________________
jain
121
કથાસાર
| ઉત્તર:- જેમ કે બે વિદ્યાર્થીઓએ એક જ વિષયની પરીક્ષા આપી. એક પ્રથમ શ્રેણીમાં આવે છે બીજો દ્વિતીય શ્રેણીમાં આવે છે. તેથી
સ્પષ્ટ છે કે પ્રથમ શ્રેણી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીનું જ્ઞાન વિશેષ છે. એની શ્રેણી આગળ છે. ભવિષ્યમાં પણ એનો પ્રવેશ પ્રથમ આવશે. એવી રીતે ત્રજુમતિ અને વિપુલમતિમાં ફેર સમજવો.
ઋજુમતિનું જ્ઞાન એ જ ભવમાં નષ્ટ થઈ શકે છે. જ્યારે વિપુલમતિનું જ્ઞાન આખા ભવ સુધી રહે છે. આ તેની વિશેષતા છે. કોઈ ધારણા થકી વિપુલમતિ એજ ભવમાં મોક્ષ પામે છે. જ્યારે ઋજુમતિ મન:પર્યવજ્ઞાનીને ભવિષ્યમાં અનેક ભવ પણ કરવા પડે છે. સામાન્ય અંતરપણ કયારેક મહત્ત્વનું થઈ જાય છે. જેમ કે ચુંટણીમાં એક મત ઓછો પડ્યો તો બીજા પાંચ વર્ષ રાહ જોવી પડે. એવી જ વિશેષતા બન્ને પ્રકારના મન:પર્યવ જ્ઞાનમાં છે. તેથી બે પ્રકાર કહ્યા છે. અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનની તુલના:(૧) અવધિજ્ઞાનની અપેક્ષાએ મન:પર્યવજ્ઞાન અધિક વિશુદ્ધ હોય છે. (૨) અવધિજ્ઞાન બધા પ્રકારના રૂપી દ્રવ્યોનો વિષય કરે છે. જ્યારે મન:પર્યવ જ્ઞાન ફક્ત મનોદ્રવ્યોનો વિષય કરે છે. (૩) અવધિજ્ઞાન ચારેય ગતિમાં હોય છે, મનઃ પર્યવ જ્ઞાન ફક્ત મનુષ્ય ગતિમાં જ હોય છે. (૪) અવધિજ્ઞાન મિથ્યાત્વ આવ્યા પછી નષ્ટ થતું નથી પરંતુ વિર્ભાગજ્ઞાનમાં પરિવર્તિત થાય છે જ્યારે મન:પર્યવજ્ઞાન મિથ્યાત્વ
આવ્યા પછી સમાપ્ત થઈ જાય છે. (૫) અવધિજ્ઞાનની સાથે અવધિ દર્શન હોય છે, મન:પર્યવજ્ઞાનની સાથે કોઈ દર્શન નથી હોતું. (૬) અવધિજ્ઞાન આગામી ભવમાં સાથે જાય છે. મન:પર્યવજ્ઞાન પરભવમાં સાથે જતું નથી. (૭) મન:પર્યવ જ્ઞાનનો વિષય દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી અલ્પ છે, અવધિજ્ઞાનનો વિષય અત્યંત વિશાળ છે. અર્થાત્ અવધિજ્ઞાની
સંપૂર્ણ શરીરના ચિકિત્સક સમાન છે, તો મન:પર્યવ જ્ઞાની કોઈ એક અંગના વિશેષજ્ઞની સમાન છે. (૫) કેવળજ્ઞાન – કેવળજ્ઞાન આત્માનો નિજ ગુણ-સ્વભાવ છે. અનાદિકાળથી આત્મા જ્ઞાનાવરણીય કર્મથી આવૃત્ત છે. જ્યારે આત્મા સદનુષ્ઠાનરૂપ તપ સંયમ દ્વારા મોહ કર્મનો ક્ષય કરીને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય આ ત્રણ કર્મોનો એક સાથે ક્ષય કરે છે ત્યારે કેવળજ્ઞાન પ્રગટ થાય છે અને કેવળદર્શન પણ ઉત્પન્ન થાય છે. આ જ્ઞાન આવરણ રહિત અને સંપૂર્ણ જ્ઞાન છે. આ જ્ઞાન દ્વારા રૂપી અરૂપી સમસ્ત પદાર્થો તથા સમસ્ત પર્યાયોનું જ્ઞાન થાય છે. કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી કયારેય પણ અર્થાત આ અપ્રતિપાતિ જ્ઞાન છે. મનુષ્ય
જ્ઞાન છે. મનુષ્ય દેહ છૂટયા પછી પણ આ જ્ઞાન યથાવત્ આત્મામાં રહે છે. અનંત સિદ્ધો અને હજારો મનુષ્યનું કેવળ જ્ઞાન એક જ હોય છે; એમાં કોઈ ભેદ કે વિભાગ નથી હોતા.
કેવળજ્ઞાની મનુષ્ય અને સિદ્ધોની અવસ્થાઓ વિભિન્ન હોય છે. એ અપેક્ષાએ કેવળજ્ઞાનીના ભેદ-વિકલ્પ ઉપચારથી હોય છે. પરંતુ વાસ્તવમાં કેવળજ્ઞાનના કોઈ ભેદ વિકલ્પ હોતા નથી એ સ્પષ્ટ છે. કેવળજ્ઞાન સાદિ અનંત છે અર્થાત્ એક દિવસ આ જ્ઞાન પ્રકટ થાય છે, તેથી સાદિ છે અને તે સદા તથા સર્વદા રહેશે તેથી અનંત છે. પાંચ પદોમાં પ્રથમ અને બીજા પદમાં અર્થાત્ અરિહંત અને સિદ્ધોને કેવળજ્ઞાન હોય છે. શેષ ત્રણ પદમાં કોઈકને હોય છે અને કોઈકને નથી હોતું. કેવળજ્ઞાનનો વિષય:- (૧) દ્રવ્યથી- કેવળજ્ઞાની રૂપી અરૂપી સર્વ દ્રવ્યોને જાણે અને જુએ (૨) ક્ષેત્રથી– સર્વ લોક અલોકને જાણે, જુએ(૩) કાળથી– સંપૂર્ણ ભૂત ભવિષ્યને જાણે–જુએ (૪) ભાવથી- સર્વે દ્રવ્યોની સર્વે પર્યાયોને, અવસ્થાઓને જાણે–જુએ. કેવળજ્ઞાનથી સંપૂર્ણ પદાર્થો અને ભાવોને જાણીને કેવળી થોડા તત્ત્વોનું જ કથન વાણી દ્વારા કરે છે. તેમનો આ વચન યોગ હોય છે. એમનું આ પ્રવચન, સાંભળનારા માટે શ્રુતજ્ઞાન બની જાય છે.
મતિ આદિ ચાર જ્ઞાન એક સાથે એક વ્યક્તિમાં હોઈ શકે છે. કેવળ જ્ઞાન એકલું જ હોય છે. શેષ ચારે જ્ઞાન કેવળજ્ઞાનમાં વિલીન થઈ જાય છે. જેમ કોઈ મકાનની એક દિશામાં ચાર દરવાજા છે, તેને હટાવીને આખી દિશા ખુલ્લી કરીને જ્યારે એક જ પહોળો માર્ગ બનાવી દેવામાં આવે છે, ત્યારે તેમાં પ્રવેશ દ્વાર ૪ અથવા ૫ નહીં પરંતુ એક જ માર્ગ કહેવામાં આવે છે. ચાર દરવાજાઓના ચાર માર્ગ પણ તેમાં સમાવિષ્ટ થઈ જાય છે. એ જ રીતે એક કેવળજ્ઞાનમાં જ ચારે ય જ્ઞાન સમાવિષ્ટ થઈ જાય છે. કેવળજ્ઞાનથી વિશેષ કોઈ જ્ઞાન હોતું નથી. આ સર્વોપરી જ્ઞાન છે અને આત્માની સર્વશ્રેષ્ઠ નિજ સ્વભાવ અવસ્થા છે. કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરવા સંપૂર્ણ તપ, સંયમની સાધનાનો સ્વીકાર કરવો જરૂરી છે.
થત ન
આત્મ હિત શિક્ષા
| નિંભાડાની ધગધગતી માટી પર પહેલી વરસાદની પહેલી બુંદો, બાપ બનીને ઉડી જાય છે. તેમાં અનેક ઉપદેશો સાંભળ્યા પછી જીવને કયારેક, કોઈકની વાણી અંતર સુધી પહોંચે છે. આ વાણીને અંતર સુધી પહોચાડવામાં એ દરેકનો ઉપકાર રહેલો છે, જેમણે એક પણ શબ્દનો અર્થ સમજાવ્યો હોય. તેથી કોઈના ઉપદેશ બીજા કરતાં વધારે પ્રભાવકારી અને સમજણ પૂર્વકનાં છે. એવો ભેદભાવ ન કરવો જોઈએ. આવું કરવાથી ગુરુની અવિનય અશાતના થાય છે.
જો આ બધા સાંભડેલા શબ્દો નો અર્થજ ખબર ન હોત તો, વાણી અંતરમાં કેવી રીતે પહોંચત. વાણી પ્રત્યે ગમો અણગમો પોતાની જ એક દશા છે,એવું જાણી એકચીત થઈ સાંભડવાનો પ્રયાસ કરવો.
બાહુબલી