩. (૪૧) એષણાના ૪૨ દોષ ટાળીને આહાર, વસ્ત્ર, પાત્ર, શય્યા વગેરે ગ્રહણ કરવા જોઈએ- ઉત્તરા.અ.૨૪.ગા.૧૧. એ દોષ યુક્ત ગ્રહણ કરવાથી ગુરુચીમાસી તેમજ લઘુ ચોમાસી વગેરે જુદા-જુદા પ્રાયશ્ચિત્ત આવે છે. – નિશીથ ઉદ્દેશ ૧,૧૦, ૧૩, ૧૪ વગેરે. (૪૨) ઉઘાડા મુખે બોલવું સાવધ ભાષા છે અર્થાતુ મુહપત્તિથી મુખ ઢાંકયા વિના જરા પણ બોલવું નહિ. – ભગ. શ.૧દ ઉ.. એ આગમોક્ત નિર્દેશો તથા અન્ય પણ એવી અનેક આજ્ઞાઓથી વિપરીત જો પોતાની પ્રવૃત્તિ હોય અને પ્રાયશ્ચિત્ત શુદ્ધિ પણ કરવામાં ન આવે, તો એવી સ્થિતિમાં પોતાને શિથિલાચારી ન માનતાં શુદ્ધાચારી માનવું, તે પોતાના આત્માને છેતરવા સમાન છે.
જો શિથિલાચારીનું કલંક(લેબલ)પસંદ ન હોય તો ઉપરોક્ત આગમ નિર્દેશો અનુસાર ચાલવાની અને અશુદ્ધ પ્રવૃત્તિ કે પરંપરા છોડવાની સરલતા અને ઈમાનદારી ધારણ કરવી જોઈએ.
પ્રચલિત વિભિન્ન ગચ્છોની સમાચારીઓના કેટલાક નિયમઃ (૧) કંદમૂળ, માખણ, ગઈકાલનું બનાવેલું ભોજન અને બિસ્કિટ વગેરે લેવા નહિ કારણકે એ અભક્ષ્ય છે. દિરાવાસી જૈન (૨) કાચું દહીં અને દ્વિદળના પદાર્થોનો સંયોગ નહિ કરવો અને એવા ખાદ્ય નહિ ખાવા, કારણકે એ અભક્ષ્ય છે.દિરાવાસી જેન] (૩) સૂર્યાસ્ત પછી માથું ઢાંકવું અથવા દિવસે પણ કયારેક પ્રથમ અને ચોથા પહોરમાં કામળી ઓઢીને બહાર જવું.દિરાવાસી જૈન (૩.૧) પાંખીના દિવસે ચટણીનાં પથ્થર પર પણ ટાંકણી મરાવવી નહિં. [દેરાવાસી જૈન શ્રાવક!] તેમને આ જ્ઞાન અને આચરણ માટે ધન્યવાદ, તેમને આ જ્ઞાન આપનારા ગુરુને પણ ધન્યવાદ. (૩.૨) પૃથ્વીથી પાણીનાં જીવો સુમ, તેથી અગ્નિનાં અને તેથી વાયુકાયનાં જીવો સુક્ષમ છે. વાયુકાયની દયા પાળવી સૌથી અધરી છે. બોલતી વખતે મખવસ્ત્રીકા થી મોઢ ઢાકી ને બોલવું. ઉધાડે મોઢે બોલાતી ભાષા સાવધ હોય છે. - સત્ર ભગવતી ની સાખે. (૩.૩) બીલાડી આવે તો ઉડી જવું એ જ્ઞાન અને ઉડવાની ક્રિયા તે આચરણ. જો પોપટ ફકત જ્ઞાનથી કે ભાવથી ઉડવાની ઈચ્છા રાખે પણ બિલાડી આવે ત્યારે ઉડે નહિં. તો તેનું –બિલાડી આવે તો ઉડી જાઉ– નું રટણ પણ તેનાં પ્રાણ બચાવી શકતું નથી. (૪) લખવા માટે ફાઉન્ટન પેન, પેન્સિલ તેમજ પથારી માટે ચટાઈ, પુટ્ટા, સમાચાર પત્ર, બારદાન વગેરે લેવા નહીં. (૫) નવકારસી (સૂર્યોદય પછી ૪૮ મિનિટ) પહેલાં આહાર-પાણી લેવા નહિ કે ખાવા-પીવા નહિ.દિરાવાસી જૈન (૬) ઔપગ્રહિક અપવાદિક ઉપકરણમાં પણ લોખંડ વગેરે ધાતુના ઉપકરણ રાખવા નહિ. (૭) આજે જે ઘરેથી આહાર–પાણી ગ્રહણ કરેલ હોય ત્યાંથી આવતી કાલે આહાર કે પાણી લેવા નહિ.
અથવા સવારે જે ઘરેથી ગોચરી લીધી હોય ત્યાંથી બપોરે કે સાંજે ગોચરી લેવી નહિ. (૮) કબાટ, ટેબલ વગેરે પર રાખવામાં આવેલ સચિત્ત પદાર્થોનો પરંપરાગત સંઘટ્ટો માનવો. (૯) એક વ્યક્તિથી એકવાર કોઈ વિરાધના થઈ જાય તો બીજી વ્યક્તિના હાથે તેમજ આખો દિવસ તે ઘરની ગોચરી લેવી નહીં. (૧૦) એક સાધુ-સાધ્વીએ ચાર પાત્ર અને ૭૨ યા ૯૬ હાથ વસ્ત્રથી અધિક નહિ રાખવા. (ઉપધીનાં નંગ ૩૫ ની મર્યાદા.) (૧૧) ચૌમાસી, સંવત્સરીએ બે પ્રતિક્રમણ કરવા કે પાંચ પ્રતિક્રમણ કરવા, ૨૦ કે ૪૦ લોગસ્સનો કાયોત્સર્ગ કરવો. (૧૨) પોતે પત્ર લખવો નહીં, ગૃહસ્થ પાસે લખાવીને પણ પ્રાયશ્ચિત લેવું. પોસ્ટકાર્ડ વગેરે પોતાની પાસે રાખવા નહીં. (૧૩) અનેક સાધ્વીઓ કે અનેક સ્ત્રીઓ હોય તો પણ પુરુષની ઉપસ્થિતિ વિના સાધુએ બેસવું નહિ.
એમજ સાધ્વીને માટે પણ સમજી લેવું. (૧૪) રજોહરણ અને પ્રમાનિકા વગેરેને સંપૂર્ણ ખોલીને જ પ્રતિલેખન કરવું. (૧૫) ગૃહસ્થ તાળું ખોલીને કે ચણિયારા વાળો દરવાજો ખોલીને આહાર વહોરાવે તો લેવો નહીં. (૧૬) બહારગામથી દર્શનાર્થે આવેલ શ્રાવકો પાસેથી નિર્દોષ આહાર વગેરે પણ નહિ લેવા. (૧૭) દોરી પર કપડાં સૂકવવા નહિ. પડદો બાંધવો નહિ. (૧૮) સાધુની સમક્ષ સાધ્વીઓએ પાટ પર બેસવું નહિ. (૧૯) દાતા દ્વારા ગોઠણ જેટલી ઊંચાઈ ઉપરથી કોઈ પદાર્થ પડી જાય તો તે ઘરને “અસૂઝતું કહેવું અથવા
અન્ય કોઈપણ પ્રકારની વિરાધનાથી કોઈના ઘરને 'અસૂઝતું માનવું. (૨૦) ચાદર બાંધ્યા વિના ઉપાશ્રયમાંથી બહાર નહિ જવું અથવા ચાદર, ચોલપટ્ટો પરસ્પર ગાંઠ મારીને બાંધવા નહિ. (૨૧) ધાતુની કોઈ વસ્તુ પોતાની પાસે રાખવી નહિ. ચશ્મા વગેરેમાં ધાતુની ખીલી (રીવેટ) પણ ન જાઈએ. (૨૨) સીસાની બનેલી હોવાથી પેન્સિલ અને તેનાથી લખેલ અક્ષર પણ પાસે રાખવા નહિ.હિકમ ગચ્છ] (૨૩)માટીના પાત્ર, માટલી વગેરે પણ પડિહારા (પાઢીયારા) નહિ લેવા. (૨૪) ઘરમાં પહોંચતા સમયે જે વ્યક્તિ 'અસૂઝતો હોય, પછી તે 'સૂઝતો પણ થઈ જાય તો પણ તેના હાથે કંઈ લેવું નહિ. (૨૫) ઘણી મોટી જાજમ, ચઢાઈ વગેરેના પરંપરા સંઘટ્ટાને પણ માનવો. (૨૬) કેટલાક ફળ, મેવા અચિત અને નિર્દોષ હોય તો પણ લેવા નહિ. બદામ, પિસ્તા વગેરેના અચિત ટુકડા પણ નહિ લેવા.