________________
jain
195
(૮) અશુદ્ધિ :- સામાયિકના પાઠને અશુદ્ધ બોલવા,ભમરાની જેમ ગણગણાટ કરવો .
=
ભાષા વર્ગણાનાં પુદગલોની ચૂર્ણિ ફેલાવી બીજાની મનોવર્ગણા તોડવી અથવા સામાયિકમાં અકલ્પનીય ભાષા બોલવી.
જેમ કે અવ્રતીને આવો, પધારો, જાઓ આદિ આદર, આદેશ સૂચક શબ્દ બોલવા અથવા સાવધ વચન બોલવા.
(૯) નિરપેક્ષ :– મારે સામાયિક છે, એની સાવધાની રાખ્યા વિના બોલવું.
=
(૧૦) મુણમુણ ઃ– સ્પષ્ટ ઉચ્ચારણ ન કરવા. બીજાને ખલેલ પહોંચાડવી .
કાયાના ૧૨ દોષ ઃ–
(૧) કુઆસન :– પગ પર પગ રાખીને અથવા પગ ફેલાવીને બેસવું, અર્થાત્ અભિમાન અથવા અવિવેકપૂર્ણ આસનથી બેસવું. (૨) ચલાસન :– આસન સ્થિર ન રાખવું, ખાસ કારણ વિના અહીં તહીં ફરતાં રહેવું.
(૩) ચલદષ્ટિ :– જ્ઞાન ધ્યાનમાં એકાગ્ર ન થતાં અહીં—તહીં જોતાં રહેવું.
(૪) સાવધ ક્રિયા :– સ્વાધ્યાય, ધર્મધ્યાન, આદિ ધાર્મિક કાર્ય સિવાય અન્ય ગૃહ કાર્ય અથવા સમાજ કાર્ય કરવું.
(૫) આલંબન :– ઓઠીંગણ લઈને બેસવું અથવા ઊભા રહેવું.
(૬) આકુંચન પ્રસારણ ઃ– વારંવાર હાથપગ આદિને અકારણ લાંબા ટૂંકા કરવા.(૭) આળસ :– આળસ કરવી, સુસ્ત બેસવું. (૮) મોડન :– આંગળી આદિના ટાચકા ફોડવા. (૯) મલ :– શરીરના કોઈ અવયવનો મેલ ઉતારવો.
(૧૦) વિમાસણ :– આર્તધ્યાન કરવું, શોકાસનથી બેસવું અથવા સામાયિકમાં જોયા વિના, પૂંજ્યા વિના હાલવું,
કથાસાર
ચાલવું તથા ખંજવાળવું.
--
(૧૧) નિદ્રા :– સામાયિકમાં સૂવું અથવા બેઠા બેઠા નિદ્રા લેવી. (૧૨) વૈયાવચ્ચ :– શરીરની સેવા સુશ્રુષા કરવી અથવા કરાવવી. સામાયિકના ૩૨ દોષની ગાથાઓ :–
6
અવિવેક જસોકિત્તી, લાભત્થી ગવ્વ ભય ણિયાણસ્થિ .—સંસય રોસ અવિણઉ, અબહુમાણએ દોસા ભણિયવ્વા ।૧। કુવયણ સહસાકારો, સછંદ સંખેવ કલ ં ચ .—વિકહા વિહાસોસુદ્ધ, ણિવેક્બો મુણમુણા દોસાદસ ।। કુઆસણું ચલાસણ ચદેિઠ્ઠી, સાવજજકિરિયા લંબણાકુંચણ પસારણું . –આલસ મોડણ મલ વિમાસણું, ણિદ્દા વૈયાવચ્ચ ત્તિ બારસ કાયદોસા ।૩। સામાયિકના વિધિ દોષોનું જ્ઞાન અવશ્ય કરવું જોઈએ. ઇમાનદારીથી બધા દોષોથી રહિત સામાયિક કરવી જોઈએ.
સામાયિકમાં કોઈપણ દોષ ન લાગે એવી લગની રાખવી જોઈએ.
સામાયિકમાં સમય માત્ર પણ પ્રમાદ ન કરવો જોઈએ. સમાચાર પત્ર અથવા નવલકથા ન વાંચવી જોઈએ.
સામાયિકમાં આત્મચિંતન અને ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવું જોઈએ અથવા ઉપદેશ,ધર્મની વાર્તા સાંભળવી જોઈએ. સામાયિકમાં અધિકતમ મૌન રાખવું જોઈએ.
દોષ રહિત સામાયિક કરવાથી જ શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છે.
લાખ ખાંડી સોના તણું, લાખ વર્ષ દે દાન.- સામાયિક તુલ્ય આવે નહીં, એમ ભાખ્યું ભગવાન.
૨૪ કલાકમાંથી એક કલાક કાઢીને પ્રતિદિન સામાયિક અવશ્ય કરવી જોઈએ.
પ્ર. :– વંદના કરતી વખતે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ ?
જવાબ :– (૧) ઉત્તરાસંગ અથવા રૂમાલ આદિ મોઢા પાસે રાખવો જોઈએ (૨) ઓછામાં ઓછા ત્રણ ચાર હાથ દૂર ઉભા રહીને વંદના કરવી જોઈએ (૩) આંખ અહીં તહીં ન ફેરવતાં ગુરુની સામે એકાગ્ર દૃષ્ટિ રાખવી જોઈએ. (૪) વ્યાખ્યાન આદિ પ્રસંગમાં મૌનપૂર્વક વંદના કરવી જોઈએ (૫) ઊંચા સ્વરથી ન બોલતાં મંદ સ્વરથી બોલી વંદના કરવી જોઈએ. જ્યાં બોલવાથી કોઈના કાર્યમાં બાધા પહોંચે તો મૌનપૂર્વક વંદના કરવી જોઈએ.(૬) આપણાં નખ, પસીનો, ગુરુને ન લાગે એવી રીતે હળવા હાથે ચરણ સ્પર્શ કરવો જોઈએ. જો વચમાં કોઈ બેઠા હોય અથવા અધિક સંખ્યા હોય તો દૂરથી જ વંદના પૂર્ણ કરી લેવી જોઈએ.
પ્ર. :– ૧૦ વિરાધના કઈ છે ?
જવાબ :– ૧. સન્મુખ આવતાં જીવને કષ્ટ પહોંચાડ્યું હોય ૨. ધૂળ આદિથી ઢાંક્યા હોય ૩. મસળ્યા હોય ૪. એકઠાં કર્યા હોય ૫. સ્પર્ધા હોય ૬. પરિતાપ પહોંચાડયો હોય. ૭. કિલામના પહોંચાડી હોય ૮. ભયભીત કર્યા હોય ૯. એક સ્થાનથી બીજા સ્થાન પર રાખ્યા હોય ૧૦. જીવનથી રહિત કર્યા હોય.
પ્ર :- - સામાયિક કરવાથી શું-શું લાભ છે ?
જવાબ ઃ
(૧) એક મુહૂર્તને માટે હિંસા આદિ ૧૮ અઢારેય પાપ છુટી જાય છે.(૨)
સંસારના અનંત પ્રાણીઓને અભયદાન મળે છે. (૩) સાંસારિક જીવનથી વિશ્રાંતિ મળે છે. (૪) શાંતિ અને સમભાવની પ્રાપ્તિ થાય છે.
(૫)એક મુહૂર્ત સુધી ધાર્મિક અભ્યાસ, ચિંતન, મનન, શાસ્ત્રશ્રવણ, વાંચન તથા સાધુ-સાધ્વીની સેવાનો ઉપાસનાનો લાભ મળે છે. (૬) જેનાથી આપણી ધાર્મિક રુચિ, વૈરાગ્ય જ્ઞાનની વૃદ્ધિ થાય છે.(૭) કેટલાય પ્રકારના જ્ઞાન વાંચવા અને સાંભળવા મળે છે.
(૮) જેનાથી ક્લેશ કષાય છૂટે છે. (૯) ધન, પરિગ્રહની અને વિષય સુખની આસક્તિ છૂટે છે.
(૧૦) સામાયિકમાં પાપનું સેવન છૂટી જવાથી ઘણાં નવા કર્મનો બંધ અટકી જાય છે.
(૧૧) જ્ઞાન ધ્યાન આદિથી જુના પાપ કર્મનો પણ નાશ થાય છે. (૧૨) જેથી આત્મા હળુકર્મી બને અને નવા—નવા વ્રત લેવાની ભાવના થાય. એટલે દરરોજ ઓછામાં ઓછી એક સામાયિક અવશ્ય કરવી જોઈએ.