________________
આગમ-કથાઓ
196
મુખ વસ્ત્રિકા આચારાંગ સૂત્રના પ્રથમ અધ્યયનમાં એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ સંસારમાં કેટલાય લોકો ધર્મ અને મોક્ષને માટે છકાયના જીવોની હિંસા કર્યા કરે છે. પરંતુ એ હિંસા તેમના માટે અહિતકારક હોય છે અને તેમને બોધિ પ્રાપ્તિ દુર્લભ થાય છે. અર્થાત્ કોઈપણ પ્રકારે, કોઈપણ ઉદ્દેશ્યથી કરવામાં આવેલ હિંસા અહિતકારક તો હોય છે પરંતુ ધર્મ અને મોક્ષ થાય તેવી બુદ્ધિથી જે હિંસાની પ્રવૃત્તિઓની વૃદ્ધિ કરે તો ભવિષ્યમાં તેમને માટે ધર્મની પ્રાપ્તિ થવી પણ દુર્લભ બને છે. આવું કથન અનેક વખત અલગ-અલગ પ્રસંગોમાં આચારાંગ સૂત્રના એક જ અધ્યયનમાં કરવામાં આવ્યું છે. મુખ વસ્ત્રિકાને બાંધવી અને હાથમાં રાખવી આ વિષયમાં આગમ આશય શું છે તથા પ્રાચીન પદ્ધતિ કઈ હતી? (૧) ઉઘાડા મોએ બોલવું, મુખવસ્ત્રિકાથી મુખને ઢાંક્યા વિના બોલવું, એ સાવદ્ય ભાષા છે. આ પ્રકારે બોલવું કોઈપણ સાધુ સાધ્વીને કહ્યું નહીં. આ તત્ત્વમાં મંદિર માર્ગીઓ તથા સ્થાનકવાસીઓ એક મત છે. (૨) મુખવસ્ત્રિકા એ સાધુનું આવશ્યક ઉપકરણ છે, જેનું પ્રયોજન જીવ રક્ષા કરવાનું મુખ્યપણે છે અને મુનિપણાનું પણ આ આવશ્યક અંગ ગણાય છે. અચેલ વસ્ત્ર રહિત રહેનારા સાધુઓને માટે પણ મુખવસ્ત્રિકા અને રજોહરણ આવશ્યક માનવામાં આવ્યા છે. મુખવસ્ત્રિકા બાંધનારા સાધુઓની મુખવસ્ત્રિકા મુનિલિંગના રૂપમાં સ્પષ્ટ ઉપયોગમાં આવે છે અને મુનિલિંગ રૂપમાં દેખાય પણ છે
શ્રાવકોને પણ એ જયારે બાંધેલી હોય છે ત્યારે પોતે સંવર–ધર્મક્રિયામાં છે તેની પ્રતિતી રહે છે. પરંતુ મુખ પર ન બાંધીને હાથમાં રાખવાથી એ રૂમાલ જેવી લાગે છે અથવા ચોલપટ્ટકમાં લટકાવી દેવાથી તો ઘણીવાર તે દેખાતી પણ નથી અને ઘણી વખત સાધુઓને તે શોધવા જાય તોય ક્યાંય પોતાની મુહપત્તિ જડતી નથી, જે સ્પષ્ટપણે સાધુપણાની ઉપેક્ષાનું કર્તવ્ય છે જે મુખવસ્ત્રિકા મો પર ન બાંધવાથી થાય છે. (૩) જીવરક્ષાનો તથા ઉઘાડા મોઢે નહીં બોલવાનો જે ભગવતી સૂત્રનો સર્વમાન્ય એક મત સિદ્ધાંત છે, તેનું પાલન પણ મુખવસ્ત્રિકાને હાથમાં રાખીને થતું નથી. પ્રમાણ માટે આ એક સત્ય વાત છે કે આજે લગભગ ૬૦૦૦ સાધુ સાધ્વી એવા છે, જે મુખ પર મુહપત્તિ બાંધવાના બદલે હાથમાં રાખે છે અને તેમાંથી કદાચ એક પણ સાધુ કે સાધ્વી એવા નહી હોય જેમણે પોતાના પૂરા દીક્ષાકાળમાં ક્યારે ખુલ્લા મ્હોંએ વાત ન કરી હોય અને આમ ભગવતીના એ સર્વમાન્ય સિદ્ધાંતનું ઉલ્લંઘન ન કર્યું હોય. બસ આ જ પરિણામ પુરવાર કરે છે કે મુખવસ્ત્રિકા મ્હોં પર બાંધવાથી જ સિદ્ધાંતની સાચી રક્ષા સંભવી શકે. એટલે મુખવસ્ત્રિકા ને મ્હો પર બાંધવી એ આગમ સંમત તથા આગમ આજ્ઞાપોષક પદ્ધતિ છે અને હાથમાં રાખવી એ આગમ આજ્ઞા વિરુદ્ધ પ્રવૃત્તિ છે, આ ઉક્ત પરિણામથી સ્વતઃ સિદ્ધ થાય છે. જો દોરાનો ઉપયોગ ન કરવો હોય તો પુજા વખતે જેમ રુમાલ બાંધવામાં આવે છે તેમ રુમાલ બાંધીને બોલવું જોઈએ કે હાથમાંની મુહપતિ આડી ધરીને બોલવું જોઈએ પણ ઉગાડે મોઢેતો નહિંજ.
આજે પણ સેંકડો સાધુ અને કેટલાય આચાર્યો “ઉઘાડા હો એ ન બોલવું એ વાત સ્વીકારે છે અને તેનું પાલન નથી થઈ શકતું તેમ સ્વીકારે પણ છે. વિષય છે ખુલ્લા મોઢે ન બોલવાનો, જેને પ્રાચીન મંદિર માર્ગે આચાર્યોએ અનેક ગ્રંથોમાં સ્વીકારેલ છે અને આજે પણ પ્રત્યક્ષ સેંકડો સાધુ સ્વીકારે છે. (૪) મુખવસ્ત્રિકા બાંધવાથી સંમૂર્ણિમ જીવોની હિંસાનું કથન પણ અસંગત છે. કેમ કે મુહપત્તિ બાંધવાથી આગમ સિદ્ધાંતનું પાલન પણ થાય છે આ
છે અને સંમર્ણિમ જીવ પણ ઉત્પન્ન થતા નથી. કેમ કે તે મહપત્તિ હંમેશાં મોઢા પર બાંધેલી જ રહે છે. શરીરની ઉષ્માથી જો ચાદર–ચોલપટ્ટામાં પરસેવાનાં પણ સંમૂર્છાિમ જીવ ઉત્પન્ન ન થાય તો, તેજ પ્રમાણે શરીરની ઉષ્માને કારણે મુહપત્તિમાં પણ થુંક વગેરેના સંમૂર્છાિમ જીવ ઉત્પન્ન ન થાય તેમ માનવું આવશ્યક છે. પરંતુ મુહપત્તિ દિવસ ભર હાથમાં રાખવામાં સંમૂર્છાિમ જીવો ઉત્પન્ન થવાનો ભય પણ નિરર્થક જ રહ્યો અને ઉઘાડા મુખે બોલ્યા કરવામાં જિનાજ્ઞાનો ભંગ થયો. વારંવાર હાથને ઊંચા-નીચા કરવામાં હાથ હલાવવાની વ્યર્થ અજતના વધી અને ઉઘાડા મોઢે ન બોલવાની જતના પણ પૂરી ન થઈ! (૫) આનું મુખવસ્ત્રિકા કે મુહપત્તિ એ નામ જ સ્પષ્ટ રૂપે જણાવે છે કે તે મુખ પર રાખવાનું વસ્ત્ર છે. (૬) વાસ્તવમાં મુખવસ્ત્રિકા હાથમાં રાખવી કે મોઢા પર બાંધવી એવો સ્પષ્ટ ઉલ્લેખ કોઈપણ આગમમાં નથી, તેમ છતાં આ લિંગના ઉપકરણના ઉપયોગની પ્રાચીન પદ્ધતિ મોઢા પર બાંધવાની હતી એ પ્રાચીન પ્રમાણોથી સિદ્ધ છે અને શાસ્ત્રાજ્ઞા પાલનના પરિણામથી પણ સિદ્ધ છે. શાસ્ત્રાજ્ઞા પાલનના પરિણામની સિદ્ધ થયેલ બાબતો ઉપર કહેવાઈ ગઈ છે. હવે પ્રાચીન પ્રમાણોથી સિદ્ધ થયેલ વાત આ પ્રકારે છે(૧) આવશ્યક સૂત્ર ઉપર હરિભદ્રસૂરિની ૨૨ હજાર શ્લોક પ્રમાણ ટીકા છે, તેમાં લખ્યું છે કે લિંગ વાતે મૃત સાધુના મુખ પર નવી મુહપત્તિ બાંધવી. પાઠક વિચારે કે મરેલા સાધુ તો બોલી શકવાના નથી, ન તો મો ખોલી શકવાના કે ન તો શ્વાસ લઈ શકવાના, તો પણ મુખવસ્ત્રિકા બાંધવાનું ધુરંધર આચાર્ય હરિભદ્રસૂરિએ લખ્યું છે. (૨) યોગ શાસ્ત્ર પૃ. ૨૬૦માં લખ્યું છે કે મુખની ઉષ્ણ હવાથી વાઉકાયના જીવોની વિરાધના થાય છે માટે તેની રક્ષા કરવાના હેતુથી મુહપત્તિ છે. આવું મહાન આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યના રચેલ ગ્રંથમાં જણાવ્યું છે. | (૩) એશિયાટીક સોસાયટી કલકત્તાના પ્રમુખ મિસ્ટર હર્નલ સાહેબ ઉપાસકદશા સૂત્રની અંગ્રેજી ટીકા કરતા, ગૌતમસ્વામીની મુખવસ્ત્રિકાના વર્ણન ઉપર એમ લખે છે કે–એક નાનો કપડાનો ટુકડો મોઢા પર ટીંગાડાતો હતો જેથી કોઈ સચેત જીવ મોમા પ્રવેશી ન શકે, તેની રક્ષાને માટે. (૪) દેવસૂરીજી પોતાના સમાચારી પ્રકરણ ગ્રંથમાં લખે છે કે
(મુખવસ્ત્રિકા પ્રતિલેખ્ય મુખે બધ્ધા પ્રતિલેખયંતિ રજોહરણું.) અર્થ– મુખવસ્ત્રિકાની પ્રતિલેખના કરીને તે ફરી મુખ પર બાંધીને પછી રજોહરણની પ્રતિલેખના કરે.