________________
આગમ-કથાઓ
122
વ્યાખ્યા પ્રજ્ઞાપ્તિ (ભગવતીની કથાઓ.)
જમાલી :
રાણી ત્રિશલા અને રાજા સિદ્ધાર્થ ભગવાન મહાવીરના પ્રસિદ્ધ માતા-પિતા હતા. પરંતુ દસમાં દેવલોકથી આવીને ભગવાન પહેલા દેવાનંદા બ્રાહ્મણીના ગર્ભમાં ૮૩ દિવસ રહ્યા હતા. આ અપેક્ષાએ ઋષભદત્ત બ્રાહ્મણ અને દેવાનંદા બ્રાહ્મણી પણ ભગવાનના માતા-પિતા હતા.
એકવાર વિહાર કરતાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી બ્રાહ્મણ કુંડગ્રામ' નામના નગરમાં પધાર્યા. ઋષભદત્ત અને દેવાનંદા પણ દર્શન કરવા માટે સમવસરણમાં આવ્યા હતા.
દેવાનંદા બ્રાહ્મણી ભગવાન મહાવીર સ્વામીને અનિમેષ દૃષ્ટિથી જોવા લાગ્યા. જોતાં-જોતાં જ એના બધા અંગ ખીલી ઉઠયા
ગૌતમ સ્વામીએ આ બધું પ્રત્યક્ષ જોયું અને ભગવાનને એનું કારણ પૂછ્યું. જવાબમાં ભગવાને પૂર્વની વાત કરીને પોતાની માતા હોવાનો પરિચય આપ્યો. ત્યારપછી આવેલ બધા લોકોને ભગવાને ઉપદેશ આપ્યો. ઋષભદત્ત અને દેવાનંદા ઉપદેશ સાંભળીને વિરક્ત થઈ ગયા, ત્યાં જ દીક્ષિત થઈ ગયાં. તેમણે બંનેએ ઘણાં વર્ષ સંયમ પાલન કર્યું, અગિયાર અંગ શાસ્ત્રનું અધ્યયન કર્યું અને એક મહીનાનો સંથારો કરીને એજ ભવમાં સંપૂર્ણ કર્મ ક્ષય કરી બધા દુ:ખોનો અંત આણ્યો.
ઋષભદત્ત પહેલાં બ્રાહ્મણ મતના વેદ વગેરેમાં પારંગત હતા, પછી પાર્શ્વનાથ ભગવાનના શાસનમાં જીવ અજીવના જ્ઞાતા શ્રમણોપાસક બન્યા હતા અને જીવનના અંતિમ વર્ષોમાં સંયમ પણ ધારણ કરી તે જ ભવમાં મુક્ત થઈ ગયા. ભગવાનના જમાઈ: જમાલી :
ભગવાન મહાવીર સ્વામીની એક પુત્રી હતી જેનું નામ પ્રિયદર્શના હતું. એના પતિનું નામ "જમાલી' હતું.
જમાલીનું આઠ શ્રેષ્ઠ કન્યાઓની સાથે પાણિગ્રહણ(લગ્ન) થયું હતું. અપાર ધન-વૈભવના સ્વામી હતા. માનષિક સુખ અને કામ ભોગમાં જ તે મનુષ્યભવનો સમય વ્યતીત કરી રહ્યો હતો. વૈરાગ્ય પ્રાપ્તિ – એક વખત શ્રમણ ભગવાન મહાવીરનું ત્યાં પદાર્પણ થયું. ઉદ્યાન તરફ લોકોના અનેક સમૂહ(ટોળાં) જવા લાગ્યા. લોકોના કોલાહલનો અવાજ જમાલી સુધી પણ પહોંચ્યો, લોકોના એક દિશામાં જવાનું કારણ જાણ્યું અને તે પણ ભગવાનની સેવામાં રથ દ્વારા પહોંચ્યો, સમવસરણની નજીક રથ રોકીને નીચે ઉતર્યો. ફૂલ, પાણી વગેરે સચેત વસ્તુનો ત્યાગ કર્યો (અલગ કર્યા) આયુધ-શસ્ત્ર અને ઉપાનહ(જોડાં) વગેરે અચેત પદાર્થોનો પણ ત્યાગ કર્યો. (કાઢીને રાખી દીધા)
મુખ પર એક પટવાળું વસ્ત્ર રાખ્યું. આ પ્રકારે સચેત-અચેતનો વિવેક રાખી પરમ પવિત્ર અને એકાગ્ર ચિત્ત થઈ મસ્તક પર અંજલી રાખીને ભગવાનની નજીક પહોંચ્યો. ત્રણ વખત આવર્તન સાથે વંદના કરી સમવસરણમાં બેસી ગયો.
ભગવાને જમાલી સહિત ઉપસ્થિત વિશાળ પરિષદને ધર્મઉપદેશ આપ્યો. જમાલી ઉપદેશ સાંભળીને આનંદિત થઈ ગયો. તેને શ્રદ્ધા રુચી જાગી અને સંયમ લેવા માટે તૈયાર થઈ ગયો. ભગવાન પાસે પોતાની મનોભાવના વ્યક્ત કરી. ઘરે પહોંચીને માતા-પિતાની સામે પોતાની ભાવના વ્યક્ત કરી. દીક્ષાના ભાવ સાંભળીને મોહમયી માતા પોતાને સંભાળી ન શકી. થોડી વારમાં દાસીઓએ કરેલી પરિચર્યાથી સ્વસ્થ થઈને ઉઠી અને આંખમાં આસું સાથે રડતી-રડતી પુત્રને સમજાવવા લાગી.