________________
jain
માતા અને પુત્રનો સરસ સંવાદ ઃ—
માતા :– હે પુત્ર ! તું મને ઇષ્ટ, કાંત, વલ્લભ, આધારભૂત, વિશ્વાસપાત્ર, રત્નતુલ્ય, જીવનનો આનંદદાયક એક જ પુત્ર છે. હે પુત્ર! એક ક્ષણ માટે પણ અમે તારો વિયોગ સહન નથી કરી શકતા. આથી જયાં સુધી અમે જીવીત છીએ ત્યાં સુધી તું ઘરમાં જ રહી અને કુળ–વંશની વૃદ્ધિ કર અને જ્યારે અમે કાળધર્મ પામીએ, તારી વૃદ્ધાવસ્થા આવી જાય ત્યારે તું ભલે દીક્ષા લે જે. જમાલી :- - હે માતાપિતા! આ મનુષ્ય જીવન જન્મ, જરા, મરણ, રોગ, વ્યાધિ વગેરે અનેક શારીરિક માનસિક દુઃખોની અત્યંત વેદનાઓથી પીડિત છે, અધૃવ, અનિત્ય છે, સંધ્યાકાળના રંગો સમાન છે, પાણીના પરપોટા સમાન છે, કુશાગ્ર પર(ઘાસ૫૨) રહેલ ઝાકળબિંદુ સમાન છે સ્વપ્ન દર્શન સમાન અને વીજળીના ચમકારા સમાન ચંચળ છે; સડવું, પડવું, ગળવું અને નષ્ટ થવાનો એનો સ્વભાવ છે. એક દિવસ એને અવશ્ય છોડવું પડશે. તો હે માતા–પિતા ! આપણામાંથી પહેલાં કોણ જશે અને પછી કોણ જશે ? આ નિર્ણય કોણ કરી શકે છે? આથી હે માતા-પિતા ! તમે મને આજ્ઞા આપો. આપની આજ્ઞા મળવાથી હું શ્રમણ ભગવાન–મહાવીરસ્વામીની પાસે સંયમ અંગીકાર કરવા માગું છું. (ઇચ્છું છું.)
123
કથાસાર
માતા–પિતા :– હે પુત્ર ! તારું શરીર બધા લક્ષણો, ગુણોથી સંપન્ન છે, રોગ રહિત, શક્તિ સંપન્ન છે, નિરુપકૃત છે. આથી જ્યાં સુધી રૂપ, સૌભાગ્ય અને યૌવન આદિગુણ છે ત્યાં સુધી તું એનાથી સુખનો અનુભવ કર. અમારા મૃત્યુ બાદ કુળવંશની વૃદ્ધિ કરીને
પછી દીક્ષા લે જે.
જમાલી :– હે માતા–પિતા ! સુંદર દેખાવવાળું આ શરીર દુઃખોનું ભાજન, સેંકડો રોગોનું ઘર છે; માટીના વાસણ સમાન (કાચના વાસણ સમાન) દુર્બળ છે; અશુચિનો ભંડાર છે. સદાય એની સંભાળ રાખવી પડે છે. તો પણ એ જીર્ણ ઘર સમાન છે, અનિશ્ચિત સમયમાં એક દિવસ છોડવું જ પડશે. હે માતા– પિતા! આપણામાંથી કોણ પહેલા જશે અથવા પછી જશે એની ખબર નથી. આથી આપની આજ્ઞા મળવાથી હું દીક્ષા લેવા ઇચ્છું છું.
માતા-પિતા :– પુત્ર ! તારી આ તરૂણ અવસ્થાવાળી યોગ્ય ગુણવાળી, રૂપ– વાળી, સમાન ઉમર વાળી, વિનયવાળી, વિચક્ષણ, મધુરભાષી, મિતભાષી, મનને અનુકૂળ, પ્રિય, ઉત્તમ, સર્વાંગ સુંદર આઠ પત્નીઓ છે અને તારા તરફ પૂરો અનુરાગ રાખવાવાળી છે. યૌવન વયમાં અત્યારે તું એની સાથે સુખ ભોગવ. યુવાન અવસ્થા ઢળવા ૫૨ વિષય–વાસનાથી મુક્ત થઈને, ભોગઇચ્છાનું કુતુહલ સમાપ્ત થવા પર અને અમારા મૃત્યુ પછી દીક્ષા લેજે.
-
જમાલી :– હે માતા–પિતા ! આ કામભોગ નિશ્ચિત અશુચિનો ભંડાર, દુર્ગન્ધથી ભરેલા છે; ઉદ્વેગ ઉત્પન્ન કરવાવાળા છે; બીભત્સ થોડો સમય રહેવાવાળા, તુચ્છ કલિમલ(ગંદકી) રૂપ છે. તે શારીરિક માનસિક દુ:ખે સાધ્ય છે, અજ્ઞાની અથવા સામાન્ય પુરુષો દ્વારા સેવિત છે.
કામભોગ ઉત્તમ પુરુષો દ્વારા તજવા યોગ્ય(ત્યાજ્ય) છે; પરિણામમાં દુઃખદાયી છે; કઠિનતાથી છૂટવાવાળા છે અને મોક્ષ માર્ગની ગતિમાં વિઘ્નરૂપ છે. તે શલ્ય, ઝેર અને કાંટાની ઉપમાવાળા છે, અનર્થોની ખાણ છે અને મહાન પ્રમાદ, મોહ અને કર્મબંધમાં વધારો કરનારા છે. હે માતા–પિતા ! પહેલાં અથવા પછી કોણ જશે એ ખબર નથી. આથી તમે મને આજ્ઞા આપો હું ભગવાનની પાસે સંયમ લેવા માંગુ છું.
માતા–પિતા :– હે પુત્ર ! આ આપણાં દાદા-પરદાદાઓએ કમાયેલું અપાર ધન છે, સાત પેઢી સુધી ખાઈ–પી અને દાન આપતાં પણ ખલાસ નથી થવાનું. એટલા માટે હે પુત્ર ! મળેલ આ ધન–સંપતિનો તું લાભ લે. મનુષ્યભવનો આનંદ લઈ પછી દીક્ષા લેજે. જમાલી :– હે માતાપિતા ! આ સોનું, ચાંદી, હીરા, ઝવેરાત વગેરે ધન; ચોર, અગ્નિ, રાજા, મૃત્યુને આધીન પરાધીન છે. આના કેટલા ભાગીદાર છે. આ લક્ષ્મી ચંચળ, અધ્રુવ, અનિત્ય, અશાશ્વત છે. એનો એકક્ષણનો પણ ભરોસો નથી. ન આયુષ્યનો કોઈ ભરોસો છે. આથી હે માતા–પિતા ! હું તમારી રજા મળવાથી દીક્ષા લેવા ઇચ્છું છું.
[માતા–પિતાની ધન, વૈભવ, ભોગઆકર્ષણ અને મોહમયી શક્તિ સફળ ન થતાં, હવે પછી દીક્ષાની ભયાનકતા દ્વારા પુત્રના વિચારોને પરિવર્તિત કરવાનો પ્રયત્ન કરવા લાગ્યા
માતા–પિતા :– હે પુત્ર ! આ નિર્પ્રન્થ પ્રવચન સત્ય છે. યાવત્ બધા દુઃખોનો અંત કરવામાં સમર્થ છે. પરન્તુ હે પુત્ર ! આ દીક્ષા(સંયમ જીવન) તલવારની તીક્ષ્ણ ધાર પર ચાલવાથી પણ અત્યંત દુષ્કર છે; લોઢાના ચણા ચાવવાથી પણ કઠિન છે; રેતીનાં કોળીયાની જેમ નિરસ છે; નદી પ્રવાહની સામે ચાલીને પાર કરવા સમાન શ્રમદાયક છે અને હાથ વડે સમુદ્ર પાર કરવા સમાન કઠિન છે. મહાશિલાને માથા પર ઉપાડી રાખવા સમાન છે. અવિશ્રામ ગતિથી,અનેક હજાર ગુણા નિયમોના ભારને ધારણ કરવાથી દુષ્કર છે. દીક્ષા અંગીકાર કર્યા પછી જીવનના કેટલાંક જરૂરી કાર્ય પણ કરવાનું(સ્નાન,મંજન,શ્રૃંગાર) કલ્પતું નથી; ફળ, ફૂલ, લીલી વનસ્પતિ, કાચુ પાણી, અગ્નિ વગેરે સેવન કરવાનું કલ્પતું નથી; ભુખ, તરસ, શર્દી, ગરમી, ચોર, શ્વાપદ(શિકારી) સર્પ, ડાંસ, મચ્છર વગેરેના કષ્ટ ઉપસર્ગ સહન કરવા પડે છે.
રોગ આવવા પર ઉપચાર ન કરવો, જમીન પર સુવાનું, ચાલતાં (પગે) વિહાર, લોચ, આજીવન બ્રહ્મચર્ય પાલન, ઘરે—ઘરે ભિક્ષા માટે ફરવું અનેક સ્ત્રીને જોવા છતાં યુવાન ઉંમરમાં નવવાડ શુદ્ધ બ્રહ્મચર્ય પાલન કરવું હે પુત્ર ! અત્યંત દુષ્કર છે. હે પુત્ર ! તારું આ સુકોમળ શરીર દીક્ષાના કષ્ટો માટે જરાપણ યોગ્ય નથી. આથી હે પુત્ર ! તું ઘરમાં રહે અને સુખ ભોગવ. જયાં સુધી અમે જીવિત છીએ ત્યાં સુધી તારો એકક્ષણ પણ વિયોગ નથી જોઈ શક્તા. અમારા મૃત્યુપછી તું શ્રમણ ભગવાન મહાવીર પાસે દીક્ષા લેજે.
હે
જમાલી :– હે માતાપિતા ! જે કાયર પુરુષ હોય છે. જેની દૈહિક લાલસા મટી નથી, જે આ લૌકિક સુખમાં આસક્ત છે તેના માટે દીક્ષાની ઉપર કહેલ દુષ્કરતા છે અર્થાત્ એને સંયમ પાલન કરવું કિઠન હોઈ શકે છે. પરંતુ જે આ લૌકિક સુખોની આશાથી મુક્ત-વિરક્ત થઈ ગયા છે; ધીર, વીર, દઢ નિશ્ચયવાળા પુરુષ હોય છે, એના માટે સંયમની મુશ્કેલી જરાપણ બાધક નથી. પરંતુ