________________
આગમ-કથાઓ
256 નારીકંતા નદીનું વર્ણન હરિકતા નદી જેવું છે. વિશેષ એ કે નારીકંતા ઉત્તરાભિમુખ થઈને રમકુવાસ ક્ષેત્રમાં જાય છે. ગંધાપાતી વૃત વૈતાઢયથી પશ્ચિમમાં વળી જાય છે. રમ્યવાસ ક્ષેત્રની વચ્ચોવચ થઈને આગળ જગતીના નીચેથી પશ્ચિમી લવણ સમદ્રમાં મળી જાય છે.
આ પર્વત નીલા રંગનો નીલી પ્રભાવાળો છે. નીલવંત નામક મહર્તિક સ્વામી દેવ અહીં નિવાસ કરે છે. એ વૈડૂર્યમય છે. એનું અનાદિ શાશ્વત નામ નીલવંત છે. (૧૬) રમ્યફ વર્ષ ક્ષેત્ર - આ મેરુથી ઉત્તરમાં છે. ઉત્તર દક્ષિણમાં નીલવંત અને રુક્ષ્મી પર્વતથી ઘેરાયેલું છે. શેષ વર્ણન હરિવર્ષ ક્ષેત્રના જેવું છે. નામોમાં અંતર છે. યથા– ગંધાપાતી વ્રત વૈતાઢય, નારી કંતા નદી, નરકતા નદી, રમ્યક નામક આ ક્ષેત્રનો માલિક દેવ છે અને રમ્યક આ ક્ષેત્રનું શાશ્વત અનાદિ નામ છે. (૧૭) રુક્ષ્મી વર્ષધર પર્વત - આ પર્વત ઉત્તરમાં હેરણ્યવત ક્ષેત્રની એવં દક્ષિણમાં રમ્યક વર્ષ ક્ષેત્રની સીમા કરવાવાળો છે. આનું સંપૂર્ણ વર્ણન મહાહિમવાન પર્વતના જેવું છે. આ પર્વતના શિખર તલ પર મહાપુણ્ડરીક નામનું દ્રહ છે, એમાંથી દક્ષિણમાં હરિકંતા એવં ઉત્તરમાં રુપ્પકૂલા નદી નીકળે છે સર્વથા રજતમય આ “રુકમી’ પર્વત છે.આને રુકમી પર્વત કહેવાનું પ્રચલન છે. રુકમી નામક અધિપતિ દેવ અહીં નિવાસ કરે છે. એટલા માટે આ પર્વતનું "રુકમી" એ શાશ્વત નામ છે. (૧૮) હૈરણ્યવત યુગલિક ક્ષેત્ર – એ મેરૂથી ઉત્તર દિશામાં રુકમી અને શિખરી પર્વતની વચમાં છે. હેમવંત યુગલિક ક્ષેત્રના જેવું આનું સંપૂર્ણ વર્ણન છે. આમાં માલ્યવંત પર્યાય નામક વૃત્ત વૈતાઢય છે. સુવર્ણકૂલા અને રુપ્પકૂલા નામની બે નદિઓ આ ક્ષેત્રને વિભાજિત કરે છે. આની બન્ને બાજુ સ્થિત પર્વત સર્વત્ર સુવર્ણ વિખેરતા રહે છે, દેતા રહે છે. હૈરણ્યવત નામના સ્વામી દેવ અહીં નિવાસ કરે છે. તેથી એનું શાશ્વત નામ હૈરણ્યવત ક્ષેત્ર છે. (૧૯) શિખરી પર્વત - ચુલ્લહિમવંત પર્વતના જેવા જ વર્ણનવાળો આ પર્વત મેરુથી ઉત્તરમાં ઐરાવત અને હૈરણ્યવત ક્ષેત્રની સીમા કરવાવાળો છે. આના પર પુંડરીક નામનું દ્રહ છે. એમાંથી સુવર્ણકૂલા નદી દક્ષિણી દ્વારથી નીકળી હૈરણ્યવત ક્ષેત્રમાં પૂર્વી સમુદ્રમાં મળે છે. બે નદિઓ પૂર્વે પશ્ચિમી તોરણથી નીકળે છે. જેનું વર્ણન ગંગા–સિંધુ નદીના જેવું છે. આ બન્ને નદીઓના નામ રક્તા અને રક્તવતી છે અહીં શિખરી નામના દેવ નિવાસ કરે છે. અતઃ “શિખરી' તે આનું શાશ્વત અનાદિ નામ છે. શિખરના આકારમાં અહીં કેટલાય કૂટ છે. (૨૦) ઐરાવત ક્ષેત્ર - શિખરી પર્વતથી ઉત્તરમાં અને મેરુથી ઉત્તર દિશામાં આ કર્મભૂમિ ક્ષેત્ર છે. આનું સંપૂર્ણ વર્ણન ભરતક્ષેત્રની સમાન છે. ક્ષેત્ર સ્વરૂપ, કાલ– આરા પરિવર્તન સ્વરૂપ, તીર્થકર ચક્રવર્તી આદિનું વર્ણન, ૬ ખંડ સાધન, મનુષ્યોનું વર્ણન આદિ, ગંગા-સિંધના સ્થાન પર અહીં રક્તા-રક્તવતી નદીઓ છે. બે નદી અને વૈતાઢય પર્વતના કારણે આ ક્ષેત્રમાં પણ ૬ ખંડ છે. ઐરાવત નામના પ્રથમ ચક્રવર્તી અહીં ઉત્પન્ન થાય છે. ઐરાવત દેવ અહીં આ ક્ષેત્રમાં આધિપત્ય કરતા નિવાસ કરે છે. એટલા માટે ઐરાવત તે આનું નામ અનાદિ શાશ્વત છે.
આ પ્રકારે ઐરાવતના વર્ણનની સાથે આ જંબૂઢીપના ક્ષેત્રીય વર્ણનવાળો ચોથો વક્ષસ્કાર પૂર્ણ થાય છે. આમાં વર્ણિત ક્ષેત્ર પર્વત આદિના સંક્ષિપ્ત સાંકેતિક તાલિકામય વર્ણન આ પ્રકારે છે. જીવા આદિનું તાત્પર્ય :- ધનુષ્યની દોરીને જીવા કહેવાય છે અને ગોળાઈને ધનુષ્ય કહેવાય છે. આ પ્રકારે ગોળાકાર યા અદ્ધ ચંદ્રાકાર ક્ષેત્રની સીધી રેખાને અહીં જીવા કહેવાય છે. એવં ગોળાઈના વિભાગને ધનુ:પૃષ્ટ(ધનુષપીઠીકા) કહેવાય છે.
જે પ્રકારે ઝબ્બા આદિમાં બાંયોનું મૂળ સ્થાન ગોળાઈ લે છે તે પ્રકારે વૃત્તાકાર જંબૂઢીપની વચ્ચોવચ આયત આકારના ક્ષેત્ર કે પર્વત છે. એમના ગોળાઈવાળા કિનારાના ભાગને અહીં બાહા કહેવામાં આવેલ છે. - લંબાઈને આયામ અને પહોળાઈને વિખંભ કહેલ છે. ગોળાકાર પર્વત અને કૂટ તથા ક્ષેત્ર આદિની લંબાઈ પહોળાઈ સમાન હોય છે. એને આયામ વિખંભ એક શબ્દથી કહેલ છે.
જે પર્વત લાંબા અને ઊંચા હોય છે, એને રુચક સંસ્થાનના કહેલ છે. જે ક્ષેત્ર લાંબા વધારે છે અને પહોળા ઓછા છે, ઊંચા નથી પરંતુ સમ ભૂમિ ભાગ- વાળા હોય છે એને પર્યકના આકારના કહેવામાં આવેલ છે. જે ગોળ પર્વત સમભૂમિ પર અધિક આયામ વિખંભવાળા છે અને ઉપર ક્રમશઃ ઓછા આયામ વિખંભ- વાળા છે તેને ગોપુચ્છ સંસ્થાન(ગોપુચ્છના અગ્રભાગ જેવા)વાળા કહેલ છે.જે ગોળ પર્વત આયામ વિખંભ અને ઊંચાઈમાં સર્વત્ર સમાન હોય છે એને પલ્ય (પાલી)ના સંસ્થાનના કહેલ છે. પલ્યોપમની ઉપમામાં એવા જ લંબાઈ, પહોળાઈ. ઊંચાઈના સમાન પલ્ય લીધા છે.
સમાન આયામ વિખંભવાળા ગોલ પર્વત આદિ સ્થળોની પરિધિ એના આયામ વિખંભથી ત્રણ ગણી સાધિક હોય છે. અર્થાત્ વિખંભનો વર્ગ કરીને, ૧૦ ગણા કરી પછી એનું વર્ગમૂલ કાઢવાથી ત્રણગણી સાધિક સંખ્યા પ્રાપ્ત થાય છે. અથવા આયામ | વિખંભને ૧૦ ના વર્ગમૂલથી ગુણાકાર કરવાથી ત્રણ ગણી સાધિક પરિધિ નીકળી જાય છે. પ્રત્યેક પર્વતની સમભૂમિથી જેટલી ઊંચાઈ હોય છે તેનો ચોથા ભાગ પ્રમાણ તે ભૂમિમાં હોય છે, તેને ઉધ(ઉÒહ) કહેવાય છે. જંબુદ્વીપના પ્રમુખ ક્ષેત્ર અને પર્વત – ક્રમ નું નામ વિખંભ ઊંચા. | બાહા
જીવા | ધન પૃષ્ટ યો. કળા
યો. કળા યો. કળા યો./કળા | ભરત ક્ષેત્ર પ૨૬/૬
૧૪૪૭૧/૬ | ૧૪૫૨૮/૧૧ | ૨ | ચલહિમવંત ૫. | ૧૦૫૨/૧૨ | 100 | ૫૩૫0/૧૫.૫ | ૨૪૯૩૨/૦.૫ | રપર૩૦/૪ | હિમવંતક્ષેત્ર ૨૧0૫/૫
૬૭પપ૩ | ૩૭૬૭૪/૧૬ | ૩૮૭૪/૧૦ | ૪ | મહાહિમવંત ૫. | ૪૨૧૦/૧0 | 200 | ૯૨૭૬ ૯.૫ | ૫૩૯૩૧/૬ | પ૭૨૯૩/૧૦
૩