________________
આગમ-કથાઓ
120
(૫) પ્રતિપાતી અવધિજ્ઞાન - અંગુલના અસંખ્યાતમા ભાગથી લઈને ઉત્કૃષ્ટ સંપૂર્ણ લોકના વિષયનું અવધિજ્ઞાન ઉત્પન્ન થયા પછી પણ વિનષ્ટ થઈ શકે છે. આને પ્રતિપાતી અવધિજ્ઞાન કહે છે. (૬) અપ્રતિપાતિ અવધિજ્ઞાન :- લોકની સીમાથી આગળ વધીને જ્યારે અવધિજ્ઞાનની ક્ષમતા અલોકમાં જાણવા-દેખવા યોગ્ય વધી જાય છે ત્યારે તે અવધિજ્ઞાન અપ્રતિપાતિ થઈ જાય છે. અર્થાત્ તે આખા ભવમાં ક્યારેય નષ્ટ થતું નથી, પતિત થતું નથી; આયુષ્ય પૂર્ણ થાય ત્યાં સુધી રહે છે અથવા તો કેવળજ્ઞાન ઉત્પન્ન થઈ જાય ત્યારે તે તેમાં વિલીન થઈ જાય છે. અવધિજ્ઞાનનો જઘન્ય ઉત્કૃષ્ટ વિષય:- (૧) દ્રવ્યથી– જઘન્ય અનંત રૂપી દ્રવ્ય જુએ અને જાણે, ઉત્કૃષ્ટ સર્વરૂપી દ્રવ્ય જુએ અને જાણે. (૨) ક્ષેત્રથી– જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા ક્ષેત્રને જુએ અને જાણે, ઉત્કૃષ્ટ લોક જેટલા અસંખ્યાતા ખંડ પ્રમાણ ક્ષેત્ર અલોકમાં જુએ અને જાણે. (૩) કાળથી- જઘન્ય આવલિકાનો અસંખ્યાતમો ભાગ જુએ અને જાણે, ઉત્કૃષ્ટ અસંખ્યાત ઉત્સર્પિણી– અવસર્પિણી કાળ પ્રમાણ ભૂત ભવિષ્ય જુએ અને જાણે.(૪) ભાવથી જઘન્ય ઉત્કૃષ્ટ અનંત પર્યાય જુએ અને જાણે. પરતુ જઘન્યથી ઉત્કૃષ્ટનો વિષય અનંત ગુણો છે, એમ સમજવું. તોપણ સર્વ પર્યાયથી અનંતમો ભાગ જુએ. (૪) મન:પર્યવજ્ઞાન:- (૧) મનની પર્યાયોને જાણનારું મન:પર્યવજ્ઞાન છે. ભાષા વર્ગણાની જેમ મન વર્ગણા પણ રૂપી છે. વચન યોગ દ્વારા ભાષા વર્ગણાનું ભાષારૂપમાં પરિણમન થાય છે. તેવી રીતે મનોયોગ દ્વારા મન વર્ગણાના ૫ગલનું મનરૂપમાં પરિણમન થાય છે. મનરૂપમાં પરિણત એ પુદ્ગલોને ઓળખવા તે મન:પર્યવજ્ઞાનનો વિષય છે. (૨) જે રીતે શ્રવણેન્દ્રિયનો વિષય છે, કોઈના વચનને શ્રવણ કરવું, તે રીતે મનઃ પર્યવજ્ઞાનનો વિષય છે કોઈના મનને જાણી લેવું. કોઈ વ્યક્તિ વચન દ્વારા કોઈની નિંદા કરે અથવા કોઈની પ્રશંસા કરે તથા વચમાં એ વ્યક્તિ સંબંધિત નામ લે એ સાંભળવાનો વિષય છે. પરંતુ આ વ્યક્તિ કોણ છે, કઈ જાતિની છે, એનો વક્તા સાથે શું સંબંધ છે? નિંદા અથવા પ્રશંસાનુ કારણ અથવા નિમિત્ત શું છે? વગેરે જ્ઞાન વક્તાના તાત્પર્યાર્થથી સમજાય અથવા સ્વયંના ચિંતન કે ક્ષયોપશમથી જાણી શકાય, તેવી રીતે મન:પર્યવજ્ઞાન દ્વારા મન પરિણત પર્યાયોનું જ્ઞાન થાય છે. અન્ય વિષયોનું જ્ઞાન મનના પર્યાયના અનુપ્રેક્ષણ દ્વારા થાય અથવા અન્ય અનુભવ બુદ્ધિ આદિથી અથવા તો તેની આગળ-પાછળના મનથી જાણી શકાય છે. (૩) આ મન:પર્યવજ્ઞાન ફક્ત મનુષ્યને થાય છે, અન્ય ત્રણ ગતિમાં નથી હોતું. તે દ્રવ્ય અને ભાવથી સંયમ પર્યાયમાં જ થાય છે. ફક્ત દ્રવ્ય સંયમ હોય તો નથી થતું અથવા ફકત ભાવ સંયમ હોય પણ દ્રવ્ય સંયમ ન હોય તો પણ નથી થતું. સંયમી પણ જ્યારે અપ્રમત્તયોગમાં હોય ત્યારે તેને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થઈ શકે છે. પ્રમત્ત અવસ્થામાં મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન નથી થતું. સાતમા ગુણસ્થાનમાં ઉત્પન્ન થાય છે. એકથી છ ગણ સ્થાનમાં ઉત્પન્ન થતું નથી. (૪) જેમ વચન અથવા ભાષાના દ્રવ્ય અને ભાવ એવા કોઈ વિકલ્પ નથી હોતા તેમ મનના પણ દ્રવ્યને ભાવનો આગમમાં કોઈ વિકલ્પ કહ્યો નથી. આની પ્રક્રિયા પૂર્ણ ભાષા પરિણમનની જેમ છે. જેવી રીતે ભાષાનો રૂપી, અરૂપી વિકલ્પ નથી હોતો તેવી રીતે મનના રૂપી અરૂપી વિકલ્પ નથી હોતા. એ બન્ને રૂપી હોય છે. (૫) આ મન:પર્યવજ્ઞાન બે પ્રકારના હોય છે– ૧. ઋજુમતિ મન:પર્યવજ્ઞાન ૨. વિપુલમતિ મન:પર્યવજ્ઞાન. ઋજુમતિની અપેક્ષાએ | વિપુલમતિ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને વિશુદ્ધ વિપુલ અને નિર્મલરૂપથી વધુ જાણે છે, દેખે છે અને ક્ષેત્રમાં અઢી અંગુલ ક્ષેત્ર એનું
વધુ હોય છે. સામાન્ય બુદ્ધિવાળાનું મન:પર્યવજ્ઞાન ઋજુમતિ મન:પર્યવજ્ઞાન કહેવાય અને વિશિષ્ટ બુદ્ધિવાળાનું મન:પર્યવજ્ઞાન વિપુલમતિ મન:પર્યવજ્ઞાન કહેવાય છે. (૬) મન:પર્યવ જ્ઞાનનો વિષય:- (૧) દ્રવ્યથી– મન:પર્યવજ્ઞાની સન્ની જીવો (દેવ મનુષ્ય તિર્યંચ)ના મનના(મનરૂપમાં પરિણત પગલોના) અનંત અનંત પ્રદેશી ઢંધોને જાણે દેખે છે. (૨) ક્ષેત્રથી–મનઃ પર્યવજ્ઞાની જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ જાણે દેખે છે, ઉત્કૃષ્ટ નીચે 1000 યોજન, ઉપર ૯૦૦ યોજના તથા ચારે દિશામાં ૪૫ લાખ યોજન ક્ષેત્રમાં રહેલા સન્ની દેવ મનુષ્ય તિર્યંચોના વ્યક્ત મનના ભાવને જાણે દેખે છે.(જે પ્રકારે અસ્પષ્ટ શબ્દ સાંભળી શકાતા નથી તે પ્રકારે અસ્પષ્ટ મનને જાણી-દેખી શકાતા નથી.). (૩) કાળથી– જઘન્ય પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા સમયના ભૂત અને ભવિષ્યના મનને જાણી જોઈ શકે છે. ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા સમયના ભૂત અને ભવિષ્યના મનને જાણી દેખી શકે છે.જઘન્ય અને ઉત્કૃષ્ટ બન્ને કથનની અપેક્ષાએ તો એક જ છે, પરંતુ જઘન્યથી ઉત્કૃષ્ટ વધારે છે એમ સમજી લેવું જોઈએ(જો જઘન્ય ઉત્કૃષ્ટ વાસ્તવમાં સમાન જ હોય તો તેને આગમમાં જઘન્ય ઉત્કૃષ્ટ નહીં કહેતા અજઘન્ય અનુત્કૃષ્ટ કહેવાય છે.) (૪) ભાવથી- મન:પર્યવજ્ઞાની અનંત ભાવોને જાણી શકે છે, જોઈ શકે છે. પરિશેષ વાર્તાઃ જો અવધિજ્ઞાની રૂપી પદાર્થોને જાણે છે તો શું તે સ્વયંની સીમામાં રહેલા જીવોના મનને જાણી-દેખી શકે છે? ઉત્તર :- હા જાણી-દેખી શકે છે. આને દષ્ટાંત દ્વારા સમજીએ. એક ટપાલઘરમાં ઘણી વ્યક્તિ કામ કરતી હોય છે. પરંતુ કોઈ વ્યક્તિ તારની અનુભવી હોય છે. કોઈને તાર વિષે અનુભવ નથી પણ તેને શ્રોતેન્દ્રિય તો છે જ તેથી તાર સંદેશાના ટિકટિક અવાજને સાંભળી શકે છે પરંતુ સમજી શકતી નથી. તેવી રીતે તેટલું અંતર અવધિજ્ઞાની અને મન:પર્યવજ્ઞાની વચ્ચે રહેલું છે. અથવા એક ડોકટર ચક્ષુરોગનો નિષ્ણાત છે અને બીજો સંપૂર્ણ શરીરનો ચિકિત્સક છે. તે આંખની ચિકિત્સા પણ કરે છે, પરંતુ આંખના વિષયમાં ચક્ષુ વિશેષજ્ઞની ચિકિત્સા તથા શરીર નિષ્ણાતની ચિકિત્સામાં અંતર હોવું સ્વાભાવિક છે. તેવીજ રીતે અવધિજ્ઞાની દ્વારા મનના પુદ્ગલને જાણવામાં ને મન:પર્યવજ્ઞાની દ્વારા મનના પુદ્ગલને જોવા અને જાણવામાં ઘણું અંતર હોય છે, એમ સમજવું જોઈએ. પ્રશ્ન:-ઋજુમતિ અને વિપુલમતિ બન્ને લગભગ સરખા છે. તો આ વિભાગને કેમ સમજવા?